હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૩/૦૭/૧૪ થી તા. ૧૯/૦૭/૧૪ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૫/૧૪ તા. ૧૪/૦૭/૧૪ :-  

                તા. ૧૪/૦૭/૧૪ ના રોજ પો.સ.ઇ. શ્રી એ.કે. ભાભોર નાઓને સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉ૫ર બેસવાના બાકડા ઉ૫ર કલાક ૦૮/૧૫ વાગે એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ આરતી ડો/ઓ સીયારામ ગૌડ ઉં.વ.૧૮, ધંધો-ઘરકામ, રહે. બડીબોગી ધુરપુર તા. વુરછના જી. અલ્‍હાબાદ (યુ.પી.) વાળી હોવાનુ અને પોતાને પોતાની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા પોતાની દાદીને માસીના ઘરે જાઉ છુ તેમ જણાવી ઘરેથી નિકળી સુરત રેલ્‍વે સ્‍ટેશન આવેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસો અંગે પુછતાં પિતા સીયારામ નાઓનો મોબાઇલ નંબર આપતા મોબાઇલ ઉપર સંપર્ક કરતા તેના પિતા તેને લેવા સુરત રે.પો.સ્‍ટે.મા આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના પિતાને રૂબરૂમાં સોપવામાં આવેલ છે.

 (૨)    સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૭/૧૪ તા. ૦૯/૦૭/૧૪ :-  

                તા. ૦૯/૦૭/૧૪ ના રોજ મીસીંગ સ્‍કોડના વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે એક સ્‍ત્રી સુનિતા વા/ઓ ભરતભાઇ નિસાદ નાઓએ જણાવેલ કે અમો પતિ-પત્‍ની તથા દિકરી લલીતા ઉં.વ.૧૫ તથા પુત્ર શ્‍યામ ઉં.વ.૪ એ રીતેના દુર્ગ રેલ્‍વે સ્‍ટેશનથી વાપી જવા સુરત રેલ્‍વે સ્‍ટેશન હાવડા પોરબંદર ટ્રેનમા આવેલા અને સુરત રે.સ્‍ટે. પ્‍લે.નં.-ર ઉ૫રથી બાન્‍દ્રા તરફ જતી ટ્રેનમાં હું મારી પુત્રી લલીતા તથા પુત્ર શ્‍યામ ટ્રેનમા બેસી ગયેલા અને મારા પતિ સુરત રે.સ્‍ટે.ઉપર રહી ગયેલા ટ્રેન વાપી ઉભી રહેતી ન હોય તેમ પેસેન્‍જરોએ જણાવતા હું વલસાડ રે.સ્‍ટે. ઉતરી ગયેલ અને મારી પુત્રી લલીતા તથા પુત્ર શ્‍યામ ટ્રેનમા જતા રહેલ છે તેમ જણાવેલ જેથી પો.ઇન્‍સ.શ્રીએ વુ.એએસઆઇ, જયાબેન તથા પો.કો. રમેશભાઇને મુંબઇ સેન્‍ટ્રલ બોરીવલી રેલ્‍વે સ્‍ટેશનોએ જઇ તપાસ કરાવતા તેઓની ભિવંડી નારી ગૃહમા પાલઘર પોલીસે મોકલેલાની હકિકત જણાવતા અને તા. ૧૨/૦૭/૧૪ તથા ૧૩/૦૭/૧૪ ના રોજ રજા હોય બાળકોનો કબજો મળી શકે તેમ ન હોય પરત આવી બાળકોની માતા સુનીતાબેનને સાથે લઇ ભીવંડી નારી સંરક્ષણગૃહ પાલઘર પો.સ્‍ટે.મા જઇ બન્‍ને બાળકો તેઓની માતાને સોંપવામાં આવેલ છે.

