હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

 

પશ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૩/૦૧/૨૦૧૬ થી તા. ૦૯/૦૧/૨૦૧૬ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૧/૨૦૧૬ તા. ૦૭/૦૧/૨૦૧૬ :-  

 

                તા. ૦૭/૦૧/૨૦૧૬ ના રોજ કલાક : ૧૯/૩૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન લેડીઝ વેઇટીંગ રૂમમાં એક મહિલા ઘણા સમયથી એકલી બેસેલી વુ.હે.કો. ગીતાબેન શનાભાઇ નાઓના જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ મમતાદેવી વા/ઓ દિલકેશ્વર હરીજન ઉં.વ.. ૧૯ રહે. વસંત ભીખાની વાડી મકાન નં. ૨૦ જીગ્‍નેશભાઇના મકાનમાં વરાછા સુરત મુળ-બિહારવાળી હોવાનુ જણાવતાં તેની વધુ પુછપરછ કરતા તેના પતિએ જમવા બનાવવા બાબતે બોલતા મનમા લાગી આવતા તેના હાલના બતાવેલ સરનામેથી કોઇને પણ જાણ કર્યા વગર પોતાના મા-બાપના ઘરે બિહાર જવા માટે નિકળી આવેલ હોવાનુ જણાવતા તેના પતિનો કોન્ટેક નંબર માગતા આપેલ મોબાઈલ નંબર ઉપર તેના પતિને જાણ કરતાં તેનો પતિ દિલકેશ્વરરામ દેવનાથરામ હરીજન રહે. સદર વાળો સુરત રેલ્વે  પોલીસ સ્ટેશનમાં તેણીને લેવા માટે આવતાં તેઓનુ નિવેદન મેળવી કાયદેસર કાર્યવાહી કરી સદર મહિલાનો કબજો તેના પતિને રૂબરૂમાં સોંપેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૦૫/૨૦૧૬ તા. ૦૯/૦૧/૨૦૧૬ :-  

                તા. ૦૮/૦૧/૨૦૧૬ ના રોજ કલાક : ૨૨/૧૦ વાગે અમદાવાદ પુરી એકસ. ટ્રેનના લેડીઝ કોચમાં એક મહિલા આવે છે તેવો મેસેજ મળતા હે.કો. રણજીતસિંહ જગમાલભાઇ તથા વુમન એલ.આર. મધુબેન નટુભાઇ નાઓ ટ્રેન સુરત રેલ્વે સ્ટેશન પર આવતા લેડીઝ કોચમાં જણાવેલ વર્ણનવાળી મહિલાની તપાસ કરી ટ્રેનમાંથી ઉતારી પોલીસ સ્‍ટેશન લાવી મીસીંગ સ્‍કોડના એ.એસ.આઇ અર્જુનભાઇ કહજીભાઇ નાઓએ મહિલા લેડીઝ કોન્‍સ્‍ટેબલ મારફતે સદરી મહિલાને નામઠામ પુછતા પોતાનુ નામ મીરલ ડો/ઓ જયંતીભાઇ બારડ ઉં.વ.૨૫ રહે. હાલ-રૂમ નં.-૫, કેસરી પ્રસાદ યાદવ ચાલ સામે શીવસેના ઓફીસની બાજુમાં એસ.વી.રોડ આંબાવાડી દહીંસર ઇસ્‍ટ મુંબઇ વાળી હોવાનુ જણાવેલ તેઓની વધુ પુછપરછ કરતાં તે તેના સુરતમાં રહેતા બોય ફ્રેન્‍ડને મળવા માટે બહેનપણીને મળવા જવાનુ ખોટુ બહાનુ બતાવી બહેનપણી સાથે આવેલ અને પોતે સુર્યનગરી એકસ. ટ્રેનમાં બોરીવલીથી લેડીઝ કોચમાં બેસીને સુરત આવેલ હોવાનુ જણાવી તેના ભાઇ નામે ધવલ જયંતીભાઇ બારડ હાલ-રહે વાપી દમણ વાળાનો મોબાઇલ નંબર આપતા મોબાઇલ ઉપર તેઓને જાણ કરતા તેઓ સુરત રેલ્વે  પોલીસ સ્ટેશનમાં તેણીને લેવા માટે આવતાં તેઓનુ નિવેદન મેળવી કાયદેસર કાર્યવાહી કરી સદર મહિલાનો કબજો તેના ભાઇને રૂબરૂમાં સોંપેલ છે.

