પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્યગાથા

7/6/2025 10:59:22 PM

-: સને-૨૦૧૫ ના વર્ષમાં પશ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરા દ્વારા કરેલ સારી કામગીરી :-

 

(૧)     સુરત રેલ્વે પોલીસે સ્ટે.ડા. એન્ટ્રી નં. ૩૧/૨૦૧૫ તારીખ ૨૩/૦૩/૨૦૧૫ સી.આર.પી.સી કલમ ૪૧(૧) (ડી) ના કામે આરોપી વિક્રમ ઉર્ફે વિક્કીયા S/O પોમારામ જાતે, પરમાર(ઘાંચી) ઉ.વ.૨૨ ધંધો. બેકાર રહે. દિપકમલ એપાર્ટમેન્ટ, રૂમ નંબર-૧૦૪, પહેલા માળે, બોમ્બે માર્કેટની સામે, ત્રિકમનગર, વરાછા, સુરત મુળ રહે. ગામ-સુથારો કા ગુડા, ઘર નં. ૧૧૪, પોસ્ટ. સાદરી તા. દેસુરી, જિલ્લો-પાલી રાજસ્થાન વાળાને તા. ૨૩/૦૩/૧૫ ના ક.૨૦/૦૫ વાગે અટક કરી તેની પાસેથી કુલ રૂ. ૮,૪૪,૩૫૦/- ની મતાના સોના ચાંદીના દાગીના મોબાઇલ ફોનો, રોકડ રકમ, લેડીઝ પર્સો, ઘડીયાળો વિગેરે સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબજે કરી તપાસ કરી કુલ ૧૯ ગુનાઓ ડીટેકટ કરવામાં આવેલ છે. જેમાં સુરત-૧૦, ભરૂચ-ર, વડોદરા-૬, ગોધરા-૧ એ રીતેના છે.

 

 (ર)    નડીયાદ રે.પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૦/૧૫ ઇ.પી.કો. કલમ-૩૨૮, ૩૭૯, ૩૦૨, ૧૧૪ મુજબના કામે આરોપી રમેશભાઇ ઉર્ફે દુલાભાઇ ભાકાભાઇ જાતે-દેવીપુજક, ઉં.વ.૩૦, ધંધો-મજુરી, રહે. વેજલપુર બુટ ભવાની માતાના મંદિર પાસે ઔડાના મકાન પાસે, છાપરામાં અમદાવાદ તથા તેની પત્ની હંસાબેન ઉર્ફે કુંવર વા/ઓ રમેશભાઇ ભાકાભાઇ દેવીપુજક, ઉં.વ.૩૦,  નાઓએ તા. ૨૭/૦૪/૧૫ ના કલાક ૧૩/૦૦ થી ૧૬/૦૦ દરમ્યાન નડીયાદ રેલ્વે સ્ટેશન પ્લે.નં.-ર ઉપર સીડીની ઉત્તરે આ કામે ભોગ બનનાર (મરણ જનાર) સવજીભાઇ પોપટભાઇ પટણી તથા તેઓના પત્ની ગલીબેન સવજીભાઇ પટણી ઉં.વ.૭૫,  રહે. બાપુનગર, અમદાવાદ વાળાને ખાવા-પીવાની ચીજ-વસ્તુમાં નશાયુકત પદાર્થ  ભેળવી આપતા તેઓ  બેભાન થતાં તેઓના રોકડ તથા  સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.૬૨,૦૦૦/- ની મત્તાની ચોરી કરી લઇ ગયેલ અને ભોગ બનનાર બન્ને પતિ-પત્ની સારવાર દરમ્યાન મરણ ગયેલ હોય સદર ગુનો જે તે સમયે વણશોધાયેલ હોય શોધી કાઢવા માટે એલ.સી.બી./એસ.ઓ.જી.ને સુચના આપેલ જે અનુસંધાને નડીયાદ રેલ્વે સ્ટેશન ઉપર  લગાડવામાં આવેલ સી.સી.ટી.વી. ફુટેજ ઉપરથી તપાસ હાથ  ધરી વોચ કરાવતા ઉપરોકત બન્ને આરોપીઓને શોધી કાઢી વણશોધાયેલ ગુનો શોધી કાઢી નશાયુકત પદાર્થ બનાવવા માટેના સાધનો તથા  ભોગ બનનારના ચોરી કરેલ દાગીનાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.

