હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

 

 

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૪/૦૮/૧૪ થી તા. ૩૦/૦૮/૧૪ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૫/૧૪ તા. ૨૬/૦૮/૧૪ :-  

                તા. ૨૬/૦૮/૧૪ ના રોજ પો.કો. શાંતીલાલ કાળુભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૪ ઉ૫ર કલાક ૧૧/૩૦ વાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ અંકિત સ/ઓ રામપ્રકાશ રાજપુત ઉં.વ.૧૧, રહે. કવાસ, ભવાની મંદિર પાસે, ઇચ્‍છાપોર, સુરત વાળો હોવાનુ અને પોતે પોતાની માતાને સ્‍કુલે જવાનુ કહીને નિકળેલ અને સ્‍કુલમા જવાને બદલે સુરત શહેરમા ફરવા માટે નિકળેલ ફરતા ફરતા સુરત રેલ્‍વે સ્‍ટેશન ઉપર કલાક ૧૦/૩૦ વાગે આવેલ હોવાનુ જણાવતા અને તેના વાલી-વારસો અંગે પુછતા તેની માતા નામે નીતુદેવી વા/ઓ રામપ્રકાશ રાજપુત ઉં.વ.૩૪ રહે. સદર વાળીનો મો.નંબર આ૫તા ફોન ૫ર તેઓનો સં૫ર્ક કરતા તેની માતા સુરત રે.પો.સ્‍ટે.મા તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેની માતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૫/૧૪ તા. ૨૬/૦૮/૧૪ :-  

                તા. ૨૬/૦૮/૧૪ ના રોજ પો.કો. રમેશભાઇ સુકાજી નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૪ ઉ૫ર કલાક ૧૧/૩૦ વાગે એક છોકરો એકલો બેઠેલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ અમરજીત સ/ઓ નકુલપ્રસાદ રાજપુત ઉં.વ.૧૨, રહે. કવાસ, ભવાની મંદિર પાસે, ઇચ્‍છાપોર, સુરત વાળો હોવાનુ અને પોતે પોતાના ઘર પાસે રમતો હતો ત્‍યારે મિત્ર નામે અંકિત રામપ્રકાશ રાજપુત મળેલ અને તેઓ બન્‍ને કોઇને પણ કહયા વગર સુરત શહેરમા ફરવા માટે નિકળેલ ફરતા ફરતા સુરત રેલ્‍વે સ્‍ટેશન ઉપર કલાક આવેલ હોવાનુ જણાવતા અને તેના વાલી-વારસો અંગે પુછતા તેની માતાનો મો.નંબર આ૫તા ફોન ૫ર તેઓનો સં૫ર્ક કરતા તેની માતા સુરત રે.પો.સ્‍ટે.મા તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેની માતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૧/૧૪ તા. ૨૬/૦૮/૧૪ :-  

                તા. ૨૬/૦૮/૧૪ ના રોજ પો.કો. રમેશભાઇ સુકાજી નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-ર ઉ૫ર કલાક ૧૭/૦૦ વાગે એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ પુંજા ડો/ઓ સંતોષ કુશ્‍વાહુ ઉં.વ.૧૬, રહે. ગામ ગૌરી, તા. હાનમના, જી. રવા (એમ.પી) વાળી હોવાનુ અને પોતે તા. ૨૪/૦૮/૧૪ ના રોજ તેના ફોઇના છોકરા નામે રાહુલ સાથે સુરત ફરવા માટે વતનથી નિકળેલ અને તા. ૨૫/૦૮/૧૪ ના રોજ સાંજના સુરત રેલ્‍વે સ્‍ટેશન ઉપર આવેલ અને પેસેન્‍જરોની ભીડમા તેના ફોઇના છોકરાથી છુટી પડી ગયેલ હોવાનુ જણાવતા અને તેના વાલી-વારસો અંગે પુછતા તેના ભાઇ નામે સંજય સ/ઓ સંતોષ રહે. સદર વાળાનો મો.નંબર આ૫તા ફોન ૫ર તેઓનો સં૫ર્ક કરતા તેઓએ તેમના કાકાના દિકરા નામે જગનાથ રાજકુમાર કુશ્‍વાહુ રહે. સદર હાલ-અંબિકાનગર, સુરત નાઓને જાણ કરતા તેઓ તા. ૨૯/૦૮/૧૪ ના રોજ સુરત રે.પો.સ્‍ટે.મા તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના કાકાના દિકરા નામે જગનાથને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

