હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૭/૦૯/૧૪ થી તા. ૧૩/૦૯/૧૪ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૫/૧૪ તા. ૧૦/૦૯/૧૪ :-  

                તા. ૧૦/૦૯/૧૪ ના રોજ પો.કો. શાંતીલાલ કાળુભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-ર/૩ ઉ૫ર કલાક ૦૯/૦૦ વાગે બે છોકરા એકલા જોવામાં આવતા તેમની પુછપરછ કરતા તેમણે તેમના નામ (૧) કિશન સ/ઓ રાજુ જાતે-બ્રાહ્મણ, ઉં.વ.૧૨, રહે. રાજકોટ રે.સ્‍ટે. સામે કાનાભાઇની ચ્‍હા ની હોટલ પાસે, ઝુંપડામાં, રાજકોટ વાળો હોવાનુ જણાવતા અને તે તા. ૦૯/૦૯/૧૪ ના રોજ રાજકોટ રે.સ્‍ટે. ઉપર ટ્રેનમાં ચઢ ઉતર કરતા ટ્રેન ચાલુ થઇ  જતાં ટ્રેનમાં રહી ગયેલ અને ટ્રેનમાં આગળ જતાં તેને બીજો છોકરો નામે (ર) તનુ સ/ઓ રાસીંગ જાતે-દાતણીયા, ઉં.વ.૧૨, રહે. અંજુ-મંજુનો વાડો, સુરેન્‍દ્રનગર વાળો હોવાનુ જણાવતા તે તેના પિતા સાથે પોરબંદર લીંબુ-મરચા વેચી સુરેન્‍દ્રનગર આવતા હતા ત્‍યારે ટ્રેનમાં તેના પિતાથી છુટો પડી જતા ટ્રેનમાં આગળ જતા ઉપરોકત કિશન મળતા તેઓ બન્‍ને સુરત રે.સ્‍ટે. ઉપર તા. ૧૦/૦૯/૧૪ ના રોજ સવારમા આવેલ હોવાનુ જણાવતા તેમના જણાવેલ સરનામે અ.નં.-૧ ની રાજકોટ રેલ્‍વે પોલીસ દ્વારા તપાસ કરાવતા તથા નં.-ર નાની જણાવેલ સરનામે તપાસ તજવીજ કરાવતા તેના વાલી-વારસો મળી આવેલ નહી જેથી સદર છોકરાઓને શ્રી વી.આર. પોપાવાલા, ચિલ્‍ડ્રન હોમ, કતારગામ, સુરત ખાતે સોંપવામાં આવેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૬/૧૪ તા. ૧૦/૦૯/૧૪ :-  

                તા. ૧૦/૦૯/૧૪ ના રોજ પો.કો. રમેશભાઇ શુકાજી નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન વેસ્‍ટ મુસાફર ખાનામાં કલાક ૧૧/૦૦ વાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ સોનુ સ/ઓ ઉગ્રસીંગ પટેલ, ઉં.વ.૮, રહે. ગામ સીતાપુરા, મોહનગઢ, થાણા બોહલપુર, જી. રીવા (એમ.પી) વાળો હોવાનુ અને તા. ૦૫/૦૯/૧૪ ના રોજ પોતે પોતાના ભાઇ દિપક તથા માસીના છોકરો વિવેક સાથે ટયુશન જવાને બદલે ટ્રેનમાં બેસી સુરત આવેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસો અંગે પુછતા તેના માસા નામે રાજબહોર ચિંતામણીનો મો.નંબર આપતા તેઓનો સંપર્ક કરતા તેના પિતા નામે ઉગ્રસેન રાધેપ્રસાદ પટેલ રહે. અધારતાલ, સંજયનગર, કમીટીહોલ જબલપુર એમ.પી.વાળા તા. ૧૨/૦૯/૧૪ ના રોજ સુરત રે.પો.સ્‍ટે.મા તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના પિતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૬/૧૪ તા. ૧૦/૦૯/૧૪ :-  

                તા. ૧૦/૦૯/૧૪ ના રોજ શ્રી એ.કે. ભાભોર પો.સ.ઇ. સુરત રે.પો.સ્‍ટે. નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન વેસ્‍ટ મુસાફર ખાનામાં કલાક ૧૧/૦૦ વાગે બે છોકરા એકલા જોવામાં આવતા તેમની પુછપરછ કરતા તેમણે તેમના નામ (૧) દિપકભાઇ સ/ઓ ઉગ્રસીંગ પટેલ, ઉં.વ. ૧૪, ધંધો-અભ્‍યાસ રહે. ગામ સીતાપુરા, મોહનગઢ, થાણા બોહલપુર, જી. રીવા (એમ.પી)...

પાન-ર

 

        ...(ર) વિવેક રાજબહોર પટેલ, ઉં.વ.૧૪ ધંધો-અભ્‍યાસ, રહે. જબલપુર આધારતાલ, કમલા ભડાર, કઠરા ગોદી શંકર મંદિરની બાજુમાં (એમ.પી) વાળા હોવાનુ અને તેઓ તા. ૦૫/૦૯/૧૪ ના રોજ ટયુશન જવાને બદલે ટ્રેનમાં બેસી સુરત આવેલ હોવાનુ જણાવતા તેમના વાલી-વારસો અંગે પુછતા તેમના માસા નામે રાજબહોર ચિંતામણીનો મો.નંબર આપતા તેઓનો સંપર્ક કરતા તેના પિતા નામે ઉગ્રસેન રાધેપ્રસાદ પટેલ રહે. અધારતાલ, સંજયનગર, કમીટીહોલ જબલપુર એમ.પી.વાળા તા. ૧૨/૦૯/૧૪ ના રોજ સુરત રે.પો.સ્‍ટે.મા તેમને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી બન્‍ને છોકરા તેમના પિતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

 

                                                                             Sd/-

                                                                           I/c, પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 17-09-2014