પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/6/2025 7:18:13 PM

પશ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૯/૧૧/૨૦૧૫ થી તા. ૧૫/૧૧/૨૦૧૫ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૧/૧૫ તા. ૦૮/૧૧/૧૫ :-  

 

 

                તા. ૭-૮/૧૧/૨૦૧૫ ના રોજ કલાક ૦૫/૦૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૧ ઉપર પેસેન્‍જરોને બેસવાના બાકડા ઉપર એક મહિલા એકલી બેઠેલી પો.કો. શાંતીલાલ કાળુભાઇ નાઓના જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ ગુંજનબેન વા/ઓ દિવાકર દુબે ઉં.વ. ૨૦ ધંધો-ઘરકામ, રહે. ગંગાસાગર સોસાયટી મકાન નં. ૩૦૨ આસપાસ, લીંબાયત, સુરત મુળ-ગામ પુરેદરબાર થાના ભીટી જી. આંબેડકરનગર (યુ.પી.) વાળી હોવાનું જણાવતા તેની વધુ પુછપરછ કરતા તેણી તેના માતા-પિતાના ઘરે તેના પતિ સાથે યુ.પી. જવા માટે જણાવતા તેણીના પતિએ ના પાડતા મનમાં લાગી આવતા ગુસ્‍સામાં પોતાના ઘરેથી કોઇને પણ જાણ કર્યા વગર માતા-પિતાના ઘરે જવા માટે નિકળી આવેલ હોવાનુ જણાવી તેના પતિનો મો.ફોન નંબર આપતા ફોન ઉપર તેઓનો સંપર્ક કરી જાણ કરતા તેના પતિ નામે દિવાકર દુબે રહે.સદર નાઓ સુરત રે.પો.સ્‍ટે.માં તેણીને લેવા માટે આવતા તેઓનુ નિવેદન મેળવી, કાયદેસર કાર્યવાહી કરી મળી આવેલ મહિલા તેના પતિને રૂબરૂમાં સોંપેલ છે.

 

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૮/૧૫ તા. ૦૯/૧૧/૧૫ :-  

 

                તા. ૦૯/૧૧/૧૫ ના રોજ કલાક ૧૭/૧૫ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૧ ના વચ્‍ચેના ભાગે એક છોકરી એકલી ઉભેલી વુ.હે.કો. ગીતાબેન શનાભાઇ બ.નં. ૪૦૮ નાઓના જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ ખુશીબેન ડો/ઓ રાહુલભાઇ તિવારી ઉં.વ. ૧૦ રહે. ગોડાદરા નહેર ઇશ્વરભાઇ બાબુભાઇના મકાનમા સુરતવાળી હોવાનું જણાવતા તેની વધુ પુછપરછ કરતા તે જણાવેલ સરનામેથી રમતા રમતા સુરત રેલ્‍વે સ્‍ટેશન આવી ગયેલ હોવાનુ જણાવતા તેના જણાવેલ સરનામે પો.કો. શાંતીલાલ કાળુભાઇ બ.નં. ૮૭૮ નાઓએ તપાસ કરતા તેની માતા નામે મીરાદેવી રાહુલભાઇ તિવારી નાઓ મળી આવતા તેઓનુ નિવેદન મેળવી, કાયદેસર કાર્યવાહી કરી મળી આવેલ છોકરી તેની માતાને રૂબરૂમાં સોંપેલ છે.

 

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૯/૧૫ તા. ૧૩/૧૧/૧૫ :-  

 

 

                તા. ૧૩/૧૧/૧૫ ના રોજ કલાક ૨૦/૫૫ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૧ ઉપર ઉત્‍તર તરફના છેડે પેસેન્‍જરોને બેસવાના બાકડા ઉપર એક છોકરી એકલી બેઠેલી વુ.હે.કો. કલ્‍પનાબેન પાંડુરંગભાઇ બ.નં. ૪૦૯ નાઓના જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ અનુપમા ડો/ઓ સંતોષ જાતે-પાઠક ઉં.વ.૧૭ ધંધો-અભ્‍યાસ, રહે. હાઉસીંગ બમરોલી સુખીનગર ફલેટ નં. ૬૨૪ સુરત વાળી હોવાનું જણાવતા તેની વધુ પુછપરછ કરતા તેણીના માતા-પિતા મકાન બંધ કરી પાવાગઢ જતા રહેલ હોય જઓની પાછળ પાવાગઢ જવા માટે ઘરેથી નિકાળી આવેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસો અંગે પુછતા તેના પિતાનો મો.ફોન નંબર આપતા ફોન ઉપર તેઓનો સંપર્ક કરતા મોબાઇલ કવરેજ બહાર બતાવતા તેઓની સાથે વાત થયેલ નથી અને હાલમા ઘરે કોઇ ન હોવાથી તેણીની સાર સંભાળ માટે નારી કેન્‍દ્ર ઘોડદોડ રોડ સુરત ખાતે મુકવામાં આવેલ છે.

 

 

 

 

 

 

પાન-ર

 

(૪)     આણંદ રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૧/૧૫ તા. ૦૯/૧૧/૧૫ :-  

 

 

                તા. ૦૯/૧૧/૨૦૧૫ ના રોજ ટ્રાફિક ખાતામાં નોંકરી કરતા સમરતભાઇ બુધાભાઇ ગોહિલ રહે. આણંદ ટેકરા પાસે તા.જી. આણંદ નાઓ અડાસ રેલ્વે સ્ટેશન માસ્‍તરના મેમા સાથે એક બીન વારસી છોકરો ઉં.વ. ૫ થી ૬ ના આશરાનો પોલીસ સ્‍ટેશનમાં લાવી સોંપતા સર્વેલન્‍સ ડયુટીના હે.કો. રામસીંગ વજેસીંગ બ.નં. ૭૦૩ નાઓએ છોકરાના વાલી-વારસોની તપાસ કરતા છોકરાના પિતા નામે સાદીક અલ્‍પત નીરાસી મીર (મુસલમાન) ઉં.વ.૪૪ રહે. મુળ ગામ સાડાસ રામદેવજી મંદિર પાસે તા. ગંગરાર જી. ચિતોડગઢ (રાજસ્‍થાન) હાલ-આણંદ રેલ્‍વે સ્‍ટેશન પાસે ઝુંપડામાં તા.જી. આણંદ વાળો મળી આવતા અને તેમનો દિકરો નામે અસલમ ઉં.વ. ૬ ને ઓળખી બતાવતા તેઓનુ નિવેદન મેળવી કાયદેસર કાર્યવાહી કરી મળી આવેલ છોકરો તેના પિતાને રૂબરૂમાં સોંપેલ છે.

 

 

                                                                                                     Sd/-

                                                                            I/c, પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.