|
શ્રી સરોજ કુમારી
નાયબ પોલીસ મહાનિરીક્ષક,
પશ્ચિમ રેલ્વે,વડોદરા
ગવર્મેન્ટ રેલવે પોલીસ આપનું હાર્દિક સ્વાગત કરે છે. રેલવે પોલીસ આપની સલામતી,કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સતત સક્રિય છે.રેલવે પોલીસની તમામ કામગીરી આ મુખ્ય ઘ્યેયને દ્રષ્ટિમાં રાખીને કરવામાં આવે છે.
આપણા ગુજરાતના રેલમાર્ગમાં, રેલવે સ્ટેશનો ઉપર તથા ચાલુ ટ્રેનોમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટે,નાગરિકો નિશ્ચિંત બની રેલવેમાં મુસાફરી કરી શકે તે માટે અમારા પ્રયાસોમાં આપનો સહકાર ઇચ્છીએ છીએ.આ વેબસાઇટ રેલવે પોલીસ અને રેલવેમાં પ્રવાસ કરતા નાગરિકોને પરસ્પર નજીક લાવવાનો એક ઘનિષ્ઠ પ્રયાસ છે.
નાગરિકોને લોકશાહીમાં માહિતી મેળવવાનો અધિકાર છે.રેલવે પોલીસ વિશે જાણવા ઇચ્છુક નાગરિકોએ ઓફિસ / કચેરીમાં આવ્યા સિવાય પોતાના ઘરે કે ઓફિસમાં જ રેલવે પોલીસની માહિતી મેળવી શકે તથા પોતાની ફરિયાદ કે કોઈ મુશ્કેલી વેબસાઇટ દ્વારા જ નોંધાવી શકે તે હેતુથી આ વેબસાઇટ શરૂ કરવામાં આવી છે.
|
|