હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

પશ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૫/૦૭/૨૦૧૫ થી તા. ૧૧/૦૭/૨૦૧૫ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

                       

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૦૪/૧૫ તા. ૧૧/૦૭/૧૫ :-  

 

                તા. ૧૦/૦૭/૨૦૧૫ ના રોજ એએસઆઇ, અર્જુનભાઇ કહજીભાઇ બ.નં. ૫૦૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૨૨/૩૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન વેસ્‍ટ મુસાફર ખાનામાં ત્રણ છોકરાઓ એકલા ઉભેલા જોવામાં આવતા તેમની પુછપરછ કરતા તેમણે તેમના નામ (૧) સહિલ સ/ઓ આરીફભાઇ વ્‍હોરા, ઉં.વ.૧૪, ધંધો-ધોરણ-૮ માં અભ્‍યાસ, (ર) નિહાલભાઇ સ/ઓ આરીફભાઇ વ્‍હોરા ઉં.વ.૧૫ ધંધો-ધોરણ-૯ માં અભ્‍યાસ, બન્‍ને રહે. મરીયમ પાર્ક, સલાટીયા રોડ, ભાડાના મકાનમાં આણંદ (૩) સુફીયાન સ/ઓ ઇલીયાસભાઇ વ્‍હોરા ઉં.વ.૧૪, ધંધો-ધોરણ-૮ માં અભ્‍યાસ, રહે. રોયલ પ્‍લાઝા સો ફુટરોડ, આણંદ વાળા હોવાનુ જણાવેલ અને વધુ પુછપરછ કરતા જણાવેલ કે તેઓ તા. ૧૦/૭/૧૫ ના રોજ સવારના ૦૮/૩૦ થી ૧૨/૩૦ દરમ્‍યાનની સ્‍કુલ હોય પર્સનલ કેર વિદ્યાલય લીંબુવાળા સ્‍કુલમાં અભ્‍યાસ માટે ગયેલ અને કલાક ૧૦/૩૦ વાગે સ્‍કુલમાં રીશેસનો ટાઇમ હોય રીશેસમાં ત્રણેય છોકરાઓ કલાસમા ધમાલ મસ્‍તી કરતા તેઓની ફરીયાદ કરતા રીશેસ પુરી થયા બાદ પ્રિન્‍સીપાલશ્રીની ઓફીસમાં બોલાવેલ અને તેઓના સ્‍કુલ બેગ (દફતર) પ્રિન્‍સીપાલ નાઓએ જમા લીધેલ અને જણાવેલ કે તમો તમારા માતા-પિતાને ઘરેથી બોલાવીને સ્‍કુલે લઇને આવો અને તમારા એલ.સી. લઇ જાવ તેવુ જણાવતા ત્રણેય જણા તેઓના માતા-પિતા મારશે તેવો ડર લાગતા ઘરે જવાને બદલે સીધા આણંદ રેલ્‍વે સ્‍ટેશન ઉપર આવેલ અને ભરૂચ મુકામે સાહિલની માસી રહેતા હોય તેઓના ઘરે એકાદ બે દિવસ સુધી જતા રહીએ તેવો વિચાર આવતા તેઓ ત્રણેય જણા આણંદથી અમદાવાદ-મુંબઇ પેસેન્‍જર ટ્રેનમાં બેસી ભરૂચ તરફ આવેલ અને ભરૂચ ઉતરવાને બદલે સુરત રેલ્‍વે સ્‍ટેશન આવી મુસાફર ખાનામાં આવેલ તેવુ જણાવતા અને તેઓના વાલી-વારસોનો સંપર્ક નંબર માગતા સાહિલના પિતાનો ફોન નંબર આપતા ફોન ઉપર સંપર્ક કરી આ ત્રણેય છોકરાઓ વિશે જાણ કરતાં તેઓ સુરત રે.પો.સ્‍ટે.મા તેમના છોકરાઓને લેવા માટે આવતા તેમના પિતા નામે (૧) આરીફભાઇ કરીમભાઇ વ્‍હોરા ઉં.વ.૪૭, રહે. મરીયમ પાર્ક સલાટીયા રોડ, આણંદ (ર) આરીફભાઇ ઇબ્રાહીમભાઇ વ્‍હોરા ઉં.વ.૪૨, રહે. મરીયમ પાર્ક સલાટીયા રોડ, આણંદ (૩) ઇલીયાસભાઇ ગુલામનબી ઉં.વ.૪૨, રહે. રોયલ પ્‍લાઝા સો ફુટ રોડ આણંદ વાળાઓને કાયદેસર કાર્યવાહી કરી સદર છોકરાઓ તેમના પિતાઓને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

 

                                                                                                       Sd/-

                                                                            પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 15-07-2015