પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/6/2025 10:28:17 PM

 

પશ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૩/૧૨/૨૦૧૫ થી તા. ૧૯/૧૨/૨૦૧૫ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૧/૨૦૧૫ તા. ૧૨/૧૨/૨૦૧૫ :-  

 

                તા. ૧૩/૧૨/૨૦૧૫ ના રોજ સાંજના કલાક : ૨૦/૩૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર-૧ ઉપર એક છોકરો એકલો ઉભેલ પો.કો. શાંતીલાલ કાળુભાઇ નાઓના જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ પ્રમોદકુમાર સ/ઓ દેવનાથ મુસહર ઉં.વ.-૧૫ રહે. ગામ સરાઈગોરવા થાના મહારાજગંજ તા. બદલાપુર જિ. જોનપુર યુ.પી. વાળો હોવાનુ જણાવતાં તેની વધુ પુછપરછ કરતા તે તેના ઘરેથી કોઇને પણ જાણ કર્યા વગર તેના કૌટુંબીક ભાઈ સુરતમાં રહેતા હોય તેમના ઘરે ફરવા માટે આવેલ પરંતું સરનામું યાદ ન હોવાનુ જણાવતા તેના વાલી-વારસોનો કોન્ટેક નંબર લઈ તેના પિતાજીના મોબાઈલ નંબર ઉપર જાણ કરતાં તેઓએ સુરતમાં રહેતા તેમના ભત્રીજાને જાણ કરતાં ભત્રીજા નામે સંતોષકુમાર શિવરતન રહે. ઉમીયાનગર-૨ નવાગામ ડીડોલી સુરત નાઓને જાણ કરતા તેઓ સુરત રેલ્વે  પોલીસ સ્ટેશનમાં તેને લેવા માટે આવતાં તેઓનુ નિવેદન મેળવી કાયદેસર કાર્યવાહી કરી છોકરાનો કબજો સંતોષકુમાર શિવરતન નાઓને રૂબરૂમાં સોંપેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૪/૨૦૧૫ તા. ૧૪/૧૨/૨૦૧૫ :-  

                તા. ૧૪/૧૨/૨૦૧૫ ના રોજ કલાક : ૨૦/૦૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર-૧ ઉપર એક નાનો છોકરો એકલો રડતો આર.પી.એફ. ના પોલીસ માણસોને જોવામાં આવતા છોકરાને ચાઈલ્ડ લાઈનના માણસો સાથે સુરત રેલ્વે પોલીસ સ્ટેશને લઈ આવતાં તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ ઈસ્તીકર S/O નવસાદ બેરેલી ઉ.વ. ૧૨ સરનામાની ખબર નહી હોવાનું જણાવતાં સદર છોકરાને ચાઈલ્ડ લાઈનના માસણો દ્વારા શ્રી વી.આર. પોપાવાલા ચીલ્ડ્રન હૉમ કતારગામ સુરત ખાતે સારસંભાળ માટે મુકવામાં આવેલ છે, છોકરાના વાલીવારસોની તપાસ ચાલુ છે. 

 

 

                                                                                                       Sd/-

                                                                         પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.