પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૭/૦૨/૨૦૧૬ થી તા. ૧૩/૦૨/૨૦૧૬ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૭/૨૦૧૬ તા. ૧૦/૦૨/૨૦૧૬ :-
તા. ૦૯/૦૨/૧૬ ના કલાક : ૧૮/૦૦ વાગ્યે ઉધના રેલ્વે સ્ટેશન તાપ્તીગંગા એક્સ ટ્રેન વખતે ઉધના આઉટ પોસ્ટના પોલીસ કર્મચારીઓને એક છોકરો અને એક છોકરી એકલા બેસેલ એ.એસ.આઇ નગીનભાઇ દેવજીભાઇ નાઓના જોવામાં આવતા તેઓની પુછપરછ કરતા (૧) રાહુલરાજ S/O દેવક્રિષ્ણકુમાર જાતે મંડલ ઉ.વ. ૧૭ ધંધો અભ્યાસ રહે. ગામ માલચક તા. હિરપુર જી.મુગેર બિહાર તથા (૨) મમતાકુમારી D/O શ્યામસીતારામ મંડલ ઉ.વ. ૧૬ ધંધો અભ્યાસ હાલ રહે. ગામ. બડોનીયા, તા. સંગ્રામપુર, જી.મુગેર રાજય બિહાર વાળી હોવાનુ અને બન્ને છોકરા/છોકરી તેમના સરનામે તેમના માતા પિતાને જાણ કર્યા વગર ફરવા માટે સ્કુલેથી નીકળી તાપ્તીગંગા એક્સ ટ્રેનમાં બેસી સુરત આવેલ હોવાનુ જણાવાતા સદર મળી આવેલ બન્ને છોકરા છોકરી ઓના માતા પિતાનો કોન્ટેક નબર માગતા રાહુલ ના પિતાનો મો. નં ૦૮૨૯૮૯૮૫૭૩૦ તથા છોકરી નામે મમતાએ તેની માતાનો મો. નં ૦૯૭૧૭૪૨૫૦૫૩ આપતાં આપેલ નંબર ઉપર જાણ કરતાં (૧) રાહુલના પિતા નામે દેવક્રુષ્ણકુમાર મુસહરૂ મંડલ રહે સદર વાળાઓ તારીખ ૧૨/૦૨/૧૬ ના રોજ સુરત રેલ્વે પોલીસ સ્ટેશન આવતા તેઓની પાસેથી યોગ્ય પુરાવા મેળવી નીવેદન મેળવી છોકરાનો કબ્જો તા૧૨/૦૨/૧૬ નાં રોજ સોપેલ છે તથા (૨) મમતાની માતા નામે રેખાદેવી શ્યામ મંડલ ઉ.વ. ૩૫ રહે. સદર વાળી નાઓ તારીખ ૧૩/૦૨/૧૬ ના રોજ સુરત રેલ્વે પોલીસ સ્ટેશન આવતા મળી આવેલ છોકરીનો કબજા તેઓની પાસેથી યોગ્ય પુરાવા / નીવેદન મેળવી સદર છોકરીનો કબ્જો તા.૧૩/૨/૧૬ ના રોજ સોપેલ છે મળી આવેલ બન્ને છોકરા/છોકરીઓનુ કોઇ પણ પો. સ્ટેમાં મીસીંગ કે ગુનો દાખલ કરાવેલ નથી.
(૨) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૩૬/૨૦૧૬ તા. ૦૭/૦૨/૨૦૧૬ :-
તા.૦૭/૦૨/૧૬ ના કલાક ૧૭/૪૫ વાગ્યે સુરત રેલ્વે સ્ટેશન પ્લે નં ૧ ઉપર પાર્સલ ઓફિસ પાસે એક છોકરો એકલો રડતો મિસીંગ સ્કોડના હે.કો. શાંતિલાલ કાળુભાઇ નાઓના જોવામાં આવતા તેની પુછપરછ કરતા ઔસાફ S/O મસઉદ શેખ ઉવ ૧૦ ધંધો અભ્યાસ રહે ઉનપાટીયા મહેમુદિયા મદ્રેસા સુરત મુળ રહે-ગામ.પતાહેપુર તા.જી કિશનગંજ બિહાર વાળો હોવાનુ અને પોતાને મદ્રેસામાં ભણવામાં મન નહીં લાગતા કોઇને પણ જાણ કર્યા વગર નિકળી ભેસ્તાનથી ટ્રેનમાં બેસી સુરત આવેલ હોવાનુ જણાવાતા તેના માતા પિતાનો કોન્ટેક નંબર માગતા તેણે તેના મામાનો મોબાઇલ નંબર આપતા મો.ફોન ઉપર જાણ કરતા છોકરાના મામા નામે તૈકીર લુકમાન રહે. આવસી સાંઇઓમ સુરત વાળા સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં લેવા માટે આવતા યોગ્ય પુરાવા તેમજ નિવેદન મેળવી સદર છોકરાનો કબ્જો રૂબરૂમાં સોપેલ છે.
(૩) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૩/૨૦૧૬ તા. ૧૨/૦૨/૨૦૧૬ :-
તા.૧૨/૦૨/૧૬ ના કલાક ૧૪/૦૦ વાગ્યે સુરત રેલ્વે સ્ટેશને એક બાળક એકલુ બેસેલ આર.પી.એફ. પો.કોન્સ નાઓને જોવામાં આવતા આર.પી.એફ સ્ટાફ ધ્વારા ચાઇલ્ડ હેલ્પ લાઇન નંબર-૧૦૯૮ ઉપર સંપર્ક કરી જાણ કરતા હેલ્પ લાઇનના કર્મચારી નામે દિલીપભાઇ તથા સુમિત્રાબેન નાઓ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં લાવી રજુ કરતા તેની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ ધાર્મીક ઉ.વ.૪ ના આશારાનો અને રહેવાનુ સરનામુ જણાવતો ન હોય તેમજ બાળકના વાલી વારસો મળી આવેલ ન હોવાથી તેની સારસંભાર માટે નારી કેન્દ્ર ઘોડદોડ રોડ સુરત ખાતે ચાઇલ્ડ હેલ્પના કર્મચારીઓની સાથે મોકલી આપવામાં આવેલ છે.
Sd/-
પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.
|