હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૬/૦૧/૧૫ થી તા. ૩૧/૦૧/૧૫ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૫/૧૫ તા. ૨૮/૦૧/૧૫ :-

                તા. ૨૮/૦૧/૧૫ ના રોજ પો.કો. શાંતીલાલ કાળુભાઇ બ.નં. ૪૯૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૦૮/૪૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ના ઓવર બ્રીજ પાસે એક છોકરી એકલી રડતી જોવામાં આવતા તેને સમજાવી તેનુ નામ પુંછતા તેણે તેનુ નામ રાધીકા ડો/ઓ વાકમભાઇ સંગાડા, ઉં.વ.૬, રહે. ગામ-મોટી ખરજ, તા.જી. દાહોદ વાળી હોવાનુ જણાવેલ અને પોતે પોતાની માતા સાથે દાહોદ પોતાના ઘરે જવા માટે દાહોદ ઇન્‍ટરસીટી ટ્રેનમાં બેસવા માટે સુરત રે.સ્‍ટે. આવેલ ટ્રેન આવતા તેની માતા નામે સીનકીબેન વા/ઓ વાકમભાઇ ટ્રેનમા ચઢી ગયેલ અને પેસેન્‍જરોની ભીડમા તે ચઢી શકેલ નહી અને પ્‍લેટફોર્મ પર રહી ગયેલ, તેની માતાએ ટ્રેનમાં પોતાની દિકરી નહી હોવાનુ જણાતા તે કીમ રેલ્‍વે સ્‍ટેશને ઉતરી પરત સુરત રે.સ્‍ટે. આવેલ અને પોલીસ ચોકીમા તપાસ કરતા પોતાની દિકરી પોલીસ ચોકીમાં બેઠેલી જોઇને જણાવેલ કે આ દિકરી મારી છે તેમ જણાવતા અને છોકરીએ તેની માતાને ઓળખી બતાવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેની માતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૨/૧૫ તા. ૨૮/૦૧/૧૫ :-

                તા. ૨૮/૦૧/૧૫ ના રોજ વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૦/૫૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર વચ્‍ચેના ભાગે બાંકડા ઉપર એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ ભારતીબેન ડો/ઓ ભાવેશભાઇ વાઘરી, ઉં.વ.૯, રહે. મોરબી હાલ-પર્વતપાટીયા, ગીતાનગર સુરતની હોવાનુ જણાવેલ અને પોતે પોતાના ઘરેથી સુરત ફોઇના ઘરે ફરવા માટે આવેલ અને તેને તેના માતા-પિતાની યાદ આવતા સુરત પોતાની ફોઇના ઘરેથી કોઇને પણ જાણ કર્યા વગર ઘરેથી  નિકળી સુરત રે.સ્‍ટે. આવેલ હોવાનુ જણાવતા તેના જણાવેલ સરનામે તપાસ કરતા તેની ફોઇ નામે વાસંતીબેન શામજીભાઇ દેવીપુંજક ઉં.વ.૩૦, રહે. ઉપર મુજબ વાળી મળી આવતા સુરત રે.પો.સ્‍ટે.મા બોલાવી કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેની ફોઇને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૩/૧૫ તા. ૩૦/૦૧/૧૫ :-

                તા. ૩૦/૦૧/૧૫ ના રોજ પો.કો. શાંતીલાલ કાળુભાઇ બ.નં. ૪૯૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૪/૩૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ના ઉત્‍તર તરફના છેડા પાસે બેસવાના બાકડા પર એક છોકરી એકલી જોવામાં આવતા તેને સમજાવી તેનુ નામ પુંછતા તેણે તેનુ નામ કિંજન ડો/ઓ હુડીયાભાઇ ભુરીયા, ઉં.વ.૫, રહે. ગામ-ગોવાળી પતરા, તા.જી. દાહોદ વાળી હોવાનુ જણાવેલ અને પોતે પોતાના માતા-પિતા સાથે સુરત આવેલ અને તેમનાથી વિખુટી પડી ગયેલ હોવાનુ જણાવતા સુરત રેલ્‍વે સ્‍ટેશને સ્‍ટેશન માસ્‍તરની ઓફિસમાંથી એનાઉન્‍સમેન્‍ટ કરાવતા તેના પિતા નામે હુડીયાભાઇ કાલીયાભાઇ ભુરીયા ઉં.વ.૪૫, ધંધો-મજુરી, રહે. ઉપર મુજબ હાલ-ઉધના બી.આર.સી. ગેટ સામે, ખુલ્‍લા મેદાનમાં સુરત વાળા આવતા અને પોતાની છોકરીને ઓળખી બતાવતા અને છોકરીએ પણ તેના પિતાને ઓળખી બતાવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના પિતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

