પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો

6/7/2025 11:05:20 PM

અધિકારીનો હોદ્દો -- પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ રેલ્વે, વડોદરા.

અધિકારીની સત્તાઓ -- ડી.જી.પી.શ્રીના હુકમોને આધીન રહીને પોતાના અખત્યારની હદમાં રહીને હથીયાર સબંધી, કવાયત સબંધી, કસરત સબંધી, સભ્યો ઉપર તથા બનતા બનાવો ઉપર નજર રાખવા સબંધી પરસ્પર સબંધ સબંધી, ફરજોની વહેંચણી સબંધી, કાયદાના તથા હુકમના તથા કામ ચલાવવાની રીત સબંધી સર્વ બાબતો વિશે અને વહીવટી વિગતો સબંધી અથવા હાથ હેઠળના પોલીસ દળે પોતાની ફરજો બજાવવા સબંધી સધળી બાબતો અંગે હુકમ કરીને નિયમન કરવું.

અધિકારીની ફરજો --

  • ખાસ કરીને પોતાના તાબા નીચેના ના.પો.અધિ.શ્રીઓને જરૂરી સુચન અને માર્ગદર્શન આપવા.

  • પોતાના તાબા નીચેના દળને યોગ્ય રીતે તાલીમ બધ્ધ કાર્યક્ષમ અને શિસ્ત બધ્ધ રાખવું આ માટે સતત નિયમીત તાલીમ યોજવી.

  • પોતાના જીલ્લાનો કાયદો અને વ્યવસ્થા બરાબર જળવાઇ રહે અને ગુન્હાઓ શોધી કાઢવા કડક હાથે તપાસ કરી કરાવવી અટકાવવા તે જોવું, પરસ્પર એખલાસ જાળવી ઉત્સાહ અને પ્રોત્સાહન આપવું, નિષ્ક્રીયતા દુર કરવી અને સર્વ જરૂરીયાતો સંતોષવી અને સંપર્ક જાળવવો.

  • પોતાના વિસ્તારમાં પ્રવાસ ખેડી નિયમીત અને પધ્ધતિસર પોલીસ સ્ટેશન અને આઉટ પોસ્ટનું વાર્ષિક ઇન્સ્પેકશન યોજવું, અવાર-નવાર ઓચિંતી મુલાકાતો યોજવી.

  • ઉપરી અધિકારીશ્રીઓ સાથે સંપર્કમાં રહી અને તેના નિરીક્ષણ તપાસણી વગેરે સર્વે કામગીરીમાં તેઓનો વિશ્વાસ સંપાદન કરવો અને મુશ્કેલીઓમાં મદદ અને માર્ગદર્શન મેળવવું.

  • માંદા પોલીસ કર્મચારીઓની અઠવાડીએ એકાદવાર હોસ્પિટલમાં નિયમીત મુલાકાતો લેવી. આ રીતે તાબાના કર્મચારીઓની લાગણી કે વિશ્વાસ સંપાદન કરવો જે બાબત તેઓની ફરજ બજાવવામાં ખૂબજ ઉપયોગી નિવડે છે.

અધિકારીનો હોદ્દો --નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, પ.રેલ્વે,વડોદરા(વહીવટ)

અધિકારીની સત્તાઓ --

  • પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના વહીવટી સ્ટાફ ઉપરનું સુપરવિઝન

  • નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથકને કાયદામાં તથા પોલીસ મેન્યુઅલમાં આપેલ સત્તાઓનો કાયદાની મર્યાદામાં રહીને ઉપયોગ કરવાની સત્તા

  • હેડ કવાર્ટર ના પોલીસ કર્મચારીઓની હકક રજા મંજુર કરવાની સત્તા

  • હેડ કવાર્ટર ના પોલીસ કર્મચારીઓની ગેરહાજરી સબબ વિવિધ રજાઓ મંજુર કરવાની સત્તા

  • હેડ કવાર્ટર ના પોલીસ કર્મચારીઓની કસુર બદલ દંડ અથવા શિક્ષા કરવાની સત્તા

  • ઉપરી કચેરીથી ખરીદ થઇ યુનિટને ફાળવેલ સાધન સામગ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીના હુકમથી ખરીદવામાં આવેલ સાધન સામગ્રી અંગે કમીટી કરવાની સત્તા

  • પોલીસ અધિક્ષકશ્રીએ કચેરી આદેશ બહાર પાડી નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથકને ડેલીગેટ કરેલ (સોંપેલ) સત્તાઓનો ઉપયોગ કરવાની સત્તા

અધિકારીની ફરજો --

  • કચેરીની વહીવટી કામગીરી ઉપર દેખરેખ રાખવી.

  • પોલીસ અધિક્ષકશ્રી જીલ્લામાં કામ અર્થે ગયેલ હોય ત્યારે પોલીસ અધિક્ષકશ્રીની કચેરીની કામગીરી ઉપર દેખરેખ રાખવી.

  • યુનિટ (જીલ્લા) ના પબ્લીક રીલેશન ઓફિસર (પી.આર.ઓ.) તરીકેની કામગીરી કરવી.

  • પોલીસ અધિકારી/કર્મચારીઓના વેલ્ફેરની કામગીરી ઉપર દેખરેખ રાખવી.

  • પોલીસ હેડ કવાર્ટરના માંદા પોલીસ કર્મચારીઓની નિયમીત હોસ્પિટલમાં મુલાકાતો લેવી.

  • આર.એસ.આઇ.ની કામગીરી ઉપર જરૂરી દેખરેખ રાખવી તેમજ યુનિટના તમામ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓનું નિયમોનુસાર ફાયરીંગ પ્રેકટીશનું આયોજન કરવું.

  • પોલીસ અધિકારી/કર્મચારીઓના શિસ્ત અને કાર્યક્ષમતા જળવાઇ રહે તે જોવું અને પોલીસ હેડ કવા.માં નિયમીત પી.ટી. પરેડ તથા સેરીમોનીયલ પરેડનું આયોજન થાય તે અંગે દેખરેખ રાખવી.

  • હેડ કવા.ની મેસ અને કેન્ટીનના એકાઉન્ટની બાબતોની દેખરેખ રાખવી.

  • પોતાની વિકલી ડાયરીની નકલો નિયમીત અને સમયસર લાગતા વળગતા અધિકારીઓ તરફ મોકલાવવી.

  • પોલીસ અધિક્ષકશ્રીની કચેરીમાં આવતી નામજોગ ટપાલો તથા ખાનગી પત્રો સિવાયના તમામ પત્રો, ફેકસ મેસેજ, વાયરલેસ, સાયફર (ગુપ્ત લીપીના મેસેજો) અને ઇ-મેલ મેસેજોના કવરો ખોલી ચેક કરી પોલીસ અધિક્ષકશ્રી પાસે મુકવા.

  • રીડર શાખાની રૂટીન કામગીરી ઉપર દેખરેખ રાખવી જેમાં પત્રકો, રીપોર્ટ, વિવિધ સ્ટેટમેન્ટ અને એલ.એ.કયુ.,એલ.એસ.કયુ., આર.એસ.કયુ.ની માહિતી નિયમીત જાય તે અંગે પણ દેખરેખ રાખવી.

  • એમ.ટી.શાખા, બેન્ડ વિભાગ, માઉન્ટેડ વિભાગ તથા કેમલ યુનિટ વિભાગની કામગીરી ઉપર દેખરેખ રાખવી.

  • હેડ કવા. ની તમામ વેલ્ફેર પ્રવૃત્ત્િા તથા પોલીસ કલબની કામગીરી ઉપર દેખરેખ રાખવી.

  • હેડ કવા.ના પોલીસ કર્મચારીઓના પ્રશ્નો અંગે ઓર્ડલીરૂમ રાખી નિકાલ કરવો અથવા ઉપરી અધિ.શ્રીને રીપોર્ટ કરવો.

  • હેડ કવા.ના પોલીસ કર્મચારીઓની કીટનું ઇન્સ્પેકશન કરવું

  • હેડ કવા.ની તમામ બાબતો અંગે પોલીસ અધિક્ષકશ્રીને માહિતગાર કરવા.

  • જીલ્લાની તમામ ગાર્ડોને દિવસ અને રાત્રી દરમ્યાન ચેક કરવી.

  • જીલ્લાના અધિકારી/કર્મચારીઓની વાર્ષિક ફાયરીંગ પ્રેકટીશનું આયોજન કરવું.

  • નવા ભરતી થયેલ પોલીસ કર્મચારીઓની તાલીમ બરાબર થાય છે કે નહી તેની દેખરેખ રાખવી.

  • હેડ કવા. ના પોલીસ કર્મચારીઓના શીટ રીમાર્કસ કરવા.

  • પોલીસ કર્મચારીઓ તરફથી થતી ફરીયાદો તથા વહીવટી રજુઆતો સાંભળી નિરાકરણ કરવું.

  • હેડ કવા.ની પોલીસ લાઇનોની નિયમીત વિઝીટ કરવી અને લાઇનોમાં સાફ-સફાઇ બરાબર થાય છે કે નહી તે જોવું તેમજ લાઇનમાં પાણી, લાઇટ જેવા અન્ય પ્રશ્નો અંગે પણ દેખરેખ રાખવી.

અધિકારીની નાણાંકીય સત્તાઓઃ-

  • રૂ.ર૦૦/- ની મર્યાદામાં કચેરીના વહીવટ માટે ખર્ચ કરવાની સત્તા.

અધિકારીનો હોદ્દો -- નાયબ પોલીસ અધિક્ષક (એસ.ડી.પી.ઓ.)

અધિકારીની સત્તાઓ --

  • નાયબ પોલીસ અધિક્ષક તરીકે કાયદાકીય રીતે આપેલ સત્તાઓ તથા પોલીસ મેન્યુઅલમાં જણાવેલ સત્તાઓ કાયદાની મર્યાદામાં રહીને ભોગવવાની સત્તા છે.

  • તાબાના પોલીસ અધિકારી/ પોલીસ કર્મચારીઓની જાહેર રજા, પરચુરણ રજા, હેડ કવાર્ટર લીવ, મંજુર થયેલ હકક રજા ઉપર છુટા કરવાની સત્તા છે. તેમજ પોલીસ કર્મચારીઓની હકક રજા મંજુર કરવાની સત્તા છે.

અધિકારીની ફરજો --

  • એ.એસ.પી. અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે સબ ડિવિઝનના ચાર્જમાં હોય તેમના તાબા નીચેના પોલીસ સ્ટેશનોના બનતા તમામ પ્રકારના ગુન્હાઓ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે જવાબદારી રહેલી છે, આ માટે શકય હોય ત્યાં કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલા ગુન્હાઓ માટે ડીવીઝનના પોલીસ સ્ટેશનોની નિયમીત વિઝીટ કરવી, પોલીસ અધિક્ષક ના સામાન્ય/વહીવટી હુકમ મુજબ તાબાના અધિકારીઓ અને કર્મચારીઓની કાર્યક્ષમતા અને શિસ્ત અંગે તેઓ જવાબદાર છે, તાબાના પોલીસ સ્ટેશન તથા આ.પો.સ્ટે.નું વર્ષમાં એક વાર નિયમસર અને પધ્ધતીસરનું વાર્ષિક નિરીક્ષણ કરવું.

  • પોતાના વિસ્તારમાં ભાડુતી વાહનો કે વિસ્ફોટક શસ્ત્રો કે દારૂ ગોળાની દુકાનોનું નિરીક્ષણ કરવાની ફરજ

  • અઠવાડીયામાં એક વખત બિમાર કર્મચારીઓની હોસ્પિટલમાં મુલાકાત લેવી અને આ કક્ષાના કર્મચારીઓ માટે જરૂરી યોગ્ય સર્વે ફરજો બજાવવી.

  • પોતાના વિભાગના પો.સ્ટે.ની હદમાં આવેલ તમામ પોલીસ લાઇનોની નિયમીત વિઝીટ કરી તેની સાફસફાઇ નિયમીત થાય તે જોવું તથા પોલીસ લાઇનમાં લાઇટ, પાણી તથા અન્ય પ્રશ્નો અંગે પણ દેખરેખ રાખવી.

