પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૨/૧૧/૨૦૧૫ થી તા. ૦૮/૧૧/૨૦૧૫ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૬/૧૫ તા. ૦૨/૧૧/૧૫ :-
તા. ૦૨/૧૧/૨૦૧૫ ના રોજ કલાક ૨૦/૩૫ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૧ ઉપર પેસેન્જરોને બેસવાના બાકડા ઉપર એક છોકરી એકલી બેઠેલી WHC દક્ષાબેન કીકુભાઇ બ.નં. ૪૧૪ નાઓના જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ સુમીબેન D/O પાંગળાભાઇ મેડા ઉં.વ. ૧૭ ધંધો-અભ્યાસ રહે. ગામ ખંગેલા વાદરીયા ફળીયુ તા.જી. દાહોદ વાળી હોવાનું જણાવતા તેની વધુ પુછપરછ કરતા તે પોતાના ઘરેથી કોઇને પણ જાણ કર્યા વગર નિકળી આવેલ હોવાનુ જણાવી તેના પિતાનો મો.ફોન નંબર આપતા ફોન ઉપર તેઓનો સંપર્ક કરી જાણ કરતા તેના પિતા નામે પાંગળાભાઇ મથુરભાઇ મેડા ઉવ ૩૫ ધંધો-ખેતિ રહે. સદર નાઓ સુરત રે.પો.સ્ટે.માં તેણીને લેવા માટે આવતા તેઓનુ નિવેદન મેળવી, કાયદેસર કાર્યવાહી કરી મળી આવેલ છોકરી તેના પિતાને રૂબરૂમાં સોંપેલ છે.
(૨) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૩૯/૧૫ તા. ૦૪/૧૧/૧૫ :-
તા. ૦૪/૧૧/૨૦૧૫ ના રોજ કલાક ૨૧/૩૫ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૨/૩ ઉપર પેસેન્જરોને બેસવાના બાકડા ઉપર એક છોકરો એકલો બેઠેલો એએસઆઇ અર્જુનભાઇ કહજીભાઇ બ.નં. ૫૦૩ નાઓના જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ પિયુષભાઇ સ/ઓ ખેમેશભાઇ શર્મા ઉં.વ. ૧૩ ધંધો-અભ્યાસ રહે. ૮ શ્રીજી એપાર્ટમેન્ટ નિલકંઠનગર દવાખાનાની સામે કાંકરીયા અમદાવાદ વાળો હોવાનું જણાવતા તેની વધુ પુછપરછ કરતા તે બી.આર. તિવારી સ્કુલમાં અભ્યાસ કરતો હોય સ્કુલમા રમત રમતા વિદ્યાર્થીઓ સાથે બોલાચાલી થતા વિદ્યાર્થીઓના ડરથી ઘરેથી કોઇને પણ જાણ કર્યા વગર નિકળી આવેલ હોવાનુ જણાવી તેના પિતાનો મો.ફોન નંબર આપતા ફોન ઉપર તેઓનો સંપર્ક કરી જાણ કરતા તેના પિતા નામે ખેમેશભાઇ ગીરધારીલાલ શર્મા ઉં.વ.૩૮, રહે. સદર નાઓ સુરત રે.પો.સ્ટે.માં તેને લેવા માટે આવતા તેઓનુ નિવેદન મેળવી, કાયદેસર કાર્યવાહી કરી મળી આવેલ છોકરો તેના પિતાને રૂબરૂમાં સોંપેલ છે.
Sd/-
પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.