હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

પશ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૧/૦૬/૨૦૧૫ થી તા. ૨૭/૦૬/૨૦૧૫ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

                       

(૧)     ગોઘરા રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૦/૧૫ તા. ૨૭/૦૬/૧૫ :-  

 

                તા. ૨૭/૦૬/૨૦૧૫ ના રોજ એ.એસ.આઇ. કિરણસિંહ મોહનસિંહ વુ.પો.કો. પુષ્‍પાબેન કાળુભાઇ તથા નંદુબેન અંદરસિંહ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે ગોઘરા રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૨ કોટા પાર્સલ ટ્રેનમાંથી પ્‍લેટફોર્મ પર એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ અર્ચનાબેન પુનમચંદ જાતે-નાગોરા મારવાડી ઉ.વ.૧૫, રહે. ગોદી રોડ, દાહોદવાળી હોવાનુ જણાવેલ અને વધુ પુછપરછ કરતા પોતે બેચેન મગજને કારણે ઘરેથી કોઇને કહયાં સિવાય ટ્રેનમાં બેસી આવેલ હોવાનું જણાવી તેના પિતા નામે-પુનમચંદ ગેન્‍દાલાલ જાતે-નાગોરી મારવાડી રહે. દાહોદનુ સરનામુ આપતા દાહોદ આ.પો.ના માણસોને જાણ કરતા તેના પિતા તથા તેની માતા સુશીલાબેન નાઓ ગોધરા રે.પો.સ્‍ટે.મા આવતા કાયદેસર કાર્યવાહી કરી સદરી છોકરી તેના મા-બાપ નાઓને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે. 

 

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૮/૧૫ તા. ૨૫/૦૬/૧૫ :-  

 

                તા. ૨૨/૦૬/૨૦૧૫ ના રોજ વુ.હે.કો. ગીતાબેન શનાભાઇ બ.નં. ૪૦૮ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૭/૪૫ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર ઓવરબ્રીજની બાજુમાં એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ મનીષ સ/ઓ પવન સરગમલાલ જાતે-ઝા, ઉં.વ.૯, ધંધો-અભ્‍યાસ, રહે. રામનગર-ર વિજલપુર નવસારી વાળો હોવાનુ જણાવેલ અને વધુ પુછપરછ કરતા જણાવેલ કે તેઓ ફરવા જવાનુ કહી ઘરેથી નિકળી આવેલ છે જેથી તેના વાલી-વારસોની તપાસ કરવા માટે વિજલપુર પો.સ્‍ટે.માં જાણ કરતા તેઓએ જણાવેલ સરનામે જઇ તપાસ કરતા છોકરાના મોટા ભાઇ નામે દિપકભાઇ પવનભાઇ ઝા ઉં.વ.૨૨ ધંધો-વેપાર રહે. સદર વાળા હાજર મળતા તેને છોકરા બાબતે જાણ કરતા તેઓ સુરત રે.પો.સ્‍ટે.માં પોતાના ભાઇને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી સદર છોકરો તેના મોટા ભાઇ દિપકને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૩/૧૫ તા. ૨૫/૦૬/૧૫ :-  

 

                તા. ૨૫/૦૬/૨૦૧૫ ના રોજ પો.કો. શાંતીલાલ કાળુભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૦૭/૪૫ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૨/૩ ના દક્ષિણ તરફના દાદર પાસે એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ હીના ડો/ઓ અબ્‍દુલ રહેમાન જાતે-શેખ, ઉં.વ.૧૦, ધંધો-અભ્‍યાસ, રહે. ઇસ્‍લામીયા કોલોની ગલી નં.-૬, મકાન નં.-૬, માલેગાંવ તા.જી. માલેગાંવ મહારાષ્‍ટ્ર વાળી હોવાનુ જણાવેલ અને વધુ પુછપરછ કરતા જણાવેલ કે તે તેના માતા-પિતા સાથે સુરતથી માલેગાંવ જવા માટે નંદુરબાર ભુસાવલ તરફ જતી ટ્રેનમાં ચઢવા જતા પેસેન્‍જરોની ભીડમાં તેના માતા-પિતા ચઢી ગયેલ અને પોતે રહી ગયેલ હોવાનુ જણાવતા તેના માતા-પિતાનો કોન્‍ટેકટ નંબર મગતા ફોન નંબર આપતા મો.ફોન ઉપર સંપર્ક કરતા મો.ફોન બંધ આવતો હોય જેથી તેના વાલી-વારસો તેને લેવા માટે આવે ત્‍યાં સુધી સુરક્ષા અર્થે તેણીને નારી સંરક્ષણ ગૃહ ઘોડદોડ રોડ સુરત ખાતે સોંપવામાં આવેલ છે.

