પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૩૦/૦૮/૨૦૧૫ થી તા. ૦૫/૦૯/૨૦૧૫ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૫/૧૫ તા. ૦૫/૦૯/૧૫ :-
તા.૦૪/૦૯/૧૫ ના રોજ રાત્રીના કલાક ૨૩/૦૦ વાગે એક પેસેંજર નામે મહમદ હુસેન મહમદ હકીમ જાતે-ખાજી મનસુરી નાઓએ સુરત રે.પો.સ્ટેમાં આવી જણાવેલ કે તેઓ નીલગીરી લક્ષ્મણનગર લીંબાયતથી ઓટો રીક્ષા ભાડે કરી જનસાધારણ દરભંગા એક્સ ટ્રેનમાં બેસવા માટે સુરત રેલ્વે સ્ટેશન આવેલ અને તેમનો છોકરો નામે મંહમદ રેહાન ઉં.વ. સાડા ત્રણ વર્ષનો કે જે રીક્ષાની સીટના પાછળના ભાગે સુવડાવેલ હતો તે રીક્ષામાં રહી ગયેલ હોવાનુ જણાવતા સદર બાળકના વાલી-વાસરોને સાથે રાખી મીસીંગ સ્કોડના પોલીસ માણસો જે જગ્યાએથી રીક્ષા ભાડે કરેલ તે જગ્યા નીલગીરી ખાતે જઇ ભાડે કરેલ રીક્ષાની તપાસ કરતા તેમજ અન્ય રીક્ષાવાળાઓને પણ તે બાબતે પુછપરછ કરતા તે રીક્ષા વાળો મળી આવેલ નહી.
ત્યાર બાદ તા.૦૫/૦૯/૧૫ ના રોજ સવારનાં કલાક ૦૯/૩૦ વાગે સદર બાળકના પિતાજીને સાથે રાખી નીલગીરી લક્ષ્મણનગર ખાતે હાજર હતા ત્યારે સદર રીક્ષા વાળો નામે વસીમ અજીજભાઇ જાતે દેશમુખ ઉવ.૨૪ ધંધો રીક્ષા-ડ્રાઇવર રહે. તીરૂપતી નગર પ્લોટ નં. ૫૬, ૫૭, ૫૮ ગોલ્ડન હોસ્પીટલની બાજુમાં ઉંન પાટીયા નાઓએ સદર છોકરાના પિતાજીને આવીને જણાવેલ કે મારી રીક્ષામાં સીટની પાછળના ભાગે એક નાનો છોકરો રહી ગયેલ જે બાબતે તેની પુછપરછ કરતા જણાવેલ કે હુ રીક્ષા લઇ સુરત સ્ટેશન ગયેલ તે પેસેન્જરને ઉતારી હું મારા ઘરે જઇ રીક્ષા મુકી દીધેલ અને સવારે ઉઠી રોજીંદા ક્રમ મુજબ રીક્ષાની સાફ સફાઇ કરતો હતો તે દરમ્યાન રીક્ષાની સીટનાં પાછળનાં ભાગે એક છોકરો સુતેલ જોવા મળતા હું ગભરાઇ ગયેલ અને તરત જ રીક્ષામાંથી સદર છોકરાને બહાર કાઢી પુછપરછ કરતાં તે છોકરો કંઇ બોલતો ન હોઇ જેથી મારા ઘરમાં લઇ જઇ ચા-પાણી નાસ્તો કરાવી મારા નાના છોકરાઓ સાથે તેને રમવા માટે મુકી મે રાત્રીના છેલ્લે જે જગ્યાએથી પેસેન્જરો રીક્ષામાં બેસાડેલ તે જગ્યાએ નીલગીરી લક્ષ્મણનગર ખાતે તપાસ કરવા આવતા મે રીક્ષામાં બેસાડેલ પેસેન્જર મળી આવતા હું જાણ કરવા આવેલ છું તેમ જણાવતા સદર છોકરાના પિતાજી તથા સદર રીક્ષાવાળાનુ નિવેદન મેળવી સદર છોકરો તેના પિતાજીને રૂબરૂમાં સોપેલ છે.