  • પોતાના વિભાગના પો.સ્ટે.ની તથા આઉટ પોસ્ટની સરપ્રાઇઝ વિઝીટ કરી ગુન્હાકીય તથા વહીવટી બાબતો અંગે તકેદારી રાખવી.

  • પોતાના વિભાગમાં ગુન્હાનું પ્રમાણ વધે નહી તે માટે અઠવાડીયામાં નિયમીત બે નાઇટ રાઉન્ડ ફરવી તેમજ પોતાના વિભાગના પોલીસ સ્ટેશનોમાં અધિકારીઓ/પોલીસ કર્મચારીઓ અઠવાડીયાની બે નાઇટ રાઉન્ડ/નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ ફરે છે કે કેમ તે અંગે દેખરેખ રાખવી.

  • પોતાના વિભાગના પો.સ્ટે. વિસ્તારમાં દર મહિને ગંભીર ગુન્હાઓ બનતા અટકાવવા સારૂ કોમ્બીંગ નાઇટ રાઉન્ડનું આયોજન કરવાની ફરજ છે તેમજ પોતાના વિભાગના પો.સ્ટે. અમલદારોની દર માસે પોતાની કચેરીએ ક્રાઇમને લગતી મીટીંગનું આયોજન ગોઠવવાની ફરજ છે.

  • પોતાના વિભાગના પો.સ્ટે.માં દર માસે લોકદરબારનું સરકારશ્રીના સુચનો મુજબ આયોજન કરવાની ફરજ છે.

  • આમ ઉપરોકત વિગેરે બાબતોની તાબાના પો.સ્ટે.ના ઇન્ચાર્જ અધિકારી/કર્મચારીઓને જરૂરી સુચનો/માર્ગદર્શન, પોલીસ અધિક્ષકશ્રી કે ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ/ સરકારશ્રી તરફથી આવતા સુચનો અનુસાર કાર્યવાહી કરવા સુચના અને જાણકારી આપવામાં આવે તે જોવાની જવાબદારી છે.

  • પોતાના વિભાગના પો.સ્ટે.માં ફરીયાદી/અરજદારોને બરાબર સાંભળવામાં આવે છે કે નહી તે સરપ્રાઇઝ ચેકીંગ ગોઠવી આયોજન કરવાની ફરજ છે.

  • પોલીસ અધિક્ષકશ્રી પ.રેલ્વેની કચેરી તરફથી તેમજ યુનિટના અન્ય ઉપરી અધિકારીશ્રી તરફથી આવતા પત્રો, ટપાલો, ફેકસ મેસેજ તથા અન્ય તુમારોનું નિયમીત વાંચન કરી તે તુમારોમાં જણાવેલ હુકમો/સુચનાઓ મુજબ કામગીરી કરવી તથા કરાવવી તેમજ અરજન્ટ માંગવામાં આવેલ માહિતીઓ તાત્કાલિક મોકલી આપવી.

  • પોતાના વિભાગના પોલીસ સ્ટેશનની પોલીસ લાઇનોની નિયમીત વિઝીટ કરવી અને લાઇનોમાં સાફ-સફાઇ બરાબર થાય છે કે નહી તે જોવું તેમજ લાઇનમાં પાણી, લાઇટ જેવા અન્ય પ્રશ્નો અંગે પણ દેખરેખ રાખવી.

  • પોતાના વિભાગના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ તરફથી થતી ફરીયાદો તથા વહીવટી રજુઆતો સાંભળી નિરાકરણ કરવું.

  • પોતાની વિકલી ડાયરીની નકલ, ક્રાઇમ મેમા, હાથ ઉપરના જાત તપાસના કેસ ડાયરીની નકલ પણ ઉપરી અધિકારીને મોકલવાની ફરજ છે.

  • નીચેના ગુન્હાઓમાં નાયબ પોલીસ અધિક્ષકે તેમના વિભાગમાં બને તો વિઝીટેશન કરવાના હોય છે --

    • ખૂન અને ખૂનની કોશિષ ના ગુન્હા (ર) ધાડ ના ગુન્હા (૩) લૂંટ અને લૂંટની કોશિષ ( કે જેમાં આરોપીએ ફાયર આર્મનો ઉપયોગ કર્યો હોય કે સાથે રાખ્યો હોય)(૪) ટ્ર઼ેન લૂંટ (સુર્યાસ્તથી સુર્યોદય દરમ્યાન ચાલુ પેસેન્જર ટ્રે઼નમાં લૂંટનો બનાવ) (પ) ધરફોડ ચોરી (રૂ.પ૦,૦૦૦/- કે તેથી વધુ કરમની ચોરી) (૬) રેલ્વે એકટ કલમ - ૧પ૦, ૧પ૧ મેજબના ગુન્હા (ચેઇન સ્નેચીંગ તથા કેફી પદાર્થ સિવાયના) (૭) જે ગુન્હામાં ગુજરાત સ્ટેટ પોલીસ અથવા સ્ટેટ રીઝર્વ પોલીસ ફોર્સના કર્મચારી/અમલદાર સંડોવાયેલા હોય તેવા ગુન્હાઓ.

  • નીચેના ગુન્હાઓમાં વિઝીટ કરવાની હોય છે --

    • (૧) સિરીયસ રાયોટીંગના ગુન્હા (ર) ગંભીર મોટર અકસ્માત, રેલ અકસ્માત કે જેમાં ઇજા પામનાર સ્થળ ઉપર મરણ ગયેલ હોય કે સારવાર માટે લઇ જતા હોસ્પિટલમાં મૃત્યુ પામે તેવા ગુન્હા (૩) ગુડઝ ટ્રેન/પેસેન્જર ટ્રેનમાં બનેલ લૂંટના ગુન્હા.

  • નીચેના ગુન્હાઓની જાત તપાસ કરવાની હોય છે --

    • (૧) પરિણીત સ્ત્રી અપમૃત્યુના/આપધાતના બનાવ કે જેમાં પરિણિત સ્ત્રિનો લગ્ન ગાળો ૦૭ વર્ષ સુધીનો અને તેણીની ઉમર ૩૦ વર્ષ સુધીની હોય અને તેણી પતિ, સાસુ, સસરા સાથે રહેતી હોય તેવા બનાવો તેમજ જે સ્ત્રીનો લગ્ન ગાળો ૧૦ વર્ષનો હોય અને તેણીનીએ ઝેરી દવા પીધેલ હોય કે સુસાઇડની કોશીષ કરી હોય અને સારવાર તળે હોય તેવા બનાવો (ર) અનુસુચિત જાતી/જન જાતી અત્યાચાર અધિનિયમ-૧૯૯પ ના નિયમ-૭(૧) મુજબના ગુન્હા તથા આવા ગુન્હાની તપાસ ૩૦ દિવસમાં પુરી કરી ચાર્જશીટ કરી આપવાની જવાબદારી છે. (૩) આઇ.પી.સી.કલમ - ૪૯૮(ક) મુજબના ગુન્હાઓની (૪) મિલેટ્રી/નેવલ કે એરફોર્સના અધિકારી/કર્મચારીઓએ પોલીસ ઉપર હુમલો કરેલ હોય ત્યારે દાખલ થતા ગુન્હાની તપાસ પોલીસ અધિક્ષકશ્રી/નાયબ પોલીસ અધિક્ષકશ્રી કરશે પોલીસ મેન્યુઅલ (ગ્રંથ) ભાગ-૩ ના નિયમ - ૧૩૪ (૧) મુજબ.

      નોંધ --
      (૧) જયારે જયારે ભારે ગુન્હાના સ્થળની વિઝીટ / વિઝીટેશન પુરૂ કરતાં ગુન્હાનું સ્થળ છોડતાં પહેલાં જે તે ગુન્હાની તપાસ બરાબર થાય છે કે નહી તે ખાસ જોવું તેમજ ચાર્જશીટમાં કે ડ્રાફટ ચાર્જશીટમાં સહી કર્યાની ડી સ્ટેટમેન્ટમાં નોંધ કરવી.

    • પોલીસ મેન્યુઅલ ભાગ-૩ રૂલ્સ - ૧૩૪(૧) સિવાયના બીજા ગંભીર ગુન્હાઓમાં સ્પેશ્યલ રીપોર્ટ મળતાં ઉપરી અધિ. (ના.પો.અધિ.શ્રી તથા સી.પી.આઇ.શ્રી) તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી જઇ એવા ગંભીર કેસોમાં ઇન્કવાયરી કરવી અને તપાસ કરનાર અધિકારીને જરૂરી માર્ગદર્શન આપવાની જવાબદારી/ફરજ પણ છે.

    • ભારે ગુન્હો દાખલ થયાની ફોન વર્ધી કે સ્પેશ્યલ રીપોર્ટ મલ્યા બાદ બે કલાકમાં રવાના થઇ જવું.

અધિકારીની નાણાંકીય સત્તાઓ --

  • રૂ.ર૦૦/- ની મર્યાદામાં કચેરીના વહીવટ માટે ખર્ચ કરવાની સત્તા.

અધિકારીનો હોદ્દો -- સર્કલ પોલીસ ઇન્સ્પેકટર (સી.પી.આઇ.)

અધિકારીની સત્તાઓ --

  • સર્કલ પોલીસ ઇન્સ્પેકટર તરીકે કાયદાકીય રીતે આપેલ સત્તાઓ તેમજ પોલીસ મેન્યુઅલમાં આપેલ સત્તાઓ કાયદાની મર્યાદામાં રહીને ભોગવવાની સત્તા છે.

  • પોતાની કચેરીના તાબાના પોલીસ કર્મચારીઓની જાહેર રજા, પરચુરણ રજા, હેડ કવાર્ટર લીવ, મંજુર થયેલ હકક રજા ઉપર છુટા કરવાની સત્તા છે.

અધિકારીની ફરજો --

  • પોતાના સર્કલના પો.સ્ટે. ના અધિકારી/કર્મચારીઓ શિસ્તમાં રહી ફરજ બજાવે છે.

  • ગુન્હાઓ શોધવા અને ગુન્હેગારો પકડવાની આવડત ધરાવવાને લીધે આ હોદ્દો મેળવનાર સર્કલમાંના ગુન્હાઓ અને ગુન્હાહીત ટોળીઓને નિયંત્રિત કરવા માટે તેની શકિત સેવાઓને કામે લગાડીને પોતાના સર્કલમાંના ગુન્હાઓ અટકાવવા અને પકડવાની કામગીરીનું સંકલન કરવાની ફરજ છે.

  • જુદા-જુદા પો.સ્ટે. અને આ.પો.સ્ટે.ની વારંવાર મુલાકાત લેવી તથા કર્મચારીઓ યોગ્ય કામગીરીઓ બજાવે છે કે કેમ , સર્વેલન્સ રજીસ્ટરો બરાબર જળવાય છે કે કેમ, ગુન્હેગારો થી પોલીસ સુ-પરિચિત છે કે કેમ અને ગુન્હાઓ બરાબર નોંધાય છે કે કેમ, તપાસ બરાબર થાય છે કે કેમ ? તે જોવાની ફરજ છે.

  • ખૂન, લૂંટ કે હાઇવે રોબરી અને બીજા ગંભીર ગુન્હાઓ જે વિઝીટેબલ બનાવના હોય, ગંભીર મૃત્યુ નિયજાવનાર, મોટર અકસ્માત, ટ્રેન અકસ્માત વિગેરેની તપાસમાં રૂબરૂ હાજરી આપવી અને તપાસ કરનાર અમલદારને અને તેના સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સુચના આપવી.

  • આસપાસના પો.સ્ટે.માં સહકાર જળવાઇ રહે તે જોવું સી.આર.પી.સી. પ્રકરણ-૮ નીચેના અટકાયતી પગલાંઓ લેવા/લેવડાવવાની કામગીરી.

