પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૩/૦૮/૨૦૧૫ થી તા. ૨૯/૦૮/૨૦૧૫ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૦૩/૧૫ તા. ૨૫/૦૮/૧૫ :-
તા. ૨૫/૦૮/૧૫ ના રોજ કલાક ૦૦/૩૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.ન. ૪ ઉપર વચ્ચેના ભાગે એ.એસ.આઇ વાડસિંગ સુખલાભાઇ નાઓને એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા કરતા તેણે પોતાનુ નામ મહમંદ જમસેદ સ/ઓ મહમંદ અકબર જાતે શેખ ઉ.વ.૧૧ ધંધો અભ્યાસ રહે. મોટી દમણ મદ્રેસામાં મુળ રહે.ગામ સાંસી તા હવરીયા જિ બગુસરાઇ બિહાર વાળો હોવાનુ જણાવતા અને તેની વધુ પુછપરછ કરતા તે તા ૨૪/૦૮/૧૫ ના રોજ સવારના કલાક ૦૬/૦૦ વાગે મદ્રેસામાં તેમની સાથે અભ્યાસ કરતા છોકરાને વતન બિહાર જવાનુ કહીને વાપી રેલ્વે સ્ટેશને કલાક ૦૭/૦૦ વાગે આવેલ અને વાપીથી ભીલાડ રેલ્વે સ્ટેશને ગયેલ અને ભીલાડ રેલ્વે સ્ટેશનથી સાંજના મળતી ટ્રેનમાં બેસી સુરત રેલ્વે સ્ટેશને આવેલ હોવાનુ જણાવતા તેના માતા-પિતા તેમજ મદ્રેસાનો કોન્ટેકટ નંબર માગતા તેણે મદ્રેસાનો ફોન ન. ૦૨૬૦૨૨૩૧૩૭૦ આપેલ જે ફોન ઉપર જાણ કરતા મદ્રેસામાં નોકરી કારતા શિક્ષક નામે સદ્દામ ઉલ્લા મનસુરી મુલ્લા નાઓ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમા તેને લેવા માટે આવતા તેઓનુ વિગતાવારનુ નિવેદન મેળવી કાયદેસર કાર્યવાહી કરી સદર છોકરાનો કબજો તેના શિક્ષકને રૂબરૂમાં સોપવામાં આવેલ છે.
(૨) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૧/૧૫ તા. ૨૫/૦૮/૧૫ :-
તા.૨૫/૦૮/૨૦૧૫ના રોજ કલાક ૧૨/૩૦ વાગ્યાના સુમારે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.ન.૨/૩ ના વચ્ચેના ભાગે એક નાનો છોકરો પો. કો. શાંતિલાલ કાળુભાઇ બકલ નં ૮૭૮ નાઓના જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ આકાશ સ/ઓ કમલસિંગ જાતે ઠાકુર ઉ.વ.૧૩ ધંધો અભ્યાસ રહે. ગામ સેમરોડ થાના રાયપુર જી. ઝાંબુઆ (એમ.પી) હાલ રહે ડોગરી ચીલ્ડ્રન હોમ મુંબઇ ખાતે રહી અભ્યાસ કરતો હતો અને વતનની યાદ આવતા ડોગરી ચિલ્ડૃન હોમમાંથી કોઇને પણ જાણ કર્યા વગર નિકળી આવેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસોનો ફોન નં ૦૯૯૯૩૫૦૨૧૬૬ મેળવી ફોન તેના મામા નામે ભરતભાઇને તેમજ ડોગરી ચિલ્ડ્રન હોમ મુંબઇ ખાતે ફોન કરી જાણ કરવામાં આવેલ છે. તેઓ તેને લેવા માટે આવે ત્યાં સુધી સદર છોકરાને શ્રી વી.આર. પોપાવાલા ચિલ્ડ્રન હોમ કતારગામ સુરત ખાતે મુકવામાં આવેલ છે.
