૫શ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૯/૦૬/૧૪ થી તા. ૦૫/૦૭/૧૪ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૦૨/૧૪ તા. ૩૦/૦૬/૧૪ :-
તા. ૨૯/૦૬/૧૪ ના રોજ પો.કો. રમેશભાઇ શુકાજી બ.નં. ૫૧૭ નાઓને સુરત રેલ્વે સ્ટેશન વેસ્ટ મુસાફર ખાનામાં કલાક ૨૩/૩૦ વાગે એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ ખેરુનિશા ડો/ઓ મહમદભાઇ જાતે-શેખ ઉં.વ.૨૪, ઘંઘો-ઘરકામ, રહે. ૯ મદની સોસાયટી, કોઝવે રોડ, રાંદેર રોડ સુરત વાળી હોવાનુ અને પોતે તા. ૨૮/૦૬/૧૪ ના રોજ સુરત સીવીલ હોસ્પીટલમાંથી અસ્થીર મગજના વોર્ડમાંથી ભાગી આવેલ અને સુરત શહેરમા ફરતી ફરતી તા. ૨૯/૦૬/૧૪ ના ક. ૨૦/૩૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન આવેલ હોવાનુ જણાવતા અને વાલી-વારસો અંગે પુછતા તેણે તેના ઘરનુ સરનામુ આ૫તા સુરત રેલ્વે પોલીસ તેના સરનામે જઇ તપાસ કરતા છોકરીના પિતા નામે શબ્બીરભાઇ મહમદભાઇ શેખ ઉં.વ.૬૨, ઘંઘો-શેરબજાર રહે. સદર વાળાએ તેમની છોકરીને ઓળખી બતાવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના પિતાને રૂબરૂ સોં૫વામા આવેલ છે.
(૨) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૩૧/૧૪ તા. ૦૧/૦૭/૧૪ :-
તા. ૦૧/૦૭/૧૪ ના રોજ પો.કો. રમેશભાઇ શુકાજી બ.નં. ૫૧૭ નાઓને સુરત રેલ્વે સ્ટેશન ઉ૫રથી કલાક ૨૧/૦૦ વાગે એક મહિલા એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ રીના ડો/ઓ ત્રિનાથ જાતે-પાન્ડા, ઉં.વ.૪૨, ઘંઘો-ઘરકામ, રહે. નિલકંઠ એપાર્ટમેન્ટ એ/૧૦૪ આનંદ મહલ રોડ, સુરત વાળી હોવાનુ અને પોતે તા. ૦૧/૦૭/૧૪ ના રોજ પોતાના ઘરેથી કોઇને ૫ણ જાણ કર્યા વગર નિકળી આવેલ અને પોતાને એક મહિનાથી મગજની બિમારી હોય તેની ઓરીસ્સામા દવા ચાલતી હતી અને બે-ત્રણ દિવસ ૫હેલા સુરત આવેલી હોવાનુ જણાવતા અને વાલી-વારસો અંગે પુછતા તેણે તેના ઘરનુ સરનામુ આ૫તા સુરત રેલ્વે પોલીસ મીસીંગ સ્કોડના પોલીસ માણસો તેના સરનામે જઇ તપાસ કરતા મહિલાના ભાઇ નામે નરેન્દ્ર ત્રિનાથ પાન્ડા ઉં.વ.૩૦, ઘંઘો-નોંકરી રહે. સદર વાળાએ તેમની બહેનને ઓળખી બતાવતા કાયદેસર કાર્યવાહી કરી મહિલાને તેના ભાઇને રૂબરૂ સોં૫વામા આવેલ છે.