  • પોલીસ અધિક્ષકશ્રી/નાયબ પોલીસ અધિક્ષકશ્રીની સુચનાઓને આધિન રહી કામગીરી કરવી. સર્કલના પોલીસ સ્ટેશનો ધ્વારા પેટ્રોલીંગ યોગ્ય રીતે ફરાય છે કે કેમ તે જોવું, અને ગુન્હાઓ પકડવા અને અટકાવવામાં મદદરૂપ માહિતી યોગ્ય રીતે સંપાદીત કરાય છે તે જોવું.

  • ડીવીઝનના અધિ.શ્રી તથા પોલીસ અધિ.શ્રી / ઉચ્ચ પોલીસ અધિ.શ્રીઓના / સરકારશ્રીના લેખીત નિયમોનું પાલન કરવું તથા તાબાના પોલીસ સ્ટેશનો પાસે પાલન કરાવવું.

  • ઝડપી વાહન વ્યવહાર અને સુધારેલી વાહન પધ્ધતિનું આજના યુગમાં ગુન્હા અટકાવવા અને શોધી કાઢવા જરી પુરાણી પધ્ધતિઓ બહુ કામની નથી બલ્કે ચાંપતી નજર અને તકેદારી સફળતા માટે મદદરૂપ થશે આ માટે તાબાના કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવી. પડોશી પોસ્ટે સાથે સાથ સહકાર મેળવવો.

  • તાબાના પો.સ્ટે.ના ત્રીમાસીક ઇન્સ્પેકશન નિયમ અનુસાર કરવા જેથી સર્કલના પો.સ્ટે.નું તમામ રેકર્ડ / કામગીરીમાં દિન-પ્રતિદિન સુધારો થતો રહે તે પરિણામ લાવવાનું છે.

  • તાબાના પો.સ્ટે.ના અન-ડીટેકટ ગુન્હાઓ/ વિઝીટેશનવાળા ગુન્હાઓ/ અગત્યના બનાવોમાં પો.સ.ઇ./એ.એસ.આઇ./હે.કો.ને યોગ્ય માર્ગદર્શન અને સુચનાઓ આપવી.

  • પોલીસ અધિક્ષકશ્રી પ.રેલ્વેની કચેરી તરફથી તેમજ યુનિટના અન્ય ઉપરી અધિકારીશ્રી તરફથી આવતા પત્રો, ટપાલો, ફેકસ મેસેજ તથા અન્ય તુમારોનું નિયમીત વાંચન કરી તે તુમારોમાં જણાવેલ હુકમો/સુચનાઓ મુજબ કામગીરી કરવી તથા કરાવવી તેમજ અરજન્ટ માંગવામાં આવેલ માહિતીઓ તાત્કાલિક મોકલી આપવી.

  • પોતાના સર્કલના પોલીસ સ્ટેશનની પોલીસ લાઇનોની નિયમીત વિઝીટ કરવી અને લાઇનોમાં સાફ-સફાઇ બરાબર થાય છે કે નહી તે જોવું તેમજ લાઇનમાં પાણી, લાઇટ જેવા અન્ય પ્રશ્નો અંગે પણ દેખરેખ રાખવી.

  • પોતાની અઠવાડિક વીકલી ડાયરીની નકલ તથા મંથલી કામગીરી પત્રકો લાગતા વળગતા ઉપરી અધિકારીશ્રીને નિયમીત મોકલવાની ફરજ છે.

  • પો.મેન્યુ.ભાગ-૩ માં જણાવ્યા મુજબ સી.પી.આઇ.ના વિઝીટેશનના તથા જાત તપાસના ગુન્હાઓની વિગત.

    • વિઝીટેશન કરવાના ગુન્હાઓ -- (૧) સીરીયસ રાયોટના ગુન્હા (ર) ધરફોડ ચોરી (રૂ.૧પ,૦૦૦/- કે તેથી વધુ રૂ.૪૯,૯૯૯/- સુધીની) (૩) મંદિર ચોરી રૂ.૧૦૦૦ કે તેથી વધુ રકમની ચોરી તેમજ મુર્તી ચોરી સહિતના (૪) ટેલીફોન અને ટેલીગ્રાફ વાયરની ચોરીના ગુન્હા (પ) રેલ્વે પાટાની લોખંડની ચાવીઓની ચોરીના ગુન્હામાં (ફકત વિઝીટ કરવી) (૬) પેસેન્જર ટ્રેન અને માલગાડીના લૂંટના ગુન્હામાં વિઝીટ કરવી. (૭) રૂ.૧૦૦,૦૦૦/- કે તેથી વધુ રકમની સાદી ચોરીના ગુન્હાનું વિઝીટેશન કરવું.

    • સી.પી.આઇ.ના જાત તપાસના ગુન્હાઓ -- (૧) વણ શોધાયેલ ખૂન, ખૂનની કોશિષ, ધાડ, લૂંટના ગુન્હા (ર) વણશોધાયેલ પેસેન્જર ટ્રેન અને માલગાડીના લૂંટના ગુન્હા (૩) લુંટ અને લુંટની કોશિષના ગુન્હા જે વણશોધાયેલ હોય અને આરોપીએ ફાયર આર્મનો ગુનામાં ઉપયોગ કર્યો હોય કે ગુનો કરતાં ફાયર આર્મ સાથે રાખેલ હોય (૪) પોલીસ અધિક્ષકશ્રી/ ના.પો.અધિ.શ્રીની સુચના મુજબના આયોજનબધ્ધ ગુનાઓ તથા સંવેદનશીલ ગુનાની તપાસ કરવી. (પ) પો.સ.ઇ. વિરૂધ્ધ આક્ષેપ થયેલ હોય તેવા અને સમાચાર પત્રમાં જાહેરાત આવેલ હોય તેવા ગુન્હાની જાત તપાસ કરવાની હોય છે. (૬) ૧૭ વર્ષ કે તેથી ઓછી વયના બાળકો (છોકરો-છોકરી) ના અપહરણના ગુનાની તપાસ કરવાની હોય છે.

      તે ઉપરાંત ગુ.પો.મેન્યુ.ભાગ-૩ ના રૂલ નં.ર૯ તથા ૧૩૪ (૧) --માં જણાવેલ તમામ ગુનાઓ સ્પેશ્યલ રીપોર્ટ મળતા ગુનાના સ્થળે તાત્કાલિક પહોંચી ત.ક.અમલદારને તપાસના કામે માર્ગદર્શન આપવું અને (ર) ગુનો વણશોધાયેલ હોય તો તપાસ જાતે સંભાળી આરોપી શોધી કાઢવાના હોય છે. (૩) ના.પો.અધિ.શ્રીના વિઝીટેશનના ગુનાઓમાં સાથે રહી તપાસમાં જરૂરી મદદ કરવી. (૪) સર્કલના જે પો.સ્ટે. માં મિલ્કત વિરૂધ્ધના વધુ ગુના બનેલ હોય ત્યા મુકામ રાખી બનેલ ગુનાઓના વર્ગીકરણ કરી ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નો કરવા (પ) સર્કલ ના પો.સ્ટે.માં અઠવાડીયાની બે નાઇટ રાઉન્ડ ફરી તમામ પો.સ્ટે.ના નાઇટ રાઉન્ડના માણસોને ચેક કરવા તેમજ દર મહિને સર્કલના પો.સ્ટે.ની હદમાં પ્રોહી./જુગાર/એમ.વી.એકટ/નાસતા-ફરતા આરોપીઓ પકડાવા/એમ.સી.આર. કાર્ડવાળા ઇસમો ચેક કરવા વિગેરેની સફળ કામગીરીનું આયોજન ગોઠવવાની ફરજ છે.

અધિકારીનો હોદ્દો -- પોલીસ ઇન્સ્પેકટર

અધિકારીની સત્તાઓ --

  • પોલીસ ઇન્સ્પેકટર તરીકે કાયદાકીય રીતે આપેલ સત્તાઓ તથા પોલીસ મેન્યુઅલમાં આપેલી સત્તાઓ કાયદાની મર્યાદામાં રહીને ભોગવવાની સત્તા છે.

  • તાબાના પોલીસ કર્મચારીઓની જાહેર રજા, પરચુરણ રજા, હેડ કવાર્ટર લીવ, મંજુર થયેલ હકક રજા ઉપર છુટા કરવાની સત્તા છે.

અધિકારીની ફરજો --

  • પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ તરીકે જનરલ સુપરવિઝન કરવાનું હોય છે.

  • પોલીસ સ્ટેશનના તાબાના પોલીસ અધિકારીઓ તથા પોલીસ માણસો સિસ્તમાં રહી ફરજ બજાવે તે જોવાનું હોયછે.

  • પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર વિસ્તારમાં બનતા ગુનાઓ બરાબર નોંધાય, તેની વ્યવસ્થિત રીતે તપાસ થાય અને સમય મર્યાદામાં તેનો નિકાલ થાય તે જોવાની હોય છે.

  • પોલીસ સ્ટેશનમાં નોંધાતા અગત્યના ગુનાઓ જેની જાતેથી તપાસ કરવાની તથા ઉપરી અધિકારીશ્રી ના વિઝીટેશનના બનતા ગુનાઓ તેમજ ઉપરી અધિ.શ્રી હુકમ કરે તે ગુનાની તપાસ કરવાની હોય છે.

  • પોલીસ સ્ટેશનના તાબાના પોલીસ અધિકારીઓ તથા પોલીસ માણસોને વેલ્ફેર, પ્રશ્નો જોવા.

  • પોતાની વિકલી ડાયરીની નકલ/ હાથ ઉણરના ચાલુ તપાસના કેસોની કેસ ડાયરીની નકલ/ માસીક કામગીરી પત્રક વિગેરે લાગતા વળગતા ઉપરી અધિકારીશ્રીઓની કચેરીએ નિયમીત મોકલી આપવાની ફરજ છે.

  • ઉપરી અધિકારીઓના સંપર્કમાં રહી સુચના મુજબ કામગીરી કરવાનો હોય છે.

  • પોલીસ સ્ટેશનમાં ફરીયાદીને સંતોષ અને આરોપીને યોગ્ય સજા થાય તે તરફની કામગીરીને પ્રાધાન્ય આપવાની અગત્યની ફરજ છે.

  • પોતાના હદના પો.સ્ટે. વિસ્તારમાં અઠવાડીયાની બે નાઇટ રાઉન્ડ ફરજીયાત ફરવાની હોય છે. તાબાના કર્મચારીઓને ચેક કરવા, જેલ ગાર્ડના પોલીસ માણસોને ચેક કરવા

  • પોતાના પોલીસ સ્ટેશનની પોલીસ લાઇનોની નિયમીત વિઝીટ કરવી અને લાઇનોમાં સાફ- સફાઇ બરાબર થાય છે કે નહી તે જોવું તેમજ લાઇનમાં પાણી, લાઇટ જેવા અન્ય પ્રશ્નો અંગે પણ દેખરેખ રાખવી.

  • પોલીસ અધિક્ષકશ્રી પ.રેલ્વેની કચેરી તરફથી તેમજ યુનિટના અન્ય ઉપરી અધિકારીશ્રી તરફથી આવતા પત્રો, ટપાલો, ફેકસ મેસેજ તથા અન્ય તુમારોનું નિયમીત વાંચન કરી તે તુમારોમાં જણાવેલ હુકમો/સુચનાઓ મુજબ કામગીરી કરવી તથા કરાવવી તેમજ અરજન્ટ માંગવામાં આવેલ માહિતીઓ તાત્કાલિક મોકલી આપવી.

અધિકારીની નાણાંકીય સત્તાઓ --

  • રૂ.ર૦૦/- ની મર્યાદામાં રહીને સરકારી કામ અર્થે ખર્ચ કરવાની સત્તા હોય છે.

અધિકારીનો હોદ્દો -- પોલીસ ઇન્સ્પેકટર,એલ.સી.બી.,પ.રેલ્વે,વડોદરા

અધિકારીની સત્તાઓ --

  • પોલીસ માણસોની રજા મંજુર કરવી તેમજ વાકેફ કરવા

  • કાયદો અને વ્યવસ્થા જાળવી જરૂરી માર્ગદર્શન આપવું

  • ગુન્હાનું ઇન્વેસ્ટીગેશન કરવું

  • પબ્લીકની તકલીફોનો કાયદામાં મળેલ સત્તા અનુસાર યોગ્ય નિકાલ કરવો.