 

 

પાન-ર

 

(૪)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૮/૧૫ તા. ૨૬/૦૬/૧૫ :-  

 

                તા. ૨૬/૦૬/૨૦૧૫ ના રોજ વુ.હે.કો. ગીતાબેન શનાભાઇ બ.નં. ૪૦૮ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૮/૦૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર વચ્‍ચેના ભાગે પેસેન્‍જરોને બેસવાના બાકડા ઉપર બે નાના છોકરા બેઠેલા જોવામાં આવતા તેમની પુછપરછ કરતા તેમણે તેમના નામ (૧) આદિત્‍યકુમાર  અરવિંદકુમાર પાન્‍ડે ઉં.વ.૫, ધોરણ-૧ માં અભ્‍યાસ, (ર) અનુજકુમાર અરવિંદકુમાર પાન્‍ડે ઉં.વ.૪, જુનીયર કેજીમાં અભ્‍યાસ બન્‍ને સગા ભાઇઓ હોય બન્‍ને રહે. માઉન્‍ટ એસ.એસ.સી. ઇંગ્‍લીશ સ્‍કુલ પાસે, દાદરાનગર હવેલી રોહીતવાસ મુકેશભાઇની ચાલ રૂમ નં.-૧ વાળા હોવાનુ જણાવેલ અને તેઓને ઇંગ્‍લીશ મીડીયમમાં ભણવાનુ મન ન લાગતા પોતાના માતા-પિતાને જાણ કર્યા વગર પોતાના મુળ વતન બનારસથી બેસી મોગલસરાઇ જવા માટે નિકળેલ હોય અને તેમની પાસેથી તેમના વાલી-વારસોનો મો.નંબર મળી આવેલ હોય કોન્‍ટેકટ કરતા છોકરાના પિતા નામે અરવિંદકુમાર પાન્‍ડેનો સંપર્ક કરી જાણ કરતા તેઓ સુરત રે.પો.સ્‍ટે.માં તેમના છોકરાઓને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી સદર બન્‍ને છોકરા તેમના પિતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

(૫)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૦/૧૫ તા. ૨૬/૦૬/૧૫ :-  

 

                તા. ૨૬/૦૬/૨૦૧૫ ના રોજ એએસઆઇ, અર્જુનભાઇ કહજીભાઇ તથા મીસીંગ સ્‍કોડના માણસો પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૨૧/૧૫ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૨/૩ ઉપર આવેલ બુક સ્‍ટોલની બાજુમાં એક છોકરી એકલી જોવામાં આવતાં તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ લીનાબેન ડો/ઓ રાજેશભાઇ જાતે-રાઠોડ, ઉં.વ.૨૩, ધંધો-નોંકરી નર્સમાં શ્રીજી હોસ્‍પીટલ વડોદરા ખાતે રહે. છાણી જકાતનાકા ટી.પી.-૧૩ વડોદરા નાની હોવાનુ જણાવેલ અને વધુ પુછપરછ કરતા જણાવેલ કે પોતાના મા-બાપ પોતાને કોઇ છોકરા સાથે વાત-ચિત કરવા બાબતે અવાર-નવાર બોલતા હોય મનમાં લાગી આવતા ઘરેથી કોઇને કહયા સિવાય નિકળી આવેલ હોવાનુ જણાવતા તેના પિતાનો મોબાઇલ નંબર આપતા મોબાઇલ ઉપર સંપર્ક કરતા તેના પિતા નામે રાજેશભાઇ અરવિંદભાઇ નાઓ તેને લેવા માટે સુરત રે.પો.સ્‍ટે.માં આવતા કાયદેસર કાર્યવાહી કરી સદર છોકરી તેના પિતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

 

                                                                                                        Sd/-

                                                                            પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 30-06-2015