|
૫શ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૭/૧૨/૧૪ થી તા. ૧૩/૧૨/૧૪ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૯/૧૪ તા. ૧૦/૧૨/૧૪ :-
તા. ૧૦/૧૨/૧૪ ના રોજ પો.કો. શાંતીલાલ કાળુભાઇ બ.નં.-૪૯૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્યારે કલાક: ૧૦/૦૫ વાગે સુરત રેલ્વે સ્ટેશન વેસ્ટ મુસાફરખાના બહાર ટ્રાફિક વિસ્તારમાં રીક્ષા સ્ટેન્ડ પાસેથ એક નાનો છોકરો અને છોકરી એકલા જોવામાં આવતા તેમને સમજાવી તેમના નામ પુંછતા (૧) મુબારક સ/ઓ અકતર પઠાણ ઉં.વ.૭ તથા (ર) રેશ્માબાનુ ડો/ઓ અકતર જાતે પઠાણ ઉં.વ.૩ બન્ને રહે. સેહગાંવ, મહારાષ્ટ્રવાળા બન્ને ભાઇ-બહેન હોવાનુ અને તેઓ બન્ને સેહગાંવ રેલ્વે સ્ટેશન ઉપર રમતા રમતા ભુસાવલ સુરત લોકલ ટ્રેનમાં બેસી તા. ૧૦/૧૨/૧૪ ના ક. ૦૫/૦૦ વાગે સુરત રે.સ્ટે. આવેલાનુ જણાવતા તેમનુ પુરૂ સરનામુ જણાવતા ન હોવાથી તેમની સંભાળ માટે (૧) મુબારક સ/ઓ અકતરને શ્રી વી.આર. પોપાવાલા, ચિલ્ડ્રન હોમ, કતારગામ સુરત ખાતે તથા (ર) રેશ્મા ડો/ઓ અકતરને નારી સંરક્ષણ ગૃહ, ઘોડદોડ રોડ સુરત ખાતે સોંપવામાં આવેલ છે.
(૨) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૦/૧૪ તા. ૧૦/૧૨/૧૪ :-
તા. ૧૦/૧૨/૧૪ ના રોજ વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્યારે કલાક ૧૧/૦૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૨/૩ ઉપર એક નાની છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ સાવતીબેન ડો/ઓ તીભલાભાઇ નટ ઉં.વ. ૮, રહે. પાલી, રાજસ્થાન હાલ-સંતોષીનગર, ઉધના ઝુંપડપટ્ટી સુરત વાળી હોવાનુ જણાવતા અને તે ઉધના રેલ્વે સ્ટેશનથી રમતી રમતી લોકલ ટ્રેનમાં બેસી સુરત રે.સ્ટે. આવેલાનુ જણાવતા તેના જણાવેલ સરનામે તપાસ કરી જાણ કરતા તેની દાદી નામે કાન્તાબેન વા/ઓ ગુલાબભાઇ ઉં.વ.૫૨, ધંધો-ઘરકામ, રહે. સંતોષીનગર, ઉધના, ઝુંપડપટ્ટી, સુરતવાળી તેને સુરત રે.પો.સ્ટે.મા લેવા આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેની દાદીને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.
(૩) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૮/૧૪ તા. ૧૦/૧૨/૧૪ :-
તા. ૧૦/૧૨/૧૪ ના રોજ વુ.એએસઆઇ જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્યારે કલાક ૧૭/૦૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન વેસ્ટ મુસાફરખાનામા બુક સ્ટોલ નજીક એક છોકરી એકલી બેઠેલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેનુ નામ રંજનાબેન ડો/ઓ સયંદર જાતે-યાદવ, ઉં.વ.૧૪, ધંધો-અભ્યાસ, રહે. હાલ-વાપી ડુંગરી ફળીયા, આઝાદ હિન્દી સકુલની પાછળ, વાપી મુળ-ગામ કમલપુર, થાના બડદા, જી. આજમગઢ (યુ.પી.)ની હોવાનુ જણાવેલ અને વધુ પુછપરછ કરતા જણાવેલ કે પોતાની સાવકી માતા સાથે ઘરકામ બાબતે બોલાચાલી થતાં ઠપકો આપતા તા. ૦૯/૧૨/૧૪ ના રોજ ઘરેથી કોઇને જાણ કર્યા વગર મુળ વતન યુ.પી. જવા માટે નિકળી ટ્રેન દ્વારા વાપીથી સુરત આવેલ જેણે તેના પિતા સયંદરનો મોબાઇલ નંબર આપતા ફોન ઉપર સંપર્ક કરતા તેને તેના પિતા લેવા સુરત રે.પો.સ્ટે.મા આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના પિતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.
પાન-ર
(૪) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૪/૧૪ તા. ૧૩/૧૨/૧૪ :-
તા. ૧૩/૧૨/૧૪ ના રોજ પો.કો. શાંતીલાલ કાળુભાઇ બ.ન;. ૪૯૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્યારે કલાક ૧૦/૪૫ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-ર/૩ ના વચ્ચેના ભાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેનુ નામ, ઠામ પુછતા તેણે તેનુ નામ જતનકુમાર સ/ઓ ચંડી મહંતો જાતે-નોનીયો, ઉ.વ.૯, રહે. ગામ નયાટોલા, મહરાજપુંર, થાના તલજારી, જી. સાહેબગંજ ઝારખંડ હાલ-સેવલાસ પોતાના ભાઇ વિક્રમ સાથે રહેતો હતો અને કોઇને જાણ કર્યા વગર સેલવાસથી નિકળી સુરત રેલ્વે સ્ટેશન આવેલાનુ જણાવતા તેના ભાઇનો મોબાઇલ નંબર આપતા મોબાઇ ઉપર સંપર્ક કરતા તેનો ભાઇ વિક્રમ તેને લેવા સુરત રે.પો.સ્ટે.માં આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના ભાઇને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.
Sd/-
I/c, પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.
|