  • ભારત સરકારશ્રી તથા ગુજરાત સરકારશ્રી તથા કોર્ટો તરફથી અમલી બનેલ કાયદાનું ઉલંધન ન થાય તે જોવું

અધિકારીની ફરજો --

  • પબ્લીકની મિલ્કતનું તથા પબ્લીકના જાનમાલનું રક્ષણ

  • ભારત સરકારશ્રી, ગુજરાત સરકારશ્રી અને કોર્ટો તરફથી અમલી બનેલ બનેલ કાયદાનું અને પરિપત્રોનું પાલન કરવું

  • પોલીસ માણસોનું વેલ્ફેર જોવું

  • પોલીસ માણસો પાસેથી કાયદાકીય સરકારી કામ લેવાની ફરજ છે

  • પોતાની હુકુમતમાં તથા બીજે બનતા તમામ પ્રકારના ગુન્હાઓ અટકાવવા તથા શોધી કાઢવાની ફરજ છે.

  • ઉપરી અધિ.શ્રી તરફથી માંગ્યા મુજબની હકિકત પુરી પાડવી

  • કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજો.

  • પોતાની અઠવાડિક વીકલી ડાયરીની નકલ તથા મંથલી કામગીરી પત્રકો લાગતા વળગતા ઉપરી અધિકારીશ્રીને નિયમીત મોકલવાની ફરજ છે.

  • જીલ્લાના અનડીટેકટ ગુન્હાઓ જે બનેલા છે તે શોધી કાઢવાની કામગીરી.

  • જાણીતા ગુન્હેગારો ઉપર સતત વોચ રાખવી/રખાવવી અને બીજા કોઇ ગુન્હાઓ ન કરે તે અનુસંધાનેની કામગીરી.

  • નાસતા-ફરતા ગુન્હેગારોને શોધી કાઢવાની કામગીરી કરવી અને તાબાના પો.સ.ઇ./પોલીસ કર્મચારીઓને સફળતા પૂર્વક આવા ગુન્હેગારોને પકડી પાડવાની કામગીરી.

  • પ્રોહિબીશન/જુગારની પ્રવૃત્ત્િાઓ કરતા જાણીતા બુટલેગરો/જુગારીઓની પ્રવૃત્ત્િા ઉપર વોચ રાખવી.

  • જીલ્લામાં કોઇપણ ગુન્હો બને તો ગુન્હાના સ્થળની વિઝીટ લઇ તપાસ કરનાર અધિકારીને તપાસમાં જરૂરી મદદ કરવી.

  • જીલ્લામાં અઠવાડિયાની બે નાઇટ રાઉન્ડ ફરવી અને તાબાના અધિકારીઓ/પોલીસ કર્મચારીઓ પણ અઠવાડિક નાઇટ રાઉન્ડ ફરે છે કે નહી તે ખાસ જોવું.

  • જીલ્લામાં મહિનામાં એક દિવસ કોમ્બીંગ નાઇટ રાઉન્ડનું આયોજન ગોઠવવું.

અધિકારીની નાણાંકીય સત્તાઓ -- નીલ

અધિકારીનો હોદ્દો -- પોલીસ ઇન્સ્પેકટર, એલ.આઇ.બી.

અધિકારીની સત્તાઓ --

  • પો.ઇન્સ. તરીકે કાયદાકીય રીતે આપેલ સત્તાઓ તથા પોલીસ મેન્યુઅલમાં જણાવેલ સત્તાઓ કાયદાની મર્યાદામાં રહીને ભોગવવાની સત્તા છે.

  • એલ.આઇ.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓની જાહેર રજા, પરચુરણ રજા, હેડ કવાર્ટર લીવ, મંજુર થયેલ હકક રજા ઉપર છુટા કરવા

  • એલ.આઇ.બી. યુનિટના એ.એસ.આઈ./ હે.કો.નાઓની કામગીરી ઉપર દેખ રેખ રાખવાની.

અધિકારીની ફરજો --

  • મંથલી પત્રકો, ત્રિમાસિક પત્રકો, છ માસીક પત્રકો અને વાર્ષિક પત્રકો તૈયાર કરીને સમયસર ઉપરી અધિકારીશ્રીઓને મોકલવાની કામગીરી.

  • વી.વી.આઇ.પી.શ્રીઓ તથા વી.આઇ.પી.શ્રીઓના આગમન/પ્રસ્થાન સમયે અને રેલ્વે પ્રવાસ દરમ્યાન તેઓશ્રીઓની સુરક્ષા કેટેગરી મુજબની એસ્કોટીંગ ફાળવણી જરૂરી બંદોબસ્ત ફાળવવાની કામગીરી.

  • મેળા ઉત્સવો, તહેવારો, રેલ રોકો આંદોલનો, ધરણાં, દેખાવો, પ્રતિક ઉપવાસ, ભૂખ હડતાલના કાર્યક્રમો અંગે જરૂરી બંદોબસ્ત ફાળવવાની કામગીરી.

  • વે.રે.મજદુર સંધ, વે.રે.એમ્પ્લોઈઝ યુનિયન, એસ.સી./એસ.ટી. એમ્પ્લોઇઝ યુનિયન, પ.રેલ્વે કર્મચારી પરિષદ, આર.એમ.એસ., એમ.એમ.એસ. અને મેલ ગાર્ડ એશોસીએશન રાજકીય પક્ષો, ધાર્મિક સંગઠનો , મહિલા સંગઠનો, રેલ -રોડ પેસેન્જર એશોસીએશન,પાસ હોલ્ડર એશોસીએશન, ઓલ ઈન્ડીયા રનીંગ સ્ટાફ એશોસીએશન, ઓલ ઇન્ડીયા સ્ટેશન માસ્તર એશોસીએશન, કુલી એશોસીએશન, કેટરર્સ એન્ડ વેન્ડર્સ એશોસીએશન, આર.પી.એફ.એશોસીએશન વિગેરે સંગઠનો તરફથી થનાર કાર્યક્રમો અંગે એડવાન્સમાં માહિતી મેળવી જરૂરી બંદોબસ્ત ફાળવવાની કામગીરી.

  • કોમ્યુનલ રાયોટ, વર્ગવિગ્રહના બનાવોની જાણકારી મેળવી તે અંગેની ઉપરી અધિ.શ્રીઓને જાણ કરવાની કામગીરી.

  • ગેર કાયદેસર શસ્ત્રો, દારૂગોળો, કેફી પદાર્થોની હેરાફેરી અંગેની માહિતી મેળવવાની કામગીરી

  • કુદરતી પ્રકોપ જેવા કે ભૂકંપ, અતિવૃષ્ટિ, પુર, વાવાઝોડું, દુષ્કાળ, ટ્રેન અકસ્માત વિગેરે આફતો સમયે બંદોબસ્ત ફાળવવાની કામગીરી.

  • ભાંગફોડ પ્રવૃત્ત્િાઓ, વિદેશી ધુસણખોરી, દાણચોરી અંગેની માહિતી મેળવવાની પ્રવૃત્ત્િાઓની કામગીરી.

  • આંતરરાષ્ટ્રીય નકલી ચલણી નોટો, વિદેશી નાગરીકો પકડાય તે માહિતી અંગેની કામગીરી.

  • રાષ્ટ્રવિરોધી પ્રવૃત્ત્િાઓ અંગેની માહિતી મેળવવાની અને ઉપરી અધિકારીશ્રીઓને પહોંચાડવાની કામગીરી.

  • સમાચાર પત્રોના પ્રેસકટીંગ, પ્રેસનોટની કામગીરી.

  • પાસપોર્ટ અરજી વેરીફીકેશનની કામગીરી.

  • અઠવાડીક રિપોર્ટ ઉપરી અધિકારીશ્રીઓને મોકલવાની કામગીરી.

  • ગુપ્ત (કોન્ફી) અરજીઓની તપાસ.

  • રેલ્વે સિકયુરીટી સ્કીમ, કોમ્યુનલ રાયોટ સ્કીમ, રેલ્વે સ્ટ્રાઇક સ્કીમ, અન્ય સ્કીમો દર વર્ષે રિવાઇઝ કરી તૈયાર કરી ઉપરી અધિકારીશ્રીઓ તરફ એપ્રુવ્ડ થવા મોકલી એપ્રુવ્ડ થયેથી જે તે થાણા અમલદાર, અધિકારીઓ તરફ મોકલવાની કામગીરી.

  • પોલીસ અધિક્ષકશ્રી પ.રેલ્વેની કચેરી તરફથી તેમજ યુનિટના અન્ય ઉપરી અધિકારીશ્રી તરફથી આવતા પત્રો, ટપાલો, ફેકસ મેસેજો તથા વિકલી કોન્ફી રીપોર્ટ, અન્ય તુમારોનું નિયમીત વાંચન કરી તે તુમારોમાં જણાવેલ હુકમો/સુચનાઓ મુજબ કામગીરી કરવી તથા કરાવવી તેમજ અરજન્ટ માંગવામાં આવેલ માહિતીઓ તાત્કાલિક મોકલી આપવી.

  • વિદેશી નાગરીક ગેરકાયદેસર ભારતમાં વસવાટ કરતો હોય ત્યારે તેની માહિતી મેળવવાની અને પકડાય તો તેની માહિતી ઉપરી અધિકારીશ્રીઓને મોકલી ડીપોર્ટેશન રીપોર્ટની કામગીરી કરવાની હોય છે.

અધિકારીની નાણાંકીય સત્તાઓ -- નીલ

અધિકારીનો હોદ્દો -- પોલીસ સબ ઇન્સ્પેકટર

અધિકારીની સત્તાઓ --

  • પો.સ.ઇ. તરીકે કાયદાકીય રીતે આપેલ સત્તાઓ તથા પોલીસ મેન્યુઅલમાં જણાવેલ સત્તાઓ કાયદાની મર્યાદામાં રહીને ભોગવવાની સત્તા છે.

  • તાબાના પોલીસ કર્મચારીઓની જાહેર રજા, પરચુરણ રજા, હેડ કવાર્ટર લીવ, મંજુર થયેલ હકક રજા ઉપર છુટા કરવાની સત્તા છે.

અધિકારીની ફરજો --

  • પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ તરીકે જનરલ સુપરવિઝન કરવાનું હોય છે.

  • પોલીસ સ્ટેશનના તાબાના પોલીસ અધિકારીઓ તથા પોલીસ માણસો સિસ્તમાં રહી ફરજ બજાવે તે જોવાનું હોયછે.

  • પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર વિસ્તારમાં બનતા ગુનાઓ બરાબર નોંધાય, તેની વ્યવસ્થિત રીતે તપાસ થાય અને સમય મર્યાદામાં તેનો નિકાલ થાય તે જોવાની હોય છે.

  • પોલીસ સ્ટેશનમાં નોંધાતા અગત્યના ગુનાઓ જેની જાતેથી તપાસ કરવાની તથા ઉપરી અધિકારીશ્રીના વિઝીટેશનના બનતા ગુનાઓ તેમજ ઉપરી અધિ.શ્રી હુકમ કરે તે ગુનાની તપાસ કરવાની હોય છે.

  • પોલીસ સ્ટેશનના તાબાના પોલીસ માણસોને યોગ્ય માર્ગદર્શન આપવાનું હોય છે.

  • પોતાની વિકલી ડાયરીની નકલો નિયમીત અને સમયસર તથા હાથ ઉપરના તપાસના કેસોની કેસ ડાયરીની નકલ, મંથલી કામગીરી પત્રક પણ નિયમીત મોકલવાની પણ ફરજ છે.

