પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૭/૦૧/૨૦૧૬ થી તા. ૨૩/૦૧/૨૦૧૬ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૯/૨૦૧૬ તા. ૧૯/૦૧/૨૦૧૬ :-
તા.૧૯/૦૧/૧૬ ના રોજ કલાક ૦૯/૦૦ વાગ્યે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં-૧ ઉપર પેસેન્જરોને બેસવાના બાકડા ઉપર એક નાની છોકરી એકલી રડતી WHC ગીતાબેન શનાભાઈ બ.નં ૪૦૮ નાઓના જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ પ્રીતિકુમારી ડો/ઓ હરિમંડલ ઉવ.૧૦ રહે, ગામ પુરાની મસારો પોસ્ટ મમલખા થાના સંભાવર જી. ભાગલપુર રાજ્ય બિહાર વાળી હોવાનું જણાવતાં તેની વધુ પુછપરછ કરતા તે સુરત રેલ્વે સ્ટેશન પ્લે નં. ૪ ઉપરથી ઉપડતી સુરત-ભાગલપુર એક્સ ટ્રેનમાં તેના માતા-પિતા તેમજ ભાઈ સાથે વતન જવા અંકલેશ્વરથી સુરત આવેલ અને ટ્રેનમાં બેસવા જતા તેઓની પાસેથી વિખુટી પડી ગયેલ હોવાનું જણાવતા સદરી મળી આવેલ છોકરીના માતા-પિતાનું તેમજ ભાઈનું એનાઉન્સ કરાવતા સદર છોકરીના મોટા ભાઈ નામે છોટેલાલ હરિમંડલ નાઓ એનાઉન્સ સાંભળીને પ્લે.નં. ૧ ઉપર આવેલ પોલીસ ચોકી ઉપર આવેલ અને સદર છોકરી બાબતે પુછતા તેઓએ પણ પેસેન્જરની ભીડ-ભાડમાં તેમનાથી વિખુટી પડી ગયેલ હોવાનું જણાવતા હોય મળી આવેલ છોકરીનો કબજો યોગ્ય પુરાવા મેળવી તેમજ વિગતવારનું નિવેદન મેળવી મળી આવેલ છોકરીનો કબજો તેના મોટા ભાઇને રૂબરૂમાં સોંપેલ છે.
(૨) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૭/૨૦૧૬ તા. ૨૦/૦૧/૨૦૧૬ :-
તા.૨૦/૦૧/૧૬ ના રોજ કલાક ૧૦/૪૫ વાગે ઉત્રાણ રેલ્વે સ્ટેશન પ્લે.ન-૧ ઉપર એક નાનો છોકરો એકલો બેસેલો પેસેન્જરને જોવામાં આવતા તેઓ ઉત્રાણ સ્ટેશન માસ્તરની ઑફિસમાં લઈ ગયેલ અને ઉત્રાણ રેલ્વે સ્ટેશન માસ્તરે લેખીત મેમા સાથે સદર છોકરાને રેલ્વે પોર્ટર નામે ધર્મેશભાઈ નગીનભાઈ પટેલ નાઓ સાથે સુરત રેલ્વે પો.સ્ટેશનમાં લઈ આવતા પો.સ્ટે.ઑફિસર ASI રામજીભાઈ દાજીભાઈ નાઓએ મીસીંગ સ્કોર્ડના WHC ગીતાબેન શનાભાઈ નાઓને આગળતી કાર્યવાહી માટે સોંપતા તેઓએ તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ મોહંમદ રાજુ સ/ઓ હુસેન જાતે.શેખ ઉં.વ.૧૧ ધંધો.અભ્યાસ રહે. મુ.પો. મધુરા થાના કોરાવ જી. કટિહાર રાજય બિહાર વાળો હોવાનું જણાવતા તેની વધુ પુછપરછ કરતા તે તેના પિતાજી સાથે સુરત એક અઠવાડિયા પહેલા આવેલ હોવાનું અને તા. ૧૯/૦૧/૧૬ નાં રોજ સુરત રેલ્વે સ્ટેશનેથી સુરત-ભાગલપુર ટ્રેનમાં બેસી બિહાર જવા નીકળેલ પરંતુ ટ્રેનમાં ખુબ જ ભીડ હોવાથી તેના પિતાજીથી વિખુટો પડી ગયેલ હોવાનું જણાવી ઉધના રેલ્વે સ્ટેશને તેના પિતાજીને શોધખોળ કરવા માટે નીચે ઉતરેલ તે દરમિયાન ટ્રેન ચાલુ થઈ જતા પોતે રહી ગયેલ હોવાનું જણાવતા તેના વાલી-વારસોનો કોન્ટેક નંબર માંગતા નહી હોવાનું જણાવતા સદર મળી આવેલ છોકરાના વતનના પોલીસ થાના કોરાવ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીના મોબાઈલ નંબર ૦૯૪૩૧૮૨૨૭૮૧ ઉપર ટેલિફોનથી જાણ કરતા તેઓ સદર છોકરાના વતનના ગામે છોકરાના ભાઈને જાણ કરતા તેઓ લેવા આવવા માટે જણાવતા હોય અને અત્રે તેઓ લેવા માટે આવે ત્યાં સુધી સદર છોકરાને સંભાળ માટે શ્રી વી.આર.પોપાવાલા ચિલ્ડ્રન હોમ કતારગામ સુરત ખાતે મુકવામાં આવેલ છે.