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૯/૨૦૧૬ તા. ૦૯/૦૧/૨૦૧૬ :-  

 

                તા. ૦૯/૦૧/૨૦૧૬ ના રોજ કલાક : ૦૭/૩૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્‍લે.નં.-૧ ઉપર પેસેન્‍જરોને બેસવાના બાકડા ઉપર એક નાનો છોકરો એકલો બેસેલો વુ.હે.કો. ગીતાબેન શનાભાઇ નાઓના જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ રાહુલસીંગ સ/ઓ બાબુસીંગ ઉં.વ.. ૧૩, ધંધો-અભ્‍યાસ, રહે. પાલનાર નાડી આશીષનગર દયાલજી ચારણના મકાનમાં જોધપુર રાજસ્‍થાન વાળો હોવાનુ જણાવતાં તેની વધુ પુછપરછ કરતા તે તેના બતાવેલ સરનામેથી કોઇને પણ જાણ કર્યા વગર જોધપુરથી સુરતની ટીકીટ લઇ સુર્યનગરી એકસ. ટ્રેનમાં બેસી સુરત આવેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસોના કોન્ટેક નંબર માગતા તેના પિતાનો મોબાઈલ નંબર આપતા મો.ફોન ઉપર તેના

 

 

 

પાન-ર

 

        ...પતિને જાણ કરતાં તેઓએ જણાવેલ કે જોધપુર બોરાનાદા પોલીસ સ્‍ટેશનમાં ફ.ગુ.ર.નં. ૦૭/૧૬ ઇ.પી.કો. કલમ-૩૬૩ મુજબનો ગુનો દાખલ કરાવેલ હોવાનુ જણાવતા જોધપુર બોરાનાદા પોલીસ સ્‍ટેશનના પો.ઇન્‍સ.શ્રી અનવરખાન નાઓના મોબાઇલ નંબર ઉપર જાણ કરતા તેઓએ જણાવેલ કે બાબુસીંગ નાઓએ તેમનો પુત્ર ગુમ થયા અંગે એફ.આઇ.આર. કરાવેલ છે તેવુ જણાવતા તેઓના સગા સુરતમાં રહેતા તેમના મામા નામે લલીતભાઇ તુલસીરાવ પંડેલવાલા નાઓને જાણ કરતા તેઓ સુરત રેલ્વે  પોલીસ સ્ટેશનમાં તેને લેવા માટે આવતાં તેઓનુ નિવેદન મેળવી કાયદેસર કાર્યવાહી કરી સદર છોકરાનો કબજો તેના મામાને રૂબરૂમાં સોંપેલ છે.

(૪)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૨/૨૦૧૬ તા. ૦૯/૦૧/૨૦૧૬ :-  

 

                તા. ૦૯/૦૧/૨૦૧૬ ના રોજ કલાક : ૧૦/૪૫ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્‍લે.નં.-૪ ઉપર પેસેન્‍જરોને બેસવાના બાકડા ઉપર એક નાનો છોકરો એકલો બેસેલ પો.કો. શાંતીલાલ કાળુભાઇ નાઓના જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ રાહુલકુમાર સ/ઓ પ્રમોદપ્રસાદ ઉં.વ.. ૧૦ રહે. ચંદુઆરા થાના રહર્ડ જી. નાગદા (બિહાર)વાળો હોવાનુ જણાવતાં તેની વધુ પુછપરછ કરતા તે તેના બતાવેલ સરનામેથી કોઇને પણ જાણ કર્યા વગર નિકળી આવેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસોનો કોન્ટેક નંબર માગતા નહી હોવાનુ જણાવતા સદરીને સાર સંભાળ માટે શ્રી વી.આર. પોપાવાલા ચિલ્‍ડ્રન હોમ, કતારગામ, સુરત ખાતે મુકવામાં આવેલ છે. તેઓના વાલી વારસોની તપાસ ચાલુ છે.

(૫)     વડોદરા રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૦/૨૦૧૬ તા. ૦૯/૦૧/૨૦૧૬ :-  

 

                તા. ૦૯/૦૧/૨૦૧૬ ના રોજ કલાક : ૦૯/૦૦ વાગે વડોદરા રેલ્વે સ્ટેશન પ્‍લે.નં.-૧ ઉપર મીસીંગ સેલના વુમન એ.એસ.આઇ. શાંતાબેન દલપતભાઇ નાઓને એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ અક્ષયકુમાર સ/ઓ જગદીશભાઇ નાયક ઉં.વ.. ૧૦ રહે. ગામ શીવરાજપુર પાવાગઢ વાળો હોવાનુ જણાવતાં અને તે તેના ઘરેથી કોઇને પણ જાણ કર્યા વગર નિકળી આવેલ હોવાનુ જણાવતા તેના પતિનો કોન્ટેક નંબર માગતા આપેલ મોબાઈલ નંબર ઉપર તેના પતિને જાણ કરતાં તેના પિતા નામે જગદીશભાઇ કનુભાઇ નાયક રહે. સદર વાળો વડોદરા રેલ્વે  પોલીસ સ્ટેશનમાં તેને લેવા માટે આવતાં તેઓનુ નિવેદન મેળવી કાયદેસર કાર્યવાહી કરી સદર છોકરાનો કબજો તેના પિતાને રૂબરૂમાં સોંપેલ છે.

 

                                                                                                          Sd/-

                                                                         પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 15-01-2016