૫શ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૯/૧૧/૧૪ થી તા. ૧૫/૧૧/૧૪ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૬/૧૪ તા. ૧૨/૧૧/૧૪ :-
તા. ૧૨/૧૧/૧૪ ના રોજ વુ.એએસઆઇ જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્યારે કલાક: ૧૦/૦૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૨ ઉપર બે છોકરા એકલા જોવામાં આવતા તેમની પુછપરછ કરતા તેમણે તેમના નામ (૧) રાહુલ સ/ઓ બિહારી જાતે-ગોડ ઉ.વ.૧૨, ધંધો-અભ્યાસ, રહે. ગામ-સીમલાવ, તા.જી. રતલામ (એમ.પી.) વાળો હોવાનુ અને તે તેના મુળગામથી સુરત તેના કાકાના છોકરા સાથે સુરત ફરવા માટે આવેલ અને તેનો કાકાનો છોકરો (ભાઇ) નામે સરદાર ગોડ સુરત રે.સ્ટે. ઉપર સ્ટોલમા નોકરી કરતો હોય તે તેની પાછળ કોઇને જાણ કર્યા વગર ઘરેથી નિકળી સુરત શહેરમા ફરવા માટે આવેલ અને ફરતો ફરતો સુરત રે.સ્ટે. આવેલાનુ જણાવતા તેનો ભાઇ નામે કરણ સુરત રે.સ્ટે. ઉપર સ્ટોલમા નોકરી કરે છે તેમ જણાવતા સ્ટોલ પર જઇ તપાસ કરતા તેનો ભાઇ કરણ ગોડ વાળો મળતા અને તે પોતાના ભાઇને ઓળખી બતાવતા કાયદેસર કાર્યવાહી કરી રૂબરૂમા છોકરાને તેના ભાઇને સોંપવામાં આવેલ છે. (ર) અમીતકુમાર સુરેશ મિશ્રા ઉ.વ.૧૫, ધંધો-અભ્યાસ, રહે. પાટીચાલ લંબેહનુમાન રોડ સુરત વાળો હોવાનુ અને તે તેના મિત્ર સાથે રમતો રમતો સુરત રે.સ્ટે. ઉપર આવી ગયેલ હોવાનુ જણાવતા અને તેના વાલીવારસો અંગે પુછતા તેણે જણાવેલ સરનામે જઇ તપાસ કરતા તેના પિતા નામે સુરેશ પ્રેમનાથ મિશ્રા ઉં.વ.૩૬, ધંધો-મજુરી, રહે. સદર વાળા મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના પિતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.
(૨) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૬/૧૪ તા. ૧૨/૧૧/૧૪ :-
તા. ૧૨/૧૧/૧૪ ના રોજ શ્રી એ.કે. ભાભોર પો.સ.ઇ. સુરત રે.પો.સ્ટે. નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્યારે કલાક: ૧૦/૨૫ વાગે સુરત રેલ્વે સ્ટેશન ઉપર બે છોકરા એકલા જોવામાં આવતા તેમની પુછપરછ કરતા તેમણે તેમના નામ (૧) જયદીપ સ/ઓ રૂપેશભાઇ પટેલ ઉ.વ.૧૪, રહે. ડુંગરપુર સાગવાડા, રાજસ્થાન હાલ-બંબાગેટ, અમરોલી આવાસ, મકાન નં. ૨૪, સુરત વાળો હોવાનુ અને પોતે ભણવા જતો નથી ઘરે જ રહે છે અને તા. ૧૧/૧૧/૧૪ ના રોજ ઘરે માતા-પિતાને કહયા વગર ફરવા નિકળી ગયેલ અને સુરત રે.સ્ટે. ઉપર આવેલ હોવાનુ જણાવતા અને તેના જણાવેલ સરનામે તપાસ કરતા તેના પાડોશી નામે કરણસિંહ માંગીલાલ ગરાસીયા ઉં.વ.૩૮ રહે. બંબાગેટ, અમરોલી આવાસ, સુરત વાળા મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરાનો કબજો કરણસિંહને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે. (૨) સલમાન સ/ઓ સલીમ જાતે-સૈયદ ઉ.વ.૧૩, રહે. મદીના મસ્જીદ, શાહપુરા, લીંબાયત ઉધના સુરત વાળો હોવાનુ અને પોતે તા. ૧૨/૧૧/૧૪ ના રોજ ઘરે કોઇને પણ જાણ કર્યા વગર નિકળી તેના મિત્ર સાથે રમતો રમતો સુરત રે.સ્ટે. ઉપર આવેલ હોવાનુ જણાવતા અને તેના જણાવેલ સરનામે તપાસ કરાવતા તેની માતા નામે કુરશાબીબી વા/ઓ સલીમ સૈયદ ઉં.વ.૪૦, ધંધો-ઘરકામ રહે. સદર વાળી સુરત રે.પો.સ્ટે.મા તેને લેવા આવતા કાયદેસર કાર્યવાહી છોકરાનો કબજો તેની માતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.