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૩/૧૪ તા. ૧૭/૦૭/૧૪ :-  

                તા. ૧૭/૦૭/૧૪ ના રોજ મીસીંગ સ્‍કોડના પો.સ.ઇ.શ્રી એ.કે. ભાભોર તથા પોલીસ માણસો સુરત રેલ્‍વે સ્‍ટેશન ઉપર હાજર હતા ત્‍યારે એક ઇસમ નામે શિવમુરત સ/ઓ રામધારી જાતે-યાદવ રહે. અંકલેશ્વર,રઘુવીરનગર નાએ જણાવેલ કે પોતાનો છોકરો નામે સમરનાથ સ/ઓ શિવમુરત યાદવ ઉં.વ.૨૨, રહે. ઉપર મુજબ વાળો અસ્‍થિર મગજને કારણે સુરત રેલ્‍વે સ્‍ટેશનેથી તાપ્‍તી-ગંગા ટ્રેનમાંથી કયાંક જતો રહેલ છે તેમ જણાવતા તેને સાથે રાખી સુરત રેલ્‍વે સ્‍ટેશન વિસ્‍તારમા તપાસ કરતા સુરત રેલ્‍વે ગોદીમાંથી સદરી છોકરો મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના પિતાને રૂબરૂમાં સોં૫વામાં આવેલ છે.

પાન-ર

 

(૪)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૦૨/૧૪ તા. ૧૭/૦૭/૧૪ :-  

                તા. ૧૬/૦૭/૧૪ ના રોજ મીસીંગ સ્‍કોડના પો.સ.ઇ.શ્રી એ.કે. ભાભોર નાઓને સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૪ ઉ૫ર કલાક ૨૩/૦૦ વાગે ફલાઇંગરાણી એકસ. ટ્રેનના સમયે બેસવાના બાંકડા ઉપર એક છોકરી એકલી બેઠેલી જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ રાનીકુમારી ડો/ઓ રાજકુમાર ચૌધરી, ઉં.વ.૧૭, રહે. ગામ ડુંગરીયા, બીસનપુર જી. કટીહાર થાના મનસારી બિહાર હાલ-અંકલેશ્વર સોનમ સોસાયટી, જી. ભરૂચ વાળી હોવાનુ અને પોતાને પોતાની કાકી સાથે ઘરકામ બાબતે બોલાચાલી થતા તે ઘરેથી તા. ૧૬/૭/૧૪ ના રોજ નિકળી સુરત રે.સ્‍ટે. બિહાર તેના મુળ વતન જવા આવેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસો અંગે પુછતાં તેના કાકા નામે દિલીપભાઇ જગદીશભાઇ ચૌધરી રહે. સોનમ સોસાયટી અંકલેશ્વર નાઓનો મોબાઇલ નંબર આપતા મોબાઇલ ઉપર સંપર્ક કરતા તેના કાકા તેને લેવા સુરત રે.પો.સ્‍ટે.મા આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના કાકાને રૂબરૂમાં સોપવામાં આવેલ છે.

(૫)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૫/૧૪ તા. ૧૬/૦૭/૧૪ :-  

                તા. ૧૬/૦૭/૧૪ ના રોજ મીસીંગ સ્‍કોડના વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓને સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-ર ઉપર કલાક ૧૦/૩૦ વાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ અમન સ/ઓ પ્રેમચંદ્ર ચમાર ઉં.વ.૧૨, રહે. ગામ જાટમ ગોટીયા થાના ફરીદાપુર તા. જલાલાબાદ જી. સજાનપુર (યુ.પી.) વાળો હોવાનુ અને તે તેના પિતા પંજાબમાં મજુરી કામ કરે છે અને તેના પિતા સાથે રહેતો હતો અને તે તેના પિતા પાસેથી કોઇને પણ જાણ કર્યા વગર મુળ વતન જવા નિકળેલ પરંતુ ભુલથી સુરત રે.સ્‍ટે. આવેલ હોવાનુ જણાવતા અને તેના વતનમાં તાલુકા પોલીસ સ્‍ટેશન જલાલબાદનો નેટ ઉપરથી ટેલીફોન નંબર મેળવી ફોન પર સંપર્ક કરતા જલાલાબાદ પોલીસ તેના જણાવેલ સરનામે જઇ જાણ કરેલ અને તેના પિતા પ્રેમચંદને પંજાબખાતે તેના ઘરેથી ફોન ઉપર જાણ કરતા તેઓ તા. ૧૯/૦૭/૧૪ ના રોજ સુરત રે.પો.સ્‍ટે.માં તેને લેવા આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના પિતાને રૂબરૂમા સોં૫વામાં આવેલ છે. 

