હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

પશ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૩૧/૦૧/૨૦૧૬ થી તા. ૦૬/૦૨/૨૦૧૬ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૩/૨૦૧૬ તા. ૩૧/૦૧/૨૦૧૬ :-  

 

                તા ૩૧/૦૧/૨૦૧૬ ના રોજ કલાક ૧૬/૨૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન વેસ્ટ મુસાફરખાનામાં ટીકીટ બારી પાસે ચાર નાના છોકરોઓ એકલા ઉભેલા મિસિગ સ્કોડના પો.કોન્સ.શાંતીલાલ કાળુભાઇ બ.નં ૮૭૮ નાઓના જોવામાં આવતા તેઓની પુછપરછ કરતા તેમણે પોતાના નામ (૧) આકાશ S/O દેવીદાસ સૈદાણે ઉવ.૧૬ રહે વિશ્રામનગર ગણેશપાર્ક એપાર્ટમેન્‍ટ મકાન નબર ૧૧૦ વેડરોડ કતારગામ સુરત,(૨) આકાશકુમાર S/O લાલબહાદુર મોર્યા ઉવ ૧૪ રહે વિશ્રામનગર વેડરોડ મકાન નબર ૧૩૪ કતારગામ સુરત, (૩) સુરજકુમાર S/O રામજીભાઇ પટેલ ઉવ ૧૩ રહે વિશ્રામનગર મગળમુર્તીપાર્ક વેડરોડ કતારગામ સુરત, (૪) વિકીભાઇ S/O બાબુભાઇ દેસાઇ ઉવ ૧૫ રહે ધનકુબેર ઇન્‍ડેસ્ટ્રેક્ની સામે વેડરોડ કતારગામ સુરત વાળાઓ હોવાનુ જણાવતા તેઓની વધુ પુછપરછ કરતા તેઓ તેમના જણાવેલ સરનામેથી મુબઇ ફરવા માટે પોતાના ઘરે કોઇને પણ જાણ કર્યા વગર નિકળી સુરતથી મુંબઇ જવા માટે સુરત રેલ્વે સ્ટેશને આવેલ હોવાનુ જણાવતા તેઓના વાલી-વારસાના કોન્ટેક નબર મેળવી તેઓને જાણ કરતા અ.નં ના ભાઇ નામે અનિલભાઇ દેવીદાસ સૈદાણે ઉવ ૨૧ રહે સદર, અ.ન ના પિતાજી નામે લાલબહાદુર ગામા જાતે મોર્યા ઉવ ૩૬ રહે સદર, અ.ન ની માતા નામે રેનુબેન રામજીભાઇ પટેલ ઉવ ૪૦ રહે સદર તથા અ.ન ના ભાઇ નામે સંજય બાબુભાઇ રબારી ઉવ ૨૧ રહે સદરનાઓ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં તેઓને લેવા માટે આવતા યોગ્ય પુરાવા મેળવી તેમજ તેઓના વીગતવાર નિવેદનો મેળવી મળી આવેલ ચારેય છોકરાઓનો કબ્જો તેઓના વાલી-વારસોને સોપવામાં આવેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૦/૨૦૧૬ તા. ૦૨/૦૨/૨૦૧૬ :-  

 

                તા ૦૧/૦૨/૧૬ ના રોજ કલાક ૧૯/૨૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે. નં. ૨/૩ ઉપર પુરી-વલસાડ એકસ. ટ્રેનના વચ્ચેના ભાગે પોલીસની ઓળખાણ આપી ઝારખંડ રાજયના પોલીસ માણસોએ સુરત રે.પો.સ્‍ટે.ના મીસીગ સ્કોડના પોલીસ માણાસોને એક છોકરો તથા એક છોકરી સોંપતા તેઓએ બન્નેની પુછપરછ કરતા તેમણે પોતાના નામ (૧) સુજીત S/O યુવરાજ મરાઠે ઉ.વ.૧૮ ધંધો-અભ્યાસ રહે. ગામ પુરનાડ તા.મુકતાઇનગર જી. જલગાંવ (મહારાષ્ટ્ર) (૨) પ્રિતી  D/O જ્ઞાનેશ્વર પાટીલ ઉ.વ.૧૯ ધંધો અભ્યાસ રહે ગામ પાતોન્ડી તા.રાવેર જી. જલગાંવ (મહારાસ્ટ્ર) વાળા હોવાનું જણાવતા તેઓની વધુ પુછપરછ કરતા તેઓ બન્ને એક બિજાને પ્રેમ કરતા હોય તેની જાણ તેઓના બન્ને પરીવારને થઇ જતા તેઓ બન્ને જણા ફોન ઉપર વાતચીત કરી તા ૨૯/૦૧/૧૬ ના રોજ તેઓના જણાવેલ સરનામેથી કોઇને પણ જાણ કર્યા વગર નિકળી રાવેર રેલ્વે સ્ટેશને આવી સુરત તરફ આવતી પુરી-વલસાડ એક્સ. ટ્રેનના જનરલ ડબ્‍બામાં મુસાફરી કરતા હતા ત્યારે તે ટ્રેનના જનરલ ડબ્‍બામાં ત્રણ ચાર પોલીસ વાળા પણ મુસાફરી કરતા હોય તેઓનો તેમના ઉપર શક જતા પુછપરછ કરતા ઉપર મુજબની હકિકત જણાવતા પોલીસે તેઓના વાલી-વારસોને જાણ કરી અમોને સુરત રેલ્વે પોલીસને સોપતા અમારા વાલી-વારસો સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં લેવા માટે આવતા  અ.નં. (૧) ના ભાઇ નામે રૂષીકેશ યુવરાજ મરાઠા ઉ.વ.૨૩ ધંધો રેલ્વેમાં નોકરી રહે. હાલ કલ્યાણ, જી/૪૧૬ જે એમ નગર આંનદનગર ડોમ્બીવેલી વેસ્ટ જી.થાણે.(મહારાષ્ટ્ર) તથા અ.નં. (૨) ના પિતા નામે જ્ઞાનેશ્વર મધુકર પાટીલ ઉ.વ.૪૯ ધંધો ખેતી કામ રહે.ગામ પાતોન્ડી તા.રાવેર જી. જલગાંવ (મહારાસ્ટ્ર) વાળાઓના વિગતવારનું નિવેદન મેળવી તેમજ યોગ્ય પુરાવા મેળવી તેઓને રૂબરૂમાં સોપવામાં આવેલ છે.

 

                                                                                                          Sd/-

                                                                         પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 15-02-2016