પાન-ર
(૩) વડોદરા રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૩/૨૦૧૬ તા. ૦૮/૦૧/૨૦૧૬ :-
તા.૦૮/૦૧/૧૬ ના રોજ સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૩/૧૬ થી નોંધ કરી સુરેશભાઇ નારાયણ બૈરવા નાઓએ પોતાનો ભાઇ મહેશભાઇ નારાયણ બૈરવા રહે. ગામ પાટન તા. રૈની જી. અલવર (રાજસ્થાન) વાળો અસ્થીર મગજના કારણે ઘરેથી નિકળી બહેનના ઘરે જવા માટે નિકળી ગયેલ હોવાની ગુમસુદા અરજી આપતા સદર અરજી એ.એ.આઇ. મહીજીભાઇ ડાહયાભાઇ મીયાગામ કરજણ આ.પો. નાઓને તપાસ માટે સોંપેલ અને પરીવારના સભ્યો તપાસ માટે મળેલ હકિકત આધારે કરજણ રેલ્વે સ્ટેશને આવતા ગુમ થનાર મળી આવેલ નહી અને આપેલ અરજી આધારે દૈનિક સમાચાર પત્રોમાં જાહેરાત આપી ગુમ થનાર ઇસમને રતલામ રેલ્વે સ્ટેશન બહારથી ચા ના ઢાબા ઉપરથી મળી આવેલ હોય જેનો કબજો તેના મોટા ભાઇ નામે સુરેશભાઇ નારાયણ બૈરવા નાઓને યોગ્ય પુરાવા મેળવી તેમજ વિગતવારનું નિવેદન મેળવી રૂબરૂમાં સોંપેલ છે.
(૪) વડોદરા રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૦/૨૦૧૬ તા. ૨૧/૦૧/૨૦૧૬ :-
તા.૧૯/૦૧/૧૬ ના રોજ કલાક ૧૧/૦૦ વાગ્યે વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર વુમન ASI શાંતાબેન દલપતભાઇ નાઓ મીસીંગ સેલના માણસો સાથે હાજર હતા તે દરમયાન પ્લે.નં.-૧ ઉપર એક બાળક એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ ભાવેશભાઇ સુરેશભાઇ ઉવ.૧૨ ધંધો-અભ્યાસ, રહે. કરખડી પાદરા હાલ-રામદેવનગર ઝુપડપટ્ટી વડોદરા વાળો હોવાનું જણાવતાં તેની વધુ પુછપરછ કરતા તે પોતાના ઘરે કોઇને પણ જાણ કર્યા વગર નિકળી આવેલ હોવાનુ જણાવી તેના કાકાના દિકરા નામે પ્રકાશભાઇ સુરેશભાઇ ઉં.વ.૨૩ રહે. સદર વાળાનો મોબાઇલ નંબર આપતા મો.ફોન ઉપર તેઓને જાણ કરતા તેઓ વડોદરા રે.પો.સ્ટે.માં તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી તેમજ વિગતવારનું નિવેદન મેળવી મળી આવેલ છોકરીનો કબજો તેના ભાઇને રૂબરૂમાં સોંપેલ છે.
(૫) વડોદરા રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૧/૨૦૧૬ તા. ૨૦/૦૧/૨૦૧૬ :-
તા.૨૦/૦૧/૧૬ ના રોજ કલાક ૧૧/૦૦ વાગે વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર હે.કો. છત્રસિંહ કેસરીસિંહ સર્વેલન્સ ડયુટીના પોલીસ માણસો સાથે હાજર હતા તે દરમ્યાન મેડીકલ સ્ટોર પાસે બે છોકરા એકલા જોવામાં આવતા તેઓની પુછપરછ કરતા તેમણે પોતાના નામ (૧) તેહસીનરઝા મહોમદ આબાદ હુસેનખલીલ ઉદ્દીન શેખ, (ર) સઉદ યકીન શેખ ઉં.વ.૧૨, ધંધો-અભ્યાસ, બન્ને રહે. વાસણા રોડ વડોદરા હાલ-આલાહઝરા મદ્રેસા બાવામાનપુરા પાણીગેટ વડોદરાવાળા હોવાનું જણાવતાં તેઓની વધુ પુછપરછ કરતા તેઓ બન્ને ટયુશનમા પરેશાનીના કારણે નિકળી આવેલ હોવાનુ જણાવી તેના વાલી-વારસોના મોબાઇલ નંબર આપતા ફોન ઉપર તેઓને જાણ કરતા અ.નં.(૧) ના પિતા નામે આબદી ખલીલ ઉર રહેમાન શેખ ઉં.વ.૫૭, ધંધો-મદ્રેસામાં શિક્ષક તરીકે રહે. સદર તેમજ અ.નં. (ર) ના પિતા યકીન મકબુલ શેખ ઉં.વ.૪૦, ધંધો-સળીયા સેન્ટીગ કામ, રહે. વાસણા વાળાઓ વડોદરા રે.પો.સ્ટે.માં તેઓને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી તેમજ વિગતવારના નિવેદન મેળવી મળી આવેલ બન્ને છોકરાઓનો કબજો તેઓના પિતાને રૂબરૂમાં સોંપેલ છે.
Sd/-
પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.