૫શ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૭/૦૪/૧૪ થી તા. ૦૩/૦૫/૧૪ સુઘીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) ગોધરા રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૦/૧૪ તા. ૦૩/૦૫/૧૪ :-
તા. ૦૨/૦૫/૧૪ ના રોજ પો.સ.ઇ.શ્રી ગોઘરા રે.પો.સ્ટે. નાઓને પી.એન્ડ ટી. ટેલીફોન ઉ૫ર કોતવાલીનગરના પો.કો. સંદીપકુમાર રહેતુસીંગ બ.નં. ૮૮૬ થાના કોતવાલીનગર, પટન બજાર ચોકી, લખીબાગ, દહેરાદુન નાઓએ પોતાના મો.નં. ૦૯૬૨૭૫૧૦૮૨૭ ઉપરથી તા. ૦૨/૦૫/૧૪ ના રોજ જણાવેલ કે, શ્રીમતી હરપ્રિતકૌર વા/ઓ તેજેન્દ્રપાલસીંગ જાતે-સીંગ, ઉં.વ.૪૨, ધંધો-નોંકરી, રહે. ૨૯૫/૪ શિવાની લંકવેલ, રેસકોર્સ દહેરાદુન, ઉતરાંચલ મો.નં. ૯૧૧૨૦૦૫૭૯૨ નો છોકરો નામે ગુરૂમાનસીંગ ઉં.વ.૧૪ નો તા. ૦૧/૦૫/૧૪ ના રોજ ઘરેથી કોઇને કહયા વગર નિકળી ગયેલ છે જે ગુમ થયા અંગે કોતવાલીનગરના પો.સ્ટે.મા ગુમ અંગે નોંધ કરાવેલ છે અને સદરી છોકરો દહેરાદુન-બાન્દ્રા ટ્રેનમાં કોચ નં. એસ/૧ સીટ નં. ૫૫ ઉપર બેસી મુસાફરી કરતો દહેરાદુનથી બાન્દ્રા જવા નિકળેલ છે જેથી સદરી ટ્રેન ચેક કરી મળી આવે ઉપરોકત મોબાઇલ ઉપર જાણ કરવા જણાવતા પો.સ.ઇ.એ તાબાના માણસો સાથે ટ્રેન એટેન્ડ કરી ચેક કરતા સદરી છોકરો નામે ગુરૂમાનસીંગ ટ્રેનમાંથી મળી આવતા કોતવાલીનગર પોલીસ તથા તેના માતા-પિતાને જાણ કરતા તેઓ પો.સ્ટે.મા આવતા કાયદેસર કાર્યવાહી કરી સદરી છોકરો તેના મા-બાપને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.
(૨) વડોદરા રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૫/૧૪ તા. ૨૭/૦૪/૧૪ :-
તા. ૨૭/૦૪/૧૪ ના રોજ પો.ઇન્સ.શ્રી વડોદરા રે.પો.સ્ટે. તથા પોલીસ માણસો હાજર હતા તે દરમ્યાન વડોદરા રેલ્વે સ્ટેશન પ્લે. નં.-૬ ઉપર એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ સંગીતાબેન પંડયાસીંગ જાતે-જાટ (પંજાબી) ઉં.વ.૨૦, ધંધો-ઘરકામ, રહે. પંડોલ પોલીસ ચોકી રોડ, ગરનાળા આગળ, સુરત મુળ-પંજાબ અમૃતસર વાળી હોવાનુ અને તેને તેની માતાએ ઘરકામ બાબતે ઠ૫કો આ૫તા મનમા ખોટુ લાગતા ઘરેથી કોઇને કહયા વગર નિકળી આવેલ અને વાલી-વારસો અંગે પુછતા તેણે તેના ભાઇ નામે જોહરસીંગ રહે. સદરનો ફોન નંબર આ૫તા તેઓનો ફોન ઉ૫ર સં૫ર્ક કરતા તેઓ વડોદરા રે.પો.સ્ટે.માં તેને લેવા આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના ભાઇ જોહરસીંગને રૂબરૂમાં સોં૫વામા આવેલ છે.
પાન-ર
(૩) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૮/૧૪ તા. ૦૩/૦૫/૧૪ :-
તા. ૦૩/૦૫/૧૪ ના રોજ વુ.એ.એસ.આઇ. જયાબેન જગમાલભાઇ નાઓને સુરત રેલ્વે સ્ટેશન વેસ્ટ મુસાફર ખાનામાં એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ ભાગ્યસાળી ડો/ઓ વિજયકુમાર જાતે-ટાયડે ઉં.વ.૧૯, ધંધો-અભ્યાસ, રહે. નાંદેડ, તા. દરવા જી. પવતમાલ (મહારાષ્ટ્ર) હાલ બી/૨૬ જી.એફ.-૨ એન. પુરામસાઇટ-૩, બોરાબનદા હૈદરાબાદ આંધ્રપ્રદેશ વાળી હોવાનુ અને તેને તેની માતા સાથે ઘરકામ બાબતે બોલાચાલી થતાં મનમા લાગી આવતા તા. ૦૨/૦૫/૧૪ ના રોજ ઘરેથી કોઇને કહયા વગર નિકળી હૈદરાબાદ રેલ્વે સ્ટેશને આવી ત્યાંથી ટ્રેનમાં બેસી તા. ૦૩/૦૫/૧૪ ના રોજ સુરત રે.સ્ટે. આવેલ હોવાનુ અને વાલી-વારસો અંગે પુછતા તેણે તેના પિતા નામે વિજયકુમાર ચોખારામ ટાયડે ઉં.વ.૪૭, ધંધો-નોંકરી, રહે. સદરનાઓનો મોબાઇલ નંબર આ૫તા તેઓનો ફોન ઉ૫ર સં૫ર્ક કરતા તેઓએ જણાવેલ કે, મારી દિકરી ગુમ થયા અંગે જુબલી હીલ પો.સ્ટે. હૈદરાબાદમાં ગુમ નંબર ૪૨૨/૨૦૧૪ થી ગુમ થયા અંગેની નોંધ કરાવેલ છે તેમ જણાવી તેના પિતા વિજયકુમારનાઓ તા. ૦૪/૦૫/૧૪ ના રોજ સુરત રે.પો.સ્ટે.માં તેને લેવા આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના પિતા વિજયકુમારને રૂબરૂમાં સોં૫વામા આવેલ છે.
Sd/-
પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.
|