(૬)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૫/૧૪ તા. ૧૯/૦૭/૧૪ :-  

                તા. ૧૯/૦૭/૧૪ ના રોજ પો.કો. રમેશભાઇ સુકાજી નાઓને સુરત રેલ્‍વે સ્‍ટેશન વેસ્‍ટ મુસાફર ખાનામાં કલાક ૧૮/૦૦ વાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ સતીષકુમાર સ/ઓ કેલુપ્રસાદ મુસાહર, ઉં.વ.૧૫, રહે. હુરીહુન થાના આલમનગર જી. મદયપુર બિહાર વાળો હોવાનુ અને તે આશરે ૧૫ દિવસ પહેલા જણાવેલ સરનામેથી ઘરે કોઇને પણ જાણ કર્યા વગર ગામના મિત્ર સાથે ફરવા માટે ગુજરાત આવેલ અને સુરત શહેરમા ભુલો પડી ગયેલ અને   તા. ૧૯/૦૭/૧૪ ના રોજ સુરત રેલ્‍વે સ્‍ટેશન આવેલ હોવાનુ જણાવતા તેના વતનમાં તાલુકા પોલીસ સ્‍ટેશન આલમનગર પો.સ્‍ટે.નો નેટ ઉપરથી ટેલીફોન નંબર મેળવી જાણ કરતા તેના ઘરે જાણ કરવાની ખાત્રી આપતા બાળકને સુરક્ષા અર્થે શ્રી વી.આર.પોપાવાલા ચિલ્‍ડ્રન હોમ કતારગામ સુરત ખાતે સોંપવામાં આવેલ છે. 

 

 

પાન-૩

(૭)     ગોધરા રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૦૯/૧૪ તા. ૧૮/૦૭/૧૪ :-  

                તા. ૧૭-૧૮/૦૭/૧૪ ના રોજ હે.કો. ભગાભાઇ લખાભાઇ બ.નં. ૧૪૧૫ નાઓ પોતાની ફરજ ઉપર હતા તે દરમ્‍યાન રાજકોટ રે.પો.સ્‍ટે.થી ફોન આવેલ અને જણાવેલ કે, એક છોકરી મંદ બુદ્ધીની જબલપુર એકસ. ટ્રેનના કોચ નં. એસ/૪ માં મુસાફરી કરે છે જેને ઉતારી લેવી અને મળી આવે તો અત્રે જાણ કરવી તેવી હકિકત જણાવતા સદર ટ્રેનના સમયે હાજર રહી ટ્રેન આવતા કોચ નં. એસ/૪ ઉપર પહોંચી તપાસ કરતા છોકરી મળી આવતા આ બાબતે રાજકોટ રે.પો.સ્‍ટે. જાણ કરતા છોકરીના વાલી-વારસોને જાણ કરતા છોકરીના ભાઇ નામે પ્રતિકભાઇ અરૂણભાઇ જાતે-સંઘવી ઉં.વ.૨૫, ધંધો-છુટક કામનો રહે. ૭૨૦ ભોજરાજપરા ભવાની પ્રોવીજન સ્‍ટોરની બાજુમા ગોંડલ તા. ગોંડલ જી. રાજકોટ નાઓ આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના ભાઇને રૂબરૂમાં સોપવામાં આવેલ છે. 

 

 

                                                                                                        Sd/-

                                                                        પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 22-07-2014