પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/6/2025 7:52:30 PM

પશ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૬/૧૧/૨૦૧૫ થી તા. ૨૨/૧૧/૨૦૧૫ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૬/૧૫ તા. ૧૭/૧૧/૧૫ :-  

 

 

                તા. ૧૭/૧૧/૨૦૧૫ ના રોજ શ્રી એમ.આર. મલેક ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. સુરત રે.પો.સ્‍ટે.નાઓ મીસીંગ સ્‍કોડના પોલીસ માણસો સાથે સુરત રે.પો.સ્‍ટે. ગુમ થયેલ વિખુટા પડેલ બાળકોની શોધખોળ કરતા હતા તે વખતે અજમેર કીશનગંજ પો.સ્‍ટે. જી.આર.પી. રાજસ્‍થાનથી એક ફોટા સહિતનો ફેકસ મેસેજ આવેલ જે ફેકસ આધારે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૧ ઉપર તપાસ કરતા હતા તે દરમ્‍યાન આર.પી.એફ.ના પો.કો.નાઓ ફેકસ મેસેજ વાળા છોકરાને રીપોર્ટ સાથે રજુ કરતા તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ હર્ષવર્ધન સ/ઓ મોહનસિંહ રાઠોડ ઉં.વ. ૧૬ ધંધો-અભ્‍યાસ, રહે. ગામ નેતડીયા થાના મેડતા સીટી નાગૌર હાલ અમરદીપ કોલોની રાતીગંડ જી. અજમેર રાજસ્‍થાન વાળો હોવાનું જણાવતા તેની વધુ પુછપરછ કરતા તેને તેની માતા અભ્‍યાસ માટે બોલતા મનમાં લાગી આવતા તા. ૧૪/૧૧/૧૫ ના રોજ ઘરેથી કલાક ૦૮/૦૦ વાગે કોઇને પણ જાણ કર્યા વગર નિકળી આવેલ હોવાનુ જણાવતા જે અંગે તેના વાલી-વારસોએ કીશનગંજ પો.સ્‍ટે. જી.આર.પી. રાજસ્‍થાનમાં ફ.ગુ.ર.નં. ૪૯૨/૧૫ ઇ.પી.કો. કલમ-૩૬૩, ૩૪૨ મુજબ તા. ૧૫/૧૧/૧૫ ના રોજ ગુનો દાખલ કરવામાં આવેલ હોય જે બાબતે કીશનગંજ પો.સ્‍ટે.માં જાણ કરી સદર છોકરાને સંભાળ માટે શ્રી વી.આર. પોપાવાલા, ચિલ્‍ડ્રન હોમ, કતારગામ, સુરત ખાતે મુકવામાં આવેલ છે. અને તા. ૧૮/૧૧/૧૫ ના રોજ કીશનગંજ પો.સ્‍ટે.ના હે.કો. જમલાલ બ.નં. ૪૩ નાઓ સુરત રે.પો.સ્‍ટે.માં તેને લેવા માટે આવતા તેઓનુ નિવેદન મેળવી, કાયદેસર કાર્યવાહી કરી મળી આવેલ છોકરાને ચિલ્‍ડ્રન હોમમાંથી મેળવી હે.કો. જમલાલ નાઓને રૂબરૂમાં સોંપેલ છે.

 

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૪/૧૫ તા. ૧૭/૧૧/૧૫ :-  

 

                તા. ૧૭/૧૧/૧૫ ના રોજ કલાક ૧૬/૫૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન ઉપર મીસીંગ સ્‍કોડના પોલીસ માણસો હાજર હતા તે દરમ્‍યાન એક પેસેન્‍જર નામે સુભાષકુમાર મગનભાઇ ગોંડલીયા નાઓએ મીસીંગ સ્‍કોડના પો.કો. શાંતીલાલ કાળુભાઇ બ.નં. ૮૭૮ નાઓને એક છોકરો સોંપતા તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ શૌફીન સ/ઓ ગુલામ મહંમદ મીયા ઉં.વ. ૧ર, ધંધો-અભ્‍યાસ રહે. ગામ સીરખાન, થાના સદલ જી. અલવર રાજસ્‍થાન હાલ રહે. સરીગામ મદ્રેસા, તા. ચિખલી, જી. નવસારી વાળો હોવાનું જણાવતા તેની વધુ પુછપરછ કરતા તે હાલમા સરીગામ મદ્રેસામાં રહી અભ્‍યાસ કરતો હોય ભણવામાં મન નહી લાગતા અને માતા-પિતાની યાદ આવતા મદ્રેસામાંથી છુપી રીતે નિકળી આવેલ અને મદ્રેસામાં સાથે અભ્‍યાસ કરતા ગામના છોકરાનો મોબાઇલ નંબર આપતા મોબાઇલ ઉપર જાણ કરતા ગુમ થનાર શૌફીનના પિતાએ મદ્રેસાના ટેલીફોન ઉપર વાત ચિત કરતા મદ્રેસાના ઉમર મહમદનાઓ તેને લેવા માટે સુરત રે.પો.સ્‍ટે.માં આવતા તેઓનુ નિવેદન મેળવી, કાયદેસર કાર્યવાહી કરી મળી આવેલ છોકરો તેઓને રૂબરૂમાં સોંપેલ છે.

 

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૯/૧૫ તા. ૧૯/૧૧/૧૫ :-  

 

 

                તા. ૧૯/૧૧/૧૫ ના રોજ કલાક ૧૦/૩૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૨/૩ ઉપર વચ્‍ચેના ભાગે આવેલ ઓવર બ્રીજના પગથીયા ઉપર એક નાનો છોકરો એકલો બેઠેલો પો.કો. શાંતીલાલ કાળુભાઇ બ.નં. ૮૭૮ નાઓના જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ તુષાર સ/ઓ..

 

પાન-ર

 

            ...નારાયણ સોલંકી ઉં.વ.૧૪ ધંધો-અભ્‍યાસ, રહે. જગદંબાનગર, હાફસીગલી, તા.સેહગાંવ, જી. બુલદાના મહારાષ્‍ટ્ર વાળો હોવાનું જણાવતા તેની વધુ પુછપરછ કરતા તે તેની માતા સાથે તેના દાદાના ઘરે ગયેલા અને માતાએ તુષારને ઘરે જવાનુ કહેતા ઘરે ગયેલ નહીં અને દાદા શિરડી પ્રવાસે જવાના હોય દાદા સાથે જવા માટે તેની માતાથી વિખુટો પડી દાદાની પાછળ ગયેલ અને સુરત તરફની ટ્રેનમાં બેસી આવેલ હોવાનુ જણાવતા તુષારે તેના પિતાનો મોબાઇલ નંબર આપતા તેના પિતાનો સંપર્ક કરતા તેના પિતા લેવા માટે સુરત રે.પો.સ્‍ટે.માં આવતા તેઓનુ નિવેદન મેળવી, કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના પિતાને રૂબરૂમાં સોંપેલ છે.

 

                                                                                                     Sd/-

                                                                        પોલીસ અઘિક્ષક,

                                                                        ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.