|
પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૪/૦૨/૨૦૧૬ થી તા. ૨૦/૦૨/૨૦૧૬ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૦૨/૨૦૧૬ તા. ૧૫/૦૨/૨૦૧૬ :-
તા ૧૩-૧૪/૦૨/૧૬ ના રોજ કલાક ૨૦/૦૦ થી ૦૮/૦૦ દરમ્યાન WHC દક્ષાબેન કિકુભાઇ નાઓ સુરત રેલ્વે સ્ટેશને હાજર હતા તે વખતે પ્લે નં ૧ ઉપર ઉતર તરફના ઓવર્બ્રીજ નીચે બે છોકરીઓ એકલી બેસેલી જોવામાં આવતા તેઓની પુછપરછ કરતા તેઓએ પોતાના નામ (૧) ખુશ્બુકુમારી D/O શ્યામબાબુ જાતે ચમાર ઉવ ૧૫ ધંધો અભ્યાસ તથા (ર) આકાંક્ષાકુમારી ઉર્ફે ઇલુ D/O સુરેન્દ્ર્કુમાર જાતે ચમાર ઉવ ૧૫ ધંધો અભ્યાસ બન્ને રહે ગામ.દોદીસોહી પોસ્ટ ચોકયા જી.ચન્દોલી રાજય યુ પી નાઓ પોતાના વતનમાથી કોઇને પણ જાણ કર્યા વગર કોઇ પણ ટ્રેનમાં બેસી સુરત આવેલ હોવાનુ જણાવતા બન્ને છોકરીઓના વાલી વારસોના કોન્ટેક નંબર મેળવી આપેલ નંબર ઉપર જાણ કરી તેઓને સુરત રેલ્વે પોલીસ સ્ટેશને લેવા માટે આવે ત્યા સુધી બન્ને છોકરીઓને નારીગ્રહ કેન્દ્ર ઘોડદોડરોડ સુરત ખાતે મુકવામા આવેલ અને તા.૧૫/૦૨/૧૬ ના રોજ બન્ને છોકરીઓના વાલી વારસો સુરત રેલ્વે પોલીસ સ્ટેશને લેવા માટે આવતા અ.નં. (૧) ના ભાઇ નામે બચ્ચેલાલ ભારતી તથા નંબર (ર) ના પિતાજી નામે સુરેંદ્ર્કુમાર મરાહુરામ ચમાર નાઓ યોગ્ય પુરાવા તથા નીવેદન મેળવી છોકરીઓનો કબ્જો તેઓને રૂબરૂમાં સોપેલ છે તથા મળી આવેલ બન્ને છોકરીઓનુ કોઇ પણ પો. સ્ટેમાં મીસીંગ કે ગુનો દાખલ કરાવેલ નથી.
(૨) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૫/૨૦૧૬ તા. ૧૪/૦૨/૨૦૧૬ :-
તા.૧૪/૦૨/૧૬ ના રોજ કલાક ૦૧/૧૫ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે નં ૧ ઉપર વચ્ચેના ભાગે સીડીની નીચે બાકડા ઉપર એક છોકરો એકલો બેસેલો મિસીંગ સ્કોડના એએસઆઇ અર્જુનભાઇ કહજીભાઇ બ.નં.-૫૦૩ નાઓના જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ રાહુલ S/O કિશોરભાઇ જાતે મરાઠે ઉવ ૧૪ ધંધો અભ્યાસ રહે તુકારામવાડી ગલી નં ૧ તા જિ જલગાવ મહારાષ્ટ્ર વાળો હોવાનુ જણાવતા તેની વધુ પુછપરછ કરતા તે જલગાવ રેલ્વે સ્ટેશનેથી ટ્રેનમાં બેસી સુરત આવેલ હોવાનુ જણાવાતા તેના વાલી-વારસોનો કોન્ટેક નબર માગતા તેના પિતાજીનો ફોન નંબર આપતા તેના ઉપર કોન્ટેકટ કરતા તેના પિતાજી નામે કિશોરભાઇ રામદાસ જાતે મરાઠે રહે ઉપર મુજબ નાઓ તા. ૧૫/૦૨/૧૬ ના રોજ સુરત રેલ્વે પોલીસ સ્ટેશને લેવા માટે આવતા યોગ્ય પુરાવા તથા નિવેદન મેળવી છોકરાનો કબ્જો રૂબરૂમાં સોપેલ છે છોકરાનુ કોઇ પણ પો. સ્ટેમાં મીસીંગ કે ગુનો દાખલ કરાવેલ નથી.
Sd/-
પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.
|
|