પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/6/2025 9:25:50 PM

પશ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૫/૧૦/૨૦૧૫ થી તા. ૩૧/૧૦/૨૦૧૫ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૬/૧૫ તા. ૨૬/૧૦/૨૦૧૫ :-  

 

                તા. ૨૬/૧૦/૨૦૧૫ ના રોજ બપોરના કલાક : ૧૨/૧૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં. ૧ ઉપર વચ્ચેના ભાગે આવેલ પેસેન્જરોને બેસવાના બાંકડા ઉપર એક છોકરો એકલો બેઠેલો પો.કો. શાંતીલાલ કાળુભાઇ નાઓના જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ સમીર સ/ઓ અસલમભાઇ શેખ ઉં.વ.-૧૪ ધંધો-અભ્યાસ રહે. અકબર સહીદના ટેકરા નવસારી બજાર સુરત વાળો હોવાનુ જણાવેલ અને વધુ પુછપરછ કરતા તે તેના ઘરેથી કોઇને પણ જાણ કર્યા વગર સ્કુલ જવાના બહાને ખંભાતમાં રહેતા તેના માસી નામે સહારાબાનુ ના ઘરે જવા માટે નિકળેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસો અંગે પુછતા તેણે તેના પિતા નામે અસલમભાઇ ગુલામહુસેન શેખ ઉં.વ.૪૩, ધંધો-રીક્ષા ડ્રાઇવર રહે. સદરવાળાનો મોબાઇલ નંબર આપતા મો.ફોન ઉપર તેઓને જાણ કરતા તેઓ સુરત રે.પો.સ્ટે.મા તેને લેવા માટે આવતા તેઓનુ નિવેદન મેળવી કાયદેસર કાર્યવાહી કરી છોકરાનો કબજો તેના પિતાને રૂબરૂમાં સોંપેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૭/૨૦૧૫ તા. ૨૭/૧૦/૨૦૧૫ :-  

                તા. ૨૭/૧૦/૨૦૧૫ ના રોજ કલાક ૧૧/૩૫ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે. નં. ૧ ઉપર વચ્ચેના ભાગે આવેલ પેસેન્જરોને બેસવાના બાંકડા ઉપર એક છોકરી એકલી બેસેલી વુમન. હે.કો. ગીતાબેન છનાભાઈ બ.નં.-૪૦૩ નાઓના જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ બિલ્કીશબાનુ અકબરઅલી મુસલમાન ગરાસીયા ઉ.વ. ૧૮ રહે. ન્યુ બોમ્બે માર્કેટ પાસે રાજુનગર મકાન નં. ૩૧૦ સુરત વાળી હોવાનું જણાવેલ અને વધુ પુછપરછ કરતાં તે તેના ઘરે તેની માતા સાથે ઘરકામ બાબતે બોલાચાલી થતા મનમાં લાગી આવતા ઘરે  કોઇને પણ જાણ કર્યા વગર નિકળી આવેલ હોવાનું જણાવતાં તેના વાલીવારસો અંગે પુછતા તેણે તેના પિતા નામે અકબરઅલી દાદાભાઇ મુસલમાન ગરાસીયા ઉં.વ.૪૭, ધંધો-કલરકામ રહે. સદરવાળાનો મોબાઇલ નંબર આપતા મો.ફોન ઉપર તેઓને જાણ કરતા તેઓ સુરત રે.પો.સ્ટે.મા તેને લેવા માટે આવતા તેઓનુ નિવેદન મેળવી કાયદેસર કાર્યવાહી કરી છોકરીનો કબજો તેના પિતાને રૂબરૂમાં સોંપેલ છે.

 

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૮/૨૦૧૫ તા. ૩૧/૧૦/૨૦૧૫ :-  

                તા. ૩૧/૧૦/૨૦૧૫ ના રોજ કલાક ૧૭/૧૫ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે. નં. ૧ ઉપરથી આર.પી.એફ. પો.કો. વિશાલભાઇ રોહીદાસ પાટીલ નાઓ એક છોકરો નામે અબ્દુલ તૌફીક સ/ઓ અબ્દુલરસુલ સૈયદ ઉં.વ.૧૨ ધંધો-અભ્યાસ, રહે. ગામ બોધન જી. નિઝામાબાદ આંધ્રપ્રદેશ હાલ રહે. અકલકુવા મદ્રેસમાં જી. નંદુરબાર મહારાષ્ટ્ર વાળાને રીપોર્ટ સાથે સોંપતા છોકરાને પુછપરછ કરતા તેઓ હાલના બતાવેલ સરનામે ધોરણ-૭ માં અભ્યાસ કરતો હોય અને વેકેશન પડેલ હોવાથી વતન જવા માટે નંદુરબાર રેલ્વે સ્ટેશન ગયેલ ત્યાંથી ભુલથી સુરત તરફ આવતી ટ્રેનમાં બેસી સુરત રેલ્વે સ્ટેશન આવી ગયેલ અને સુરતથી વતન આંદ્રપ્રદેશ જવા માટે બેસેલ હોવાનુ જણાવતા મળી આવેલ છોકરાના વાલીવારસોના કોન્ટેકટ નંબર માંગતા તેણે તેના મોટા ભાઇનો મોબાઇલ નંબર આપતા મો.ફોન ઉપર તેઓને જાણ કરતા તેઓ સુરત રે.પો.સ્ટે.મા તેને લેવા માટે આવે ત્યાં સુધી છોકરાની સાર સંભાળ માટે શ્રી વી.આર. પોપાવાલા ચિલ્ડ્રન હોમ કતારગામ સુરત  ખાતે મુકવામાં આવેલ છે.

 

 

                                                                                                       Sd/-

                                                                         પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.