 

(૩)     સુરત રે.પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૩૯/૧૫ ઇ.પી.કો. કલમ-૩૯૯, ૧૨૦(બી), ૧૮૮ મુજબના ગુનાના કામે આરોપીઓએ પેસેન્‍જર ટ્રેનમાં ધાડ પાડવાનુ પુર્વ આયોજીત કાવતરૂ રચી તીક્ષ્‍ણ ધારદાર છરાઓ સાથે સજજ થઇ ધાડ પાડવાની તૈયારીમાં ભેગા મળી ત્રણ આરોપીઓ (૧) રાકેશ મહાવીર સાસી, ઉં.વ.૩૮, ધંધો-મજુરી, રહે. સોરખી બસ સ્‍ટેન્‍ડ પાછળ પોસ્‍ટ-સોરખી થાના-હાંસી જી. હિસ્‍સાર (હરીયાણા) (ર) રાજવીર ઓમપ્રકાશ સાસી, ઉં.વ.૩૦, ધંધો-મજુરી, રહે. કલાયત વોર્ડ નં.-ર રોયતી મહોલ્‍લો જી. કેથલ (હરીયાણા) (૩) રીન્‍કુ સતવીરકુમાર સાસી, ઉં.વ.૨૨, ધંધો-ફેરી રહે. અ.નં.-૧ મુજબ વાળાઓને તા. ૨૩/૦૫/૧૫ ના ક. ૦૩/૪૦ વાગે અટક કરી તેઓની પાસેથી રૂ. ૧૯,૦૪૦/- રોકડ, ઇમીટેશન જવેલરી, કાંડા ઘડીયાળો ચશ્‍મા, છરા, પકડ, લેપટોપ બેગ સાથેનો મુદ્દામાલ પો.સ.ઇ.શ્રી યુ.સી. માર્કન્‍ડે તથા એલ.સી.બી. પ.રે. સુરત સ્‍ટાફ તેમજ સ્‍થાનિક પોલીસ સાથે મળી સાસી ગેંગને પકડવાની સારી કામગીરી કરેલ છે. તેમજ આ પકડાયેલ આરોપીઓને સુરત રે.પો.સ્‍ટે. ફ. ૧૪૩/૧૫ ના કામે ધરપકડ કરી રૂ. ૨૧,૦૫૦/- નો મુદ્દામાલ તથા સુરત રે.પો.સ્‍ટે. ફ. ૧૪૪/૧૫ ના કામે રૂ. ૧૧,૩૦૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે. આ આરોપીઓ પૈકી રાજવીર ઓમપ્રકાસ સાસીને વડોદરા રે.પો.સ્‍ટે. ફ. ૩૭/૧૧ ના કામે ધરપકડ કરવામાં આવેલ છે.  

