હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૩૦/૦૩/૧૪ થી તા. ૦૫/૦૪/૧૪ સુઘીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

 

(૧)     વડોદરા રે.પો.સ્ટે. II.ગુ.ર.નં. ૩૦૬૮/૧૪ NDPS એકટ કલમ-૮(સી), ૨૦(બી), ૨૯ તા. ૨૭/૩/૧૪ :-  

                તા. ૨૭/૦૩/૧૪ ના રોજ રેલ્વે પોલીસ વડોદરા રેલ્‍વે સ્‍ટેશને વોચ કરતા કલાક ૦૫/૪૫ વાગે વડોદરા રે.સ્‍ટે. પ્‍લે.નં.-ર ઉ૫ર ટ્રેન નં. ૧૯૩૧૨ ઇન્‍દોર-પુના એકસ. ટ્રેનના પાછળના જનરલ ડબ્‍બામાંથી એક પુરૂષ તથા એક સ્‍ત્રી શકમંદ હાલતમા મળી આવતા અને તેમની પાસેના સામાનમા માદક દ્રવ્‍ય હોવાનુ જાણવા મળતા પંચો, એકજયુકેટીવ મેજી.શ્રી, એફ.એસ.એલ. અઘિકારી રૂબરૂ કાયદેસર કાર્યવાહી કરતા (૧) સરદારસીંગ ભવરસીંગ રાજપુત, ઉં.વ.૫૦, રહે. તા. નાગદા, જી. ઉજૈન (એમ.પી) તથા (ર) રસીદાબેન વા/ઓ નીઝામુદ્દીન અલ્‍લાઉદ્દીન કુરેશી, ઉં.વ.૪૫, ઘંઘો-સિલાઇ તથા ઘરકામ રહે. રાજોડ તા. સરદારપુર, જી. ધાર (એમ.પી) પાસેથી ૨૦ગ્રામ હેરોઇન કિ.રૂ/-૨,૦૦,૦૦૦/-લાખ, મોરફીંન હેરોઇન મીકસ બારીક પાઉડર ૧.૬૩૦ કિલો ગ્રામ રૂ/-૩,૨૬૦૦૦/- તથા કોડેઇન બારીક પાઉડર ૧.૧૪૦ કિલો ગ્રામ કિ.રૂ/-૨,૨૮,૦૦૦/- મળી કુલ રૂપીયા ૭,૫૭,૪૦૦/-નો મુદામાલ મળી આવતાં કાયદેસર કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલ છે.

 

(૨)     વડોદરા રે.પો.સ્ટે. અકસ્‍માત મોત.નં. ૩૮/૧૪ CRPC  ૧૭૪ મુજબ  તા. ૧૪/૩/૧૪ :-  

                તા. ૧૪/૦૩/૧૪ ના રોજ ઓ.પી. એ.એસ.આઇ. મકવાણાને રેલ્વે સત્તાઘીશો તરફથી મેમો મળતા મેમા આઘારે પોલીસ બનાવના સ્‍થળે પહોચી કાયદેસર કાર્યવાહી કરતાં મરનાર અનીલકુમાર રામનરેશ ચોરસીયા ઉ.વ.૨૭ ઘંઘો.નોકરી ,રહે.પ્‍લોટ.નં.૧૮૩ વોડ નં.૧૫ ,સિઘ્‍ઘી તા.ગોઅચંદ બનારસ મઘ્‍યપ્રદેશનો હોવાનું જણાતાં અને મરનારની પાસેથી મળેલ ટેલીફોન નંબર આઘારે મરનારના વાલીવારસોનો ટેલીફોન ઉપર સંપર્ક કરી સમય સુચકતા વા૫રી મરનારને ટ્રેન અકસ્‍માતથી ઇજા થયેલાનું જણાવી તેઓ વડોદરા આવતાં હોવાનું જણાવતાં મરનારની લાશને કોલ્‍ડરૂમમાં રાખવાની વ્‍યવસ્‍થા કરી મરનારના વાલીવારસો આવતાં તેઓને આઘાત ન ૫હોચે તે હેતુસર જેતે વખતે અકસ્‍માતના બનાવની જાણ કરી અને મરનારની લાશ વતનમાં લઇ જઇ શકાય તેમ ન હોય અંતીમ વિઘિ કરવાની વ્‍યવસ્‍થા કરી મરનારના વાલીવારસો સાથે માનવતા વાદી વલણ રાખી તમામ પ્રકારે મદદ કરી  માનતાનું ઉદાહરણ પુરૂ પાડેલ હોય આ અંગે મરનારના વાલી વારસોએ સ્‍થાનિક મીડીયા, એકજયુકીટીવ મેજીસ્ટ્રેટ તથા ગુજરાત સરકારના ગૃહવિભાગ સચિવાલયમાં ૫ણ રેલ્‍વે પોલીસની માનવતાવાદી કામગીરીને બીરદાવેલ છે. તથા કરજણના સ્‍થાનીક રહીશો ઘ્‍વારા  આઉટ પોસ્‍ટ ઇન્‍ચાર્જનું સન્‍માન ૫ણ કરવામાં આવેલ છે.

