પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/6/2025 7:57:24 PM

પશ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૩૦/૧૧/૨૦૧૫ થી તા. ૦૫/૧૨/૨૦૧૫ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૧/૨૦૧૫ તા. ૦૨/૧૨/૨૦૧૫ :-  

 

 

                તા. ૧૭/૧૧/૨૦૧૫ ના રોજ ટ્રેન નંબર-૧૯૦૩૮ અપ અવધ એકસપ્રેસ ટ્રેન પેટ્રોલીંગ ડ્યુટી આર.પી.એફ. વડોદરાના માણસો પાંચ નાના છોકરા તથા બે માણસો (૧) શિવમુસહર વિસુની મુસહર (૨) જલાલુદીન નાસીર અંસારી નાઓને રીપોર્ટ સાથે સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં લાવી રજુ કરતાં મીસીંગ સ્ક્વોડના પોલીસ માણસો સદર છોકરાઓની પુછપરછ કરતા (૧) ધર્મેન્દ્ર S/O લક્ષ્મણ મંડલ ઉ.વ.૧૩ રહે. ગામ તીરલોકવા થાના કટીયા જી. ગોપાલગંજ બિહાર (૨) રાહુલ S/O નરેશભાઈ મંડલ ઉ.વ.૧૦ રહે. ગામ રામપુરપટ્ટી થાના ભવરીયાપટ્ટી જી. કુશીનગર યુ.પી. (૩) દિલીપ S/O મેલુ મંડલ ઉ.વ.૯ રહે. ગામ હરદીપ થાના વિજ્યાપુર જી. ગોપાલગંજ બિહાર (૪) વિજય S/O વિનોદ મંડલ ઉ.વ.૮ રહે. ગામ તીરલોકવા થાના કોટીયા જી. ગોપાલગંજ બિહાર (૫) મહેન્દ્ર S/O લક્ષ્મણ મંડલ ઉ.વ.૯ રહે. રહે. ગામ તીરલોકવા થાના કટીયા જી. ગોપાલગંજ બિહાર વાળા હોવાનું જણાવતા તેની વધુ પુછપરછ કરતા ઉપરોકત બે તેમના કુટુંબી મોટા માણસો સાથે સુરતમાં રહેતા મનોજભાઈ લખનભાઈ મંડલ રહે. ગામ ખરદીયા થાના વિજયપુર જી. ગોપાલગંજ બિહાર હાલ રહે. આનંદનગર રાજુનગર સહીદભાઈના મકાનમાં રીંગ રોડ સુરત ખાતે ફરવા માટે આવેલ હોવાનું જણાવતાં મળી આવેલ પાંચેય છોકરાઓના વાલી વારસોના સંપર્ક નંબર લઈ પુછપરછ કરતાં તેઓએ જણાવેલ કે અમારા ગામના શિવાભાઈ વેશુભાઈ મંડલ સાથે બિહારથી અમારા છોકરાઓ સુરત ગુજરાતમાં રહેતા મનોજભાઈના ઘરે ફરવા માટે આવેલ હોવાનું જણાવતાં મનોજભાઈ લખનભાઈ નાઓને મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરતાં તેઓ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં આવતાં તેઓનુ નિવેદન મેળવી કાયદેસર કાર્યવાહી કરી મળી આવેલ પાંચેય છોકરાઓનો કબજો રૂબરૂમાં સોંપેલ છે.

 

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૦૪/૨૦૧૫ તા. ૦૪/૧૨/૨૦૧૫ :-  

                તા. ૦૩/૧૨/૨૦૧૫ ના રોજ કલાક ૨૩/૦૦ વાગે વુમન પો.હેડ.કો. દક્ષાબેન કિકુભાઈ નાઓને સુરત રેલ્વે સ્ટેશન પ્લે. નં. ૧ ના ઉત્તર છેડા પાસે બાકડા ઉપર એક છોકરી એકલી બેઠેલ જોવામાં આવતાં તેઓએ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં લાવી રજુ કરતાં મીસીંગ સ્ક્વોડના પોલીસ માણસોએ પુછપરછ કરતાં તેણીએ પોતાનુ નામ ગીતાદેવી ઉર્ફે સંધ્યા W/O અરવિદભાઈ મૌર્ય ઉ.વ.૨૧ રહે.દાદરાનગર હવેલી દાદરાગામ વિનોદભાઈની ચાલીમાં રૂમ નં.-૬ મુળ રહે. ૪૫, કકરૈયા ગામ કકરૈયા તા. ત્યોદર જી. રીવા મધ્યપ્રદેશની હોવાનું જણાવતાં તેણીની વધુ પુછપરછ કરતાં જણાવેલ કે પતિએ તેને બીજા માણસો સાથે વાતો કેમ કરે છે, તેમ કહી અવાર નવાર કહેતા હોય, મનમાં લાગી આવતાં તે ઘરેથી નિકળી આવેલ હોય તેના પતિનો સંપર્ક નંબર માંગી,  આપેલ નંબર ઉપર સંપર્ક કરી જાણ કરતાં તેના પતિ અરવિંદભાઈ શ્યામધર મૌર્ય હાલ રહે. દાદરાનગર હવેલી  દાદરાગામ નાઓ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં લેવા માટે આવતાં યોગ્ય પુરાવા તેમજ નિવેદન મેળવી કાયદેસરની કાર્યવાહી કરી સ્ત્રીનો કબજો તેના પતિને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.  

 

                                                                                                     Sd/-

                                                                        પોલીસ અઘિક્ષક,

                                                                        ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.