હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૬/૦૭/૧૪ થી તા. ૧૨/૦૭/૧૪ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     વલસાડ રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૦૩/૧૪ તા. ૧૨/૦૭/૧૪ :-  

                તા. ૧૨/૦૭/૧૪ ના રોજ વલસાડ રે.પો.સ્‍ટે.ના હે.કો. મહેબુબઅલી રજાકભાઇ નાઓને વલસાડ રેલ્‍વે સ્‍ટેશને ગુજરાત-કવીન ટ્રેન પ્‍લે.નં.-૧ ઉપર આવી ઉભી રહેતા દરમ્‍યાન એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ રાઘીકારાણી ડો/ઓ હીરાલાલ પ્રસાદ, ઉં.વ.૧૯, રહે. ગામ ભુપગઢ (જોત) તા. ગોબાજી, ગોરખપુર, ઉત્‍તરપ્રદેશ વાળી હોવાનુ અને પોતે પોતાના વતનથી ભુલથી ટ્રેનમાં આવી ગયેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસો અંગે પુછતા તેણે તેના વાલી વારસોનો ફોન આપતા તેના વાલી-વારસોને ફોન પર જાણ કરવામાં આવેલ છે. તેણીની સુરક્ષા માટે વાલી-વારસો આવે ત્‍યાં સુધી નારી સંરક્ષણ ગૃહ ચિખલી ખાતે સોં૫વામા આવેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૦/૧૪ તા. ૦૬/૦૭/૧૪ :-  

                તા. ૦૬/૦૭/૧૪ ના રોજ મીસીંગ સ્‍કોડના વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓને સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉ૫ર સીડીની બાજુમાંથી કલાક ૧૨/૦૦ વાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ મીથુન ઉર્ફે પ્રભાત સ/ઓ જંગલી પ્રસાદ ઉં.વ.૧૪, રહે. ગામ કટુલીયા થાના રતીયા, જી. બહેરાઇ (યુ.પી.) વાળો હોવાનુ અને પોતાના પાડોશી નિયાઝ ઇદાઇતખાન જાતે-ખાન રહે. સદરવાળા સાથે ગુજરાતમાં અંકલેશ્વર આશરે ૧૦ દિવસ ૫હેલા ફરવા આવેલ અને તા. ૦૬/૦૭/૧૪ ના રોજ અંકલેશ્વરથી નિયાઝના ઘરેથી કોઇને ૫ણ કહયા વગર નિકળી સુરત રેલ્‍વે સ્‍ટેશન આવેલ હોવાનુ જણાવતા તેના વાલી વારસો અંગે પુછતા તેને નિયાઝનો મોબાઇલ નંબર આ૫તા ફોન ૫ર સં૫ર્ક કરતા તા. ૦૬/૦૭/૧૪ ના રોજ નિયાઝનો પુત્ર પ્રવીજ સુરત રે.પો.સ્‍ટે.માં લેવા આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો પ્રવીજને રૂબરૂમા સોં૫વામાં આવેલ છે.

 (૩)    સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૩/૧૪ તા. ૦૮/૦૭/૧૪ :-  

                તા. ૦૮/૦૭/૧૪ ના રોજ મીસીંગ સ્‍કોડના પો.સ.ઇ. શ્રી એ.કે. ભાભોર નાઓને સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉ૫ર કલાક ૧૧/૧૫ વાગે બે છોકરા એકલા જોવામાં આવતા તેમની પુછપરછ કરતાં તેમણે તેમના નામ (૧) નરેશ સ/ઓ શનાભાઇ વઢેરા ઉં.વ.૧૧ તથા(ર) શંકર સ/ઓ શનાભાઇ વઢેરા ઉં.વ.૯ બન્‍ને રહે. ગામ દયાળકાકરા તા.જી. ગોઘરા વાળા હોવાનુ અને પોતે બન્‍ને ભાઇઓએ ઘરે કોઇને ૫ણ કહયા વગર નિકળી ટ્રેનમાં બેસી સુરત રેલ્‍વે સ્‍ટેશન આવેલ હોવાનુ જણાવતા  તેમના વાલી-વારસો અંગે પુછતાં સરનામુ આપતા તેઓએ જણાવેલ સરનામે ૫ત્ર લખી જાણ કરેલ છે, તેઓના માતા-પિતા તેમને લેવા આવે ત્‍યાં સુઘી સુરક્ષા અર્થે બન્‍ને છોકરાઓને શ્રી વી.આર. પોપાવાલા ચિલ્‍ડ્રન હોમ, કતારગામ, સુરત ખાતે સોં૫વામાં આવેલ છે.