  • ઉપરી અધિકારીશ્રીઓએ આપેલ સુચનાઓ, હુકમો તથા માર્ગદર્શન મુજબ કામ કરવાનું હોય છે. તથા ઉપરી અધિ.શ્રી. તરફથી તપાસમાં આવેલ અરજીઓની તપાસ સમય મર્યાદામાં કરી રીપોર્ટ કરવાનો હોય છે.

  • ફરીયાદીને સંતોષ અને આરોપીને યોગ્ય સજા થાય તે તરફની કામગીરીને પ્રાધાન્ય આપવાની અગત્યની ફરજ છે.

  • પો.સ્ટે. વિસ્તારમાં દર અઠવાડીયે બે નાઇટ રાઉન્ડ, પેટ્રોલીંગ કરવી અને તાબાના કર્મચારીઓને નાઇટ રાઉન્ડ દરમ્યાન ચેક કરવાની ફરજ છે.

  • પોતાના પો.સ્ટે.ની હદમાં આવેલ તમામ ગામડાઓની કેટેગરીને ધ્યાને લઇ નિયમીત વિઝીટ લેવી અને ગામડાની સ્થિતી અંગે વિલેજ ક્રાઇમ નોટ બુકમાં નોધ કરવાની ફરજ છે.

  • પોતાના પો.સ્ટે.ની હદમાં આવેલ પોલીસ લાઇનની સાફ સફાઇ, લાઇટ, પાણીના પ્રશ્નો અંગે લાઇન વિઝીટ નિયમીત કરવી અને ખામી જણાય તો ઉપરી અધિ.શ્રીને જાણ કરવી.

  • નિયમીત ટુર પ્રોગ્રામ મુજબ વિલેજ વિઝીટેશન કરવા અને જે તે ગામની નાનામાં નાની બાબતોથી વાકેફ થવું જોઇએ.

  • પોલીસ અધિ.શ્રી પ.રેલ્વે વડોદરાની કચેરી તરફથી તેમજ યુનિટના અન્ય ઉપરી અધિ.શ્રી તરફથી આવતા પત્રો/ટપાલો/ફે.મે. તથા અન્ય તુમારોનું નિયમીત વાંચન કરી તે તુમારોમાં જણાવેલ હુકમો/સુચનાઓ મુજબ કામગીરી કરવી તથા કરાવવી તેમજ અરજન્ટ માંગવામાં આવતી માહિતીઓ તાત્કાલિક મોકલવાની ફરજ છે.

  • પાડોશી પો.સ્ટે. સાથે સબંધો સારા રાખવા.

  • તાબાના કર્મચારીઓ બિમાર/હોસ્પિટલમાં દાખલ હોય તો તેની મુલાકાત લેવી અને ર્ડા.શ્રીને મળી આવા કર્મચારીના વેલ્ફેર અંગે પણ જોવાની ફરજ છે.

  • ધરડા, અશકત માણસો તથા બાળકોને યોગ્ય અને જરૂરી મદદ કરવી અજાણ્યા માણસોને યોગ્ય માર્ગદર્શન આપવું

  • ઉપરી અમલદાર સરખા દરજજાના અમલદારો તથા નીચેના દરજજાના અમલદારો પ્રત્યે નિયમોથી ઠરાવેલ રીતે વર્તન કરવું.

  • પોતાની ઓફીસ તથા ઓફીસનું રેકર્ડ અને બીજા સરસામાન હથિયારો વિગેરે નિયમો પ્રમાણે વ્યવસ્થિત રાખવા.

  • તાબાના પો.સ્ટે. વિસ્તારમાં અકસ્માત આગ લાગે અથવા અકસ્માત થાય ત્યારે યોગ્ય અને કાયદેસરના પગલાં લેવા.

અધિકારીની નાણાંકીય સત્તાઓ --

  • રૂ.ર૦૦/- ની મર્યાદામાં રહીને સરકારી કામ અર્થે ખર્ચ કરવાની સત્તા હોય છે.

અધિકારીનો હોદ્દો -- પોલીસ સબ ઇન્સ્પેકટર, એમ.ઓ.બી.

અધિકારીની સત્તાઓ --

  • પો.સ.ઇ. તરીકે કાયદાકીય રીતે આપેલ સત્તાઓ તથા પોલીસ મેન્યુઅલમાં જણાવેલ સત્તાઓ કાયદાની મર્યાદામાં રહીને ભોગવવાની સત્તા છે.

  • એમ.ઓ.બી./કોમ્પ્યુટર/સી.ઓ./ડાર્કરૂમ સ્ટાફના પોલીસ કર્મચારીઓની જાહેર રજા, પરચુરણ રજા, હેડ કવાર્ટર લીવ, મંજુર થયેલ હકક રજા ઉપર છુટા કરવા

અધિકારીની ફરજો --

  • એમ.ઓ.બી. શાખા પોલીસ અધિક્ષકશ્રી નાઓની સીધી દેખરેખ હેઠળની શાખા છે.

  • એમ.ઓ.બી. શાખામાં મિલ્કત વિરૂધ્ધના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓ સબંધેની હકિકત યુનિટના પો.સ્ટે.માં જરૂરત પડે તો જે તે ગુના સબંધી માહિતી અત્રેની કચેરીમાંથી ઉપલબ્ધ થઇ શકે છે.

  • મિલ્કત વિરૂધ્ધના વણ-શોધાયેલ અકસ્માત મોતમાં ગેઝેટ પ્રસિધ્ધી માટે દુરદર્શન આકાશવાણીમાં બહોળી પ્રસિધ્ધી માટે ફોટા સાથેની હકિકત મોકલી અને તપાસ માટે યુનિટના પો.સ્ટે.માં મોકલવામાં આવે છે.

  • ગુમ થયેલ ઇસમોની તપાસ માટે ગેઝેટ પ્રસિધ્ધી માટે દુરદર્શન આકાશવાણીમાં બહોળી પ્રસિધ્ધી માટે ફોટા સાથેની વિગત આપવામાં આવે છે. તથા પ.રેલ્વેના દરેક પો.સ્ટે.માં તથા ગુજરાત રાજયમાં, પોલીસ કમિશ્નર,પોલીસ અધિક્ષકશ્રીઓ તરફ ફોટા સાથેની વિગત આપવામાં આવે છે

  • એમ.ઓ.બી., ફિંગરપ્રિન્ટ, ડાર્કરૂમ, કોમ્પ્યુટરના માણસોનું સુપરવિઝન.

  • પોલીસ સ્ટેશનનું એમ.ઓ.બી.શાખાનું ઇન્સ્પેકશન લેવાની.

  • કોમ્પ્યુટર મશીન માટેની ચીજવસ્તુ માટે માંગણી કરવાની.

  • શાખાના પોલીસ માણસોને માર્ગદર્શન આપવાની.

  • ઉપલબ્ધ હકિકત પુરી પાડવાની.

  • પોલીસ અધિક્ષકશ્રી પ.રેલ્વેની કચેરી તરફથી તેમજ યુનિટના અન્ય ઉપરી અધિકારીશ્રી તરફથી આવતા પત્રો, ટપાલો, ફેકસ મેસેજ તથા અન્ય તુમારોનું નિયમીત વાંચન કરી તે તુમારોમાં જણાવેલ હુકમો/સુચનાઓ મુજબ કામગીરી કરવી તથા કરાવવી તેમજ અરજન્ટ માંગવામાં આવેલ માહિતીઓ તાત્કાલિક મોકલી આપવી.

અધિકારીની નાણાંકીય સત્તાઓ -- નીલ

અધિકારીનો હોદ્દો -- પોલીસ સબ ઇન્સ્પેકટર, રીડર ટુ એસ.પી.

અધિકારીની સત્તાઓ --

  • પો.સ.ઇ. તરીકે કાયદાકીય રીતે આપેલ સત્તાઓ તથા પોલીસ મેન્યુઅલમાં જણાવેલ સત્તાઓ કાયદાની મર્યાદામાં રહીને ભોગવવાની સત્તા છે.

  • રીડર શાખામાં કામ કરતા પોલીસ કર્મચારીઓની જાહેર રજા, પરચુરણ રજા, હેડ કવાર્ટર લીવ, મંજુર થયેલ હકક રજા ઉપર છુટા કરવા

અધિકારીની ફરજો --

  • અરજદારો તરફથી આવતી અરજીઓમાં નોંધ મુકી પોલીસ અધિક્ષકશ્રીનો હુકમ મેળવી તે મુજબ જે તે અધિકારી તરફ તપાસ માટે મોકલવાની અને અહેવાલ આવ્યેથી પોલીસ અધિક્ષકશ્રીના હુકમ મલ્યેથી તે અંગે જવાબ કરવો.

  • ઉપરી અધિકારી તરફથી આવતા પત્રો/અરજીઓ સબંધે નોંધ મુકી હુકમ મલ્યેથી જે તે અધિકારી તરફ મોકલી અહેવાલ સાથે જવાબ કરવો.

  • વે.રેલ્વે યુનિટના દર માસે મંથલી પત્રકો બનાવી મોકલવા.

  • એલ.એ.કયુ. આર.એસ.કયુ., એલ.એસ.કયુ. તરફથી પુછાતા પ્રશ્રોના સમય-મર્યાદામાં જવાબ કરવા.

  • બીજા રાજયમાંથી આવતા ગુન્હા ટ્રાન્સફર કરવા તથા પો.સ્ટે. તરફ મોકલવા.

  • મે.પોલીસ અધિક્ષકશ્રી સાથે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકશન લેવા જવું.

  • વિકલી ડાયરી, કેસ ડાયરી ઉપર ચેક લેવા.

  • કોર્ટ મુદતની જાણ કરવાની.

  • ઇનામ પત્રકો બનાવવા.

  • જીલ્લામાંથી ક્રાઇમ સબંધી આવતી તમામ ટપાલો વંચાણે લઇ તે અંગે જરૂરી અભિપ્રાય સાથે નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મુખ્ય મથક મારફતે પોલીસ અધિક્ષકશ્રી સમક્ષ ફાઇલ મુકવી.

  • લોકદરબારની માહિતી મોકલાવવી, ક્રાઇમ લેટર મોકલાવવા, સીરીયસ ક્રાઇમ રજીસ્ટર નિભાવવું, સીરીયસ બનેલ ગુનાઓના ડોજીયર રાખવા, રોજરોજ દૈનિક રીપોર્ટ મોકલવો.

  • યુનિટના ક્રાઇમ સબંધેના તમામ પત્રકો તથા ક્રાઇમ રીવ્યુ વિગેરે તૈયાર કરી નિયમીત વડી કચેરીએ મોકલવા.

  • ઉપરી વડી કચેરીઓ તરફથી અગત્યની ટપાલો, ફેકસ મેસજો કે બીજી કોઇપણ માહિતી અગત્યતા ધરાવતી હોય તે બીનચુક પોલીસ અધિક્ષકશ્રીના ધ્યાને મુકી જવાબ કરવાના હોય છે.

અધિકારીની નાણાંકીય સત્તાઓ -- નીલ

અધિકારીનો હોદ્દો -- રીઝર્વ પોલીસ સબ ઇન્સ્પેકટર (હેડ કવાર્ટર)

અધિકારીની સત્તાઓ --

  • રી.પો.સ.ઇ. તરીકે કાયદાકીય રીતે આપેલ સત્તાઓ તથા પોલીસ મેન્યુઅલમાં જણાવેલ સત્તાઓ કાયદાની મર્યાદામાં રહીને ભોગવવાની સત્તા છે.

અધિકારીની ફરજો --

  • હેડ કવાર્ટરના ઇન્ચાર્જ તરીકે જનરલ સુપરવિઝન કરવાનું હોય છે.

  • હેડ કવાર્ટર ના તાબાના પોલીસ કર્મચારીઓ સ્વચ્છ યુનિફોર્મમાં અને શિસ્તમાં રહી ફરજ બજાવે તે જોવાનું હોય છે.

  • પોલીસ કર્મચારીઓની કેજયુલ રજા મંજુર કરવાની તથા મહે.પોલીસ અધિક્ષકશ્રીનાઓએ મંજુર કરેલ હકક રજા ઉપર છોડવાની સત્તા હોય છે.

