હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૩૦/૧૧/૧૪ થી તા. ૦૬/૧૨/૧૪ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૦/૧૪ તા. ૩૦/૧૧/૧૪ :-

                તા. ૩૦/૧૧/૧૪ ના રોજ પો.કો. શાંતીલાલ કાળુભાઇ બ.નં.-૪૯૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક: ૨૦/૩૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર એક બાળક એકલો જોવામાં આવતા તેને સમજાવી તેનુ નામ પુંછતા રવિ સ/ઓ રામનારાયણ મીશ્રા ઉં.વ.૮, ધંધો-અભ્‍યાસ, રહે. ચામુંડા કમ્‍પાઉન્‍ડ, પ્‍લોટ નં.-૧, ઉધના સુરત વાળો હોવાનુ જણાવતા તેના નાના નામે ગણેશ સ/ઓ નરેન્‍દ્ર શ્રીવાસ્‍તવ નાઓનો મો.ફોન આપતા ફોન પર તેઓનો સંપર્ક કરતા તેઓ સુરત રે.પો.સ્‍ટે.માં બાળકને લેવા માટે આવતા તેઓએ જણાવેલ કે છોકરો રમતો રમતો ઘરે કોઇને પણ જાણ કર્યા વગર નિકળી આવેલ હોવાનુ જણાવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના નાનાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૭/૧૪ તા. ૦૨/૧૨/૧૪ :-

                તા. ૦૨/૧૨/૧૪ ના રોજ વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૧/૧૫ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૪ ઉપરથી એક નાનો છોકરો એકલો જોવામાં આવતા જેની પુછપરછ કરતા છોકરો મુંગો હોય અને નામ, સરનામુ બોલી શકતો ન હોવાથી તેના વાલી-વારસોની તપાસ થવા માટે હિન્‍દી દૈનિક ન્‍યુઝ પેપરમાં આપેલ છે અને તેની સારસંભાળ માટે વી.આર.પોપાવાલા ચિલ્‍ડ્રન હોમ કતારગામ સુરત ખાતે સોંપવામાં આવેલ હતો જેની માતા નામે સવિતાબેન પવનભાઇ માલીમહંતો રહે. રાજીવનગર ટેકરા ઉપર, સુરત મુળ-ઓરીસ્‍સા વાળી તા. ૦૩/૧૨/૧૪ ના રોજ ન્‍યુઝ પેપરમા આપેલ જાહેરાતનુ પેપર કટીંગ લઇ સુરત રે.પો.સ્‍ટે.માં છોકરાનો ફોટો લઇ આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેની માતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૧/૧૪ તા. ૦૩/૧૨/૧૪ :-

                તા. ૦૩/૧૨/૧૪ ના રોજ શ્રી એ.કે. ભાભોર પો.સ.ઇ. સુરત રે.પો.સ્‍ટે. નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૨૦/૩૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર સ્‍ટેશન માસ્‍તરની ઓફીસ સામે એક મહિલા એકલી આટા ફેરા મારતી હોય અને તેની પાસે કોઇ સામાન ન હોય જેથી પો.સ.ઇ.એ મહિલા કોન્‍સ. મારફતે પુછપરછ કરાવતા તેણે તેનુ નામ વિભાબેન વા/ઓ દિપકભાઇ ખાટોર ઉં.વ.૩૦ રહે. ગજેરા સર્કલ દિવ્‍યજયોત સોસાયટી મકાન નં. ૨૭, સુરત વાળી હોવાનુ અને પોતાને પોતાના પતિ સાથે બોલાચાલી થતા મનમા લાગી આવતા પોતાના માતા-પિતા બિહાર રહેતા હોય તેમના ઘરે જવા માટે કોઇને પણ જાણ કર્યા વગર ઘરેથી નિકળી આવેલ હોવાનુ જણાવતા તેની પાસેથી તેના પતિનો મો.ફોન નંબર મેળવી સંપર્ક કરતા તેનો પતિ નામે દિપક જગદીશભાઇ ખાટોર ઉં.વ.૪૦, ધંધો-વેપાર રહે. સદર વાળો સુરત રે.પો.સ્‍ટે.માં તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી સદર મહિલાનો કબજો તેના પતિને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

(૪)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૦/૧૪ તા. ૦૪/૧૨/૧૪ :-

                તા. ૦૪/૧૨/૧૪ ના રોજ પો.કો. શાંતીલાલ કાળુભાઇ બ.ન;. ૪૯૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૮/૩૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-ર/૩ ઉપર આવેલ ઓવરબ્રીજ પાસે બે છોકરા એકલા જોવામાં આવતા તેમની પુછપરછ કરતા તેમણે તેમના નામ (૧) મુસ્‍તફા સ/ઓ નીશાર જાતે-કુરેશી ઉ.વ.૧૨, રહે. મદીના મસ્‍જીદ મેઇન રોડ છત્રપતિ શિવાજી પ્‍લોટ નં.-૧૧ લીંબાયત સુરત (ર) શોએબ સ/ઓ સદીહ જાતે-ખાટીક ઉં.વ.૧૬, ધંધો-અભ્‍યાસ, રહે. મદીના મસ્‍જીદની પાછળ બત્રીસ ચાલી લીંબાયત સુરત મુળ-ધુલીયા મહારાષ્‍ટ્ર વાળા હોવાનુ અને તેઓ બન્‍ને મિત્રો તેમના ઘરેથી...

