હું શોધું છું

હોમ  |

દૈનિક અહેવાલ
Rating :  Star Star Star Star Star   

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૩/૦૩/૧૪ થી તા. ૨૯/૦૩/૧૪ સુઘીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     વડોદરા રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૦/૧૪ તા. ૨૯/૦૩/૧૪ :-  

                આ કામમા હકિકત એવી છે કે, તા. ૨૮/૦૩/૧૪ના રોજ પો.ઇન્‍સ.શ્રી તથા પોલીસ માણસો કોમ્‍બીંગ નાઇટમાં હાજર હતા તે દરમ્‍યાન  કલાક ૨૩/૦૦ વાગે વડોદરા રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-ર ઉ૫ર બે છોકરા એકલા જોવામા આવતા તેમને સમજાવી પુછપરછ કરતાં તેમણે તેમના નામ (૧) ઇલીયાસ જમીલભાઇ ઉં.વ.૧૦, રહે. માનદરવાજા, બમ્‍બાગેટ પાછળ, ખ્‍વાજાનગર, ગલી નં.-૪, ઘર નં. ૧૯૨, સુરત (ર) નજમુઘ્‍દીન નિઝામુઘ્‍દીન ઉં.વ.૧૦ રહે. માનદરવાજા, બમ્‍બાગેટ પાછળ, ખ્‍વાજાનગર, ગલી નં.-૪, સુરતવાળા હોવાનુ જણાવેલ અને તેઓને તેમના માતા-પિતાએ ભણવા માટે ઠ૫કો આ૫તા મનમાં લાગી આવતા ઘરેથી કોઇને જાણ કર્યા વગર નિકળી આવેલ અને ટ્રેનમાં બેસી વડોદરા રેલ્વે સ્ટેશન આવેલ હોવાનુ જણાવતા તેમના વાલી-વારસો અંગે પુછતા તેમણે તેમના પિતાનો મોબાઈલ નંબર આપતાં ફોન ઉપર સં૫ર્ક કરતા તેમના પિતા નામે (૧) જમીલભાઇ તથા (ર) નિઝામુઘ્‍દીન રહે. સદર વાળા વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશને તેઓને લેવા આવતાં, અને તેઓને ઓળખી બતાવતા, કાયદેસર કાર્યવાહી કરી બન્‍ને છોકરાઓ તેમના પિતાઓને રૂબરૂમાં સોંપેલ છે.

 

(૨)     વડોદરા રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૫/૧૪ તા. ૨૭/૦૩/૧૪ :-  

                આ કામમા હકિકત એવી છે કે, તા. ૨૭/૦૩/૧૪ના રોજ પોલીસ માણસો ફરજ ૫ર હાજર હતા તે દરમ્‍યાન કલાક ૧૭/૪૫ વાગે વડોદરા રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૬ ઉ૫ર એક છોકરી એકલી જોવામા આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ આરતીબેન ડો/ઓ ગણ૫તભાઇ જાતે-ઉત્‍તેકર ઉં.વ.૧૮, ઘંઘો-ઘરકામ, રહે. હાલ-વિલેચાર્લ, નહેરૂનગર,  વેસ્‍ટ મુંબઇ, મુળ-ઝુલતાપુલ, હૈદરભાઇની ચાલી, ૫રશુરામ ભઠ્ઠો, સયાજીગંજ, વડોદરાની હોવાનુ જણાવેલ અને તેનો ૫તિ દારૂ પી મારઝુંડ કરતો હોય તેમજ તેની સાસુ કામ બાબતે ઝઘડો કરતી હોય મનમાં લાગી આવતા ઘરેથી કોઇને ૫ણ જાણ કર્યા વગર નિકળી આવેલ હોવાનુ જણાવતા, તેના વાલી-વારસો અંગે પુછતા તેણે તેના પિતાનો મોબાઈલ નંબર આપતાં ફોન ઉપર તેના પિતાનો સં૫ર્ક કરતા તેના પિતા ગણ૫તભાઇ રહે. સદર નાઓ વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશને તેને લેવા આવતાં, તેણીએ તેમને ઓળખી બતાવતા, કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના પિતાને રૂબરૂમાં સોંપેલ છે.

 

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૯/૧૪ તા. ૨૮/૦૩/૧૪ :-  

                આ કામમા હકિકત એવી છે કે, તા. ૨૮/૦૩/૧૪ના રોજ સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-ર ઉ૫ર વુ.એ.એસ.આઈ. જયાબેન જગમાલભાઇ નાઓ ફરજ પર હાજર હતા તે દરમ્‍યાન કલાક ૧૧/૪૫ વાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ ગુડુશાહ સ/ઓ સુદર્શન ઉં.વ.૧૫, રહે. ગામ સિરમનપુર થાના રઉતી તા.જી. બલીયા (યુ.પી.) વાળો હોવાનુ અને પોતે પોતાના વતનથી સેલવાસમાં તેના ભાઇ નામે ઘનજી સાથે કામ ઘંઘો કરવા માટે આવેલાનુ જણાવતા અને કામ કરવામા મન ન લાગતા તે પોતાના ભાઇને જાણ કર્યા વગર ૫રત પોતાના વતન જવા માટે સેલવાસથી નિકળી ભીલાડ રે.સ્‍ટે.થી ટ્રેનમા બેસી સુરત રે.સ્‍ટે. આવેલાનુ જણાવતા તેના વાલી વારસો અંગે પુછતા તે પોતાના ભાઇના ઘરે જવા માગતો ન હોય છોકરો સુરક્ષીત રહે તે હેતુથી શ્રી વી.આર. પોપાવાલા ચિલ્‍ડ્રન હોમ કતારગામ ખાતે સંભાળ માટે મુકવામાં આવેલ છે.

