હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૭/૦૭/૧૪ થી તા. ૦૨/૦૮/૧૪ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     વડોદરા રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૯/૧૪ તા. ૨૮/૦૭/૧૪ :-  

               તા. ૨૬/૦૭/૧૪ ના રોજ વડોદરા રેલ્‍વે સ્‍ટેશન ઉપર ટ્રેનમાંથી વગર ટીકીટે એક છોકરીને ટી.ટી.ઇ.એ મીસીંગ સ્‍કોડના પોલીસ માણસોને સોપતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ શેબીના ખાતુન વા/ઓ શાકીર હુસેન જાતે-શેખ ઉં.વ.૨૦ રહે. ગામ-લખનપુર, જી. યાકુત, પોસ્‍ટ-ચીકુઘારી, (ઝારખંડ) વાળી હોવાનુ જણાવેલ અને પોતાને પોતાની સાસુએ કામ બાબતે ઠપકો આપતા મનમાં ખોટુ લાગી આવતા તા. ૨૨/૦૭/૧૪ ના રોજ ક. ૦૮/૦૦ વાગે ઘરેથી કોઇને કહયા વગર નિકળી આવેલ હોવાનુ જણાવતા અને તેના વાલી-વારસો અંગે પુછતાં તેણે તેની મમ્‍મી નામે આબતારા નાઓનો મોબાઇલ નંબર આપતા તેઓનો ફોન પર સંપર્ક કરતાં તેઓ વડોદરા રે.પો.સ્‍ટે.માં તેને લેવા આવતાં કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેની મમ્‍મીને રૂબરૂમાં સોં૫વામાં આવેલ છે.

 

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૦૨/૧૪ તા. ૦૧/૦૮/૧૪ :-  

                તા. ૩૧/૦૭/૧૪ ના રોજ એએસઆઇ, કીરીટસિંહ ભુરસિંહ બ.નં. ૩૯૫ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન  પ્‍લે.નં.-૨/૩ ઉપર વચ્‍ચેના ભાગે બ્રીજના પગથીયા ઉપર કલાક ૨૨/૪૫ વાગે એક બાળક એકલો બેઠેલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ સરફરાજ સ/ઓ આસીફ જાતે-શાહુ, ઉં.વ.૯, રહે. રઘુકુળ માર્કેટ પાસે, ઝુંપડપટ્ટી, સુરતવાળો હોવાનુ અને પોતાને પોતાની માતાએ ભણવા બાબતે ઠપકો આપતા ઘરેથી કોઇને પણ જાણ કર્યા વિના નિકળી ગયેલાનુ જણાવતા જણાવેલ સરનામે જઇ તેની માતા નામે શબાનાબીબી વા/ઓ આસીફભાઇ જાતે-શાહુ નાઓની તપાસ કરતા મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેની માતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

(૩)           પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ રેલ્‍વે વડોદરા નાઓની કચેરીની રીડર શાખામાં ફરજ બજાવતા એ.એસ.આઇ. ભાઇલાલભાઇ વિઠ્ઠલભાઇ બ.નં. ૭૨૪ નાઓએ માનનીય મુખ્‍ય મંત્રીશ્રી નાઓના મહિલા સશકિત કરણ જાગૃતિ અભિયાન અન્‍વયે તા. ૦૧/૦૮/૧૪ થી તા. ૧૫/૦૮/૧૪ સુધી આપેલ કાર્યક્રમ અનુસંધાને તા. ૦૨/૦૮/૧૪ ના રોજ પોતાના માતૃશ્રીની પાંચમી પુણ્‍યતીથીના દિવસે નારી સુરક્ષા ગૃહ, નિઝામપુરા, વડોદરા ખાતે સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટશ્રીનો સંપર્ક કરી તેઓના માર્ગદર્શન અનુસાર ''સદભાવના અર્થે '' નારી સુરક્ષા ગૃહમાં રહેતી ૭૫ મહિલાઓ/ બાળકીઓને ટુથ બ્રશ, કોલગેટની ટયુબ, ડેટોલ સાબુ તથા શેમ્‍પુ લાવી કીટ બનાવી આ૫વામાં આવેલ તથા નારી સુરક્ષા ગૃહમા રહેતી બાળકીઓ પૈકી બે બાળકીઓને ડોકટરશ્રીએ બહારથી લખી આપેલ દવા લાવીને આપવાની સારી કામગીરી કરેલ છે.

 

 

                                                                             Sd/-

                                                                        પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 05-08-2014