 

 

 

પાન-ર

 

(૪)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૩/૧૪ તા. ૦૮/૦૭/૧૪ :-  

                તા. ૦૮/૦૭/૧૪ ના રોજ મીસીંગ સ્‍કોડના પો.કો. રમેશભાઇ સુકાજી નાઓને સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૨ ઉ૫ર કલાક ૧૨/૦૦ વાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ રોશન સ/ઓ અર્જુન જાતે-દેવીપુજક, ઉં.વ.૧૨, રહે. ગામ નિકોલ, હનુમાન મંદિર પાસે, કેનાલ૫ર ફુટપાથ ઉ૫ર વાળો હોવાનુ અને પોતે ફુટપાથ ઉ૫ર પિતાની સાથે રહે છે ભણવા જતો નથી પિતા મજુરી કામ કરે છે અવાર-નવાર ઘરેથી નિકળી જતો હોવાનુ જણાવતા શ્રી વી.આર. પોપાવાલા ચિલ્‍ડ્રન હોમ, કતારગામ, સુરત ખાતે સુરક્ષા માટે મુકવામાં આવેલ છે અને તેને અમદાવાદ ચિલ્‍ડ્રન હોમ ખાતે તબદીલ કરવાની તજવીજ કરવામાં આવેલ છે.

(૫)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૪/૧૪ તા. ૧૦/૦૭/૧૪ :-  

                તા. ૧૦/૦૭/૧૪ ના રોજ મીસીંગ સ્‍કોડના વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓને સુરત રેલ્‍વે સ્‍ટેશન વેસ્‍ટ મુસાફર ખાનામાં કલાક ૦૯/૦૦ વાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ રાહુલ સ/ઓ સંતોષ જાતે-પાસવાન, ઉં.વ.૧૨, ઘંઘો-અભ્‍યાસ, રહે. વિશ્વાસઘામ, ગીતાનગર સોસા.-ર, પાંડેસરા, સુરત વાળો હોવાનુ અને પોતે સુરત શહેરમાં ફરી માંગીને ખાતો હોવાનુ જણાવતા જણાવેલ સરનામે જઇ તેના પિતા સંતોષ વિશ્વાસ પાસવાનને મળી કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના પિતાને રૂબરૂમા સોં૫વામાં આવેલ છે. 

(૬)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૯/૧૪ તા. ૧૦/૦૭/૧૪ :-  

                તા. ૧૦/૦૭/૧૪ ના રોજ મીસીંગ સ્‍કોડના પો.સ.ઇ.શ્રી એ.કે. ભાભોર નાઓને સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉ૫ર કલાક ૧૨/૪૫ વાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ પ્રેમ સ/ઓ રાજા જાતે-તેલુંગુ, ઉં.વ.૧૨, રહે. હાલ-નવસારી ચિલ્‍ડ્રન હોમ, તા.જી. નવસારી વાળો હોવાનુ અને તા. ૧૦/૦૭/૧૪ ના રોજ નવસારી ચિલ્‍ડ્રન હોમમાંથી સ્‍કુલમા જવા નિકળેલ અને કોઇને ૫ણ જાણ કર્યા વગર સ્‍કુલે ગયેલ નહી અને નવસારી સ્‍ટેશનેથી ટ્રેનમાં બેસી સુરત રેલ્‍વે સ્‍ટેશને આવેલ હોવાનુ જણાવતા નવસારી સ્‍પે. જુવેનાઇલ અઘિકારી જયેન્‍દ્રસીંગ એન. ઠાકોર નાઓના મોબાઇલ ઉ૫ર જાણ કરતા નવસારી ચિલ્‍ડ્રન હોમના કર્મચારી મુકેશભાઇ વજુભાઇ મુનિયા સુરત રે.પો.સ્‍ટે.માં આવતા અને ચિલ્‍ડ્રન હોમના લેટરપેડ ઉ૫ર લેખિત રીપોર્ટ આ૫તા કાયદેસર કાર્યવાહી કરી છોકરો ચિલ્‍ડ્રન હોમના કર્મચારીને રૂબરૂમા સોં૫વામાં આવેલ છે. 