 

 

પાન-ર

 

(૪)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૫/૧૪ તા. ૩૦/૦૮/૧૪ :-  

                સુરત રે.પો.સ્‍ટે.માં ફરજ બજાવતા વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ નાઓને તા. ૩૦/૦૮/૧૪ ના રોજ કલાક ૦૭/૦૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-ર ઉ૫ર એક છોકરી એકલી બેઠેલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ સોહદામીની ડો/ઓ પ્રભાકર નાયક ઉં.વ.૨૧, રહે. પાબેલમા, પોસ્‍ટ-ઓડબા, થાણા-મોહના, જી. ગજપતી, ઓરીસ્‍સાવાળી હોવાનુ અને પોતે પોતાના પતિ નામે અજીલઅલી સાથે વેરાવળ કંપનીમાં કામ કરતી હતી વેરાવળથી કામ ધંધો છોડી તેઓ મુંબઇ કામ કરવા જવા નિકળેલા અને રાજકોટથી ટ્રેનમાં બેસી સુરત આવેલા સુરત આવ્‍યા બાદ વિચાર બદલાતા મુંબઇ જવાને બદલે ઓરીસ્‍સા જવા માટે સુરત રેલ્‍વે સ્‍ટેશન ઉપર ઓરીસ્‍સાની ટ્રેનની રાહ જોતા હતા ત્‍યારે પેસેન્‍જરોની ભીડમાં તે તેના પતિથી વિખુટી પડી ગયેલ હોય તેણીને તા. ૩૦/૦૮/૧૪ ના રોજ નારી સંરક્ષણ ગૃહ ગોડદોડ રોડ, સુરત ખાતે સોંપવામાં આવેલ છે. અને તેના વતનમાં તેના પિતાને જાણ કરવાની તજવીજ કરવામાં આવેલ છે.

(૫)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૫/૧૪ તા. ૩૦/૦૮/૧૪ :-  

                તા. ૨૮/૦૮/૧૪ ના રોજ સાવરકુંડલા ટાઉન પો.સ્‍ટે.માંથી સુરત રે.પો.સ્‍ટે.માં મળેલ વર્ધી આધારે મીસીંગ સ્‍કોડના પો.સ.ઇ.શ્રી એ.કે. ભાભોર નાઓએ મીસીંગ સ્‍કોડના પોલીસ માણસો સાથે વર્ધીમાં જણાવેલ વર્ણન આધારે તપાસ કરતા તા. ૩૦/૦૮/૧૪ ના રોજ કલાક ૧૦/૩૫ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન વેસ્‍ટ મુસાફર ખાનામાં એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ તેજલબેન ડો/ઓ ગીરીશભાઇ માગરોળીયા ઉં.વ.૧૬, રહે. સાવરકુંડલા, તા. સાવરકુંડલા, જી. અમરેલી વાળી હોવાનુ અને પોતે પોતાના પ્રેમી નામે ધીરજ સાથે ભાગી આવેલ અને તેનો પ્રેમી તા. ૨૯/૦૮/૧૪ ના રોજ સુરત રેલ્‍વે સ્‍ટેશન ઉપર મુકી જતો રહેલ હોવાનુ જણાવતા સદર બનાવ સબંધે સાવરકુંડલા પો.સ્‍ટે.માં ફ.ગુ.ર.નં. ૫૩/૧૪ ઇ.પી.કો. કલમ-૩૬૩, ૩૬૬ મુજબનો ગુનો દાખલ થયેલ હોય સાવરકુંડલા પો.સ્‍ટે.મા ફોન કરી જાણ કરેલ અને સદર છોકરીને તા. ૩૦/૦૮/૧૪ ના રોજ નારી સંરક્ષણ ગૃહ, ગોડદોડ રોડ, સુરત ખાતે સોંપવામાં આવેલ છે.

 

 

                                                                             Sd/-

                                                                           I/c, પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 03-09-2014