પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્‍ય ગાથા

7/6/2025 8:01:10 PM

પશ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૩/૦૩/૨૦૧૬ થી તા. ૧૯/૦૩/૨૦૧૬ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧) સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૪૫/૨૦૧૬ તા. ૧૩/૦૩/૨૦૧૬ :-  

        તા ૧૩/૦૩/૨૦૧૬ ના રોજ કલાક ૨૨/૩૫ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે નં ૧ ઉપર એક છોકરો એકલો બેસેલ આર.પી.એફ. ઉપ નીરીક્ષકશ્રી ભવાનસિંહ નાઓને મળી આવતાં રીપોર્ટ સાથે સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં લાવી રજુ કરતા મીસીગ સ્કોડના એ.એસ.આઇ./૫૦૩ અર્જુનભાઇ કહજીભાઇ નાઓએ મળી આવેલ છોકરાને પુછપરછ કરતા તેણે પોતાનુ નામ ઔસાફ S/O મસઉદ શેખ ઉ.વ. ૧૦ ધંધો મદ્રેસામાં અભ્યાસ સુરત મુળ રહે ગામ પતહપુર જી. કીશનગંજ બિહાર વાળો હોવાનુ જણાવતાં તેની વધુપુછપરછ કરતા પોતાને મદ્રેસામાં ભણવામા મન ન લાગતા કોઇને પણ જાણ કર્યા વગર નિકળી આવેલ હોવાનુ જણાવી મદ્રેસા સુરતના શિક્ષક મુજાહિદ નાઓનો મોબાઇલ નંબર આપતા તેઓને મો.ફોન ઉપર જાણ કરતા તેઓ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં લેવા માટે આવતા તેઓનુ નિવેદન તથા યોગ્‍ય પુરાવા મેળવી કાયદેસર કાર્યવાહી કરી છોકરાનો કબજો મદ્રેશાના શિક્ષક મુજાહિદ અબ્‍દુલ રહે. સદર વાળાઓને રૂબરૂમાં સોપેલ છે. 

(૨) વડોદરા રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૫/૨૦૧૬ તા. ૧૪/૦૩/૨૦૧૬ :-

        તા. ૧૪/૦૩/૨૦૧૬ના રોજ વુ.એ.એસ.આઇ. શાંતાબેન દલપતભાઇ બ.નં. ૪૪૮ નાઓ મીસીંગ સ્‍કોડના પોલીસ માણસો સાથે ફરજ ઉપર હતા તે દરમ્‍યાન પી.એસ.ઓ.એ વર્ધી આપેલ કે પુના-ગ્‍વાલીયર ટ્રેનના એસ/૨ કોચમાં એક છોકરી એકલી ઘરેથી કોઇને કહયા વગર નિકળી આવેલ હોવાનુ જણાવતા ટ્રેન આવતા સદર કોચમાં જઇ વર્ણન આધારે તપાસ કરતા સદર છોકરી મળી આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ ટીના ડો/ઓ ગણેશભાઇ ઉં.વ.૧૮ ઘંધો-ઘરકામ, રહે. ગામ ભગતપુરી ચામુંડા મંદિરની સામે નાગદા વાળી હોવાનુ અને તે ઘરે કોઇને પણ જાણ કર્યા  વગર નિકળી આવેલાનુ જણાવતા તેના વાલી-વારસો અંગે પુછતા તેને તેની માતા નામે માયાબેન ગણેશભાઇ રહે. સદરનો મોબાઇલ નંબર આપતા મો.ફોન ઉપર તેઓનો સંપર્ક કરી જાણ કરતા તેઓને વડોદરા રેલ્‍વે પોલીસ સ્‍ટેશનમાં બોલાવી કાયદેસરની કાર્યવાહી કરી મળી આવેલ છોકરીને તેની માતાને રૂબરૂમાં સોંપેલ છે.   

 

                                                                                                          Sd/-

                                                                          પોલીસ અઘિક્ષક,

                                                                           ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.