પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૬/૦૯/૨૦૧૫ થી તા. ૧૨/૦૯/૨૦૧૫ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૦૭/૧૫ તા. ૦૮/૦૯/૧૫ :-
તા.૦૭/૦૯/૧૫ ના રોજ કલાક ૨૦/૧૫ વાગે સુરત રેલ્વે સ્ટેશન મુસાફરખાનામાં એક નાનો છોકરો સ્કુલ બેગ સાથે સુતેલો એ.એસ.આઇ. અર્જુનભાઇ કહજીભાઇ બ.નં. ૫૦૩ નાઓને જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેને પોતાનુ નામ પુર્વાંગ ઉર્ફે પ્રિન્સ સ/ઓ હરનીસભાઇ પટેલ ઉં.વ.૧૪ ધંધો-અભ્યાસ રહે. ૧૦ રોહીદાસનગર સોસાયટી ઓ.એન.જી.સી. રોડ પુર્વ વિભાગ, કલોલ, જી. ગાંધીનગર વાળો હોવાનું જણાવતા તેની વધુ પુછપરછ કરતા બતાવેલ સરનામેથી પોતાના ઘરે કોઇને પણ કહયા વગર સવારના નિકળી આવેલ હોવાનુ તેમજ તેના પિતા નામે હરીષભાઇ જીવણલાલ પટેલ રહે. સદર વાળાનો ઘરનો ટેલીફોન નંબર આપતા ટેલીફોન ઉપર સંપર્ક કરી જાણ કરતા તેઓ સુરત રે.પો.સ્ટે.માં આવતા જણાવેલ કે મારા છોકરાનુ કયારેક મગજ કામ કરતુ ન હોય જેના કારણે તે ઘરેથી કોઇને પણ જાણ કર્યા વગર નિકળી જાય છે તેમ જણાવતા યોગ્ય પુરાવા તેમજ તેઓનું નિવેદન મેળવી સદર છોકરાનો કબ્જો તેના પિતાજીને રૂબરૂમાં સોંપેલ છે.
Sd/-
પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.