(૪)     વડોદરા રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૭/૧૫ તા.૦૪/૦૬/૧૫ સી.આર.પી.સી. કલમ-૪૧(૧)(ડી)  મુજબના કામે આરોપી કીરણ ઉર્ફે દિપક સ/ઓ સાલીગ્રામ જાતે.નીમ્બાલકર ઉ.વ.૩૨ ધંધો.મજુરી રહે.મુળ ગામ-લાંજુડ, ભીમનગર, પોસ્ટ લાંજુડ, તા. ખાંમગાંવ જિલ્લો: બુલઢાણા હાલ રહે. ખાંમગાંવ, વાડી, ભીમનગર રેલવે ટ્રેકની પાસે (મહારાષ્ટ્ર) વાળાને તા.૦૪/૦૬/૧૫ ના કલાક:૦૭/૦૦ વાગેના સુમારે વડોદરા રેલવે સ્ટેશન પ્લે.નં.૦૬ ઉપર આવતી દહેરાદુન એકસ.ટ્રેનમાંથી ચાલુમાં ઉતરતા શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટીકની થેલી સાથે પો.કોન્સ. રાકેશ જગન્નાથ બ.નં. ૯૦૪ નાઓએ સાથેના સર્વેલન્સ સ્ટાફના માણસોની મદદથી પકડી આરોપી પાસેથી કુલ રૂ. ૧,૩૩,૦૮૭/- ની કિંમતનો લેડીઝ પર્સ, જેમાં સોના-ચાંદીના દાગીના મો.ફોન વિગેરે મળી આવતા સી.આર.પી.સી,કલમ-૧૦૨ મુજબ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. જેનાથી વડોદરા-૧ તથા ભરૂચ-૧ એ રીતેના બે ગુના ડીટેકટ કરવામાં આવેલ છે.

(૫)     તા. ૧૯/૦૪/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે સુરત અને ઉત્રાણ રેલ્વે સ્ટેશન વચ્ચે ઉત્કલનગર માલીયાવાડ પાસે એસ.ઓ.જી./એલ.સી.બી. તથા સુરત રે.પો.સ્ટે.ના  સ્થાનિક અધિકારી/ પોલીસ કર્મચારીઓએ વોચ કરતા દરમ્યાન ટ્રેન નં. ૧૨૮૪૩ પુરી-અમદાવાદ એકસ. ટ્રેન ચેઇન પુલીંગ થતાં ઉભી રહેતા આગળના જનરલ કોચમાંથી ચાર ઇસમો ઉતરતા (૧) મંગોલી ઉર્ફે મંગા ભમ્મર પ્રધાન રહે. હાલ-અશોકનગર ઝુંપડપટ્ટી,ઉત્કલનગર પાસે અશ્ચિનીકુમાર રોડ સુરત તથા તેની સાથેના બીજા ત્રણ સહિત કુલ-૪ આરોપીઓને ૩૪૦.૪૦૦ કીલોગ્રામ ગાંજો કિંમત રૂ. ૨૦,૪૨,૪૦૦/- ના જથ્થા સાથે પકડી તા. ૧૯/૦૪/૧૫ ના કલાક ૧૩/૩૦ વાગે અટક  કરવામાં આવેલ છે.

 

(૬)     તા. ૨૬/૦૫/૧૫ ના રોજ ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે ભરૂચ રે.પો.સ્‍ટે.ના હે.કો. કેસરીસિંહ ચંદ્રસિંહ તથા અન્‍ય પોલીસ કર્મચારીઓએ પુરી-ઓખા એક્સ.ના સમયે (૧) પુરૂષોત્‍તમ મોહન જાતે-જૈના ઉવ. ૬૪ ધંધો મજુરી રહે. ગામ ગોરાદેઇપુર તા. કોદાલા, જી. ગંજામ (ઓરીસ્‍સા) (૨) રંજાન શિબરામ પ્રધાન ઉવ. ૧૬ ધંધો મજુરી રહે. ગામ સચ્‍ચીના, તા. કોદડા, જી. ગંજામ (ઓરીસ્‍સા) વાળાઓને ૮૭.૭૦૦ કીલોગ્રામ ગાંજો કિંમત રૂ. ૫,૨૬,૨૦૦/- ના જથ્થા સાથે પકડી તા. ૨૬/૦૫/૧૫ ના કલાક ૧૨/૧૫ વાગે અટક  કરવામાં આવેલ છે.

