|
પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૬/૦૮/૨૦૧૫ થી તા. ૨૨/૦૮/૨૦૧૫ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૫/૧૫ તા. ૨૨/૦૮/૧૫ :-
તા. ૨૨/૦૮/૨૦૧૫ ના રોજ કલાક ૦૯/૩૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૧ ઉપર વચ્ચેના ભાગે બે છોકરા એકલા ઉભેલા પો.કો. શાંતીલાલ કાળુભાઇ બ.નં. ૮૭૮ નાઓના જોવામાં આવતા તેમના નામ ઠામ પુંછતા તેમણે તેમના નામ (૧) અંકીતકુમાર સ/ઓ અવધેશકુમાર જાતે-પાંડે ઉં.વ. ૧૪, ધંધો-અભ્યાસ રહે. ઉમંગ સોસાયટી મકાન નં. બી/૨૧૫ સચીન રેલ્વે સ્ટેશન સામે સુરત મુળ રહે. બેઢીપટ્ટી થાના કોરાંવ જી. ઇલ્હાબાદ (યુ.પી.) (ર) ઉમંગ ઉર્ફે અરવિંદ સ/ઓ અનીલ જાતે-પાઠક ઉં.વ.૧૩, ધંધો-અભ્યાસ, રહે. ઉમંગ સોસાયટી મકાન નં. બી/૨૧૭ સચીન રેલ્વે સ્ટેશન સામે સુરત મુળ રહે. ગામ સુખવાર થાના હરીવાર, જી. રીવા (એમ.પી.) વાળા હોવાનુ જણાવતા તેઓની પુછપરછ કરતા તેઓને શનિવારની સ્કુલ બપોરની હોય તેમના માતા-પિતાને કહયા વગર પોતાના ઘરેથી સવારના કલાક ૦૬/૩૦ વાગે બહાર સોસાયટીમાં રમવા માટે નિકળેલ અને તેઓ બન્ને રમતા રમતા સચીન રેલ્વે સ્ટેશને આવેલ અને તે વખતે સુરત તરફ જતી લોકલ ટ્રેન આવી ઉભી રહેતા સદર ટ્રેનમાં બેસી સુરત રેલ્વે સ્ટેશન આવેલ હોવાનુ જણાવતા તેઓની પાસેથી તેમના વાલી-વારસોના મોબાઇલ નંબર માગતા મળી આવેલ છોકરો નંબર (ર) ના કાકા નામે સીલનીજ નારાયણ જાતે-પાઠક રહે. લક્ષ્મી બિલ્ડીંગ ટાઉનશીપ રૂમ નં. ૩૪૦/બી સચીન વાળાનો મો.નંબર આપતા તેઓને જાણ કરતા તેઓ સુરત રે.પો.સ્ટે.માં તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી સદર છોકરો તેના કાકાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે. અને છોકરો નંબર (૧) ના વાલી-વારસોને ખબર આપવા સીલનીજ નારાયણ પાઠકને જણાવતા તેઓના વાલી-વારસો આવે ત્યાં સુધી અંકીતની સાર સંભાળ માટે શ્રી વી.આર. પોપાવાલા ચિલ્ડ્રન હોમ કતારગામ સુરત ખાતે મુકવામાં આવેલ. ત્યાર બાદ તા. ૨૩/૮/૧૫ ના રોજ સદર છોકરો નામે અંકીતની માતા નામે સંતોષદેવી વા/ઓ અવધેશકુમાર પાંડે ઉં.વ.૩૭ રહે. સદર વાળી સુરત રે.પો.સ્ટે.માં તેને લેવા માટે આવતા તેઓનુ નિવેદન મેળવી મળી આવેલ છોકરાનો ચિલ્ડ્રન હોમમાંથી કબજો મેળવી સદર છોકરો તેની માતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.
Sd/-
I/c, પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.
|
|