  • હેડ કવાર્ટરના પોલીસ કર્મચારીઓની સવાર-સાંજની પી.ટી./ગેમ્સ તથા વર્કિગ પરેડ લેવા તથા શુક્રવારની સેરમોનીયલ પરેડ કંપનીના તથા શાખાના તમામ પોલીસ કર્મચારીઓની પરેડ લેવાની હોય છે.

  • પોલીસ અધિક્ષકશ્રી નાઓના હુકમથી યુનિટના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાંથી આવતા રિફ્રેશર કોર્ષ, ઓકવડ પરેડ, એકસ્ટ્રા ડ્રીલ તથા રીવોલ્વર તાલીમ માટે આવતા પોલીસ કર્મચારીઓની પરેડ લેવા તથા હથિયારો અંગેની તાલીમ લેવા પરિક્ષા લેવા તેમજ રીવોલ્વરની ફાયરીંગ પ્રેકટીશ.

  • પોલીસ અધિક્ષકશ્રી નાઓના હુકમથી યુનિટના પોલીસ કર્મચારીઓની રાયફલ ફાયરીંગ પ્રેકટીશ દરમ્યાન ફાયરીંગ બટ ઉપર હાજર રહી પ્રેકટીશ કરાવવાની હોય છે.

  • હેડ કવાર્ટરમાં રી.પો.સ.ઇ.ના તાબા હેઠળની શાખાઓમાં કંપની મેજરની શાખામાં, આર્મર શાખા, કલોધીંગ સ્ટોર શાખા, બેલ ઓફ આર્મસ, બેન્ડ શાખા, એમ.ટી.શાખા, એકાઉન્ટ શાખાઓ આ તમામ શાખાઓમાં નિભાવવામાં આવતા રજીસ્ટરો ચેક કરવા તથા શાખાના ઇન્ચાર્જને જરૂરી મૌખિક લેખિત સુચનાઓ કરવાની હોય છે. એકાઉન્ટ શાખામાં હાથ પરની કેશ ચેક કરી ડે-બુકમાં સહી કરવા ઉપરાંત બેલ ઓફ આર્મસના હથિયારોનો તથા દારૂગોળાનો હિસાબ રાખવા કોત રૂમ જમાદારને સુચનો કરવા રજીસ્ટરો ચેક કરવા સ્ટોર શાખામાં કર્મચારીઓને ઇસ્યુ થતી આઇટકો ગણવેશ અંગેના રજીસ્ટરો ચેક કરી સુચનો કરવા તથા સ્ટોરમાં બહારથી ખરીદાતી વસ્તુઓ તથા એમ.ટી.માં ખરીદાતી વસ્તુઓ સાધનો તથા વાયરલેસ શાખામાં ખરીદાતી વસ્તુઓ માટે કમીટીમાં હાજર રહી કમીટી રજીસ્ટરમાં સહી કરવાની હોય છે. બેન્ડ શાખા માટે પ્રેકટીશ માટે ટાઇમ ટેબલ બનાવી બેન્ડની પ્રેકટીશ કરાવવા તથા બેન્ડના સાધનો સાફ સફાઇ અંગે સુચનો કરવા સાધન ખરીદી માટે રીપોર્ટ કરવા તાબાના દરજીને પણ જરૂરી સુચનો કરવા તથા રજીસ્ટર નિભાવે છે કે કેમ તે અંગે સુચનો કરવા.

  • મે.પોલીસ અધિક્ષકશ્રી નાઓ તથા એડમનશ્રીનાઓ તથા યુનિટના પોલીસ સ્ટેશનો તરફથી આવતા પત્રો, તુમારોનો હુકમો પ્રમાણે કામગીરી કરી અને પત્રો તુમારોમાં જણાવ્યા પ્રમાણે સમયસર જવાબ કરવા તેમજ તાત્કાલિક મંગાવવામાં આવતી માહિતી પુરી પાડવા તથા મંથલી પત્રકો તેમજ બહાર ગામ પાર્ટી બંદોબસ્ત પત્રક નિયમીત સમયસર મોકલવાની ફરજ છે.

  • પોલીસ અધિક્ષકશ્રીનાઓના હુકમથી બહારગામ મોકલવાની પાર્ટી ને સમયસર મોકલવા તથા તે પાર્ટીને ચેક કરવાની ફરજ છે.

  • હેડ કવાર્ટરના હસ્તકની પોલીસ લાઇન ચેક કરવા તકલીફ દુર કરવા તથા લાઇનમાં અને કોઇ રોગચાળો, બિમારી ન થાય તે અંગે લાઇનમાં સ્વચ્છતા રાખવા માટે લાઇન ડયુટી જમાદાર નાઓને મૌખિક લેખિત સુચનો કરવાના હોય છે. અને લાઇનમાં કોઇ ગુનાહિત કૃત્ય કે અસામાજીક તત્વો કે કોઇ અનિચ્છનીય બનાવ બને તે અંગે તકેદારી રાખવા લાઇન ડયુટી જમાદારને સુચન કરવા તથા કોઇ બાબત ધ્યાન ઉપર આવે તો પોલીસ અધિક્ષકશ્રી તથા એડમનશ્રી નાઓને લેખિત - મૌખિક જાણ કરવાની ફરજ છે.

  • બંદોબસ્ત બાબતમાં તહેવારો માટે ધાર્મીક ઉત્સવ કે ચુંટણી માટે કે પછી કોઇ મંત્રીશ્રીના બંદોબસ્ત માટે પોલીસ અધિક્ષકશ્રી નાઓના હુકમ પ્રમાણે તાત્કાલિક પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત માટે મોકલવાના હોય છે. તથા પોલીસ અધિક્ષકશ્રીનો હુકમ હોય તો રી.પો.સ.ઇ.ને પોતે બંદોબસ્તમાં જવાનું હોય છે.

  • આકસ્મીક બનતા બનાવો જેમાં કુદરતી હોનારતો, રેલ દુર્ધટના, કોમી હુલ્લડો, હડતાલો વિગેરે બનાવો માટે તાત્કાલિક તાબાના પોલીસ કર્મચારીઓને ચેક રોલ વગાડીને ભેગા કરી મહે. પોલીસ અધિક્ષકશ્રી નાઓના હુકમ મુજબની કાર્યવાહી તાત્કાલિક કરવાની ફરજ છે.

  • પોલીસ અધિક્ષકશ્રી તથા એડમનશ્રી ઉપરી અધિકારીઓની મૌખિક કે લેખિત સુચનાઓનો અમલ કરી સુચન કર્યા પ્રમાણેની કામગીરી કરવાની ફરજ હોય છે.

  • દરરોજ સાંજના રોલકોલમાં તાબાના પોલીસ કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન તથા જરૂરી સુચનાઓ આપવાની હોય છે.

અધિકારીની નાણાંકીય સત્તાઓ --

  • રૂ.ર૦૦/- ની મર્યાદામાં રહીને સરકારી કામ અર્થે ખર્ચ કરવાની સત્તા હોય છે.

અધિકારીનો હોદ્દો -- હેડ કોન્સ્ટેબલ

અધિકારીની સત્તાઓ --

  • હેડ કોન્સ્ટેબલ તરીકે કાયદાકીય રીતે આપેલ સત્તાઓ કાયદાની મર્યાદામાં રહીને ભોગવવાની સત્તા છે.

અધિકારીની ફરજો --

  • સબ ઇન્સ. અને સર્વ ઉપરી અધિકારીની આજ્ઞાનો અમલ કરવો પોતાને આધિન વિસ્તાર અને તેના કર્મચારીઓ પાસે આજ્ઞાનો અમલ કરાવવો.

  • પોતાની સત્તા હેઠળના વિસ્તારમાં બનતા બધા ગુન્હાઓની શકયતા અંગે પોતાના સબ ઇન્સ.ને જાણ કરવી તેમજ આજ્ઞાઓની રાહ જોયા વિના ગુનાઓની શોધ અને તપાસની જરૂરી કાર્યવાહી આરંભવી અને ભાંગફોડીયા તત્વોની અટકાયત કરવી.

  • ગુન્હાઓ અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉપરી અધિકારીઓના હુકમનો અમલ કરવો.

  • એકાએક કે શંકાસ્પદ મૃત્યુના કિસ્સાઓમાં તે કે (તેની ગેરહાજરીમાં) સબ ઇન્સ. કે બીજા ઉચ્ચ અધિકારીઓની આજ્ઞા મેળવ્યા વિના મડદાને (શબને) બાળતા દફનાવતા વગેરે કે નિકાલ કરતાં અટકાવવાની સત્તા કોન્સ્ટેબલને પણ રહેલ છે.

  • ચોકકસ પો.સ્ટે.કે ગામડાઓના બીટના હવાલામાં હોય ત્યારે ગ્રામ્ય પોલીસના વડાઓ સાથે બધી બાબતોમાં સહકારથી વર્તશે

  • પોતાની નીચે કર્મચારીઓ અને ગ્રામ્ય પોલીસની ફરજની બેદરકારી અંગે તે ઉપરી અધિકારીઓનું ધ્યાન દોરશે.

  • હેડ કોન્સ. પો.સ.ઇ. નો મદદગાર છે. જેથી તેણે ડ્રીલ અને માણસોને સુચના આપવાના કામમાં પો.સ.ઇ.ને મદદ કરવી અને આમાં બેદરકારી જણાય તો પો.સ.ઇ.ને ધ્યાન ઉપર લાવવું.

  • રેલ્વે પોલીસના હેડ કોન્સ.ની પણ જીલ્લા પોલીસના હે.કો.જેવીજ ફરજો છે રેલ્વે પોલીસના ચાર્જમાં હોય ત્યારે બધી પોલીસ બાબતોમાં ઇન્ચાર્જ અધિકારીશ્રી, ઉપરી અધિકારીશ્રીઓની સુચનાઓનો અમલ નિયમ અનુસાર કરી સહકાર દાખવશે.

અધિકારીનો હોદ્દો -- પોલીસ કોન્સ્ટેબલ (સિપાહી)

અધિકારીની સત્તાઓ --

  • પોલીસ કોન્સ્ટેબલ (સિપાહી) તરીકે કાયદાકીય રીતે આપેલ સત્તાઓ કાયદાની મર્યાદામાં રહીને ભોગવવાની સત્તા છે.

અધિકારીની ફરજો --

  • હેડ કોન્સ. કે ઉપરી અધિકારીઓ સોંપે તે ફરજો બજાવવી કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ગુન્હા શોધવા અને અટકાવવા સમન્સ, વોરંન્ટની બજવણી, ના.રા. ડયુટી અને પોતાના રક્ષણ નીચે કેદીઓને લાવવા લઇ જવા કે નાણાની હેરફેર વખતે કે જાહેર કે ખાનગી મિલ્કત જે તેના હવાલે હોય તેનું ચોકીદારીની તેમજ બી.પી.એકટ-૧૯પ૧ ના (રર) મુજબ પ્રાપ્ત થયેલ સત્તાઓ અને ફરજો બજાવવાની રહેશે.

  • કોઇ ગુન્હો બને ત્યારે વોરંટ વીના ધરપકડ કરાય તો ગ્રામ્ય પોલીસ અથવા રેલ્વે અધિકારીઓના સાથ સહકારથી હુકમની રાહ જોયા વિના પણ તાત્કાલિક લેખીત રીતે ઉપરી અધિકારીને કામગીરીની જાણ કરવી.

  • આગ કે ભયના અન્ય પ્રસંગોએ પ્રજાની સલામતી માટે સહાય કરવાની તેમજ પોતાની સત્તાના સાવચેતીના દરેક પગલાં યોજવા

  • જયારે કોગ્ની. ગુનામાં પોલીસ વગર વોરંટે પકડી શકે છે ત્યારે કોન્સટેબલે વખત ગુમાવ્યા સિવાય જેને પકડવાનો હોય તેને પકડવો જોઇએ, જયારે રેલ્વેમાં ડયુટીમાં હોય અને રેલ્વે અધિકારી સાથે હોય ત્યારે તેના હુકમ મુજબ કામ કરવું.

