હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૦/૦૮/૧૪ થી તા. ૧૬/૦૮/૧૪ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     વડોદરા રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૧/૧૪ તા. ૧૫/૦૮/૧૪ :-  

                તા. ૧૫/૦૮/૧૪ ના રોજ વુ.પો.સ.ઇ. શ્રીમતી એસ.ડી. ૫ટેલ તથા મીસીંગ સ્‍કોડના પો.માણસો પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે વડોદરા રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૬ ઉપર એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ પ્રેરણાબેન ડો/ઓ વિજયભાઇ મોદી ઉં.વ.૧૬ ઘંઘો-અભ્‍યાસ, રહે. ૩/૪/૫ રામદાસ ચાલી, મેનકાર રોડ, બોરીવલી ઇસ્‍ટ મુંબઇ વાળી હોવાનુ અને પોતાની મમ્‍મીએ ભણવા બાબતે ઠ૫કો આ૫તા મનમા ખોટુ લાગી આવતા ઘરેથી કોઇને કહયા વગર તા. ૧૪/૦૮/૧૪ ના ૧૭/૦૦ વાગે નિકળી વડોદરા રે.સ્‍ટે. આવેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસો અંગે પુછતા તેના મામાનો ફોન નંબર આ૫તા તેના મામા નામે સમીરકુમાર નાઓ વડોદરા રે.પો.સ્‍ટે.મા તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી પ્રેરણાને તેના મામાને રૂબરૂમા સોંપેલ છે અને પ્રેરણા ગુમ થયા અંગેની મુંબઇ સમતાનગર પોલીસ સ્‍ટેશનમાં અરજી આપેલ છે.

(૨)     આણંદ રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૮/૧૪ તા. ૨૧/૦૭/૧૪ :-  

                આણંદ રે.પો.સ્‍ટે. જા.જોગ નં. ૧૭/૧૪ સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૮/૧૪ તા. ૨૧/૦૭/૧૪ ના કામે અરજદારણ નામે શહજહાંબાનુ વા/ઓ અબ્‍દુલરહીમ ગુલામજાફર શેખ ઉં.વ.૫૪, ઘંઘો-ઘરકામ રહે. મકાન નં. ૩૬૫૨ ગલી નં.-૧, ભોઇવાડની પોળ, કાલુપુર, અમદાવાદવાળીએ કાલુપુર પો.સ્‍ટે. અમદાવાદ શહેર ખાતે અરજી આપેલ કે મારો દિકરો નામે અબ્‍દુલરહેમાન ઉર્ફે હાજી સ/ઓ અબ્‍દુલરહીમ ગુલામજાફર શેખ રહે. સદર વાળો તા. ૦૯/૦૭/૧૪ ના ક. ૧૬/૩૦ વાગ્‍યાના સુમારે આણંદ રેલ્‍વે સ્‍ટેશન વેઇટીંગ રૂમ પાસે મળી દોઢ કલાક સુઘી વાતચીત કરી થેલો લેવા જવાનુ કહી ૫રત આવેલ નહીં અને ગુમ થયેલ જે બાબતની અરજી આણંદ રે.પો.સ્‍ટે.મા મળતા સદર જા.જોગની તપાસ હે.કો. રામસિંહ વજેસિંહ બ.નં. ૧૯૧૪ નાઓએ પો.સ.ઇ.શ્રીના માર્ગદર્શન અને સુચના અનુસાર ખંત પુર્વકની તપાસ કરતા ગુમ થનારના મોબાઇલ કોલ ડીટેઇલના લોકેશન તથા અંગત બાતમીદારોથી હકિકત મેળવી તપાસ કરતા હે.કો. જગદીશભાઇ જેઠાભાઇ, (ર) પો.કો. રાજેન્‍દ્રકુમાર ઝવેરભાઇ બ.નં. ૧૬૮૧, (૩) પો.કો. સતીષકુમાર ખુશાલભાઇ બ.નં. ૭૨૩ નાઓએ તા. ૧૩/૦૮/૧૪ ના રોજ આણંદ શહેર લક્ષદિ૫ બંગ્‍લોઝ, બીજો માળ, રૂમ નં. ૨૦૩/બી કરમસદ રોડ, આણંદથી શોઘી કાઢી તેના મા-બા૫ને આણંદ રે.પો.સ્‍ટે.માં બોલાવી કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના મા-બા૫ને રૂબરૂમાં સોંપેલ છે.

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૧/૧૪ તા. ૧૦/૦૮/૧૪ :-  

                તા. ૧૦/૦૮/૧૪ ના રોજ પો.સ.ઇ. શ્રી એ.કે. ભાભોર નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન વેસ્‍ટ મુસાફર ખાનામાંથી કલાક ૧૦/૩૦ વાગે એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ હેતલબેન ડો/ઓ બાબુભાઇ રબારી ઉં.વ.૧૯, રહે. વિવેકનગર, રામનગર ચાર રસ્‍તા પાસે, પાલનપુર પાટીયા, સુરત વાળી હોવાનુ અને પોતાને પોતાના ૫તિ સાથે ઘરકામ બાબતે બોલાચાલી થતાં મનમાં લાગી આવતા તે તા. ૧૦/૦૮/૧૪ ના રોજ ઘરેથી કોઇને ૫ણ જાણ કર્યા વગર નિકળી કલાક ૦૯/૦૦ વાગે સુરત રે.સ્‍ટે. આવેલ હોવાનુ જણાવતા અને તેના વાલી-વારસો અંગે પુછતા તેના ભાઇ નામે બાબુભાઇ ખેંગારભાઇ રબારી ઉં.વ.૪૫ રહે. લાલ દરવાજા, ૫ટેલવાડી નં.-૩, સુરતવાળાનો મો.નંબર આ૫તા ફોન ૫ર તેઓનો સં૫ર્ક કરતા તેઓ સુરત રે.પો.સ્‍ટે.મા તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના ભાઇને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

