પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૦/૦૯/૨૦૧૫ થી તા. ૨૬/૦૯/૨૦૧૫ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૩૪/૧૫ તા. ૨૫/૦૯/૧૫ :-
તા.૨૫/૦૯/૧૫ ના રોજ કલાક ૧૯/૪૫ વાગે સુરત રેલ્વે સ્ટેશન ટ્રાફિક વિસ્તારમાં ત્રણ નાના છોકરાઓ એકલા ઉભેલા પો.કોન્સ શાંતીલાલ કાળુભાઇ બ.નં. ૮૭૮ નાઓના જોવામાં આવતા તેઓની પુછપરછ કરતા તેમણે પોતાના નામ (૧) કિશનભાઇ વલ્લાભાઇ જાતે-ઘેરા સલાટીયા ઉં.વ.૧૦, (ર) અજયભાઇ જાદવાભાઇ સલાટીયા ઉં.વ.૯ (૩) સાહીલ ધીરૂભાઇ સલાટીયા ઉં.વ.૫ તમામ રહે. સુમુલ ડેરી રોડ ઝુંપડપટ્ટી, સુરત વાળા હોવાનું જણાવતા અને વધુ પુછપરછ કરતા જણાવેલ કે તેઓ રમતા રમતા સુરત રેલ્વે સ્ટેશન પાર્કીગમાં ગણપતી જોઇને પરત ઘરે જવા નિકળેલ પરંતુ ઘરે જવાની ખબર ન પડતા ઉભા રહેલ હોય જેના વાલી-વારસોની જણાવેલ સરનામે જઇ તપાસ કરતા અ.નં. (૧) ના કાકી નામે શારદાબેન કાલીયાભાઇ ઘેરા સલાટીયા, અ.નં.(ર)ના માતા નામે રેખાબેન જાદવાભાઇ તથા અ.નં.(૩) ના દાદી નામે બાલીબેન પારૂભાઇ સલાટીયા નાઓને જાણ કરતા તેઓ છોકરાઓનો કબજો લેવા માટે સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં આવતા કાયદેસર કાર્યવાહી કરી, પુરાવા તેમજ નિવેદનો મેળવી છોકરાઓને તેમના વાલી-વારસોને રૂબરૂમાં સોંપેલ છે.
(૨) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૧/૧૫ તા. ૨૬/૦૯/૧૫ :-
તા.૨૬/૦૯/૧૫ ના રોજ કલાક ૧૦/૦૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-ર/૩ ઉપર વચ્ચેના ભાગે સયાજીનગરી એકસ. ટ્રેન મુંબઇ તરફ રવાના થયા પછી એક નાનો છોકરો રડતો એએસઆઇ અર્જુનભાઇ કહજીભાઇ બ.નં. ૫૦૩ નાઓના જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ સાહીલ સલીમભાઇ ઉન્નડ, ઉં.વ.૯, ધંધો-અભ્યાસ, રહે. નાગાવડાલીયા, તા. અંજાર, જી. કચ્છ વાળો હોવાનું જણાવતા અને વધુ પુછપરછ કરતા જણાવેલ કે તે તેના માતા-પિતા સાથે સયાજીનગરી એકસ. ટ્રેનમાં મુસાફરી કરતા દરમ્યાન સુરત રેલ્વે સ્ટેશને ટ્રેન ઉભી રહેતા તેના પિતા ટ્રેનમાંથી નીચે ઉતરી સ્ટોલ ઉપર નાસ્તો લેવા ગયેલ ત્યારે તેઓની પાછળ ઉતરેલ અને ટ્રેન ઉપડી ગયેલ અને તેની પાસે પિતા નામે સલીમભાઇ ફકીરભાઇ ઉન્નડ ઉં.વ.૩૦, રહે. સદર વાળાનો કોન્ટેક નંબર આપતા આપેલ ફોન ઉપર જાણ કરતા તેઓ નવસારી રેલ્વે સ્ટેશનથી ઉતરી સુરત પરત છોકરાને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના પિતાને રૂબરૂમાં સોંપેલ છે.
(૩) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૩/૧૫ તા. ૨૬/૦૯/૧૫ :-
તા.૨૬/૦૯/૧૫ ના રોજ કલાક ૧૨/૧૫ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૪ ઉપર વચ્ચેના ભાગે પેસેન્જરોને બેસવાના બાંકડા ઉપર એક છોકરી એકલી બેસેલી વુ.હે.કો. ગીતાબેન શનાભાઇ નાઓના જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ ચંદ્રીકાકુમારી ડો/ઓ બીક્રમા મહંતો કુશ્વાહા, ઉં.વ.૧૫, ધંધો-અભ્યાસ, રહે. ગામ કામટા થાના બનીયાપુર જી. છપરા (બિહાર) વાળી હોવાનું જણાવતા અને વધુ પુછપરછ કરતા જણાવેલ કે ઘરે કામ કાજ બાબતે બોલાચાલી થતાં મનમા લાગી આવતા છપરાથી સુરત તાપ્તી-ગંગા એકસ. ટ્રેનમાં બેસી સુરતમાં રહેતા બેન-બનેવીના ઘરે જવા માટે આવેલ અને તેના જીજાજી નામે પંકજકુમાર અરવિંદપ્રસાદ નાઓનો મોબાઇલ નંબર આપતા તેઓનો કોન્ટેક કરી જાણ કરતા તેઓ સુરત રેલ્વે પોલીસ સ્ટેશને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરીનો કબજો તેના જીજાજીને રૂબરૂમાં સોંપેલ છે.
Sd/-
પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.