  • જયારે અકસ્માત આગ લાગે ત્યારે જાહેર પબ્લીકને મદદ કરવાનું અને જાનમાલને નુકશાન થતું અટકાવવા દરેક જાતના પગાલાં લેવા જોઇએ.

  • ચીલાચાલું પેટ્રોલીંગ ડયુટી કરે છે તે કોન્સ.ની ડયુટી નથી પરંતુ તેને પેટ્રોલીંગ ડયેટી દરમ્યાન ગુનો અટકાવવા તેમજ શોધવા માટે જે જે હકિકતો મળી હોય તે તમામ હકિકત તેની પેટ્રોલ બુકમાં લખવી જોઇએ તેમજ તેના ઇન્ચાર્જ પોલીસ અધિકારીશ્રીને તે માહિતીથી વાકેફ કરવા જોઇએ.

  • રેલ્વેમાં પેટ્રોલીંગ દરમ્યાન ટીકીટ ચેકરની નોકરી કરવાની નથી, મુસાફરો પાસેથી વધારાનું ભાડુ વસુલ કરવાનું પણ તેની ફરજમાં આવતું નથી માત્ર કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ગુન્હાઓ શોધવા, માલ-મિલ્કત અને વ્યકિતઓ (પેસેન્જરો) ની રક્ષા કરવાની ફરજ છે.

પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના વહીવટી સ્ટાફની ફરજો

કર્મચારીના હોદ્દાનું નામ - કચેરી અધિક્ષક

કર્મચારી જે અધિકારીની સીધી દેખરેખ હેઠળ છે તેનો હોદ્દો - પોલીસ અધિક્ષક પ.રેલ્વે, વડોદરા.

ટેબલ ઉપર થતી કામગીરીની વિગત -

  • ઉપાડ અને વહેંચણી. અધિકારી તરીકેનું કામ.

  • તમામ શાખાઓનું સુપરવિઝનનું કામ.

  • દફતર ઇન્સ્પેકશન.

  • પો.અધિ.શ્રી તરફથી સોંપવામાં આવતી તમામ કામગીરી.

  • તાબાના કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પુરું પાડવાનું કામ.

  • જુની. કલાર્કોના વા.ખા.અ. લખવાની કામગીરી.

ટેબલ ઉપર કામ કરનાર કર્મચારીની ફરજો -

  • પેન્ડીંગ રેફરન્સ બાબતે.

  • વર્કશીટ લખવા બાબતે.

  • ટેબલ ઇન્સ્પેકશન બાબતે.

  • અરજીઓના જવાબો આપવા બાબતે.

કર્મચારીના હોદ્દાનું નામ - મુખ્ય કારકુન (સી.બી. શાખા)

કર્મચારી જે અધિકારીની સીધી દેખરેખ હેઠળ છે તેનો હોદ્દો - પોલીસ અધિક્ષક પ.રેલ્વે, વડોદરા.

ટેબલ ઉપર થતી કામગીરીની વિગત -

  • મહેકમને લગતી કામગીરી.

  • નવી જગ્યા મંજુર કરવાની/ચાલુ રાખવા અંગેની દરખાસ્ત.

  • પ્રાદેશિક ફેરફારને લગતી દરખાસ્ત

  • પોલીસ સેટ અપ.

  • મહેકમ/આપો/લે.ને લગતી દરખાસ્ત

  • શાખાનાં તમામ કર્મચારીઓનું તથા કામગીરીનું સુપરવિઝન તથા માર્ગદર્શન.

ટેબલ ઉપર કામ કરનાર કર્મચારીની ફરજો

  • પેન્ડીંગ રેફરન્સ બાબતે.

  • વર્કશીટ લખવા બાબતે.

  • ટેબલ ઇન્સ્પેકશન બાબતે.

  • અરજીઓના જવાબો આપવા બાબતે.

હેડ કલાર્ક તરીકે પોતાના તાબા નીચે કામગીરી કરતા સીનીયર કલાર્ક/જુનીયર કલાર્ક છે એ કલાર્કો જે તે વિષય અને બાબત અંગે ફાઇલ ઉપર (ડોકેટ શીટ) ઉપર જે નોંધ મુકે તે નોંધનો અભ્યાસ કરી જરૂરી નિયમો ટાંકી પોતાના સ્પષ્ટ અભિપ્રાય સાથે ફાઇલ કચેરી અધિક્ષક મારફતે પોલીસ અધિક્ષકશ્રી તરફ મોકલવાની મુખ્ય ફરજ છે.

રજીસ્ટ્રી શાખા ઇન/આઉટ થતી ટપાલ કે જે કચેરીની વિવિધ શાખાઓમાં આપવાની હોય તે ટપાલ જે તે દિવસે પહોંચી જાય તે માટે ઇનવર્ડ કલાર્ક અને આઉટ વર્ડ કલાર્ક આ કામગીરી નિયમીત કરે તે જોવાની કામગીરી.

કર્મચારીના હોદ્દાનું નામ - જુનીયર કારકુન (સીબી-૧)

કર્મચારી જે અધિકારીની સીધી દેખરેખ હેઠળ છે તેનો હોદ્દો - પોલીસ અધિક્ષક પ.રેલ્વે, વડોદરા.

ટેબલ ઉપર થતી કામગીરીની વિગત -

  • પ.રેલ્વે હસ્તકની રહેણાંક અને બીન રહેણાંક મકાનોને લગતી તમામ કામગીરી.

  • મકાન પેશગી મંજુર કરવાની તથા તેને લગતી કામગીરી.

  • મકાન ભાડુ મંજુર કરવાની કામગીરી.

  • સરકારી કવાર્ટરસ ચાલુ રાખવા, ખાલી કરાવવા તથા માર્કેટરેન્ટની વસુલાતની કામગીરી.

  • અધિકારીઓ તથા કર્મચારીઓની કે.રજા મંજુર કરવાની કામગીરી.

  • દાદ-ફરીયાદ/સ્ટાફ મીટીંગ બાબત.

  • રેલ્વે ઓથોરીટી હસ્તકનાં પો.સ્ટે.ને ફાળવેલ મકાનો અંગેની પત્ર તથા કામગીરી.

ટેબલ ઉપર કામ કરનાર કર્મચારીની ફરજો -

  • પેન્ડીંગ રેફરન્સ બાબતે. - પેન્ડીંગ રેફરન્સ અંગે નિયમિત સ્મૃતિપત્રો પાઠવી સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવે છે.

  • વર્કશીટ લખવા બાબતે. - નિયમીત વર્કશીટ લખવામાં આવે છે.

  • ટેબલ ઇન્સ્પેકશન બાબતે. - ટેબલ ઇસ્સ્પેકશનમાં આપવામાં આવતી સૂચનાઓ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે.

  • અરજીઓના જવાબો આપવા બાબતે.- અરજીઓનાં જવાબ સમયસર અને સંતોષકારક
    આપવામાં આવે છે.

  • પોતાની શાખાના જે વિષય ઉપરની કામગીરી સોંપવામાં આવેલ છે તે વિષય અનુસંધાને લાગતા-વળગતા નિયમોનો અભ્યાસ કરી વિગતવારની નોંધ પોતાના હેડ કલાર્ક પાસે ફાઇલ મુકશે અને પોતાના હેડ કલાર્ક તથા કચેરી અધિક્ષકના અભિપ્રાય સાથે ફાઇલ પોલીસ અધિક્ષકશ્રી સમક્ષ મુકવાની કામગીરી.

કર્મચારીના હોદ્દાનું નામ - સીનીયર કારકુન (સીબી-ર)

કર્મચારી જે અધિકારીની સીધી દેખરેખ હેઠળ છે તેનો હોદ્દો - પોલીસ અધિક્ષક પ.રેલ્વે, વડોદરા.

ટેબલ ઉપર થતી કામગીરીની વિગત -

  • વર્ગ - 1 થી ૪ સુધીનું મહેકમ (હે.કો./પો.કો. સિવાય)

  • પો.ઇ./પો.સ.ઇ./સીની.સ્ટાફ/વર્ગ-૪ ના વા.ઇ. છોડવાની કામગીરી.

  • પો.ઇ./પો.સ.ઇ./સીની.સ્ટાફ/ વર્ગ-૪ ના અધિ./કર્મ.ઓની રજા મંજુર કરવા

  • વર્ગ-૧ થી ૪ સુધીના અધિ./ કર્મ.ઓની બદલી/બઢતી/નિમણુંકની કામગીરી.

  • વર્ગ-૧ થી ૩ સુધીના અધિ/કર્મ.ઓની તાલીમને લગતી કામગીરી.

  • માસિક/ત્રિમાસિક/છ માસિક પત્રકો મોકલવાની કામગીરી.

ટેબલ ઉપર કામ કરનાર કર્મચારીની ફરજો -

  • પેન્ડીંગ રેફરન્સ બાબતે.

  • વર્કશીટ લખવા બાબતે.

  • ટેબલ ઇન્સ્પેકશન બાબતે.

  • અરજીઓના જવાબો આપવા બાબતે.

  • પોતાની શાખાના જે વિષય ઉપરની કામગીરી સોંપવામાં આવેલ છે તે વિષય અનુસંધાને લાગતા-વળગતા નિયમોનો અભ્યાસ કરી વિગતવારની નોંધ પોતાના હેડ કલાર્ક પાસે ફાઇલ મુકશે અને પોતાના હેડ કલાર્ક તથા કચેરી અધિક્ષકના અભિપ્રાય સાથે ફાઇલ પોલીસ અધિક્ષકશ્રી સમક્ષ મુકવાની કામગીરી.

કર્મચારીના હોદ્દાનું નામ - જુનીયર કારકુન (સીબી-૩)

કર્મચારી જે અધિકારીની સીધી દેખરેખ હેઠળ છે તેનો હોદ્દો - પોલીસ અધિક્ષક પ.રેલ્વે, વડોદરા.

ટેબલ ઉપર થતી કામગીરીની વિગત -

  • રહેમરાહે ના કેસોને લગતી કામગીરી.

  • કોમ્પ્યુટર,ફેકસ અને કોપીયર મશીનને લગત કામગીરી.

  • પરચુરણ ખરીદી અંગેની કામગીરી.

  • વાયરલેસને લગતી કામગીરી.

  • હથિયાર દારૂગોળાની કામગીરી.

  • રમત-ગમત અંગેની કામગીરી.

ટેબલ ઉપર કામ કરનાર કર્મચારીની ફરજો -

  • પેન્ડીંગ રેફરન્સ બાબતે. - પેન્ડીંગ રેફરન્સ અંગે નિયમિત સ્મૃતિપત્રો પાઠવીસમય મર્યાદામાં નિકાલ કરવામાં આવે છે.

  • વર્કશીટ લખવા બાબતે. - નિયમિત વર્કશીટ લખવામાં આવે છે.

  • ટેબલ ઇન્સ્પેકશન બાબતે. - ટેબલ ઇન્સ્પેકશનમાં આપવામાં આવતી સુચનાઓ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે.

  • અરજીઓના જવાબો આપવા બાબતે. - અરજીઓના જવાબ સમયસર અને સંતોષકારક
    આપવામાં આવે છે.

  • પોતાની શાખાના જે વિષય ઉપરની કામગીરી સોંપવામાં આવેલ છે તે વિષય અનુસંધાને લાગતા-વળગતા નિયમોનો અભ્યાસ કરી વિગતવારની નોંધ પોતાના હેડ કલાર્ક પાસે ફાઇલ મુકશે અને પોતાના હેડ કલાર્ક તથા કચેરી અધિક્ષકના અભિપ્રાય સાથે ફાઇલ પોલીસ અધિક્ષકશ્રી સમક્ષ મુકવાની કામગીરી.

કર્મચારીના હોદ્દાનું નામ - જુનીયર કારકુન (સીબી-૪)

કર્મચારી જે અધિકારીની સીધી દેખરેખ હેઠળ છે તેનો હોદ્દો - પોલીસ અધિક્ષક પ.રેલ્વે, વડોદરા.

