પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૭/૦૯/૨૦૧૫ થી તા. ૦૩/૧૦/૨૦૧૫ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૬/૧૫ તા. ૦૨/૧૦/૧૫ :-
તા.૦૨/૧૦/૧૫ ના રોજ સાંજના કલાક ૧૦/૧૫ વાગે તાપ્તીગંગા એકસ. ટ્રેનના રીઝર્વેશન ડબ્બામાં ટોયલેટની બાજુમાં ત્રણ છોકરીઓ એકલી બેઠેલી એ.એસ આઇ અર્જુનભાઇ કહજીભાઇ બ.નં. ૫૦૩ નાઓના જોવામાં આવતા તેઓની પુછપરછ કરતા તેઓએ પોતાના નામ (૧) પીન્ટી ડો/ઓ વન્નાભાઇ જાતે-નટ ઉં.વ.૧૨, (૨) પારૂલ ડો/ઓ પંકજ જાતે નટ ઉં.વ ૧૧ તથા (૩) કુસંબ ડો/ઓ સોકેત જાતે નટ ઉં.વ ૧૩ તમામ રહે સંતોષીનગર છાપરામાં ઉધના સુરત વાળીઓ હોવાનુ જણાવતા અને વધુ પુછપરછ કરતા તેઓ ઉધના રેલ્વે સ્ટેશને રમવા માટે આવેલ તે વખતે ટ્રેન આવેલ તે ટ્રેનમાં બેસેલ અને ટ્રેન ઉપડી જતા આવેલ હોવાનુ જણાવતા ઉધના ઓ.પી ના ASI નગીનભાઇ નાઓને આ ત્રણે છોકરીઓ બાબતે જાણ કરતા તેઓ જણાવેલ સરનામે જઇ તેમના વાલી-વારસોને જાણ કરેલ કે તમારી છોકરીઓ તાપ્તીગંગા એકસ.ટ્રેનમાંથી મળી આવેલ છે અને તેઓને પરત નવજીવન એકસ. ટ્રેનમાં ઉધના લઇને આવે છે તમો ઉધના રેલ્વે સ્ટેશને હાજર રહેવાનુ જણાવતા છોકરીની માતા-દાદી નામે બીજલી વા/ઓ રૂપલા નાઓ આવતા છોકરીઓનો કબ્જો યોગ્ય પુરાવા, વિગતવારનુ નિવેદન મેળવી સોપેલ છે.
(૨) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૭/૧૫ તા. ૦૨/૧૦/૧૫ :-
તા.૦૨/૧૦/૧૫ ના રોજ કલાક ૧૦/૪૫ વાગે તાપ્તીગંગા એકસ.ટ્રેનના રીઝર્વેશન ડબ્બામાં કોરીડોર વચ્ચે એક છોકરો એકલો બેઠેલો એ.એસ.આઇ અર્જુનભાઇ કહજીભાઇ બ.નં. ૫૦૩ નાઓના જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનુ નામે આરીફ સ/ઓ સોકત ઉવ. ૧૧ જાતે.બંજારા રહે. ભેસ્તાન ગોલ્ડન રેલ્વે સ્ટેશન સામે હાલ રહે સંતોષીનગર છાપરામાં ઉધના સુરતવાળો ઘરે જાણ કર્યા વગર ઉધના રેલ્વે સ્ટેશને તેની મોટી બહેન સાથે રમવા માટે આવેલ અને ઉધના રેલ્વે સ્ટેશન પ્લે નં-૨ ઉપરથી ઉપડતી તાપ્તીગંગા એક્સ. ટ્રેનમાં બેસી ગયેલ હોવાનુ જણાવતા ઉધના ઓ.પી ના ASI નગીનભાઇ નાઓને કરતા તેઓ બતાવેલ સરનામે જઇ તેમના વાલી-વારસોને જાણ કરેલ કે તમારો છોકરો તાપ્તીગંગા એકસ. ટ્રેનમાંથી મળી આવેલ છે અને તેઓને પરત નવજીવન એકસ. ટ્રેનમાં લઇને ઉધના રેલ્વે સ્ટેશને આવે છે તમો ઉધના રેલ્વે સ્ટેશને હાજર રહેવાનુ જણાવતા છોકરાની માતા નામે સમીનબેન વા/ઓ સોકતભાઇ રહે સદર વાળી આવતા યોગ્ય પુરાવા મેળવી છોકરાને તેઓની માતાને રૂબરૂમાં સોંપેલ છે.
(૩) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૯/૧૫ તા. ૦૩/૧૦/૧૫ :-
તા.૦૩/૧૦/૧૫ ના રોજ કલાક ૧૯/૪૫ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૧ ઉપર આવેલ વચ્ચેના ભાગે પેસેંજરોને બેસવાનાં બાકડા ઉપર એક છોકરી એકલી બેસેલી પો.કો. શાંતીલાલ કાળુભાઈ બ.નં-૮૭૮ નાઓના જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ શ્વેતાસિંહ ડો/ઓ પુનદેવસિંહ જાતે ઠાકુર ઉ.વ.૭, ધંધો અભ્યાસ રહે હાલ રામચોક સુરત મુળ રહે ગામ દુસઈયા થાના બેટીયા જી.મોતીહારી બીહાર વાળી હોવાનું જણાવતા અને તેની વધુ પુછપરછ કરતા તેના ઘરેથી નિકળી સુરત રેલ્વે સ્ટેશને આવેલ હોવાનું જણાવતા અને તેની દીદી નામે રીટાબેન નાઓનો મોબાઈલ નંબર ૮૯૮૦૬૦૨૪૩૦ તથા ૯૭૨૫૩૦૧૬૧૦ નંબર આપતા આપેલ નંબર ઉપર કોન્ટેક કરતા તેઓ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં છોકરીનો કબ્જો લેવા માટે આવતા વિગતવારનું નિવેદન મેળવી છોકરીનો કબ્જો તેની દીદીને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.
Sd/-
પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.
|