 

પાન-ર

 

 (૪)    સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૬/૧૫ તા. ૩૦/૦૧/૧૫ :-

                તા. ૩૦/૦૧/૧૫ ના રોજ પો.કો. રમેશભાઇ શુકાજી બ.નં. ૫૧૭ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૫/૦૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૨/૩ ના વચ્‍ચેના ભાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ દિનેશ સ/ઓ રામબહાદુર જાતે-થાપા ઉં.વ.૯, રહે. સહારા દરવાજા, ઝુંપડામા, સુરતનો હોવાનુ જણાવેલ અને પોતે રમતો રમતો સુરત સ્‍ટેશન પર આવી ગયટેલ હોવાનુ જણાવતા તેને સાથે રાખી બતાવેલ સરનામે જઇ તપાસ કરતા તેના પિતા નામે  રામબહાદુર સ/ઓ તુલબહાદુર થાપા, ઉં.વ.૫૦, ધંધો-સીકયુરીટી રહે. ઉપર મુજબ મુળ રહે. મહેન્‍દ્રનગર, ગલી નં.-૩, કાઠમંડુ, નેપાળનો મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના પિતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

 (૫)    સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૭/૧૫ તા. ૩૦/૦૧/૧૫ :-

                તા. ૩૦/૦૧/૧૫ ના રોજ વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૨/૧૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ના દક્ષિણ છેડે એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ આકીય સ/ઓ મહમદ સબ્‍બીર જાતે-શેખ, ઉં.વ.૧૩, ધંધો-અભ્‍યાસ, રહે. નાલા સોપારા, અલકાપુરી, સરસ્‍વતી બિલ્‍ડીંગમાં રૂમ નં. ૨૦૯, જી. થાને મહારાષ્‍ટ્ર વાળો હોવાનુ જણાવેલ અને પોતે પોતાના પિતા સ્‍કુલે જવા મુકવા માટે આવેલ ત્‍યારે પોતાને ભણવામા મન ન લાગતા સ્‍કુલે જવાને બદલે બાન્‍દ્રા રેલ્‍વે સ્‍ટેશનેથી ટ્રેનમા બેસી સુરત રેલ્‍વે સ્‍ટેશને આવેલ હોવાનુ જણાવતા અને તેના પિતા નામે સબ્‍બીરભાઇ સ/ઓ મહમદ સીદ્દીક જાતે-શેખ, ઉં.વ.૪૭, ધંધો-ચ્‍હાની લારી, રહે. સદરવાળાનો મોબાઇલ નંબર આપતા ફોન પર તેઓનો સંપર્ક કરતા તેઓ તેને લેવા માટે સુરત રે.પો.સ્‍ટે.માં આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના પિતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

(૬)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૯/૧૫ તા. ૩૧/૦૧/૧૫ :-

                તા. ૩૧/૦૧/૧૫ ના રોજ વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૦૯/૩૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૪ ઉપર પેસેન્‍જરોને બેસવાના બાંકડા ઉપર બે છોકરાઓ એકલા જોવામાં આવતા તેમની પુછપરછ કરતા તેમણે તેમના નામ (૧) અફતાબ સ/ઓ અલતાબ જાતે-મેમણ, ઉં.વ.૧૪, ધંધો-અભ્‍યાસ, રહે. લીંબાયત, ખાનપુરા, રૂમ નં.-૭, જુની પોલીસ ચોકીની બાજુમા, સુરત, (ર) સમીર સ/ઓ રહેમતઉલ્‍લા જાતે-મેમણ, ઉં.વ.૧૫, ધંધો-અભ્‍યાસ, રહે. સદર વાળા હોવાનુ જણાવેલ અને બન્‍ને મસીયાઇ ભાઇ હોય પોતાને ભણવામા મન લાગતુ ન હોવાથી ઘરે કોઇને પણ કહયા સિવાય સુરત રેલ્‍વે સ્‍ટેશને ફરવા માટે આવેલા હોવાનુ જણાવતા અને અ.નં.-૧ નાએ તેની માતા નામે લઝમા વા/ઓ અલતાફ જાતે-મેમણ ઉં.વ.૩૮, ધંધો-મજુરી, રહે. સદરનો મોબાઇલ નંબર આપતા ફોન પર તેઓનો સંપર્ક કરતાં તેણીની સુરત રે.પો.સ્‍ટે.માં આવતા કાયદેસર કાર્યવાહી કરી બન્‍ને છોકરાઓ  તેની માતા/ માસી ને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

 

                                                                                                          Sd/-

                                                                           I/c, પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 02-02-2015