ટેબલ ઉપર થતી કામગીરીની વિગત -

  • એમ.ટી.ને લગતી તમામ કામગીરી.

  • વાહન ભથ્થુ મંજુર કરવાની કામગીરી.

  • પદર ખર્ચના બીલો મંજુર કરવા.

  • ફોટા બીલો મંજુર કરવાની કામગીરી.

  • વાહન પેશગી અંગેની કામગીરી.

ટેબલ ઉપર કામ કરનાર કર્મચારીની ફરજો -

  • પેન્ડીંગ રેફરન્સ બાબતે. -પેન્ડીંગ રેફરન્સ અંગે નિયમિત સ્મૃતિપત્રો પાઠવી સમય મર્યાદામાં નિકાલ કરવામાં આવે
    છે.

  • વર્કશીટ લખવા બાબતે. -નિયમિત વર્કશીટ લખવામાં આવે છે.

  • ટેબલ ઇન્સ્પેકશન બાબતે. -ટેબલ ઇન્સ્પેકશનમાં આપવામાં આવતી સુચનાઓ મુજબ કાર્યવાહી કરવામાં આવેછે.

  • અરજીઓના જવાબો આપવા બાબતે. -અરજીઓનો જવાબ સમયસર અને સંતોષકારક આપવામાં આવે છે.

  • પોતાની શાખાના જે વિષય ઉપરની કામગીરી સોંપવામાં આવેલ છે તે વિષય અનુસંધાને લાગતા-વળગતા નિયમોનો અભ્યાસ કરી વિગતવારની નોંધ પોતાના હેડ કલાર્ક પાસે ફાઇલ મુકશે અને પોતાના હેડ કલાર્ક તથા કચેરી અધિક્ષકના અભિપ્રાય સાથે ફાઇલ પોલીસ અધિક્ષકશ્રી સમક્ષ મુકવાની કામગીરી.

કર્મચારીના હોદ્દાનું નામ - જુનીયર કારકુન ( સીબી-પ)

કર્મચારી જે અધિકારીની સીધી દેખરેખ હેઠળ છે તેનો હોદ્દો - પોલીસ અધિક્ષક પ.રેલ્વે, વડોદરા.

ટેબલ ઉપર થતી કામગીરીની વિગત -

  • ટેલીફોન બિલ તથા પત્ર વ્યવહાર.

  • રેલ્વે લાઇટ-બિલ.

  • કલોધીંગ-એ.એસ.આઇ/હે.કો./પો.કો./વુ.પો.કો.

  • વર્ગ-૪ના કર્મ.નું કલોધીંગ

  • કાર્યપત્રકની તારીજ.

  • મેડીકલ બિલ તથા તબીબી ભથ્થું

  • ડયુટી કાર્ડ પાસ.

ટેબલ ઉપર કામ કરનાર કર્મચારીની ફરજો -

  • પેન્ડીંગ રેફરન્સ બાબતે. - પેન્ડીંગ ટપાલનો વિષયની અગત્યતાને ધ્યાનમાં લઇ સમયસર નિકાલ કરવામાં આવે છે.

  • વર્કશીટ લખવા બાબતે. - વર્કશીટ નિયમિત રોજબરોજ લખવામાં આવે છે.

  • ટેબલ ઇન્સ્પેકશન બાબતે. - ટેબલ ઇન્સ્પેકશન કરવા આવનાર અધિ.ને તેઓની માંગણી મુજબ રેકર્ડ બતાવવું તથા જરૂરી માહિતી પત્રકો તૈયાર કરી આપવા.

  • અરજીઓના જવાબો આપવા બાબતે.- અરજીઓના વિષયને ધ્યાનમાં લઇ અગ્રતાક્રમ અનુસાર અરજીનો સમયસર નિકાલ કરવામાં આવે છે.

  • પોતાની શાખાના જે વિષય ઉપરની કામગીરી સોંપવામાં આવેલ છે તે વિષય અનુસંધાને લાગતા-વળગતા નિયમોનો અભ્યાસ કરી વિગતવારની નોંધ પોતાના હેડ કલાર્ક પાસે ફાઇલ મુકશે અને પોતાના હેડ કલાર્ક તથા કચેરી અધિક્ષકના અભિપ્રાય સાથે ફાઇલ પોલીસ અધિક્ષકશ્રી સમક્ષ મુકવાની કામગીરી.

કર્મચારીના હોદ્દાનું નામ - જુનીયર કારકુન (રજીસ્ટ્રી) સી.બી.-૬

કર્મચારી જે અધિકારીની સીધી દેખરેખ હેઠળ છે તેનો હોદ્દો - પોલીસ અધિક્ષક પ.રેલ્વે, વડોદરા.

ટેબલ ઉપર થતી કામગીરીની વિગત -

  • રજીસ્ટ્રીને લગતી તમામ ખરીદી.

  • ઇન્ડેન્ટ અંગેની કરવાની કામગીરી.

  • સરકારી સ્ટેશનરીની ની જાળવણી તથા વેચણી.

  • સ્ટેશનરી રજીસ્ટર નિભાવવા અંગેની કામગીરી.

ટેબલ ઉપર કામ કરનાર કર્મચારીની ફરજો -

  • પેન્ડીંગ રેફરન્સ બાબતે.

  • વર્કશીટ લખવા બાબતે. - વર્કશીટ સમયસર લખવામાં આવે છે.

  • ટેબલ ઇન્સ્પેકશન બાબતે. - ટેબલ ઇન્સ્પેકશનમાં આપવામાં આવતી સુચનાઓ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે.

  • અરજીઓના જવાબો આપવા બાબતે. -

  • પોતાની શાખાના જે વિષય ઉપરની કામગીરી સોંપવામાં આવેલ છે તે વિષય અનુસંધાને લાગતા-વળગતા નિયમોનો અભ્યાસ કરી વિગતવારની નોંધ પોતાના હેડ કલાર્ક પાસે ફાઇલ મુકશે અને પોતાના હેડ કલાર્ક તથા કચેરી અધિક્ષકના અભિપ્રાય સાથે ફાઇલ પોલીસ અધિક્ષકશ્રી સમક્ષ મુકવાની કામગીરી.

કર્મચારીના હોદ્દાનું નામ - જુનીયર કારકુન (આઉટવર્ડ) સી.બી.-૭

કર્મચારી જે અધિકારીની સીધી દેખરેખ હેઠળ છે તેનો હોદ્દો - પોલીસ અધિક્ષક પ.રેલ્વે, વડોદરા.

ટેબલ ઉપર થતી કામગીરીની વિગત -

  • શાખામાંથી આવતી ફાઇલો ને આઉટવર્ડ કરી ટપાલો બહાર મોકલવાનીકામગીરી.

  • શાખામાં આઉટવર્ડ થયેલ ટપાલ  મોકલવાની કામગીરી.

ટેબલ ઉપર કામ કરનાર કર્મચારીની ફરજો -

  • પેન્ડીંગ રેફરન્સ બાબતે.

  • વર્કશીટ લખવા બાબતે.

  • ટેબલ ઇન્સ્પેકશન બાબતે.

  • અરજીઓના જવાબો આપવા બાબતે.

  • કચેરીની જે તે શાખામાંથી આઉટ થતી જે ટપાલો કે જે કચેરીની અન્ય બીજી શાખાઓમાં આપવાની હોય છે તે ટપાલો તેજ દિવસે જે તે શાખામાં પહોંચતી કરવાની કામગીરી.

કર્મચારીના હોદ્દાનું નામ - જુનીયર કલાર્ક (ઇન્વર્ડ) સી.બી.-૮

કર્મચારી જે અધિકારીની સીધી દેખરેખ હેઠળ છે તેનો હોદ્દો - પોલીસ અધિક્ષક પ.રેલ્વે, વડોદરા.

ટેબલ ઉપર થતી કામગીરીની વિગત -

  • ઇન્વર્ડ ટપાલ.

  • આરપીએડી ટપાલ.

  • ફેકસ

  • ગર્વમેન્ટ ટપાલ

  • સાદી ઇન્વર્ડ

  • ગવર્મેન્ટ ઇન્વર્ડ

  • આરપીએડી ઇન્વર્ડ

  • ઇન્વર્ડના રજીસ્ટરો નિભાવવા.

ટેબલ ઉપર કામ કરનાર કર્મચારીની ફરજો -

  • પેન્ડીંગ રેફરન્સ બાબતે. -

  • વર્કશીટ લખવા બાબતે. -

  • ટેબલ ઇન્સ્પેકશન બાબતે. -

  • અરજીઓના જવાબો આપવા બાબતે. -

  • વડી કચેરી/તમામ રે.પો.સ્ટે. તથા બહારની કચેરીઓમાંથી આવતી ટપાલ ઇન કરી જે તે શાખાઓમાં આપવાની હોય છે તે ટપાલો તેજ દિવસે જે તે શાખામાં પહોંચતી કરવાની કામગીરી.

કર્મચારીના હોદ્દાનું નામ - કલાર્ક - કમ - ટાઇપીસ્ટ (ગુજરાતી) સીબી-૯

કર્મચારી જે અધિકારીની સીધી દેખરેખ હેઠળ છે તેનો હોદ્દો - પોલીસ અધિક્ષક પ.રેલ્વે, વડોદરા.

ટેબલ ઉપર થતી કામગીરીની વિગત -

  • સીબી શાખા અને એકાઉન્ટ શાખાની તમામ ટાઇપની કામગીરી.

ટેબલ ઉપર કામ કરનાર કર્મચારીની ફરજો -

  • પેન્ડીંગ રેફરન્સ બાબતે. -

  • વર્કશીટ લખવા બાબતે. -

  • ટેબલ ઇન્સ્પેકશન બાબતે. -

  • અરજીઓના જવાબો આપવા બાબતે. -

કર્મચારીના હોદ્દાનું નામ - મુખ્ય કારકુન ( શીટ શાખા )

કર્મચારી જે અધિકારીની સીધી દેખરેખ હેઠળ છે તેનો હોદ્દો - પોલીસ અધિક્ષક પ.રેલ્વે, વડોદરા.

ટેબલ ઉપર થતી કામગીરીની વિગત -

  • જનરલ સુપરવિઝન

  • શીટ શાખાની ફાઇલો પો.અધિ.શ્રી પાસે અભિપ્રાય સાથે રવાના કરવી.

  • હે.કો.માં બઢતી આપવી.

  • એ.એસ.આઇ.માં બઢતી આપવી.

  • હે.કો.ના રોસ્ટર રજીસ્ટર નિભાવવા.

  • એ.એસ.આઇ.ના રોસ્ટર રજીસ્ટર નિભાવવા.

  • ઇન્સ્પેકશન નોંધની પૂર્તતા.

  • પોલીસ કર્મચારીને કાયમ કરવા બાબત.

ટેબલ ઉપર કામ કરનાર કર્મચારીની ફરજો -

  • પેન્ડીંગ રેફરન્સ બાબતે. - સમયસર નિરાકરણ થાય છે.

  • વર્કશીટ લખવા બાબતે. - નિયમીત વર્કશીટ લખાય છે.

  • ટેબલ ઇન્સ્પેકશન બાબતે. - ટેબલ ઇન્સ્પેકશન થાય છે.

  • અરજીઓના જવાબો આપવા બાબતે.- અરજીઓના જવાબો આપવામાં આવે છે.

  • હેડ કલાર્ક તરીકે પોતાના તાબા નીચે કામગીરી કરતા સીનીયર કલાર્ક/જુનીયર કલાર્ક છે એ કલાર્કો જે તે વિષય અને બાબત અંગે ફાઇલ ઉપર (ડોકેટ શીટ) ઉપર જે નોંધ મુકે તે નોંધનો અભ્યાસ કરી જરૂરી નિયમો ટાંકી પોતાના સ્પષ્ટ અભિપ્રાય સાથે ફાઇલ કચેરી અધિક્ષક મારફતે પોલીસ અધિક્ષકશ્રી તરફ મોકલવાની મુખ્ય ફરજ છે.