પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/6/2025 11:04:36 PM

પશ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૮/૧૦/૨૦૧૫ થી તા. ૨૪/૧૦/૨૦૧૫ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૫/૧૫ તા. ૨૩/૧૦/૨૦૧૫ :-  

 

                તા. ૨૩/૧૦/૨૦૧૫ ના રોજ કલાક : ૧૭/૩૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં. ૧ ઉપર ઉત્તર છેડા પાસે એ.એસ.આઇ. અર્જુનભાઈ કહજીભાઈ બકલ નં ૫૦૩ નાઓને બે બાળકો એકલા જોવામાં આવતા તેઓની પુછપરછ કરતા તેમણે પોતાના નામ (૧) ગોપાલભાઈ સ/ઓ લક્ષ્મણભાઈ ક્ષત્રિય ઉં.વ.-૧૨ રહે. ગામ ચીસપાડા તા. નવાપુર જિ. નંદુરબાર મહારાષ્ટ્ર હાલ રહે. સુમુલડેરી રોડ, ઝુપડામાં સુરત. (૨) રાજેશ સ/ઓ મુકેશ રાજપુત ઉ.વ.૧૫ રહે. રામપુરા બસ્તી બીકાનેર, રાજસ્થાન હાલ રહે. સુમુલડેરી રોડ, ઝુપડામાં સુરત વાળા હોવાનુ જણાવેલ અને વધુ પુછપરછ કરતા તેઓ હાલના બતાવેલ સરનામેથી ઘરે કોઇને પણ જાણ કર્યા વગર નિકળી આવેલ હોવાનુ જણાવતા હાલના સરનામે તપાસ કરતાં નંબર-૧ ના દાદીમાં શાંતિબેન વા/ઓ મનસુખભાઈ રહે. સુમુલડેરી રોડ, સુરત વાળાઓના ઘરે જઈ તેમની બાજુમાં રહેતા નંબર-૨ ના વાલીવારસોને મળી યોગ્ય પુરાવા, નિવેદનો મેળવી બન્ને છોકરાઓનો કબજો તેઓના વાલીવારસોને રૂબરૂમાં સોંપેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૩/૨૦૧૫ તા. ૧૬/૧૦/૨૦૧૫ :-  

                તા. ૨૪/૧૦/૨૦૧૫ ના રોજ કલાક : ૧૫/૩૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે. નં. ૧ ઉપર દક્ષિણ છેડા પાસે એક છોકરો એકલો બેસેલ વુમન. હે.કો. ગીતાબેન શનાભાઈ બકલ નંબર-૪૦૩ નાઓના જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ દેવકુમાર S/O દિનેશકુમાર સોની ઉ.વ. ૭ ધંધો અભ્યાસ રહે. સત્યનારાયણ નગર, ફ્લેટ નંબર-૫ પોલીસ કોલોની પાસે, પાંડેસરા સુરત મુળ રહે. યુ.પી. વાળો હોવાનું જણાવેલ અને વધુ પુછપરછ કરતાં તે હાલ તેના પિતાજી સાથે સુરતમાં રહેતો હોવાનું જણાવતાં તેના વાલીવારસોની તપાસ થવા માટે સુરત શહેર પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ છે. સદર છોકરાના વાલી વારસો મળી આવે ત્યાં સુધી સારસંભાળ માટે શ્રી વી.આર. પોપાવાલા ચિલ્ડ્રન હોમ કતારગામ સુરત ખાતે મુકવામાં આવેલ છે.

 

 

                                                                                                       Sd/-

                                                                         પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.