 

 

 

પાન-ર

 

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૭/૧૪ તા. ૦૧/૦૪/૧૪ :-  

                તા. ૦૧/૦૪/૧૪ ના રોજ કલાક ૧૧/૪૫ ના સુમારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૪ ઉ૫ર ફરજ ૫રના વુ.એ.એસ.આઈ. જયાબેન જગમાલભાઇ નાઓને એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ જમશેદ સ/ઓ જુબેરખાન ૫ઠાણ ઉં.વ.૧૨, રહે. ગામ દી૫ગંજ, થાના-જી. અરડીયા, બિહાર વાળો હોવાનુ અને તેના પિતાએ ઘરકામ બાબતે ઠ૫કો આ૫તા ઘરેથી કોઇને ૫ણ જાણ કર્યા વગર તા. ૦૧/૦૪/૧૪ ના રોજ નિકળી ગયેલ અને તા. ૦૧/૦૪/૧૪ ના રોજ સુરત રેલ્‍વે સ્‍ટેશને આવેલાનુ જણાવતા અને વાલી-વારસ અંગે પુછતા તેની ફોઇના છોકરા નામે મોહંમદ ઇસ્‍લામખાન સ/ઓ મોજીલખાન રહે. ગામ ઉસીહાર, પોસ્‍ટ-રામપુર પોટરકટી થાના-જી. અરડીયાનો મોબાઇલ નંબર આ૫તા તેઓનો મોબાઇલ ઉ૫ર સં૫ર્ક કરતા તેઓ તા. ૦૨/૦૪/૧૪ ના રોજ સુરત રે.પો.સ્‍ટે.મા તેને લેવા આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના ભાઇને રૂબરૂમા સોં૫વામા આવેલ છે. 

 

(૪)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૬/૧૪ તા. ૦૧/૦૪/૧૪ :-  

                તા. ૦૧/૦૪/૧૪ ના રોજ રફીયાબીબી વા/ઓ મુકીમખાન ઉં.વ.૨૮, ઘંઘો-ઘરકામ, રહે. લમ્‍ભેકાવાળા, તા. છોટન, જી. બાડમેર (રાજસ્‍થાન) નાનીએ સુરત રે.પો.સ્‍ટે.માં આવી જણાવેલ કે, સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૪ ના દક્ષિણ છેડેથી આજરોજ કલાક ૧૩/૩૦ વાગે પોતાનો પુત્ર નામે આરીફ સ/ઓ મુકીમખાન જાતે-ખાન ઉં.વ.૫ નો ગુમ થયેલ છે જેથી મીસીંગ સ્‍કોડના માણસોએ તેની માતાને સાથે રાખી સુરત રેલ્‍વે સ્‍ટેશન વિસ્‍તારમા સદરી બાળકની તપાસ કરતા સદરી બાળક સુરત રેલ્‍વે ગોદી પાસે રસ્‍તામાંથી મળી આવતા અને તેની માતાએ બાળક પોતાનુ હોવાનુ ઓળખી બતાવતા કાયદેસર કાર્યવાહી કરી બાળક તેની માતા રફીયાબીબીને રૂબરૂમાં સોં૫વામા આવેલ છે.

 

 

                                                                                                        Sd/-

                                                                        પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 09-04-2014