પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૪/૦૧/૨૦૧૬ થી તા. ૩૦/૦૧/૨૦૧૬ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૧/૨૦૧૬ તા. ૨૯/૦૧/૨૦૧૬ :-
તા.૨૯/૦૧/૧૬ ના રોજ કલાક ૦૮/૩૦ વાગ્યે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં-૨/૩ ઉપર દક્ષિણ છેડા પાસે બે બાળકો એકલા બેઠેલા પો.કો. શાંતીલાલ કાળુભાઇ બ.નં ૮૭૮ નાઓના જોવામાં આવતા તેઓની પુછપરછ કરતા તેમણે પોતાના નામ (૧) રાજાસીંગ સ/ઓ અરૂણકુમાર જાતે-સીંગ ઉવ.૧૪ ધંધો-અભ્યાસ, રહે. હાલ લાખાભાઇની ચાલ, રૂમ નં.-૬ દલવાડ પ્રકાશ ફળીયુ દમણ મુળ પટના (બિહાર) તથા (ર) દિપકકુમાર રાજેસસીંગ રાજપુત ઉં.વ.૧૪, ધંધો-અભ્યાસ, રહે. મહેશભાઇની ચાલ, રૂમ નં.-૮, પ્રકાશ ફળીયુ, દલવાડ દમણ મુળ-મસોદી જી. પટના (બિહાર) વાળા હોવાનું જણાવતાં તેમની વધુ પુછપરછ કરતા તેમને તેમના માતા-પિતા ભણવા બાબતે બોલતા તેઓ સ્કુલે જવાને બદલે તેમના હાલના જણાવેલ સરનામેથી તેમના માતા-પિતાને જાણ કર્યા વગર વાપી રેલ્વે સ્ટેશન અને ત્યાંથી મુંબઇ-સુરત સુધી આવતી ફલાઇંગરાની એકસ. ટ્રેનમાં બેસી સુરત આવેલ હોવાનુ જણાવતા તેઓના માતા-પિતાનો કોન્ટેકટ નંબર માગતા અ.નં. (૧) ના પિતા નામે અરૂણકુમાર નો મો.ફોન નંબર આપતા મો.ફોન ઉપર તેઓને જાણ કરતા તેઓએ તેમના સાળા નામે પપ્પુસીંગ શીવશંકરસીંગ રાજપુત ઉં.વ.૩૦ રહે. સદર વાળાને જાણ કરી સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં જવા જણાવતા તેઓ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં તેઓને લેવા માટે આવતા બન્ને છોકરાઓનો કબજો યોગ્ય પુરાવા તેમજ વિગતવારનું નિવેદન મેળવી પપ્પુસીંગ નાઓને રૂબરૂમાં સોંપેલ છે.
Sd/-
પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.