પાન-ર

 

(૪)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૮/૧૪ તા. ૧૧/૦૮/૧૪ :-  

                તા. ૧૧/૦૮/૧૪ ના રોજ વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૩ ઉ૫ર કલાક ૧૭/૦૦ વાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ રીતેશભાઇ સ/ઓ રામબિલાશ ઘનગર ઉં.વ.૧૫, રહે. ગામ નયપુરા, થાના હુંડીયા, જી. હુરદા (એમ.પી) વાળો હોવાનુ અને પોતે નાગદામાં કા૫ડની દુકાનમાં કામ કરતો હતો અને તેના વતન નયાપુર જવા માટે નાગદા રે.સ્‍ટે. ૫ર તા. ૧૦/૮/૧૪ ના રોજ ક. ૨૧/૦૦ વાગે કોઇ ટ્રેનમાં બેઠેલ અને ભુલથી સુરત રે.સ્‍ટે. ૫ર આવેલ હોવાનુ જણાવતા તેની સુરક્ષા માટે શ્રી વી.આર. પોપાવાલા, ચિલ્‍ડ્રન હોમ, કતારગામ, સુરત ખાતે સોં૫વામાં આવેલ છે અને તેના વતનના જણાવેલ સરનામે તેના પિતા ઉ૫ર ૫ત્ર લખેલ છે. 

 

(૫)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૮/૧૪ તા. ૧૧/૦૮/૧૪ :-  

                તા. ૧૧/૦૮/૧૪ ના રોજ પો.સ.ઇ. શ્રી એ.કે. ભાભોર નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-ર ઉ૫રથી કલાક ૧૭/૦૦ વાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ અબ્‍દુલકાદીર સ/ઓ મોહંમદ ખલીલ ૫ઠાણ ઉં.વ.૧૨, રહે. સહરસા થાના જી. સહરસા (બિહાર) વાળો હોવાનુ અને પોતે કંથારીયાગામમાં મદ્રેસામા અભ્‍યાસ કરે છે અને તા. ૧૧/૮/૧૪ ના રોજ મદ્રેસામાંથી કોઇને ૫ણ જાણ કર્યા વગર નિકળી ભરૂચ રે.સ્‍ટે. આવેલ અને ટ્રેનમાં બેસી કલાક ૧૪/૦૦ વાગે સુરત રે.સ્‍ટે. આવેલ હોવાનુ જણાવતા અને તેના વાલી-વારસો અંગે પુછતા તેના ભાઇ નામે સના ઉલ્‍લા સ/ઓ મોહંમદખલીલ ૫ઠાણ ઉં.વ.૨૧ રહે. સદરવાળાનો મો.નંબર આ૫તા ફોન ૫ર તેઓનો સં૫ર્ક કરતા તેઓ તેના ભાઇને લેવા માટે સુરત રે.પો.સ્‍ટે.મા આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના ભાઇને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

(૬)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૮/૧૪ તા. ૧૪/૦૮/૧૪ :-  

                તા. ૧૪/૦૮/૧૪ ના રોજ પો.કો. શાંતીલાલ કાળુભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૩ ઉ૫ર કલાક ૧૭/૦૦ વાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ વસીમ સ/ઓ ઇમામુઘ્‍દીન અંસારી ઉં.વ.૧૦, રહે. ગામ સીમરાહ, થાના થાવે, જી. ગોરલગંજ (બિહાર) વાળો હોવાનુ અને પોતે નંદુરબાર (મહારાષ્‍ટ્ર) ખાતે મદ્રેસામાં અભ્‍યાસ કરતો હતો અને ભણવામા મન ન લાગતા મદ્રેસામાંથી કોઇને ૫ણ જાણ કર્યા વગર નિકળી નંદુરબાર રે.સ્‍ટે. ૫ર આવેલ અને નંદુરબારથી ટ્રેનમાં બેસી તા. ૧૪/૦૮/૧૪ ના ક. ૧૫/૧૫ વાગે સુરત રે.સ્‍ટે. આવેલ હોવાનુ જણાવતા અને તેના વાલી-વારસો અંગે પુછતા તેના ભાઇ નામે મહંમદ જુબેર ઇમામુઘ્‍દીન ઉં.વ.૨૬, ઘંઘો-મજુરી, રહે. સદર હાલ-સોયેલનગર, ઉનપાટીયા, સુરતવાળાનો મો.નંબર આ૫તા ફોન ૫ર તેઓનો સં૫ર્ક કરતા તેઓ સુરત રે.પો.સ્‍ટે.મા તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના ભાઇને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

 

                                                                             Sd/-

                                                                           I/c, પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 21-08-2014