(૩) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૪/૧૫ તા. ૨૫/૦૮/૧૫ :-
તા.૨૫/૦૮/૧૫ ના રોજ કલાક ૧૪/૧૦ વાગ્યાના સુમારે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.ન.૨/૩ ઉપર ફિરોજપુર જનતા એકસ. ટ્રેનમાંથી એક છોકરો એકલો ઉતરી બાંકડા ઉપર બેસેલ એ.એસ.આઇ. અર્જ્રુનભાઇ કહજીભાઇ બકલ નં ૫૦૩ નાઓના જોવામા આવતા તેની પુછપુરછ કરતા તેણે પોતાનુ નામ અભિષેક સ/ઓ શિવશંકર જાતે પંડિત ઉ.વ. ૧૩ ધંધો અભ્યાસ રહે ગીરનાર સોસાયટી મીરાનગર મકાન નં ૫૮ અંકલેશ્વર જી. ભરૂચ વાળો હોવાનુ જણાવતા અને વધુ પુછપરછ કરતા તે તેના જણાવેલ સરનામેથી તેના કાકાના ઘરે ગયેલ અને ત્યાંથી કલાક ૧૦/૦૦ વાગે નિકળી અંકલેશ્વર રેલ્વે સ્ટેશને આવી ફિરોજપુર જનતા એકસ.ટ્રેનમાં બેસી સુરત ખાતે તેના મામા રહેતા હોય રાખડીના તહેવાર માટે મામાના ઘરે આવવા નિકળેલ પરંતુ સરનામાંની ખબર ન હોવાથી સુરત રેલ્વે સ્ટેશને બેસેલ હોવાનુ જણાવતા તેના પિતાજીના મો. ફોન નં.૮૦૦૪૩૧૮૪૯૧ ઉપર ફોન કરીને જાણ કરતા તેઓ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં તેને લેવા માટે આવતા યોગ્ય પુરાવા તેમજ નિવેદન મેળવી સદર છોકરાનો કબ્જો તેના પિતા નામે શિવશંકર કામેશ્વર પંડિત નાઓને રૂબરૂમાં સોંપેલ છે.
પાન-ર
(૪) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૩૪/૧૫ તા. ૨૬/૦૮/૧૫ :-
તા. ૨૬/૦૮/૨૦૧૫ ના રોજ કલાક ૨૦/૦૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.ન.૨/૩ ના વચ્ચેના ભાગે પેસેન્જરોને બેસવાના બાંકડા ઉપર એક છોકરો એકલો બેઠેલો પો.કો./૮૭૮ શાંતિલાલ કાળુભાઇ નાઓના જોવામાં આવતા તેની પુછપુરછ કરતા તેણે પોતાનુ નામ મહમદમીનહાજ સ/ઓ રૂસ્તામ જાતે શેખ ઉ.વ. ૧૧ ધંધો અભ્યાસ રહે હાલ દારૂઉલમ માટલીવાલા મદ્રેસા ભરૂચ મુળ રહે. ગામ મેઘનીપુર થાના બસંતરાય બિહારવાળો હોવાનુ જણાવતા અને તેની વધુ પુછપરછ કરતા મદ્રેસામાંથી તા.૨૫/૦૮/૧૫ ના રોજ કોઇને પણ જાણ કર્યા વગર નિકળી જઇ સુરતથી તાપ્તીગગા એક્સ.ટ્રેનમાં બેસી તેના વતન બિહાર જવા માટે સુરત રેલ્વે સ્ટેશને આવેલ હોવાનુ જણાવતા અને દારૂઉલમ માટલીવાલા મદ્રેસાનો ફોન નંબર મેળવી ફોન નં ૮૪૬૦૩૧૯૩૪૪ ઉપર જાણ કરતા મદ્રેસામાથી મહમદખાલીદ મહમદખલ્લીલ નાઓ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં તેને લેવા માટે આવતા યોગ્ય પુરાવા રજુ કરતા તેઓનુ નિવેદન મેળવી મળી આવેલ મહમદમીનહાજનો કબજો તેઓને રૂબરૂમાં સોપેલ છે.
(૫) ગોધરા રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૧/૧૫ તા. ૨૭/૦૮/૧૫ :-
તા. ૨૭/૦૮/૨૦૧૫ ના રોજ ગોધરા રેલ્વે સ્ટેશન પ્લે.ન.-૨/૩ ઉપરથી વડોદરા-ગોધરા મેમુ ટ્રેનમાંથી પેસેન્જર નામે નામીલાલ પ્રેમરાજ તથા દેવીલાલ વાઘજીભાઇ બામણીયા નાઓએ એક બીનવારસી છોકરો પોલીસ સ્ટેશનમાં લાવી સોંપતા ફરજ પરના હે.કો. કોદરભાઇ ગબાભાઇ નાઓએ તેની પુછપુરછ કરતા તેણે પોતાનુ નામ છોટુભાઇ અર્જુનભાઇ પટેલ ઉ.વ. ૧૦ રહે. બાળ ગોકુળ આશ્રમ કારેલીબાગ, વડોદરાવાળો હોવાનુ જણાવતા કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફોન કરી પુછતા જાણવા મળેલ કે આ છોકરો આશ્રમમાંથી ભાગી ગયેલ છે અને પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.નં. ૧૯૦/૧૫ ઇ.પી.કો. કલમ-૩૬૩ મુજબનો ગુનો દાખલ થયેલ છે તેવુ જણાવી કારેલીબાગ પો.સ્ટે.ના હે.કો. કનુભાઇ મોહનભાઇ નાઓ ગોધરા રે.પો.સ્ટે.મા આવતા તા. ૨૮/૦૮/૨૦૧૫ના કલાક ૦૧/૦૫ વાગે સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર ૦૨/૧૫ થી નોંધ કરી છોકરાને કારેલીબાગ પો.સ્ટે.ના હે.કો. કનુભાઇ નાઓને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.
Sd/-
પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.