પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/6/2025 9:42:35 PM

પશ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૪/૧૦/૨૦૧૫ થી તા. ૧૦/૧૦/૨૦૧૫ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૬/૧૫ તા. ૦૯/૧૦/૧૫ :-  

 

 

                તા. ૯/૧૦/૨૦૧૫ ના રોજ કલાક ૦૯/૩૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૧ ઉપર લેડીઝ વેઈટીંગરૂમની બાજુમાં પેસેન્‍જરોને બેસવાના બાકડા ઉપર એક છોકરી એકલી બેઠેલી WHC ગીતાબેન  શનાભાઈ બ.નં. ૪૦૩ નાઓના જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ હલીમાખાતુન D/O સહીદુન મોન્ડલ જાતે-મોન્ડલ ઉવ ૧૫ ધંધો-અભ્યાસ રહે. ગામ તારાગુનીયા પોસ્ટ તારાગુનીયા થાણા બાદુરીયા જી.નોર્થ ૨૪ પરગના  કલકત્તા વેસ્ટ બંગાળ વાળી હોવાનું જણાવતા તેની વધુ પુછપરછ કરતા તેણી તેના ભાઈ સાથે સુરતમાં રહેતા તેમના મોટી બહેન નામે બુલબુલી નાઓના ઘરે ફરવા માટે એક અઠવાડિયા પહેલા આવેલ અને તેને સુરત ખાતે ફાવતુ ન હોય જેના કારણે તેની બહેન સાથે તેમજ ભાઈ સાથે વેસ્ટ બંગાળ જવા માટે જીદ કરતા તેમણે જણાવેલ કે થોડા દિવસ પછી વેસ્ટ બંગાળ પરત મોકલી આપીશુ તેવુ જણાવતા તેણીને મનમાં લાગી આવતા તેની બહેનના ઘરેથી ઓટો રિક્ષામાં બેસી સુરત રેલ્વે સ્ટેશને આવેલ અને વેસ્ટ બંગાળ જવા માટે ટ્રેની રાહ જોતી બાંકડા ઉપર બેઠેલ હોવાનુ જણાવતા અને તેણીના વાલી-વારસો અંગે પુછતા તેની બહેનના સરનામાની માહિતી ન હોય તેના વતનનુ સરનામુ જણાવતા વેસ્‍ટ બંગાળ ખાતે પોલીસ સ્‍ટેશનમાં ટેલીફોન દ્વારા જાણ કરવામાં આવેલ છે વાલી-વારસો લેવા આવે ત્યાં સુધી સદર છોકરીને હાલ નારી સંરાક્ષણ ગૃહ ઘોડદોડ રોડ સુરત ખાતે સાર સંભાળ માટે મુકવામાં આવેલ છે.

 

 

                                                                                                     Sd/-

                                                                           I/c,પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.