(૩) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૩૦/૧૪ તા. ૦૧/૦૭/૧૪ :-
તા. ૦૧/૦૭/૧૪ ના રોજ મીસીંગ સ્કોડના પો.સ.ઇ. શ્રી એ.કે. ભાભોર નાઓને સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૧ ઉ૫ર કલાક ૨૦/૦૦ વાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ નિરંજન સ/ઓ ગોરખ જાતે-જયસ્વાલ ઉં.વ.૬, ઘંઘો-અભ્યાસ, રહે. વાપી કોલીવાડ તા.વાપી, જી. વલસાડ વાળો હોવાનુ અને પોતે ઘરની બાજુમા મંદિરમાં રમતો હતો અને રમતા રમતા નિકળી આવેલ હોવાનુ જણાવતા, વાપી ટાઉન પો.સ્ટે.માં જાણ કરતા વાપી ટાઉન પોલીસે તેના પિતા નામે ગોરખ મુન્નીરામ જયસ્વલ રહે. સદર વાળાને જાણ કરતા તેના પિતા તા. ૦૩/૦૭/૧૪ ના રોજ સુરત રે.પો.સ્ટે.માં લેવા આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના પિતાને રૂબરૂમા સોં૫વામાં આવેલ છે.
પાન-ર
(૪) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૩૯/૧૪ તા. ૦૪/૦૭/૧૪ :-
તા. ૦૪/૦૭/૧૪ ના રોજ મીસીંગ સ્કોડના વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓને સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૧ ઉ૫ર કલાક ૧૨/૧૦ વાગે એક મહિલા એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ રીનાબેન વા/ઓ પ્રકાશભાઇ જાતે-ઘોબી ઉં.વ.૨૫, ઘંઘો-ઘરકામ, રહે. મણીપુષ્પનગર સોસાયટી, સાયણ તા. ઓલપાડ, જી. સુરત મુળ-સિમોલા તા. ખેરાગઢ, જી. રાજનગર (છત્તીસગઢ) વાળી હોવાનુ અને પોતાને પોતાની માતા સાથે ઘરકામ બાબતે બોલાચાલી થતા તા. ૦૪/૦૭/૧૪ ના રોજ ઘરેથી કોઇને ૫ણ જાણ કર્યા વગર કલાક ૦૯/૩૦ વાગે નિકળી સુરત રેલ્વે સ્ટેશન આવેલ હોવાનુ જણાવતા તેના વાલી વારસો અંગે પુછતા તેને તેના પિતા નામે ઘનેશભાઇ સેવકરામ ઘોબી ઉં.વ.૪૫, રહે. સદર વાળાનો મો.નં. આ૫તા ફોન ૫ર તેઓનો સં૫ર્ક કરતા તેના પિતા તા. ૦૪/૦૭/૧૪ ના રોજ સુરત રે.પો.સ્ટે.માં લેવા આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના પિતાને રૂબરૂમા સોં૫વામાં આવેલ છે.
(૫) નડીયાદ રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૩/૧૪ તા. ૦૧/૦૭/૧૪ :-
તા. ૦૧/૦૭/૧૪ ના રોજ વુ.હે.કો. મીનાક્ષીબેન દિ૫કભાઇ નાઓને નડીયાદ રેલ્વે સ્ટેશન ૫ર એક વૃઘ્ઘ મહિલા એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણીએ તેનુ નામ દોલતબેન રણછોડભાઇ મહિડા ઉં.વ.૭૭, રહે. છત્રાલ, તા. ડભોઇ, જી. વડોદરા વાળી હોવાનુ અને પોતે ખંભોળજ આર્યુવેદીક દવાખાનામાં સારવાર હેઠળ હતી તે દરમ્યાન દવાખાનામાંથી કંટાળી કોઇને ૫ણ જાણ કર્યા વગર નડીયાદ રેલ્વે સ્ટેશને આવેલ હોવાનુ જણાવતા અને તેના વાલી-વારસો અંગે પુછતાં તેણે તેના પુત્ર નામે સુખદેવભાઇ અને વહું નામે રેણુકાબેન છત્રાલ તા. ડભોઇ, જી. વડોદરાના સરનામે રહે છે તેમ જણાવતા છોકરાની વહું નામે રેણુકાબેન વા/ઓ સુખદેવભાઇ નાઓને જાણ કરતા તેઓ નડીયાદ રે.પો.સ્ટે.માં લેવા આવતા કાયદેસર કાર્યવાહી કરી દોલતબેનને તેના છોકરાની વહુંને રૂબરૂમા સોં૫વામાં આવેલ છે.
Sd/-
પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.
|