હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૧/૦૯/૧૪ થી તા. ૨૭/૦૯/૧૪ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૩/૧૪ તા. ૨૭/૦૯/૧૪ :-  

                તા. ૨૭/૦૯/૧૪ ના રોજ વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-ર/૩ ના ઉત્‍તર તરફના છેડા પાસે કલાક ૧૨/૪૫ વાગે બે છોકરા એકલા પાર્સલ પર બેઠેલા જોવામાં આવતા તેમની પુછપરછ કરતા તેમણે તેમના નામ (૧) ધર્મેન્‍દ્રકુમાર સ/ઓ રામજી ચૌહાણ, ઉં.વ.૧૪, રહે. ગામ મેસકોર થાના મેસકોર જી નવાદા બિહાર વાળો હોવાનુ જણાવતા અને તે પોતાના વતનથી એક અઠવાડીયા પહેલા ઘરેથી કોઇને પણ જાણ કર્યા વગર નિકળી સુરત રે.સ્‍ટે. આવેલ અને તેના વાલી-વારસો અંગે પુછતા તેના કૌટુમ્‍બીક કાકા નામે લખનભાઇ બીશનભાઇ યાદવ ઉં.વ.૩૨, રહે. પર્વતપાટીયા, ગીતાનગર સી/૩૦૮ સુરત વાળાનો ફોન નંબર આપતા તેના પર સંપર્ક કરતા તેઓ લેવા માટે સુરત રે.પો.સ્‍ટે.માં આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના કાકાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે. (૨) સુરેશ કૈલાશ બગાડા, ઉં.વ.૧૭, રહે. ગામ નીમનવાસ થાના ચીમનગંજ જી. ઉજ્જૈન (એમ.પી.) વાળો હોવાનુ જણાવતા અને તે પોતાના વતનથી ગુજરાતમાં ફરવા માટે આવેલ અને પોતાના ગામના કોસાડ ભરથાણા સુરત ખાતે રહેતા કરણસિંહ માંગીલાલ જાતે-ગરાસીયાના ઘરે રોકાયેલ અને ત્‍યાંથી ફરવા માટે સુરત શહેરમા નિકળેલ અને સુરત રે.સ્‍ટે. આવી ભુલો પડી ગયેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસો અંગે પુછતા તેના સબંધી કરણસિંહ રહે. સદર વાળાનો ફોન નંબર આપતા તેના પર સંપર્ક કરતા તેઓ લેવા માટે સુરત રે.પો.સ્‍ટે.માં આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો કરણસિંહને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૪/૧૪ તા. ૨૭/૦૯/૧૪ :-  

                તા. ૨૭/૦૯/૧૪ ના રોજ પો.કો. શાંતીલાલ કાળુભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર માછલી ઘર પાસે બે છોકરા એકલા જોવામાં આવતા તેમની પુછપરછ કરતા તેમણે તેમના નામ (૧) બબલુ સ/ઓ કૈલાશ દાયમા ઉં.વ.૧૪, રહે. સીમલાદા થાના સાહુતુંદા જી. રતલામ (એમ.પી.) વાળો હોવાનુ અને પોતે પોતાના વતનથી પોતાના ઘરે કોઇને પણ જાણ કર્યા વગર બે દિવસ પહેલા સુરત ખાતે રહેતા માસીના ઘરે ફરવા માટે નિકળી આવેલ હોવાનુ જણાવી તેના માસાનો મો.નંબર આપતા તેઓનો સંપર્ક કરતા તેના માસા નામે કરણસિંહ માંગીલાલ જાતે-ગરાસીયા રહે. ભરથાણા, સુરતવાળા સુરત રે.પો.સ્‍ટે.મા તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના માસાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે. (૨) અનિલ માંગીલાલ બગાડા, ઉં.વ.૧૦, રહે. સેલવા ખેડી, થાના લાંભરીયા, જી. ધાર (એમ.પી.) વાળો હોવાનુ અને પોતે પોતાના બનેવી સુરત ખાતે રહેતા હોય બનેવીના ઘરે ફરવા માટે આવેલ અને બનેવીના ઘરેથી કોઇને પણ જાણ કર્યા  વગર સુરત રે.સ્‍ટેશન પર આવેલ હોવાનુ જણાવી તેના બનેવી નામે રામજી ગંગારામ દાયમા રહે. ભરથાણા, સુરતનો મો.નંબર આપતા તેઓનો સંપર્ક કરતા તેના બનેવી સુરત રે.પો.સ્‍ટે.મા તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના બનેવીને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

                                                                             Sd/-

                                                                           I/c, પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 01-10-2014