(૨) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૭/૧૫ તા. ૦૫/૦૯/૧૫ :-
તા.૦૫/૦૯/૧૫ ના રોજ કલાક ૧૧/૩૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લેનં-૪ ઉપરથી એક છોકરી એકલી રડતી એક પેસેંજર બેન નામે ગીતાબેન D/o ખોડાભાઇ જાતે-વણકર રહે .કોહીનુર વિલા રૂમ નં-૨૦૫ એવિંગ હનુમાનનગર નાલા સોપારા વેસ્ટ મહારાષ્ટ્ર વાળીને જોવામાં આવતા તેણે તેની પુછપરછ કરતા તેઓ તેમનાં ઘરેથી ગઇ તા:૦૪/૦૯/૧૫ નાં રોજ સાંજનાં ઘરકામ બાબતે તેની માતા સાથે બોલાચાલી થયેલ જેથી મનમાં લાગી આવતા તેનાં ઘરેથી નીકળી આવેલ હોવાનુ જણાવતા સદરી પેસેંજર બાઇ મળી આવેલ છોકરીને સુરત રે.પો.સ્ટે.માં લાવી રજુ કરતા સદરી મળી આવેલ છોકરીનું નમા ઠામ પુછતા તેણીએ પોતાનું નામ રાજ લક્ષ્મી D/O નાગેંદ્ર જાતે-બીસ્વાલ ઉવ.૧૮ રહે.ગણેશપુરા હાઉસીંગ મ.નં-૨૦૫ અમરોલી સુરત મુળ રહે ગામ નાહડા પો.ગોહેગુર થાનાં ગાંગોપુર જી. ગંજામ ઓરીસ્સા વાળી હોવાનું જણાવતા તેના વાલી-વારસો અંગે પુછતા તેણે તેના પિતાનો મોબાઇલ નંબર આપતા મોબાઇલ ઉપર સંપર્ક કરી જાણ કરતા તેઓ સુરત રે.પો.સ્ટે.માં આવતા યોગ્ય પુરાવા તેમજ તેઓનું નિવેદન મેળવી સદર છોકરીનો કબ્જો તેઓના પિતાજીને રૂબરૂમાં સોંપેલ છે.
પાન-ર
(૩) વડોદરા રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૮/૧૫ તા. ૦૩/૦૯/૧૫ :-
ભડેળકા (કેરલા) પો.સ્ટે.માં ઇ.પી.કો. કલમ-૩૬૩ તથા એટ્રોસીટી એકટ મુજબનો ગુનો તા. ૨૯/૦૮/૧૫ ના રોજ જાહેર થયેલ જે ગુનાની તપાસ દરમ્યાન સદર ગુનાના કામે ભોગ બનનારના મોબાઇલ ફોન ટાવર લોકેશન આધારે કરેલ સુચના મુજબ વોચ રખાવતા વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર ઓખા-અર્નાકુલમ એકસ. ટ્રેનના જનરલ ડબ્બામાં તા. ૦૩/૦૯/૧૫ ના કલાક ૦૩/૩૦ વાગે તપાસ કરતા ભોગ બનનાર મીનાક્ષીબેન ડો/ઓ આનંદન હિન્દુ નાયક ઉં.વ. ૧૭, ધંધો-અભ્યાસ રહે. ગામ પીકુઅડકા, તા.જી. કાંસરગોડ (કેરલા) તથા મહમદ અજમલ અબ્દુલઅજીજ ઉં.વ.૨૨, ધંધો-બસ કન્ડકટર તરીકે નોંકરી રહે. ગામ તેલંગરે પોસ્ટ કડવોન તા.જી. કાસરગોડ (કેરલા) સાથે મળી આવતા ધોરણસરની કાર્યવાહી કરી કેરલા પોલીસને જાણ કરતા ભડેળકા પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી રત્નાકર તથા પોલીસ સ્ટાફના માણસો તેમજ છોકરીનો સગો ભાઇ પો.સ્ટે.મા આવતા કાયદેસરની કાર્યવાહી કરી તા.૦૪/૦૯/૨૦૧૫ના રોજ મળી આવેલ સદર છોકરીનો કબજો તેણીના સગા ભાઇને સોંપવામાં આવેલ છે તથા ભડેળકા પો.સ્ટે.ના ઉપરોકત ગુનાના આરોપી મહમદ અજમલની કસ્ટડી ભડેળકા પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી નાઓને જરૂરી કાર્યવાહી કરી સોંપવામાં આવેલ છે.
Sd/-
પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.