પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્યગાથા

7/6/2025 8:15:19 PM

 

પશ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૦/૦૧/૨૦૧૬ થી તા. ૧૬/૦૧/૨૦૧૬ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૮/૨૦૧૬ તા. ૧૩/૦૧/૨૦૧૬ :-  

 

                તા.૧૩/૦૧/૧૬ ના રોજ કલાક ૧૦/૦૫ વાગ્યે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નબર ૧ નાં દક્ષીણ છેડા પાસે આવેલ ઓવરબ્રીજ નીચે એક નાની છોકરી એકલી બેસેલી પો.કોન્સ. શાંતીલાલ કાળુભાઇ બ.નં. ૮૭૮ નાઓના જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ છાયા ડો/ઓ પોપટભાઇ જાતે કંજર ઉવ.૪ રહે. સંતોષીનગર કંજરવાડ ઉધના સુરતવાળી હોવાનું જણાવતાં તેની વધુ પુછપરછ કરતા તે જણાવેલ સરનામેથી રમતાં રમતા ઉધનાં રેલ્વે  સ્ટેશન આવેલ અને ઉધનાં સ્ટેશને ટ્રેન ઉભેલ હતી તે ટ્રેનમાં બેસી ગયેલ અને સુરત સુધી  આવતી રહેલ  હોવાનું જણાવતા તેણીએ જણાવેલ સરનામે તેણીના વાલી-વારસોની તપાસ કરતા તેણીની માતા નામે ઓગામીબેન વા/ઓ પોપટભાઇ રાજનટ ઉવ.૩૮ ધંધો.ઘરકામ રહે. સદર વાળી મળી આવતા તેઓનુ નિવેદન મેળવી તેમજ યોગ્ય પુરાવા મેળવી મળી આવેલ છોકરીનો કબજો તેની માતાને રૂબરૂમાં સોંપેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૭/૨૦૧૬ તા. ૧૫/૦૧/૨૦૧૬ :-  

                તા.૧૫/૦૧/૧૬ ના રોજ કલાક ૧૬/૦૦ વાગ્યે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં. ૪ ના વચ્ચેના ભાગે પેસેન્જરોને બેસવાના બાંકડા ઉપર એક નાનો છોકરો એકલો બેસેલ ASI અર્જુનભાઇ કહજીભાઇ બ.નં ૫૦૩ નાઓના જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ રાજકુમાર સ/ઓ નારાયણ જાતે-મહંતો ઉવ.૧૨ રહે. ગામ-ભાવપુર થાનાં રાજમહલ જીલ્લો સાહેબગંજ રાજ્ય-ઝારખંડવાળો હોવાનુ જણાવતાં તેની વધુ પુછપરછ કરતા તેણે તેના માતા-પિતા ભણવા બાબતે બોલતા મનમા લાગી આવતા ઘરે કોઇને પણ જાણ કર્યા વગર નિકળી સુરત આવેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસો અંગે પુછતા તેને તેના મોટા ભાઇનો મોબાઈલ નંબર આપતા ફોન ઉપર તેઓનો સંપર્ક કરી જાણ કરતા તેના ભાઇ નામે રઘુભાઇ રહે. સદર વાળા તેને લેવા માટે આવે ત્‍યાં સુધી શ્રી વી.આર. પોપાવાલા ચિલ્‍ડ્રન હોમ કતારગામ, સુરત ખાતે સોંપવમાં આવેલ છે.

 

 

                                                                                                          Sd/-

                                                                         પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.