હું શોધું છું

હોમ  |

સાફલ્‍ય ગાથા
Rating :  Star Star Star Star Star   

પશ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૬/૦૩/૨૦૧૬ થી તા. ૧૨/૦૩/૨૦૧૬ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧) સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૯/૨૦૧૬ તા. ૦૭/૦૩/૨૦૧૬ :-  

     તા ૦૭/૦૩/૨૦૧૬ ના રોજ કલાક ૧૨/૦૦ વાગ્યે સુરત રેલ્વે સ્ટેશન પ્લે નં ૨ ઉપર એક છોકરો એકલો બેસેલ આર.પી.એફ. સંજયકુમાર નાઓને મળી આવતાં રીપોર્ટ સાથે અત્રે સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં લાવી રજુ કરતા મીસીગ સ્કોડના વુમન પો હેડ કોન્સ ગીતાબેન શનાભાઇ નાઓએ મળી આવેલ છોકરાઓને પુછપરછ કરતા તેઓ પોતાનુ નામ (૧) કિશન S/O વિજયકુમાર ઉ.વ. ૧૨ ધંધો અભ્યાસ રહે કડોદરા ચાર રસ્તા પાણીની ટાંકી પાસે રાજપ્લાઝા કોમ્પલેક્ષ લોકેશભાઇના ભાડાના મકાનમાં સુરત મુળ રહે. યુ પી વાળો હોવાનુ તથા (૨) મોહમદ તકસીર S/O મોહમ્મદ સમરૂલ ઉ.વ. ૧૨ રહે ગામ ભોપા પોસ્ટ બારસુ થાના બલમપુર કટીહાર રાજય બિહાર વાળો હોવાનુ જણાવતાં મળી આવેલ બન્ને છોકરાઓ પોતાના બતાવેલ સરનામેથી અલગ અલગ ગાડીમાં બેસીને સુરત રેલ્વે સ્ટેશને ફરવા માટે નિકળી આવેલ હોવાનું જણાવતા મળી આવેલ બન્ને છોકરાના વાલી વારસોની તપાસ કરી તેઓને જાણ કરી તેઓ સુરત રેલ્વે પોલીસ સ્ટેશન લેવા આવે ત્યા સુધી સારસભાળ લેવા માટે તેઓને વી આર પોપાવાલા ચિલ્ડ્ર્ન હોમ કતારગામ સુરત ખાતે મુકવામાં આવેલ અને તા ૦૯/૦૩/૨૦૧૬ ના રોજ તેઓના વાલીવારસો લેવા માટે આવતાં તેઓના વાલીવારસોના નિવેદન તેમજ યોગ્ય પુરાવા મેળવી મળી આવેલ બન્ને છોકરાઓનો કબ્જો તેઓના વાલીવારસોને સોંપેલ છે, મળી આવેલ બન્ને છોકરાઓનુ કોઇ પણ પો. સ્ટેમાં મીસીંગ કે ગુનો દાખલ કરાવેલ નથી.

() સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૦/૨૦૧૬ તા. ૦૮/૦૩/૨૦૧૬ :-  

     તા. ૦૮/૦૩/૨૦૧૬ ના રોજ કલાક : ૧૦/૩૦ વાગ્યે સુરત રેલ્વે સ્ટેશન પ્લે નં ૧ ઉપર વચ્ચેના ભાગે પેસેંજરોને બેસવાના બાકડા ઉપર એક છોકરી એકલી બેસેલી મિસીંગ સ્કોડના વુમન પો હેડ કોન્સ ગીતાબેન શનાભાઇ બકલ નંબર ૪૦૮ નાઓના જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનું સુલેનાબેન D/O શ્રીબિહારી શ્રીભગવાન પાસવાન ઉ.વ. ૧૫ રહે. સહારા દરવાજા સાગર માર્કેટની પાછળ ભાડાના મકાનમાં સુરત મુળ રહે. બેનીપુર, દરભંગા, બિહાર વાળી હોવાનુ જણાવતાં છોકરીને વધુ પુછપરછ કરતા તેણે જણાવેલ કે તેઓને તેમની માતાએ ઘરકામ માટે બોલતા તેને મનમાં લાગી આવતા તે તા ૦૭/૦૩/૨૦૧૬ ના રોજ સાંજે કોઇપણને જાણ કર્યા વગર નિકળી આવેલ હોવાનુ જણાવતા હાલના બતાવેલ સરનામે તેને સાથે રાખી તેના વાલી વારસોની તપાસ કરતા તેના પિતાજી નામે શ્રીબિહારી શ્રીભગવાન પાસવાન ઉ.વ. ૫૦ ધધો સોડાની લારી રહે. સહારા દરવાજા સાગર માર્કેટની પાછળ ભાડાના મકાનમાં સુરત રહે. મુળ બિહાર નાઓની રૂબરૂમાં જઇ તપાસ કરી મળી આવેલ છોકરીનો કબ્જો તેના પિતા પાસે યોગ્ય પુરાવા/નિવેદન મેળવી તા ૦૮/૦૩/૨૦૧૬ના રોજ સોંપેલ છે મળી આવેલ છોકરીનુ કોઇ પણ પો. સ્ટેમાં મીસીંગ કે ગુનો દાખલ કરાવેલ નથી.

() સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૭/૨૦૧૬ તા. ૦૮/૦૩/૨૦૧૬ :-  

     તા ૦૮/૦૩/૨૦૧૬ના રોજ સુરત આર.પી.એફ. ના માણસો એક છોકરી તેમજ એક છોકરાને રીપોટ સાથે આગળની કાર્યવાહી માટે સુરત રેલ્વે પોલીસ સ્ટેશન ઓફીસર પાસે લાવી રજુ કરતાં  WHC દક્ષાબેન કિકુભાઇ નાઓએ બન્ને છોકરી-છોકરાને પુછપરછ કરતા પોતે પોતાનુ નામ (૧) કાજલ D/O વિજયકાંત પાન્ડે  ઉ.વ. ૧૫ ધંધો અભ્યાસ રહે. ગામ. જોગીપુરથાના અંત્રોલીયા જી.આઝમગઢ રાજય યુ પી તથા (૨) મોનુ S/O પન્નાલાલ રાજભર ઉ.વ. ૧૯ ધંધો વેપાર રહે. ગામ ભીલારી યુ પી વાળો હોવાનું જણાવી બન્નેને પ્રેમ સબંધ થઇ જતા બન્ને જણા લગ્ન કરવા માટે પોતાના વતનમાંથી કોઇપણને જાણ કર્યા વગર કોઇપણ

પાન-ર

 

     ...ટ્રેનમાં બેસીને સુરત આવેલ હોવાનુ જણાવતાં મળી આવેલ બન્ને છોકરા-છોકરીના વાલી વારસોની તપાસ કરી અંત્રોલીયા પોલીસ સ્ટેશનમાં ફોન નંબર ૦૯૪૫૪૪૦૨૯૨૪ ઉપર જાણ કરતાં તેઓ જણાવેલ કે અંત્રોલીયા પો સ્ટે માં ફસ્ટ ગુ.ર.નં. ૩૬/૨૦૧૬ આઇ.પી.સી. કલમ ૩૬૩. ૩૬૬ મુજબ અપહરણનો ગુનો     તા ૦૪/૦૩/૨૦૧૬ના રોજ દાખલ કરવામાં આવેલ હોવાનું જણાવતાં મળી આવેલ છોકરીના મોટા બાપુજી નામે ગીરીશભાઇ પાંડે નાઓના મો ફોન નં ૦૯૮૩૮૨૪૫૦૩૧ ઉપર પણ જાણ કરી અંત્રોલીયા યુ પી પોલીસ લેવા આવે ત્યાં સુધી મળી આવેલ છોકરીને સારસભાળ રાખવા માટે નારી સરક્ષણ ગ્રહ ઘોડ્દોડ રોડ સુરત ખાતે મુકવામાં આવેલ અને તા ૧૧/૦૩/૨૦૧૬ના રોજ યુ પી પોલીસ તેમજ છોકરીના પિતાજી નાઓ સુરત રેલ્વે પોલીસ સ્ટેશને લેવા માટે આવતા મળી આવેલ બન્ને છોકરા છોકરીનો કબ્જો નારીગ્રહ માંથી મેળવી અંત્રોલીયા પોલીસ સ્ટેશનના પો સબ ઇન્સશ્રી, પંકજ યાદવ નાઓને વિજયકાંત રામઆફરે પાન્ડે નાઓ પાસે યોગ્ય પુરાવા તેમજ અંત્રોલીયા પોસ્ટેમાં દાખલ થયેલ ગુનાના કાગળો મેળવી બન્ને છોકરા છોકરીનો કબ્જો અંત્રોલીયા યુ પી પોલીસને સોપેલ છે.

(૪) વડોદરા રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૧/૨૦૧૬ તા. ૦૬/૦૩/૨૦૧૬ :-

     તા. ૦૬/૦૩/૨૦૧૬ના રોજ વુ.પો.કો. અલકાબેન ભરતભાઈ નાઓ એક સ્ત્રી નામે અલફીયા ઈરફાન રંગપારીયા ઉ.વ.૩૪ રહે. રંગોલનગર, નવસારી નાઓને વલસાડ લોકલ ટ્રેનમાંથી વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશનમાં લઈ આવતાં તેઓના ભાઈ નામે ઓકલ ઈરફાન રંગપરીયા નાઓનો સંપર્ક કરી પોલીસ સ્ટેશનમાં બોલાવી કાયદેસરની કાર્યવાહી તેઓના ભાઈને રૂબરૂમાં સોંપેલ છે.   

 

                                                                                                          Sd/-

                                                                         પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 15-03-2016