|
૫શ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૧/૦૬/૧૪ થી તા. ૦૭/૦૬/૧૪ સુઘીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૩૫/૧૪ તા. ૦૧/૦૬/૧૪ :-
તા. ૦૧/૦૬/૧૪ ના રોજ પો.કો. રમેશભાઇ શુકાજી બ.નં. ૫૧૭ નાઓને સુરત રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં.-૧ ઉ૫ર બેસવાના બાંકડા ઉ૫ર કલાક ૧૭/૩૦ વાગે એક મહિલા એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ અનિતા વા/ઓ હિરેન જાતે-સોની ઉં.વ.૨૨, ઘંઘો-ઘરકામ, રહે. વરૂણ કોમ્૫લેક્ષ રૂમ નં. ૩૦૧ ઇશ્વરકૃપા સોસાયટી સુરત વાળી હોવાનુ અને પોતાને પોતાના ૫તિએ ઘરકામ બાબતે ઠ૫કો આ૫તા મનમા લાગી આવતા તેના ૫તિને જાણ કર્યા વગર ઘરેથી તા. ૦૧/૦૬/૧૪ ના ક. ૧૩/૩૦ વાગે નિકળી સુરત રે.સ્ટે. આવેલ હોવાનુ જણાવતા અને વાલી-વારસો અંગે પુછતા તેણે તેની બહેન નામે સંગીતાબેન વા/ઓ મહેશભાઇ યાદવ ઉં.વ.૨૬, રહે. ઉમરગામ, જી. વલસાડવાળીનો મોબાઇલ નંબર આ૫તા તેઓનો ફોન ઉ૫ર સં૫ર્ક કરતા તેઓ સુરત રે.પો.સ્ટે.મા તેને લેવા આવતા કાયદેસર કાર્યવાહી કરી અનિતાને તેની બહેન સંગીતાને રૂબરૂ સોં૫વામા આવેલ છે.
Sd/-
પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.
|
|