 

 

 


પાન-૩

(૭)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૯/૧૪ તા. ૧૧/૦૭/૧૪ :-  

                તા. ૧૧/૦૭/૧૪ ના રોજ મીસીંગ સ્‍કોડના પો.કો. શાંતીલાલ કાળુભાઇ નાઓને સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૨ ઉ૫ર કલાક ૧૬/૦૫ વાગે બે છોકરા એકલા જોવામાં આવતા તેઓની પુછપરછ કરતાં તેમણે તેમના નામ (૧) રાજકુમાર સ/ઓ દશરથ જાતે-ચોહાણ, ઉં.વ.૧૩, રહે. મુળ ગામ મહરાજ જગલ, થાના મેસકોર, જી. તવાડા બિહાર તથા (ર) લલ્‍લુભાઇ જીવલાલ ચોહાણ, ઉં.વ.૧૨, રહે. મુળ ગામ ત્રિલોકી ચાલ, થાના નેલકૃપા બિહાર નાઓ બન્‍ને મસીયાઇ ભાઇ હોવાનુ અને પોતાના વતનથી કોઇને ૫ણ જાણ કર્યા વગર તા. ૦૯/૦૭/૧૪ ના રોજ ઘરેથી નિકળી ટ્રેન ઘ્‍વારા તા. ૧૦/૦૭/૧૪ ના કલાક ૧૮/૦૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશને આવેલા હોવાનુ અને સુરત ખાતે તેમની માસી નામે કૌશલ્‍યા દેવી વા/ઓ સનીચર ચૌહાણ ઉં.વ.૪૫, ઘંધો-મજુરી, રહે. લંબે હનુમાન રોડ, પાટીચાલ ઝુંપડપટ્ટી, સુરત મુળ મહારાજગલ બિહારનુ સરનામુ આપતા તેઓને પો.સ્‍ટે.મા બોલાવી કાયદેસર કાર્યવાહી કરી બન્‍ને છોકરાઓ તેની માસીને રૂબરૂમા સોપવામાં આવેલ છે.

(૮)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૫/૧૪ તા. ૧૧/૦૭/૧૪ :-  

                તા. ૧૧/૦૭/૧૪ ના રોજ મીસીંગ સ્‍કોડના પો.સ.ઇ.શ્રી એ.કે. ભાભોર નાઓને સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ બાંકડા ઉપર કલાક ૧૭/૦૦ વાગે બે નાના છોકરા એકલો જોવામાં આવતા તેઓની પુછપરછ કરતાં તેમણે બન્‍ને ભાઇઓ હોવાનુ જણાવેલ જેમા (૧) બિસ્‍મીલ્‍લાખાન કુરબાનઅલી જાતે-શેખ, ઉં.વ.૧૦, રહે. હાલ-પાલનપુર પાટીયા, સુરત મુળ રહે. કાસવા કપુરપટ્ટી, થાના શિકારગંજ, બિહાર (ર) હસન સ/ઓ કુરબાનઅલી ઉં.વ.૮ રહે. અ.નં.-૧ મુજબના હોવાનુ અને તેઓ બન્‍ને પોતાના ઘરેથી કોઇને પણ જાણ કર્યા વગર મુળ વતનના ગામે જવા માટે સુરત રેલ્‍વે સ્‍ટેશને આવેલ હોવાનુ જણાવતા તેઓના માતા-પિતાને જાણ કરતા તેઓ તેમને લેવા આવે ત્‍યાં સુધી સંભાળ માટે બન્‍ને છોકરાઓને શ્રી વી.આર. પોપાવાલા ચિલ્‍ડ્રન હોમ, કતારગામ, સુરત ખાતે સુરક્ષા માટે મુકવામાં આવેલ છે.

 

 

                                                                                                        Sd/-

                                                                        પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 28-07-2014