 


પાન-ર

 

(૪)     વલસાડ રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૧/૧૪ તા. ૨૮/૦૩/૧૪ :-  

                આ કામમા હકિકત એવી છે કે, તા. ૨૮/૦૩/૧૪ ના રોજ વલસાડ રેલ્‍વે સ્‍ટેશન ઉ૫ર હે.કો. રામસીંગ જામસીંગ નાઓ ફરજ પર હાજર હતા તે દરમ્‍યાન એક છોકરી એકલી જોવામા આવતા તેને સમજાવી પુછપરછ કરતાં તેણે તેનુ નામ પુંજાબેન રામસ્‍વરૂ૫ જાતે-ગુપ્‍તા ઉં.વ.૧૪, ઘંઘો-અભ્‍યાસ, રહે. ઉઘના હરીનગર-ર, રૂમ નં.-બી/૨૬, ગણેશ સોસાયટી, સુરત વાળી હોવાનુ જણાવેલ અને પોતાના મા-બાપ ન હોય બહેન-બનેવી સાથે રહેતી હોય બહેન સાથે કામ બાબતે બોલવાનુ થતાં કોઇને પણ કહયા વગર ઉધના સ્‍ટેશને આવી ટ્રેનમાં બેસી વલસાડ રેલ્‍વે સ્‍ટેશન આવેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસો અંગે પુછતા તેણે તેના ભાઇ નામે ચંદન રામસ્‍વરૂ૫ ગુપ્‍તા ઉં.વ.૨૦, રહે. સદરનો મોબાઈલ નંબર આપતાં ફોન ઉપર સં૫ર્ક કરતા તેનો ભાઇ વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશને તેને લેવા આવતાં, કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના ભાઇને રૂબરૂમાં સોંપેલ છે.

 

(૫)     ભરૂચ રે.પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૦૫/૧૪ ઇ.પી.કો. કલમ-૩૯૪, ૧૧૪ મુજબ :-  

                આ કામમા હકિકત એવી છે કે, તા. ૧૬/૦૩/૧૪ ના કલાક ૦૩/૦૦ વાગ્‍યાના સુમારે ભરૂચ રેલ્‍વે સ્‍ટેશનથી અમદાવાદ-હાવડા એકસ. ટ્રેન ઉપડયા પછી પાછળના જનરલ કોચમાંથી કામના ફરિ.શ્રી તથા સાહેદો ટ્રેનમાં મુસાફરી કરતા હતા તે દરમ્‍યાન શકદાર ચાર અજાણ્‍યા ઇસમો ઉં.વ. ૨૮ થી ૩૨ ના આશરાનાઓએ એક બીજાની મદદથી ફરિ.શ્રી તથા સાહેદોને છરી તથા કાચની ફૂટેલી બોટલથી ડરાવી ધમકાવીને ઢીકા-મુક્કીનો માર મારી રોકડ રકમ તથા મો.ફોનો મળી કુલ રૂ. ૧૫,૪૦૦/- ની મત્‍તાની લુંટ કરી સુરત આવતા પહેલા ટ્રેનનુ ચેઇન પુલીંગ કરી ઉતરી નાસી ગયેલ. સદર ગુનાની તપાસ શ્રી એ.જે. ગણાસવા પો.સ.ઇ. ભરૂચ નાઓએ જીણવટ ભરી રીતે કરતાં તપાસ દરમ્‍યાન બાતમી આઘારે આરોપીઓ નામે (૧) દિનેશ ઉર્ફે ટીનીયો બિહાર બારાવી ઉં.વ.૨૪, ઘંઘો-રીક્ષા ડ્રાઇવર રહે. ૫૫ શાંતિ નગર બસ સ્‍ટેશન પાસે, ભરથાણા કોસાડ, સુરત મુળ-નામલી બસ સ્‍ટેન્‍ડ પાસે તા.જી. રતલામ (ર) દીલી૫ ઉર્ફે ગાંડીયો મેઘા ચંડેલ ઉં.વ.૨૨, ઘંઘો-રીક્ષા ડ્રાઇવર રહે. ૧૦૫ રામનગર સોસા., ભરથાણા, કોસાડ, સુરત મુળ-ગામ બરવા કુડીનાકા પાસે તા.જી. ઘાર (૩) વિક્રમભાઇ ભાવસીંગ ચૌહાણ ઉં.વ.૨૪, ધંધો-મજુરી રહે. રામનગર સોસા. ભરથાણા, કોસાડ, સુરત મુળ ગામ ગોલકપુર તા.જી. ધાર વાળાઓને જણાવેલ વર્ણન આઘારે શોઘી કાઢી તા. ૨૫/૦૩/૧૪ ના ક. ૧૮/૧૫ વાગે અટક કરી લુટમાં ગયેલ મુદ્દામાલ પૈકી રૂ. ૧૧,૦૫૦/- નો મુઘ્‍દામાલ રીકવર કરી ગુનો શોધવામાં આવેલ છે.

 

                                                                                                                                Sd/-

                                                                        પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 11-02-2016