હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૪/૦૯/૧૪ થી તા. ૨૦/૦૯/૧૪ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૫/૧૪ તા. ૧૮/૦૯/૧૪ :-  

                તા. ૧૮/૦૯/૧૪ ના રોજ પો.કો. રમેશભાઇ શુકાજી બ.નં. ૫૬૭ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-ર/૩ ઉ૫ર કલાક ૦૯/૩૦ વાગે બે છોકરા એકલા જોવામાં આવતા તેમની પુછપરછ કરતા તેમણે તેમના નામ (૧) રોશન ઓમપ્રકાશ ઉર્ફે નેપાલી મહંતો, ઉં.વ.૧૦, રહે. તીન પહાડ થાના રાજ મહેલ, જી. સાહબગંજ, ઝારખંડ, (ર) શિવમ સુખદેવ નોનિયા, ઉં.વ.૧૧, રહે. મહરાજપુર થાના તેલજારી, જી. સાહબગંજ, ઝારખંડ વાળા હોવાનુ જણાવતા અને તેઓ ઘરે કોઇને પણ જાણ કર્યા વગર સુરત તરફ ફરવા માટે નિકળી આવેલ હોવાનુ જણાવતા અને તેના પિતાજીનો ફોન મોબાઇલ ફોન નંબર આપતા તેના ઉપર સંપર્ક કરતા તેઓ લેવા માટે આવે ત્‍યાં સુધી સદર છોકરાઓને શ્રી વી.આર. પોપાવાલા, ચિલ્‍ડ્રન હોમ, કતારગામ, સુરત ખાતે સોંપવામાં આવેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૦૩/૧૪ તા. ૧૮/૦૯/૧૪ :-  

                તા. ૧૮/૦૯/૧૪ ના રોજ શ્રી એ.કે. ભાભોર પો.સ.ઇ. સુરત નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર વચ્‍ચેના ભાગે બાંકડા ઉપર કલાક ૦૧/૫૫ વાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ રીતેશ માર્કન્‍ડે રાય ઉં.વ.૧૩, ધંધો-અભ્‍યાસ, રહે. ગડખોલ પાટીયા, સાંઇ બાબાના મંદિર પાછળ, બીપીનપાર્ક સોસાયટી, રૂમ નં. ૨/૩૩ તા. અંકલેશ્વર, જી. ભરૂચ વાળો હોવાનુ અને પોતે કોઇને પણ જાણ કર્યા વગર ઘરેથી નિકળી આવેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસો અંગે પુછતા તેના પિતાનો મો.નંબર આપતા તેઓનો સંપર્ક કરતા તેના પિતા નામે માર્કન્‍ડે ગોરખ રાય રહે. સદર વાળા સુરત રે.પો.સ્‍ટે.મા તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના પિતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૫/૧૪ તા. ૧૯/૦૯/૧૪ :-  

                તા. ૧૯/૦૯/૧૪ ના રોજ શ્રી એ.કે. ભાભોર પો.સ.ઇ. સુરત રે.પો.સ્‍ટે. નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન વેસ્‍ટ મુસાફર ખાના ટીકીટ બારી સામે આવેલ પાર્કીંગમાં કલાક ૧૭/૩૦ વાગે એક છોકરી એકલી બેઠેલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ દિપકાબેન કીરણભાઇ રાઠોડ, ઉં.વ. ૧૩, ધંધો-અભ્‍યાસ રહે. પાદરીયો મહોલ્‍લો, કીરણ એપાર્ટમેન્‍ટ ઘર નં.-૨૦, અડાજણ, સુરત વાળી હોવાનુ અને પોતાને પોતાની મોટી બહેન સાથે ઘરકામ બાબતે બોલતી હોય અને તેમના માસી મધુબેન નાઓ અમલસાડ રહેતા હોય તેમના ઘરે જવા માટે ઘરે કોઇને પણ જાણ કર્યા વગર સુરત રે.સ્‍ટે. આવેલ હોવાનુ જણાવતા તેમના વાલી-વારસો અંગે પુછતા તેની બહેન નામે અંજલીબેન નરેશભાઇ યાદવ નાઓનો મો.નંબર આપતા તેઓનો સંપર્ક કરતા તેના બનેવી નામે નરેશભાઇ નાઓ સુરત રે.પો.સ્‍ટે.મા તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી સદર છોકરી તેના બનેવીને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

 

 

 

પાન-ર

 

(૪)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૨/૧૪ તા. ૨૦/૦૯/૧૪ :-  

                તા. ૨૦/૦૯/૧૪ ના રોજ પો.કો. શાંતીલાલ કાળુભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-ર/૩ ઉ૫ર વચ્‍ચેના ભાગે આવેલ ઓવર બ્રીજની બાજુમાં કલાક ૧૫/૦૫ વાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ સદ્દામ મલ્‍લીક હબીબુલ મલ્‍લીક જાતે-મલ્‍લીક, ઉં.વ.૧૪, ધંધો-અભ્‍યાસ, રહે. ગામ-રાજીપુર, બારાસાત, પશ્ચિમ બંગાળ, નોર્થ, ચોવીસ પરગણા, બીરા અને ગુમા રેલ્‍વે સ્‍ટેશન નજીક કલકત્‍તા, વેસ્‍ટ બંગાળ વાળો હોવાનુ જણાવતા અને તે તેના મામા સાબીર મંડલ દિલ્‍હી આઝાદ નગર ખાતે રહેતા હોય તેમના ઘરેથી કોઇને પણ જાણ કર્યા વગર તા. ૧૯/૦૯/૧૪ ના રોજ દિલ્‍હી રેલ્‍વે સ્‍ટેશને ફરવા ગયેલ અને ટ્રેનમા ચઢ-ઉતર કરતી વખતે ટ્રેન ચાલુ થઇ જતાં ટ્રેનમાં બેસી સુરત આવેલ હોવાનુ જણાવતા અને તેને  જણાવેલ સરનામે પિતાજીને લેટર લખેલ છે અને વાલી-વારસો લેવા આવે ત્‍યાં સુધી સદર છોકરાને શ્રી વી.આર. પોપાવાલા, ચિલ્‍ડ્રન હોમ, કતારગામ, સુરત ખાતે સોંપવામાં આવેલ છે.

 

 

                                                                             Sd/-

                                                                           I/c, પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 25-09-2014