 

(૭)     તા. ૩૦/૦૫/૧૫ ના રોજ સુરત અને ઉત્રાણ રે.સ્ટે. વચ્‍ચે સુરત રે.પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ.શ્રી તથા આર.પી.એફ. સાથે ઉત્‍કલનગર માલીયાવાડ ઝુપડપટ્ટી પાસે ટ્રેન નં. ૧૮૫૦૧ વિશાખાપટ્ટનમ-ગાંઘીઘામ એકસ. ટ્રેનના રિઝર્વેશન કોચ નં. એસ/૫ માંથી (૧) કાલુચરણ સ/ઓ અરખીત સ્‍વાઇ ઉવ.૨૬ ધંધો-મશીન ચલાવવાનો રહે. મુ.પો.રામચંદ્રપુર થાના- હીજરીકાતુ, તા. સરગડ, જી. ગંજામ, ઓરીસ્‍સા (૨) બસંત સ/ઓ નીલાંચલ જાતે- શેટ્ટી, ઉ.વ.૨૪, ઘંઘો-મજુરી, રહે. રીશીપુર, પો.રામોસા નારાયણપુર, થાના-પુરસ્‍તમપુર, તા.કવિ સુર્યનગર, જી.ગંજામ, ઓરીસ્‍સા. (૩) મિટ્ટુ સ/ઓ મન્‍નુ જાતે-રાઉત, ઉ.વ.૨૩, ઘંઘો-મજુરી, રહે. ગામ-સચીના, પો. ગરાડીપુર, થાના-કોદલા, જી.ગંજામ, ઓરીસ્‍સા. (૪) સુશાન્‍ત સ/ઓ જુરીયા જાતે-રેડ્ડી, ઉ.વ.૨૬, ઘંઘો-મજુરી, રહે. ગામ-કોમાસાશન, પો. જીતદામકર પલ્‍લી, થાના-ઘરકોટ, તા. અસ્‍કા, જી.ગંજામ, ઓરીસ્‍સા વાળાઓને ૧૦૮.૨૫૦ કીલોગ્રામ ગાંજો કિંમત રૂ. ૬,૪૯,૫૦૦/- ના જથ્થા સાથે પકડી તા. ૩૦/૦૫/૧૫ ના કલાક ૧૬/૧૫ વાગે અટક  કરવામાં આવેલ છે.

 

 

(૮)     ફેરીયાઓ/ કુલીઓ અંગે ડ્રાઇવ રાખી ફેરીયાના ૧૪૩ કેસ તથા કુલીઓના ૧૧ કેસ કરવામાં આવેલ છે

 

(૯)     વડોદરા રે.પો.સ્‍ટે. ફ. ૧૦૪/૧૫ ઇ.પી.કો. કલમ-૩૯૨, ૧૧૪ વિ.ના કામે (૧) અર્જુન હીરાભાઇ રાઠોડ (હિન્‍દુ વણઝારા) રહે. કિસ્‍મત નગર બાજવા, વડોદરા મુળ ગામ પટલા ઉદીયા તા. સરદારપુર જી.ધાર એમ.પી. (ર) રાજેશ બહાદુરભાઇ વણઝારા રહે. મ.નં. એ/૪ નવદુર્ગા સોસા., બાજવા વડોદરા મુળ-સદર (૩) જીવણ લક્ષ્‍મણભાઇ ઉર્ફે સીંગ બગડાવત વણઝારા, ઉં.વ. ૧૮, ધંધો-મજુરી, રહે. જવાહર નગર સોસા., બાજવા, વડોદરા મુળ પોસ્‍ટ બોપાવર તા. સરદારપુર જી. ધાર (એમ.પી) વાળાઓને તા. ૧૦/૬/૧૫ ના ક. ૧૯/૩૦ વાગે અટક (૪) રાહુલ ગેંદાલાલ કછાવા (હિન્‍દુ વણઝારા) ઉં.વ.૧૯ ધંધો-મજુરી રહે. જવાહરનગર સોસા. બાજવા વડોદરા મુળ સદર ને તા. ૧૦/૬/૧૫ ના ક. ૧૯/૧૫ વાગે અટક કરી લુંટમાં ગયેલ રૂ. ૯,૨૦૦/- રોકડ રકમ રીકવર કરવામાં આવેલ છે.

