પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/6/2025 7:06:15 PM

પશ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૩/૦૯/૨૦૧૫ થી તા. ૧૯/૦૯/૨૦૧૫ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૦૫/૧૫ તા. ૧૪/૦૯/૧૫ :-  

 

 

                    તા.૧૪/૦૯/૧૫ ના રોજ રાત્રીનાં કલાક ૦૨/૦૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં. ૨/૩ ના વચ્ચેના ભાગે એક છોકરો એકલો ઉભેલો પો.કોન્સ લાલાભાઈ કોયાભાઈ એલ.સી.બી. પ.રે સુરત નાઓના જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ દિપકકુમાર S/O બજરંગબલી શ્રીક્રીષ્ના જાતે. તિવારી ઉં.વ.૯ ધંધો. અભ્યાસ રહે ગામ વ્હોલીપુર જી.ગોપાલગંજ બિહાર હાલ રહે. બી/૩ શીવસાઇ રેસીડેન્‍સી પ્‍લોટ નં. ૪૧ મોટા બોરસરા કીમ, સુરત વાળો હોવાનું જણાવતા અને વધુ પુછપરછ કરતા જણાવેલ કે તે તા. ૧૩/૯/૧૫ ના રોજ તેના હાલના ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર તેના મુળ વતન બિહાર જવા માટે સુરત રેલ્વે સ્ટેશનેથી ઉપડતી તાપ્તીગંગા એક્સ ટ્રેનમાં બેસવા માટે આવેલ હોવાનું જણાવી તેની માતા નામે નિસીબેન તિવારી નાઓનો મોબાઈલ નંબર ૦૭૩૮૩૫૧૮૭૪૬ આપતા આપેલ ફોન ઉપર તેની માતા સાથે વાત કરતા જણાવેલ કે છોકરો ગુમ થયા બાબતે ફરીયાદ આપતા કીમ પો.સ્ટે.માં ફ.ગુ.ર.નં. ૩૪/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૬૩ મુજબનો ગુનો તા. ૧૩/૯/૨૦૧૫ ના રોજ કલાક ૨૩/૩૦ વાગે દાખલ થયેલ હોવાનુ જણાવતા કીમ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને જાણ કરતા કીમ પોલીસ સ્ટેશનમાંથી એ.એસ.આઈ રમેશભાઈ માધુભાઈ બ.નં. ૬૦૨ તથા દિપકકુમારના પિતા નામે બજરંગબલી શ્રીક્રીષ્નાદેવ જાતે. તિવારી રહે. સદર વાળાઓ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં તેને લેવા માટે આવતા મળી આવેલ છોકરાનો કબજો કીમ પો.સ્ટેશનના રિપોર્ટ આધારે એ.એસ.આઈ રમેશભાઈ માધુભાઈ નાઓની રૂબરૂમાં સદર છોકરાના પિતાના યોગ્ય પુરાવા તેમજ નિવેદનો મેળવી તા. ૧૪/૦૯/૧૫ ના રોજ સોંપેલ છે.

 

(૨)     વડોદરા રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૬/૧૫ તા. ૧૭/૦૯/૧૫ :-  

                આ કામે ગુમ થનાર મેનકાબેન વા/ઓ હિતેશભાઇ પટેલ ઉં.વ.૨૮ રહે. એ/૩, ૩૦૮ આલોક કોલોની ચલા, મુનમેક્ષ સ્‍કુલની પાસે વાપી જી. વલસાડવાળી તા. તા.૧૫/૦૯/૧૫ ના રોજ કલાક ૦૮/૪૫ વાગે વાપી રેલ્વે સ્ટેશનથી ગુજરાત એકસ. ટ્રેનના એ.સી. ચેર કારમાં બેસી વડોદરા અને વડોદરાથી લુણાવાડા જવા માટે નિકળેલ પરંતુ લુણાવાડા મુકામે નહીં પહોંચતા તેણીના પતિ નામે હિતેશભાઇ પરસોતમભાઇ પટેલ ઉં.વ. ૩૦ રહે. સદર નાઓએ શોધખોળ કરતા મળી આવેલ ન હોય વાપી રેલ્‍વે પોલીસ ચોકીમાં પત્‍ની ગુમ થયા બાબતની જાણ કરેલ અને મેનકા કમલેશ પંડયા રહે. પાણીગેટ વડોદરા નામના વ્‍યકિત પાસે હોવાનુ મૌખિકમાં જણાવતા વાપી આ.પો.ના હે.કો. બાબુભાઇ કરશનભાઇ નાઓએ વડોદરા રેલ્‍વે સ્‍ટેશને મેનકા ગુજરાત એકસ. ટ્રેનમાંથી ઉતરીને જતી CCTV કેમેરાના ફુટેજમાં જણાતી હોવાનુ જણાવી બનાવ વડોદરા રે.પો.સ્‍ટે.ની હદનો હોવાનુ જણાવી વડોદરા રેલ્‍વે પોલીસ સ્‍ટેશન તરફ મોકલતા પાણીગેટ પોલીસની મદદથી શકમંદ કમલેશ મહેન્‍દ્રભાઇ પંડયા ઉં.વ. ૩૦ રહે. મુળ-મુ.પો. જાંબામુવાડી, તા. ખાનપુર જી. મહીસાગર હાલ રહે. ૩૦૧ રાધે ગોવિંદ ફલેટ કલાદર્શન પાછળ, વાઘોડીયા રોડ, વડોદરાવાળાને સાથે રાખી તેના વાઘોડીયા મુકામેના રહેણાંક સ્‍થળે જઇ ખાત્રી તપાસ કરતા ગુમ થનાર મેનકા તેના રહેણાંકના સ્‍થળેથી મળી આવતા બન્‍નેની પુછપરછ દરમ્‍યાન મેનકા છેલ્‍લા બે વર્ષથી શકમંદ ઇસમના પ્રેમમાં હોવાથી કોઇને પણ કહયા વગર લુણાવાડા પોતાના પિયરમા જવાના બહાને પોતાની મરજીથી પોતાના પ્રેમી પાસે આવતી રહેલ હોવાની હકિકત જણાવી તેણીની હાલ પોતાની માતૃશ્રી પાસે જવા અંગે સ્‍વખુશી દર્શાવતા કાયદેસરની કાર્યવાહી કરી ગુમ થનાર મેનકાનો કબજો તેની માતૃશ્રીને સહી સલામત હાલતમા સોંપેલ છે.

 

                                                                                                          Sd/-

                                                                            પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.