પશ્ચિમ રેલવે પોલીસ જિલ્લો મુંબઈ રાજ્ય વખતે સને ૧૯૩૩માં શરૂ કરવામાં આવેલ તે વખતે નીચે મુજબનાં પોલીસ સ્ટેશનો આઉટ પોસ્ટ સાથે હતાં.
- મુંબઈ સેન્ટ્રલ - ૧.) ગ્રાન્ટ રોડ, ર.) દાદર, ૩.) બાંદરા, ૪.) વિરાર
- વલસાડ - પાલઘર
- સુરત - ભરૂચ
- નંદુરબાર -
- વડોદરા -
- ગોધરા - ડભોઈ
- આણંદ - નડિયાદ
- અમદાવાદ -
- સાબરમતી - ધોળકા
- વીરમગામ - વઢવાણ
- મહેસાણા - ૧.) કલોલ ર.) પાલનપુર
ત્યાર બાદ તા. ૦૧/૦૧/૧૯પર માં આ પોલીસ સ્ટેશનો ઉપરાંત બીજા પોલીસ સ્ટેશનો ચાલુ કરવાની જરૂરિયાત ઊભી થતાં તે મુજબ (૧) બાંદરા (ર) ડભોઈ (૩) આબુ રોડ (૪) રાધનપુરના નવાં પોલીસ સ્ટેશનો શરૂ કરવામાં આવેલાં. તા. ૦૧/૦પ/૧૯૬૦ ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થતાં પોલીસ અધીક્ષક, પશ્ચિમ રેલવેનું મુખ્ય મથક, મુંબઈ હતું તે ખસેડી વડોદરા ખાતે લાવવામાં આવેલ અને મુંબઈ સેન્ટ્રલ, નંદુરબાર પોલીસ સ્ટેશનો તથા વલસાડ પોલીસ સ્ટેશનના પાલઘર આઉટ પોસ્ટનો વિસ્તાર ભૌગોલિક રીતે મહારાષ્ટ્ર રાજ્યમાં થતાં આ પોલીસ સ્ટેશન અને આઉટ પોસ્ટ મહારાષ્ટ્ર રેલવે પોલીસને ફાળે ગયેલા. આમ વલસાડ, સુરત, વડોદરા, ગોધરા, આણંદ, અમદાવાદ, સાબરમતી, વીરમગામ, મહેસાણા, ડભોઈ અને રાધનપુર આમ કુલ - ૧૧ રેલવે પોલીસ સ્ટેશનો ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે ગુજરાતમાં કાર્યરત હતાં.
ગુજરાત રાજ્યમાં બ્રોડગેજ, મીટરગેજ અને નેરોગેજ એમ ત્રણ રેલવે લાઇનો આવેલી છે. અને આ તમામ ભૌગોલિક રીતે જે તે વિસ્તારમાં આવી છે તે વિસ્તારમાં જે તે પોલીસ સ્ટેશનો નીચે કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને ગુનાઓ અટકાવવા માટે તેના ઉપર જરૂરિયાત મુજબ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાલ વડોદરા ખાતે પશ્ચિમ રેલવે જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.
ત્યારબાદ ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના નોટિફિકેશન નંબર જીજી/ર૯૬/ પીપીસી/૧૦૮ર/૪૧૮૮/વી, તા.૧૮/૧ર/૧૯૮પ અન્વયે સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા પ્રમાણે પશ્ચિમ રેલવે પોલીસ જિલ્લામાં કુલ - રર પોલીસ સ્ટેશનો તથા પ૬- આઉટ પોસ્ટ નક્કી કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.
(૧) વલસાડ
|
(૯) અમદાવાદ
|
(૧૭) રાજકોટ
|
(ર) સુરત
|
(૧૦) સાબરમતી
|
(૧૮) જૂનાગઢ
|
(૩) ભરૂચ
|
(૧૧) મહેસાણા
|
(૧૯) જેતલસર
|
(૪) વડોદરા
|
(૧ર) પાલનપુર
|
(ર૦) ધોળા
|
(પ) ગોધરા
|
(૧૩) રાધનપુર
|
(ર૧) ભાવનગર
|
(૬) ડભોઈ
|
(૧૪) વીરમગામ
|
(રર) સુરેન્દ્રનગર
|
(૭) આણંદ
|
(૧પ) ગાંધીધામ
|
|
(૮) નડિયાદ
|
(૧૬) જામનગર
|
|
જી.એન.એચ.ડી.ના ક્રમાંક જી.જી./ર૯૬/આરઆરસી-૧૦૮ર-૪૧૮૮-રુ તા. ૧૮/૧ર/૮પ ના અનુસંધાને પશ્ચિમ રેલવે પોલીસ જિલ્લાને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવેલ હતા.