 

        પ્રોહી.ના ગણનાપાત્ર કેસ :-

(૧)     વડોદરા III. ૫૦૦૮/૧૫ ના કામે ૧૮૦ એમ.એલ.ના ૫૨૮ નંગ રોયલ પ્રિમીયમ દમણ બનાવટ ઇંગ્‍લીશ દારૂના કવાર્ટરીયા કિં.રૂ. ૨૬,૪૦૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.

(૨)     સુરત III. ૫૧૩૦/૧૫ ના કામે ઇંગ્‍લીશ દારૂની જુદીજુદી બ્રાન્‍ડની કુલ ૧૫૩૬ નંગ બોટલો કુલ કિ.રૂ.૧,૫૩,૧૨૦/-નો મુદ્દામાલ કબજે કરેલ છે.

(૩)     સુરત III. ૫૧૬૪/૧૫ ના કામે દારૂની, બીયરની બોટલો તથા  ટીનો મળી કુલ ૧૯૦૮ નંગ કુલ કિ.રૂ. ૧,૦૫,૧૨૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.

(૪)     સુરત III. ૫૨૩૩/૧૫ ના કામે નાની મોટી ઇંગ્લીશદારૂની પ્લા.ની તથા કાચની અલગ અલગ કંપનીની શીલબંધ બોટલો તથા બીયરોના ટીન મળી કુલ નંગ ૨૦૭ કિ.રૂ. ૨૬,૪૮૦/- તથા રોકડા રૂપિયા ૫,૩૯૦/- તથા અલગ અલગ  કંપનીના મોબાઈલ ફોન નંગ ૦૪ કિ.રૂ.૧૨,૦૦૦/- તથા રૂ. ૫૦૦/- નું પ્લા.નું ટબ મળી કુલ કિ.રૂ. ૪૪,૩૭૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.

(૫)     વલસાડ III. ૫૧૬૪/૧૫ ના કામે ૧૮૦ M.L.ના ૮૯૫ નંગ જુદા જુદા બ્રાન્‍ડની રોયલ પ્રિમીયમ વ્‍હીસ્‍કી  તથા લોર્ડ જોન્‍સ પ્‍લાસ્‍ટીકના કવાર્ટરીયા કિંમત રૂ ૨૬,૮૫૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.

(૬)     વલસાડ III. ૫૩૪૫/૧૫ ના કામે જુદીજુદી બ્રાન્‍ડની દારૂની બોટલ નંગ-૫૭૬ કુલ કિંમત રૂ. ૫૩,૭૬૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.

(૭)     વલસાડ III. ૫૩૮૨/૧૫ ના કામે જુદીજુદી બ્રાન્‍ડની કાચની તથા પ્‍લાસ્‍ટીકની બોટલો નંગ ૨૧૦૫ કુલ કિં.રૂ. ૫૫,૮૩૦/- તથા મો.ફોન નંગ-ર કિં.રૂ. ૨૦૦/- મળી કુલ રૂ. ૫૬,૦૩૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.

(૮)     ગોધરા III. ૫૦૩૯/૧૫ ના કામે પ્‍લાસ્‍ટીકના કોથળા નંગ-૫ જેમા બીયરના ટીન નંગ ૪૩૨ કુલ કિં.રૂ. ૪૩,૨૦૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.

(૯)     ભરૂચ III. ૫૦૩૯/૧૫ ના કામે ૫૦૦ ML ના ૧૪૬૬ નંગ હેવર્ડ ૫૦૦૦ ના બીયરના ટીન કુલ  કિ. રૂ. ૭૩,૩૦૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.

(૧૦)   વલસાડ III. ૫૪૮૯/૧૫ ના કામે જુદીજુદી બ્રાન્‍ડની દમણ બનાવટના બીયરની કુલ બોટલ નંગ ૩૬૯૬ કુલ કિં. રૂ. ૧,૩૬,૩૨૦/-  નો મુદ્દામાલ કબજે કરેલ છે.