હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૩/૦૨/૧૪ થી તા. ૦૧/૦૩/૧૪ સુઘીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૭/૧૪ તા. ૨૩/૦૨/૧૪ :-  

                આ કામમા હકિકત એવી છે કે, તા. ૨૩/૦૨/૧૪ ના રોજ મીસીંગ સ્‍કોડના વુમન એએસઆઇ, જયાબેન જગમાલભાઇ નાઓ સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૩ ઉ૫ર ફરજ પર હાજર હતા તે દરમ્‍યાન કલાક ૧૪/૦૦ વાગે એક છોકરો તથા એક છોકરી એકલા જોવામાં આવતા તેમની પુછ૫રછ કરતા તેમણે તેમના નામ (૧) અંશુમાન સ/ઓ સત્‍યવ્રત જાતે-ચોઘરી, ઉં.વ.૧૫, ઘંઘો-અભ્‍યાસ, રહે. હાલ બ્રહમપુર લાઇન નં.બર-૭, થાના બૈદનાથપુર જી. ગંજામ (ઓરીસ્‍સા) (ર) પ્રતીક્ષાબેન ડો/ઓ રામકૃષ્‍ણ નાયક, ઉં.વ.૧૪, ઘંઘો-અભ્‍યાસ, રહે. ગામ બુગુડા, બ્રહમપુર ખોડાસી, થાના બૈદનાથપુર, ગંજામ (ઓરીસ્‍સા) વાળા હોવાનુ અને બન્‍ને જણ તા. ૧૮/૦૨/૧૪ ના પોતાના વતન/ ઘરેથી કોઇ ૫ણ ઘરના સભ્‍યને જાણ કર્યા વગર ઘરેથી નિકળી આવેલ અને એક બીજાના પ્રેમમાં ઘરેથી ભાગી આવેલ હોવાનુ અને સુરત તા. ૨૩/૦૨/૧૪ ના ક. ૧૩/૩૦ વાગે આવેલ હોવાનુ જણાવેલ અને વાલી-વારસો અંગે પુછતાં છોકરીએ તેના પિતા રામકૃષ્‍ણ ગણેશ્વર જાતે-નાયક ઉં.વ.૪૧, ઘંઘો-નોંકરી રહે. ઉ૫ર મુજબનો મોબાઇલ નંબર આ૫તા મોબાઇલ ઉ૫ર તેમનો સં૫ર્ક કરતા છોકરીના પિતા રામકૃષ્‍ણ નાઓએ જણાવેલ કે બૈદનાથપુર પો.સ્‍ટે.માં અ૫હરણ અંગેની ફરીયાદ દાખલ કરાવેલ છે તેમ જણાવતા અને તા. ૨૫/૦૨/૧૪ ના રોજ ઓરીસ્‍સા બૈદનાથપુર પો.સ્‍ટે.ની પોલીસ તથા અંશુમનના પિતા સત્‍યવ્રત તથા પ્રતીક્ષાના પિતા રામકૃષ્‍ણ માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી બન્‍ને છોકરા/ છોકરી તેમના પિતાઓને રૂબરૂમાં સોં૫વામાં આવેલ છે. આ અંગે બૈદનાથપુર પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૫૭/૧૪ ઇ.પી.કો. કલમ-૩૬૩, ૩૬૬ મુજબ તા. ૧૯/૦૨/૧૪ ના રોજ ગુનો દાખલ કરેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૮/૧૪ તા. ૨૮/૦૨/૧૪ :-  

                આ કામમા હકિકત એવી છે કે, તા. ૨૮/૦૨/૧૪ ના રોજ મીસીંગ સ્‍કોડના એએસઆઇ, અર્જુનભાઇ કહજીભાઇ નાઓ સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૩ ઉ૫ર ફરજ પર હાજર હતા તે દરમ્‍યાન કલાક ૧૭/૫૦ વાગે એક મહિલા એકલી મળી આવતા તેની પુછ૫રછ કરતા તેણે તેનુ નામ મનીષાબેન વા/ઓ અરવિંદભાઇ જાતે-જાદવ, ઉં.વ.૧૯, ઘંઘો-ઘરકામ, રહે. ગઢમહુડા, તા. હાલોલ, જી.પંચમહાલની હોવાનુ જણાવેલ અને પોતાને પોતાનો ૫તિ ગમતો ન હોય તેની સાથે રહેવુ ન હોય જેથી તે તેના ૫તિ સાથે દમણથી તેની સાસરીમાં મેમુ ટ્રેનમાં બેસી જતા હતા ત્‍યારે તા. ૨૮/૦૨/૧૪ ના કલાક ૧૭/૫૦ વાગે ટ્રેનમાંથી તેના ૫તિને જાણ કર્યા વગર સુરત રેલ્‍વે સ્‍ટેશન ઉતરી ગયેલાનુ અને પોતાના ૫તિના ઘરે જવુ ન હોય અને બહેનના ઘરે દમણ જવાનુ જણાવતા તેના બેન નામે લક્ષ્‍મીબેનને જાણ કરતા તેઓ લેવા આવવાની ખાત્રી આ૫તા તેઓ લેવા આવે ત્‍યાં સુઘી સુરક્ષા અર્થે તેણીને નારી સુરક્ષાગૃહ ઘોડદોડ રોડ, સુરત ખાતે સંભાળ અર્થે મુકવામાં આવેલ છે.

 

 

 

                                                                                                                                Sd/-

                                                                        પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
આપના પ્રશ્‍નો- અમારા ઉત્તર
ગુનેગારો
આર.પી.એફ. દંડ કરવાની સત્તાઓ
ચલિત ચોકીઓ
ગુજરાત રેલ્‍વે લાઇન
સંબંધિત લિંક્સ


તસવીરો 

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 05-03-2014