(૩) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૬/૧૪ તા. ૧૨/૧૧/૧૪ :-
તા. ૧૨/૧૧/૧૪ ના રોજ પો.કો. રમેશભાઇ શુકાજી નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્યારે કલાક: ૧૦/૩૫ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૪ ઉપર એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ છોટુ સ/ઓ સોનપાલ કાસી મૌર્ય રહે. સચીન રે.સ્ટે. સામે ઝુંપડામાં સુરત વાળો હોવાનુ અને પોતાની માતા નામે ગીતાબેન ટ્રેનમાં ફેરી કરે છે જે ફેરી કરવા ગયેલ ત્યારે ઘરેથી કોઇને પણ જાણ કર્યા વગર સચિન રે.સ્ટે. આવેલ અને લોકલ ટ્રેનમાં બેસી સુરત રે.સ્ટે. ઉપર આવેલ હોવાનુ જણાવતા તેની માતાનો સંપર્ક કરી તેની માતા નામે ગીતાબેન રહે. સદર વાળી તેને લેવા માટે સુરત રે.પો.સ્ટે.માં આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેની માતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.
પાન-ર
(૪) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૭/૧૪ તા. ૧૨/૧૧/૧૪ :-
તા. ૧૨/૧૧/૧૪ ના રોજ પો.કો. રમેશભાઇ શુકાજી નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્યારે કલાક: ૧૪/૩૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૪ ઉપર એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ રાજ સ/ઓ અમરતભાઇ પટેલ, ઉં.વ.૧૩, ધંધો-અભ્યાસ, રહે. ગામ-દાસજ, તા. ઉઝાં, જી. મહેસાણા હાલ-વિક્રોલી, સુર્યનગર, સીધાર્થ ચાલ, ઇસ્ટ મુંબઇ વાળો હોવાનુ અને પોતે આશરે બે-ત્રણ મહિના પહેલા મુંબઇ પોતાના ઘરેથી માતા-પિતાને જાણ કર્યા વગર નિકળી ગયેલ અને મુંબઇમા ટ્રેનમાં ઝાડું મારી જે પૈસા મળતા તેનાથી પોતાનુ ગુજરાન ચલાવતો હોવાનુ જણાવી ટ્રેનમાં બેસી સુરત રે.સ્ટે. ઉપર આવેલ હોવાનુ જણાવતા તેના જણાવેલ સરનામા ઉપર દાસજ ઉંઝા પો.સ્ટે.માં ફોન કરી જાણ કરતા ઉંઝા પોલીસે તેના જણાવેલ સરનામે તેના પિતા નામે અમરતભાઇને જાણ કરતા તેના પિતા તેને લેવા માટે તા. ૧૩/૧૧/૧૪ ના રોજ સુરત રે.પો.સ્ટે.માં આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરાનો કબજો તેના પિતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે. અને તેના પિતાએ જણાવેલ કે મુંબઇ શહેર વિક્રોલી પો.સ્ટે.માં ફ.ગુ.ર.નં. ૪૪૦/૨૦૧૪ ઇ.પી.કો. કલમ-૩૬૩ મુજબનો ગુનો દાખલ કરાવેલ છે. જયાં પણ જાણ કરવા જણાવેલ છે.
(૫) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૩૦/૧૪ તા. ૧૨/૧૧/૧૪ :-
તા. ૧૨/૧૧/૧૪ ના રોજ એએસઆઇ, કાન્તીભાઇ માનાભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્યારે કલાક: ૧૭/૪૫ વાગે ઉધના રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૪ ઉપર એક છોકરી એકલી જોવામાં આવતા તેને વુમન એએસઆઇ જયાબેન જગમાલભાઇ નાઓને સોપતા તે બોલી શકતી ન હોય (મુંગી હોય) જેને નારી સંરક્ષણગૃહમા સોંપવામાં આવેલ અને વાલીવારસોની શોધખોળ કરતા લીંબાયત પો.સ્ટે.માં મુંગી બાળકી વિશે પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે અમારી પાસે એક ભાઇ મુંગી છોકરીની શોધખોળ માટે આવેલ જેનો નંબર અમારી પાસે છે તેમ કહી તેનો નંબર આપ્તા મોબાઇલ ઉપર તેમનો સંપર્ક કરતા છોકરીના પિતા નામે અહેમદભાઇ કાદરભાઇ શેખ ઉં.વ.૪૫, ધંધો-રીક્ષા ડ્રાઇવર રહે. લીંબાયત લાલબિલ્ડીંગ, પ્રતાપનગર, ગલી નં.-૫, ઝુંપડામા, સુરત વાળા હોવાનુ જણાવી તેઓને હકિકત જણાવતા તેઓ સુરત રે.પો.સ્ટે.માં આવતા અને તેઓને મુંગી છોકરીનુ નામ, ઠામ પુંછતા તેનુ નામ ફીરોદસ ડો/ઓ અહેમદભાઇ શેખ ઉં.વ.૬ ની હોવાનુ અને તે મુંગી હોય જેના કારણે છોકરાઓ સાથે રમતા રમતા ઘરમાંથી નિકળી ગયેલ હોવાનુ જણાવતા નારી સંરક્ષણ ગૃહમાંથી છોકરીને લાવી કાયદેસર કાર્યવાહી કરી સદર છોકરીનો કબજો તેના પિતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.
Sd/-
I/c, પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.
|