હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

પશ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૧/૧૦/૨૦૧૫ થી તા. ૧૭/૧૦/૨૦૧૫ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૯/૧૫ તા. ૧૪/૧૦/૧૫ :-  

 

                તા.૧૪/૧૦/૧૫ ના રોજ કલાક ૦૮/૦૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં. ૪ ઉપર એ.એસ.આઇ. વાડસીગભાઇ સુખલાભાઇ બકલ નં ૫૨૨ નાઓ પોતાની ફરજ ઉપર હતા તે દરમ્યાન  પેસેજંરોને બેસવાના બાકડા ઉપર એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેને પોતાનુ નામ જીદ્દી S/O કિસ્ના જાતે નોનીયા ઉં.વ.-૧૫ રહે ગામ ભાવપુર થાના રાજમહલ જી. સાહેબગંજ રાજય બિહાર વાળો હોવાનુ જણાવેલ અને વધુ પુછપરછ કરતા તે પોતાના ઘરે કોઇને પણ જાણ કર્યા વગર નિકળી આવેલ હોવાનુ જણાવતા અને તેના મોટા ભાઇ નામે યોગીકુમાર કિસ્ના નોનીયા રહે હાલ ગુનજન મારકેટ અસોકભાઇ ના મકાનમાં વાપીનાઓનો મોબાઇલ નંબર આપતા તેઓને મો.ફોન ઉપર જાણ કરતા તેઓ લેવા માટે આવે ત્યાં સુધી તેને સારસંભાળ માટે શ્રી વી. આર. પોપાવાલા ચિલ્ર્ડન હોમ કતરગામ સુરત ખાતે મુકવામાં આવેલ અને તા ૧૬/૧૦/૨૦૧૫ નારોજ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમા લેવા માટે આવતા તેઓનુ વિગતવારનુ નિવેદન મળવી યોગ્ય પુરાવા મેળવી મળી આવેલ છોકરાનો કબ્જો તેના કાકાને રૂબરૂમાં સોંપેલ છે

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૦/૧૫ તા. ૧૬/૧૦/૧૫ :-  

                તા.૧૬/૧૦/૧૫ ના રોજ કલાક ૦૯/૨૦ વાગે સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં આર પી એફ તથા ચાઇલ્ડ લાઇનના માણસો સાથે એક નાનો છોકરો આર પી એફ ના રીપોટ સાથે પોલીસ સ્ટેશનમાં લાવી સોપતાં તેની પુછપરછ કરતા તેને પોતાનુ નામ સન્નીભાઇ દિનેશભાઇ જાતે ચૌધરી ઉવ ૦૮ રહે હાલ કનુભાઇની ચાલ ગુરૂકુપા સોસાયાટી પાસે વાપી મુળ રહે બિહાર વાળો હોવાનુ જણાવી તેની માતા નામે કવીતાદેવી વા/ઓ કિસ્ના જાતે ચૌધરી રહે. હાલ કનુભાઇની ચાલ ગુરૂકુપા સોસાયટી પાસે વાપી મુળ રહે બિહાર નાઓને જાણ કરતા તેઓ સુરત રેલ્વે પોલીસ સ્ટેશન લેવા માટે આવતા યોગ્ય પુરાવા મેળવી કાયદેસર કાર્યવાહી કરી સદર છોકરાને તેની માતાને રૂબરૂમાં સોપેલ છે.

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૩/૧૫ તા. ૧૬/૧૦/૧૫ :-  

                તા.૧૬/૧૦/૧૫ ના રોજ કલાક ૨૦/૩૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે. નં. ૧ ઉપર વચ્ચેના ભાગે પેસેંજરોને બેસવાનાં બાકડા ઉપર એક લેડીજ એકલી બેસેલી વુમન.હે.કો. દક્ષાબેન કિકુભાઇ નાઓના જાવામાં આવતા તેની પુછપરછ કરતા તેને પોતાનું નામ શીલાબેન W/O પપ્પુભાઇ જાતે વિશ્વકર્મા ઉ.વ.૨૬ ધંધો ઘરકામ રહે નિકાલત નગર ઝુપડપટ્રી જી આઇ ડી સી બસ સ્ટેન્ડ પાસે કતારગામ રૂમ નં ૪૯ સુરત મુળ રહે ગામ કાનાડી અગસ્તા તા ગાંજીપુર પોસ્ટ પતલ્લાપુર જી. ગાંજીપુર રાજય ઉતરપ્રેદેશ વાળી હોવાનું જણાવેલ અને વધુ પુછપરછ કરતાં તેમની સાસુ ઘરકામ માટે બોલતા મનમાં લાગી આવતા હાલના જણાવેલ સરનામેથી તેના ત્રણ બાળકોને મુકીને આવેલ હોવાનું જણાવી તેની સાસુનો મોબાઇલ નબર આપતા તેની સાસુને જાણ કરતા તેના પતિ નામે પપ્પુભાઇ બદન જાતે વિશ્વકર્મા ઉવ ૨૮ ધધો રીક્ષા ડ્રાઇવર રહે સદર વાળો સુરત રે.પો.સ્ટે.માં લેવા માટે આવતા યોગ્ય પુરાવા મેળવી વિગત વારનું નિવેદન લઇ શીલાબેનનો કબ્જો તેના પતિને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે. 

                                                                                                       Sd/-

                                                                          I/c પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 20-10-2015