વડોદરા વિભાગ
|
અમદાવાદ વિભાગ
|
રાજકોટ વિભાગ
|
(૧) વલસાડ રેલવે પોલીસ સ્ટેશન (અ) વાપી આઉટ પોસ્ટ (બ) બીલીમોરા આઉટ પોસ્ટ (ક) નવસારી આઉટ પોસ્ટ
|
(૧) આણંદ રેલવે પોલીસ સ્ટેશન (અ) પેટલાદ આઉટ પોસ્ટ (બ) ડાકોર આઉટ પોસ્ટ
|
(૧) રાજકોટ રેલવે પોલીસ સ્ટેશન (અ) મોરબી આઉટ પોસ્ટ (બ) વાંકાનેર આઉટ પોસ્ટ (ક) ભક્તિનગર આઉટ પોસ્ટ (ડ) ગોંડલ આઉટ પોસ્ટ
|
(ર) સુરત રેલવે પોલીસ સ્ટેશન (અ) વ્યારા આઉટ પોસ્ટ (બ) કોસંબા આઉટ પોસ્ટ
|
(ર) નડિયાદ રેલવે પોલીસ સ્ટેશન (અ) મહેમદાવાદ આઉટ પોસ્ટ
|
(ર) સુરેન્દ્રનગર રેલવે પોલીસ સ્ટેશન (અ) ધ્રાંગધ્રા આઉટ પોસ્ટ (બ) લીમડી આઉટ પોસ્ટ (ક) થાન આઉટ પોસ્ટ
|
(૩) ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન (અ) અંકલેશ્વર આઉટ પોસ્ટ (બ) જંબુસર આઉટ પોસ્ટ
|
(૩) અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશન (અ) ડભોડા આઉટ પોસ્ટ (બ) હિંમતનગર આઉટ પોસ્ટ
|
(૩) ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશન (અ) ભૂજ આઉટ પોસ્ટ (બ) અંજાર આઉટ પોસ્ટ (ક) લાકડિયા આઉટ પોસ્ટ (ડ) માળિયામિયાણા આઉટ પોસ્ટ (ઇ) આડેસર આઉટ પોસ્ટ
|
(૪) વડોદરા રેલવે પોલીસ સ્ટેશન (અ)મિયાગામ કરજણ આઉટ પોસ્ટ (બ)સમલાયા આઉટ પોસ્ટ
|
(૪) સાબરમતી રેલવે પોલીસ સ્ટેશન (અ) કાલોલ આઉટ પોસ્ટ (બ) ગાંધીનગર આઉટ પોસ્ટ (ક) ધોળકા આઉટ પોસ્ટ
|
(૪) જૂનાગઢ રેલવે પોલીસ સ્ટેશન (અ) વેરાવળ આઉટ પોસ્ટ (બ) કેશોદ આઉટ પોસ્ટ (ક) ઊના આઉટ પોસ્ટ
|
(પ) ડભોઈ રેલવે પોલીસ સ્ટેશન (અ) પ્રતાપનગર આઉટ પોસ્ટ (બ) નસવાડી આઉટ પોસ્ટ
|
(પ) વીરમગામ રેલવે પોલીસ સ્ટેશન (અ) કટોસણ આઉટ પોસ્ટ (બ) સાણંદ આઉટ પોસ્ટ
|
(પ) જેતલસર રેલવે પોલીસ સ્ટેશન (અ) ધોળાજી આઉટ પોસ્ટ (બ) અમરેલી આઉટ પોસ્ટ (ક) ધારી આઉટ પોસ્ટ (ડ) ખીજડિયા આઉટ પોસ્ટ
|
(૬) ગોધરા (અ) દાહોદ આઉટ પોસ્ટ
|
(૬) મહેસાણા રેલવે પોલીસ સ્ટેશન (અ) પાટણ આઉટ પોસ્ટ (બ) વીસનગર આઉટ પોસ્ટ
|
(૬) ભાવનગર રેલવે પોલીસ સ્ટેશન (અ) શિહોર આઉટ પોસ્ટ (બ) મહુવા આઉટ પોસ્ટ (ક) પાલિતાણા આઉટ પોસ્ટ
|
|
(૭) પાલનપુર રેલવે પોલીસ સ્ટેશન
|
(૭) ધોળા રેલવે પોલીસ સ્ટેશન (અ) બોટાદ આઉટ પોસ્ટ (બ) ઠસા આઉટ પોસ્ટ (ક) સાવરકુંડલા આઉટ પોસ્ટ
|
|
(૮) રાધનપુર રેલવે પોલીસ સ્ટેશન (અ) ભીલડી આઉટ પોસ્ટ (બ) સાંતલપુર આઉટ પોસ્ટ
|
(૮) જામનગર રેલવે પોલીસ સ્ટેશન (અ)પોરબંદર આઉટ પોસ્ટ (બ)દ્વારકા આઉટ પોસ્ટ (ક) ઓખા આઉટ પોસ્ટ (ડ) જામખંભાલિયા આઉટ પોસ્ટ (ઇ) હાપા આઉટ પોસ્ટ
|
|