|
વીજાણુરૂપે ઉપલભ્ય વિવિધ યોજનાઓની માહિતિ એમ.ઓ.બી. કોમ્પ્યુટર શાખાની વિગત નીચે મુજબ છે.
-
પશ્ચિમ રેલ્વે વડોદરા યુનીટના પોલીસ સ્ટેશનોમાં મિલ્કત વિરુઘ્ધના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓની માહિતિ કોમ્પ્યુટરમાં રાખવામાં આવે છે.
-
અકસ્માત મોત દાખલ થયેલ તેમાં વણઓળખાયેલ લાશના ફોટા વર્ણન સાથે કોમ્પ્યુટરમાં રાખવામાં આવે છે.
-
ચોરાયેલ વાહનો તથા બીનવારસી વાહનો મળી આવે તે અંગેની માહીતી કોમ્પ્યુટરમાં રાખવામાં આવે છે.
-
આંતર જીલ્લા ગુનેગારોના નામોનું લીસ્ટ સજેશન માટે કોમ્પ્યુટરમાં રાખવામાં આવે છે.
-
હેડ વાઈઝ ગુનાઓનું લીસ્ટ જેમાં બેગ ચોરી, પીક પોકેટીગ, કેફી પદાર્થ, ધાડ લુંટ, ધરફોડ ચોરી વિગેરે ગુનાના આરોપીઓનું લીસ્ટ રાખવામાં આવે છે.
-
પોલીસ સ્ટેશનમાં જે ગુનો મિલ્કત વિરુઘ્ધનો દાખલ કરવામાં આવે તેમાં ભોગ બનનાર ફરીયાદી આરોપીનું વર્ણન આપે તે માટે આરોપીનો ચહેરો બનાવવા માટે કોમ્પ્યુટરમાં પ્રોટ્રેટ બનાવવાનું સોફટવેર ઉપલબ્ધ છે.
-
એમ.સી.આર. કાર્ડમાં આરોપીઓની માહીતી જીલ્લા એમ.ઓ.બી. શાખા ઘ્વારા કોમ્પ્યુટરમાં રાખવામાં આવે છે.
-
યુનીટના પોલીસ સ્ટેશનમાં જે આરોપીઓના હીસ્ટ્રીશીટ ખોલવામાં આવેલ છે. તેઓની માહીતી કોમ્પ્યુટરમાં રાખવામાં આવે છે અને યુનીટમાં પકડાયેલ ગુનેગારોની હેડ વાઈઝ માહીતી કોમ્પ્યુટરમાં રાખવામાં આવેલ છે.
-
પશ્ચિમ રેલ્વે યુનીટ ( જી.આર.પી. ગુજરાત ) ની વેબ-સાઈડ ટુંક સમયમાં લોન્ચ થવાની છે.
-
ઝડપી સંદેશા વ્યવહાર માટે ઈ-મેઈલ, ફેકસ, ઈન્ટરનેટ જોડાણ થકી ગુજરાત તથા પુરા ભારત વર્ષમાં તેમજ જરૂર પડે વિદેશમાં પણ માહીતી આદાન-પ્રદાન થઈ શકે છે. જેનો ઉપયોગ ગુજરાત પોલીસ દળમાં પશ્ચિમ રેલ્વે યુનીટ ખાતેથી કરવામાં આવે છે.
-
કોમ્પ્યુટર શાખામાં પશ્ચિમ રેલ્વે યુનીટનું દરેક વિભાગનું કાર્ય કરવામાં આવે છે અને તેનો ઈતિહાસ પણ કોમ્પ્યુટરમાં સંગ્રહવામાં આવે છે. અઘતન સવલતો સભર સોફટવેરોપણ કોમ્પ્યુટરમાં સામેલ છે.
|
|