 

પાન-ર

      

        ...ઉધના રેલ્‍વે સ્‍ટેશન ઉપર ફરવા માટે આવેલ અને ત્‍યાંથી ભુલથી મેમુ ટ્રેનમાં બેસી સુરત રે.સ્‍ટે. આવેલાનુ જણાવતા તેમના વાલી-વારસો અંગે પુછતા અ.નં.-૧ નાએ તેના મોટા  ભાઇ નામે શાહરૂખ સ/ઓ નીશાર જાતે-કુરેશી ઉં.વ.૧૮, ધંધો-ખાટકીનો રહે. સદર તથા અ.નં.-ર નાએ પણ તેના મોટા ભાઇ નામે વસીમભાઇ સદીદ જાતે ખાટીક રહે સદર વાળા તેમને લેવા માટે સુરત રે.પો.સ્‍ટે.મા આવતા કાયદેસર કાર્યવાહી કરી બન્‍ને છોકરાઓનો કબજો તેમના ભાઇઓને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

(૫)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૧/૧૪ તા. ૦૬/૧૨/૧૪ :-

                તા. ૦૬/૧૨/૧૪ ના રોજ વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૯/૫૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-ર ઉપર આવેલ સબ વે પાસે બેસવાના બાંકડા ઉપર એક છોકરી એકલી બેઠેલ જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ ભાવનાબેન ડો/ઓ મણીલાલ વસાવા ઉ.વ.૧૩, રહે. આંબાવાડી ઝંખવાવ, જી. સુરત વાળી હોવાનુ અને પોતાને પોતાના પિતાજી સાથે બોલાચાલી થતા મનમા લાગી આવતા ઘરેથી કોઇને પણ કહયા વગર નિકળી તેની દાદી નામે ગોમાબેનનાઓ મોહાલી ગામે રહેતા હોય ત્‍યાં જવા માટે ટ્રેનમાં બેસી કોસંબા રે.સ્‍ટે. આવેલ અને ત્‍યાંથી ટ્રેનમા બેસી સુરત આવેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસોને જાણ કરવા માંડવી પોલીસ સ્‍ટેશને જાણ કરેલ છે તેના વાલી-વારસો તેને લેવા માટે આવે ત્‍યાં સુધી છોકરી સુરક્ષીત રહે તે માટે નારી સંરક્ષણગૃહ ઘોડ દોડ રોડ, સુરત ખાતે સોંપવામાં આવેલ છે.

 

(૬)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૪/૧૪ તા. ૦૬/૧૨/૧૪ :-

                તા. ૦૬/૧૨/૧૪ ના રોજ ક. ૧૪/૪૦ વાગે સુરત રે.પો.સ્‍ટે.ના પો.સ્‍ટે.ઓફીસરે વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ નાઓને ફોન કરી જણાવેલ કે એક છોકરી ઉં.વ.૨૦ ના આશરાની બુરખો બાંધેલ અમદાવાદ રે.સ્‍ટે.થી ઓખા-અર્નાકુલમ એકસ. ટ્રેનના પાછળના જનરલ ડબ્‍બામાં બેઠેલ છે તેનુ નામ શબાનાબાનુ ડો/ઓ મહમદ ઇકબાલ કુરેશી છે તેમ જણાવતા પો.કો. શાંતીલાલ કાળુભાઇ નાઓ સાથે સુરત રે.સ્‍ટે. પ્‍લે.નં.-ર ઉપર કલાક ૧૬/૦૫ વાગે સદર ટ્રેન આવતા ટ્રેનના પાછળના જનરલ ડબ્‍બામાં જઇ તપાસ કરતા જણાવેલ વર્ણનવાળી છોકરી જોવામાં આવતા તેનુ નામ ઠામ પુછતા શબાનાબાનુ જણાવતા સદર છોકરીને ટ્રેનમાંથી ઉતારી સુરત રે.પો.સ્‍ટે.માં લાવી પુછપરછ કરતા પોતાને ઘરે સવારનો નાસ્‍તો બનાવવા માટે નાના ભાઇ નામે અરમાન સાથે બોલાચાલી થતા આ અંગે તેની માતાને જણાવતા તેની માતાએ પણ તેને બોલાચાલી કરતા મનમા લાગી આવતા તે તેના ઘરેથી વસઇ રોડ રહેતા તેમના મામાના ઘરે જવા માટે નિકળેલ અને અમાદાવાદ રે.સ્‍ટે.થી ટ્રેનમાં બેઠા પછી તેણે તેના પતિ નામે મેહમુદને મુસાફરી કરતા મુસાફર પાસેથી ફોન લઇ જણાવેલ કે હું વસઇ રોડ મામાના ઘરે જાવ છું તેમ જણાવેલ જેથી તેના ભાઇ અને બનેવી બન્‍ને કાલુપુર રેલ્‍વે સ્‍ટેશને આવેલ ત્‍યારે ટ્રેન રવાના થઇ ગયેલ હોય તેઓએ કાલુપુર રે.પો.સ્‍ટે.મા જઇને પોલીસને જાણ કરતા પોલીસે સુરત રે.પો.સ્‍ટે.મા આ અંગે જાણ કરતા શબાનાબાનુને સુરત રેલ્‍વે સ્‍ટેશને ટ્રેનમાંથી ઉતારી લીધેલ ત્‍યાર બાદ તેમના બનેવી નામે મહમદશોએબ સ/ઓ સાહદતઅલી નાઓને ફોન પર જાણ કરતા તેઓ સુરત રે.પો.સ્‍ટે.મા તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી શબાનાબાનુનો કબજો તેના બનેવીને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

 

                                                                                                          Sd/-

                                                                           I/c, પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 19-12-2014